sansaar chhe books and stories free download online pdf in Gujarati

સંસાર છે

એક રાજા હતો
એણે એક સર્વે કરવાનો
વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ઘરસંસાર માં પતિનું ચાલે છે કે પત્નીનું ❓

એ માટે એણે ઇનામ રાખ્યુ અને રાજ્ય માં જાહેરાત કરી કે જે ઘરમાં પતિનું ચાલતું હોય એમને ગમતો ઘોડો ઇનામ માં આપશે અને જેને ત્યાં પત્ની ની સરકાર હોય એમને સફરજન મળશે...

એક પછી એક બધા નગરજનો
સફરજન ઉઠાવવા માંડ્યાં. રાજાને તો ચિંતા થઈ કે શું મારા રાજ્યમાં બધા સફરજન જ છે ⁉️

એવામાં એક મોટી મુછૉ, લાલઘુમ આંખો અને પાંચ હાથ પુરો જુવાન આવ્યો
અને બોલ્યો..... રાજાજી , મારા ઘરમાં હું કહુ એમ જ થાય..
લાવો ઘોડો....😠

રાજા તો ખુશ ખુશ થઈ ગયા.. અને કહ્યું ..
જા જવાન, મનગમતો ઘોડો લઇ લે..
જવાન તો કાળો ઘોડો લઇને થયો રવાના..

ઘરે પહોંચ્યો અને થોડીવાર થઇ ત્યાં તો દરબાર માં પાછો આવ્યો....

રાજા : કેમ જવામર્દ ,
પાછો કેમ આવ્યો ⁉️

જવાન : મહારાજ,
ઘરવાળી કહે છે કે...
કાળો રંગ તો અપશુકનિયાળ કહેવાય. સફેદ રંગ શાંતિ અને પ્રગતિ નો છે તો સફેદ ઘોડો આપો...

રાજા: ઘોડો મુક 😠
અને સફરજન લઇ ને હાલતી પકડ...

એમ જ રાત પડી.
દરબાર વીખરાઇ ગયો..

અડધી રાતે મહામંત્રી એ દરવાજો ખખડાવ્યો ...

રાજા : બોલો મહામંત્રી..
શું કામ પડ્યુ ❓
મહામંત્રી: મહારાજ ,
તમે સફરજન અને ઘોડો
ઇનામ તરીકે રાખ્યા એના કરતાં એક મણ અનાજ અને સોનામહોર રાખ્યા હોત તો ખાવામાં કે ઘરના ને ઘરેણાં કરવા કામ તો આવત..

રાજા: મારે તો ઇનામ એ જ રાખવુ હતું
પણ....
મહારાણી એ સુચન કર્યુ
અને મને પણ લાગ્યું કે
આ ઇનામ જ વ્યાજબી છે એટલે...

મહામંત્રી: મહારાજ,
તમારા માટે સફરજન
સુધારી આપુ...❓

રાજા મરક મરક હસ્યા અને પુછ્યુ..
મહામંત્રી આ સવાલ તો
તમે દરબાર માં
આજે અથવા સવારે પણ
પુછી શકતા હતા..
તો અત્યારે આવવાનુ કારણ ⁉️

મહામંત્રી: એ તો મારા ગૄહલક્ષ્મી એ કીધું કે
જાવ અત્યારે જ પુછતા
આવો એટલે સાચી
ખબર પડે....

રાજા (વાત કાપી ને) : મહામંત્રી જી , સફરજન તમે હાથે લેશો કે હુ ઘરે મોકલી આપું ⁉️😁

મોરલ: સમાજ ભલે પુરુષ પ્રધાન હોય પણ સંસાર તો સ્ત્રી પ્રધાન હતો,
છે અને રહેશે....
સાઇકલ અને જીંદગી ત્યારે જ સારી રીતે ચાલી શકે છે
જયારે
*ચેન* હોય.......
સહનશીલતા એ જ સુખી થવાનો માર્ગ

