Darek khetrama safdata - 37 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 37

પ્રકરણ 16
મહત્વકાંક્ષા રાખો

હોકાયંત્ર બનાવતા કારખાનાની તમે મુલાકાત લેશો તો જણાશે કે તેમા વપરાતી સોયનો એક જગ્યાએ ઢગલો પડેલો હોય છે. આવી સોય કોઇ પણ પ્રકારની દિશા ન દર્શાવતી હોવાથી તેનુ કોઇજ મહત્વ હોતુ નથી પણ જેવુ તેને ચુંબકત્વ પ્રાપ્ત થતુ હોય છે કે તરતજ તેના મહત્વમા વધારો થઇ જતો હોય છે કારણકે હવે તેનામા ઉત્તર દક્ષીણ દિશા દર્શાવી અનેક લોકોની જીંદગી બચાવવાની શક્તી આવી ગઈ છે. જો માણસ પણ પોતાના જીવનમા મહત્વકાંક્ષા નામનુ ચુંબકત્વ પ્રાપ્ત કરી કોઇ ચોક્કસ દિશામા કામ કરવા લાગી જાય તો તે પણ પોતાના જીવનને અનેક તોફાનોમાથી બચાવી કોઇ મુકામે પહોચાળી શકતા હોય છે કારણકે મહત્વકાંક્ષા એ માણસની છુપી, વેરવિખેર પડેલી શક્તીઓને સક્રીય બનાવી કોઇ બીંદુ પર કેન્દ્રીત કરે છે, આગળ વધવાનુ પ્રોત્સાહન આપે છે જેથી વ્યક્તી ઉચ્ચકક્ષાની સફળતા પ્રાપ્ત કરી શકતા હોય છે.

આપણે દરેકને અંદરથીજ કંઇક કરી બતાવવાની કે જીવનમા કોઇક ઉંચો મુકામ પ્રાપ્ત કરવાની તમન્ના હોવી જોઇએ, આવી તમન્નાનેજ મહત્વકાંક્ષા કહે છે. પોતાના અંતરના આવા આવાજને સાંભળી તે દિશામા આગળ વધવામા આવે તો ઉચ્ચ કક્ષાનો વિકાસ અને પ્રગતી સાધી શકાતી હોય છે, જ્યારે પોતાની આવી આકાંક્ષાઓ પર ખોટી શંકાઓ કરવાથી કે હું તેમ નહી કરી શકુ તેવો અવિશ્વાસ દર્શાવવાથી મોટેભાગે અસંતોષ, દિશા શુન્યતા કે અધોગતી પ્રાપ્ત થતી હોય છે. જો પોતાની આવી આંતરીક તમન્નાઓ પર વિશ્વાસ દર્શાવવામા આવે તો તેનાથી આપણા ઉત્સાહમા અનેક ગણો વધારો થતો હોય છે જે આપણને સતત પ્રયત્નો કરતા રહેવાની શક્તી પ્રદાન કરતો હોય છે. આ રીતે વ્યક્તી પોતાની તમામ શક્તીઓનો ઉત્સાહભેર ઉપયોગ કરીને પોતાના સપનાઓને એક પછી એક સાકાર કરી શકતા હોય છે. માટે તમે જે કંઇ પણ સ્વપ્ન જુઓ છો તેને પ્રાપ્ત કરવા માટે પોતે સંપુર્ણ લાયક છો તેવો વિશ્વાસ સૌ પ્રથમતો કેળવવો જોઈએ, તમને જ્યારે એમ થઇ જશે કે નહી હુ આ કામ કરી શકુ તેમ છુ તો ત્યાર પછી તેમા ખુબ જડપથી આગળ વધી શકાતુ હોય છે.

મહત્વકાંક્ષા એ ઇચ્છાઓનુ સૌથી ઉપરનુ સ્ટેપ છે દા.ત. આપણે વેપાર શરુ કરવો હોય તો તેને માત્ર ઇચ્છા કરી કહેવાય પણ પોતાને આપણે એમ પુછીએ કે કેવો વેપાર શરુ કરવો છે, તો તેના જવાબમા તમે એમ કહો કે વિશ્વના દરેકે દરેક ખુણામા મારો વેપાર પથરાયેલો હોય અને તેની વિશાળતા સમક્ષ બીજુ કશુજ ટકી શકે નહી તો આવી મહાન ઇચ્છાને મહત્વકાંક્ષા કહી શકાય. મહત્વકાંક્ષામા અલ્પવિરામ હોઇ શકે છે પણ ક્યારેય પુર્ણવિરામ હોતુ નથી કારણ કે અહીતો એક ટાર્ગેટ પુરો થાય કે તરતજ બીજો ટર્ગેટ સેટ થઇ જતો હોય છે અને આ પ્રક્રીયા ત્યાં સુધી ચાલુ રહેતી હોય છે કે જ્યાં સુધી આપણી તમામ શક્તીઓ અને વિકાસની મર્યાદા ન આવી જાય.