" સંસાર એટલે જયાં,
ધારેલું મળતું નથી,
મળેલું ગમતું નથી,
ગમતું ટકતું નથી,
તેનું......નામ.. સંસાર."
સહનશીલતા એટલે ધીરજ, સંયમ, સહિષ્ણુતા, ઉદારતા અને જતું કરવાની વૃત્તિ. આપણે સાચા હોઈએ તેમ છતાં આપણી વાતનો સ્વીકાર ના થાય, આપણે જ જતું કરવાનું આવે અને આપણને મળવાનું હોય ત્યાં છોડવાનું આવે એવું આપણને સૌને રોજબરોજ ની દિનચર્યામાં અનુભવ થાય છે. આ સહન કરવાની વાતને આપણે પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવીએ છીયે. અને અહમ્ મા જાહેર કરીએ છીએ કે હું તો જરાકેય કોઈનું ખોટું સહન નહી કરું.
મિત્રો, દુનિયાના દરેક જીવો ને કયાંક અને કયાંક સહન કરવું જ પડે છે. જીવન યાત્રામાં આધી - વ્યાધિ અને ઉપાધિ ના સમયે સહન કરવાનું આવે જ છે. સ્વસ્થતા ધારણ કરીને સહન કરવાથી સહનશકિત નું સ્વયં મા પ્રાગટ્ય થાય છે. આટલી સહનશકિત વિકસિત કરવાથી સંપ, સ્નેહ અને એકતા અકબંધ રહે છે.
યાદ રાખો, જેનામાં સંવેદના જીવતી હોય એને જ સહન કરતા આવડે. આભાર અને માફ કરશો, આ બે શબ્દોથી સાચી સંવેદનાનું પ્રાગટ્ય થાય છે. અને આ સંવેદનાથી સહનશીલતા નો ઉદભવ થાય છે. આ સહનશીલતા સુખનો અને શાંતિનો માર્ગ નો પરિચય કરાવે છે. સહન ના કરીને ઘણીવાર માણસ બહુ બધું ખોઈ બેસે છે, પોતાની જાત ને પણ ખોવાનો વારો આવે છે. સહન કરવામાં જ સંઘર્ષ છે અને સંઘર્ષનું બીજું નામ જિંદગી છે. તમારે તમારા મન ના માલિક બનવું પડે, ગુલામ નહી.
મિત્રો, સોનું તપીને અણી શુદ્ધ થાય છે. વૃક્ષો પોતે ટાઢ, તડકો અને વરસાદ સહન કરીને માનવ જાત ને મદદરૂપ થાય છે. ધરતીમાતા કેટલું સહન કરીને આપણને અઢળક આપે છે. પ્રસુતિની વેદના સહન કરીને વાત્સલ્યમૂર્તિ મા સંતાનોને જન્મ આપે છે. આપણે આપણા પરિવાર માટે, સમાજ માટે કે રાષ્ટ્ર માટે સહનશીલતા ના કેળવી શકીએ !!!
એક હસવાની કે હળવાશની વાત કરીએ.. કોઈએ પૂછ્યું કે સ્ત્રી "શક્તિ" હોય છે તો પુરુષ શું હોય છે ? સુંદર જવાબ...સ્ત્રી શક્તિ હોય તો પુરુષ " સહનશકિત". કોઈએ મન ઉપર ના લેવું કેવળ સ્મિત પ્રદાન કરવા માટે છે.
આપણે સહન કરીયે ત્યારે કેવો મનોભાવ આવે તેનું બયાન
" મરીઝ સાહેબે" કર્યું છે....
જીવનની સમી સાંજે મારે,
જખ્મોની યાદી જોવી હતી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો,
બહુ અંગત અંગત નામો હતા."
મિત્રો, ડર, ભય અને લાચારીથી નહી, પરંતુ ખમીર અને ખુમારી થી સહનશીલતા નો સદગુણ અપનાવીએ. અપમાન ને ભૂલતા શીખો. વિવેક અને નમ્રતા થી સહનશીલતા આવે છે.
સહનશીલતા ને સફળતા નો જીવન મંત્ર બનાવો. મોટું મન નાના મનદુઃખ ને દૂર રાખે છે, અને પરિવારમાં પ્રસન્નતા સદૈવ રહે છે.
તા.ક. (ખાસ નોંધ)
હું આ પોસ્ટ ઘણાસમયથી મુકવાનું વિચારતો હતો પણ પત્નિએ છેક આજે મંજૂરી આપી એટલે મુકી શક્યો....!

અત્યારે બંદા બેઠા બેઠા સફરજન ખાય છે.

આશિષ શાહ
Prism Knowledge Inc.
Maaster Blaaster
9825219458
😀😀😂😂😂