ગામના એક યુવાનને મોટી કંપનીમા નોકરી મળી એટલે ગામના બધા જુવાનીયાઓ ભેગા થઇને તેને પુછવા લાગ્યા કે તને આ સફળતા કેવી રીતે મળી ? તારી સફળતાનો રાઝ શું છે ?
સફળતા ?
અરે મીત્રો હજુતો હું સફળજ ક્યાં થયો છુ ?
કેમ ?
મારો અસલી ધ્યેય તો તેજ કંપનીનો સી.ઈ.ઓ. બનવાનો છે. હવે તમેજ કહો જોઇએ કે આવો મહત્વકાંક્ષી વ્યક્તી ક્યાંય પાછો પડી શકે ? આપણે આવુ સ્પીરીટ દર્શાવીએ તો કેમ રહે?

આમ સાચો મહત્વકાંક્ષી માણસ નાની એવી સફળતાને અંતીમ સફળતા માની બેસી જવાને બદલે પોતાના ધ્યેયને ઉંચેને ઉંચે લઇ જતો હોય છે અને તેનેજ લક્ષ્યમા રાખી બીજી અનેક સફળતાઓ પ્રાપ્ત કરી બતાવતો હોય છે.

તમે ગમ્મે તે કામ કરતા હોવ, ગમ્મે તે પોજીશન પર હોવ કે ગમે તે વ્યવસાયમા હોવ તેમા સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરવાનુ હંમેશા લક્ષ્ય રાખવુ જોઇએ, તમે જે કંઇ પણ પ્રયત્ન કરો તે આ સ્વપ્નને અનુરૂપ હોવા જોઇએ. જે લોકો આજે ઉંચી પોસ્ટ પર બીરાજે છે તેઓ આવા સપનાઓ જોઇનેજ આગળ આવ્યા હોય છે, જો તેઓએ આવુ કશુજ ન વિચાર્યુ હોત અને જ્યાં છે ત્યાંજ આખી જીંદગી પસાર કરવાનુ નક્કી કર્યુ હોત તો આજે પણ તેઓ ત્યાંજ રહી ગયા હોત. આમ જીવનમા આગળ આવવા માટે સ્વપ્નદ્રષ્ટા બનવુ અને તેને પ્રાપ્ત કરવા શ્રેષ્ઠમા શ્રેષ્ઠ કામગીરી કરી બતાવવા તત્પર રહેવુ જોઇએ. જે લોકો કશુજ બનવા નથી માગતા તેવા લોકો ક્યારેય આગળ આવી શકતા નથી જ્યારે તેનાથી વિપરીત પ્રકૃતીના લોકો સાવેય ગરીબ પરીવારમા જનમ્યા હોય, ભુખમરો વેઠતા હોય તો પણ તેઓ મહાન સફળતા પ્રાપ્ત કરી બતાવતા હોય છે. એક ભીખારીએતો આ વાત સાબીત પણ કરી બતાવી છે.

બે ભીખારી મીત્રો હતા, તેઓ દરરોજ સાથે કચરો–પ્લાસ્ટીક વિણવા નિકળતા અને તેને વેચીને પોતાનુ ગુજરાન ચલાવતા. તેમાથી ચીંટુ નામનો ભીખારી ખુબજ નકારાત્મક અને નિરાશાજનક વિચારસરણી ધરાવતો હતો જ્યારે પીન્ટુ નામનો ભીખારી હંમેશા કઇંક કરી બતાવવા તત્પર રહેતો હતો. તે હંમેશા પોતાના મીત્રને કહેતો કે એક દિવસ હું જરૂર અમીર બની બતાવીશ. મારુ સ્વપ્ન છે કે હું એક દિવસ કરોડો રૂપીયાનુ સામ્રાજ્ય ઉભુ કરી બતાવુ. મીત્રની આવી વાતો સાંભળીને બીજો મીત્ર જોર જોરથી હસવા લાગતો અને હંમેશા એવુ કહેતો કે આવા સપનાઓ જોવા વ્યર્થ છે દોસ્ત, આપણા નશીબમા જીંદગીની સુખ–સમૃદ્ધીઓ લખાયેલીજ નથી. આપણા બધાનોતો જન્મજ તુચ્છ કાર્યો કરવા માટે થયો છે. પણ પેલા મીત્રને પોતાના પર વિશ્વાસ હતો, તે એક વાત ખુબ સારી રીતે સમજી ગયો હતો કે આમને આમ હાર માનીને બેસી રહેવા કરતા કંઇક કરી બતાવવાના સપના જોવા વધુ સારી બાબત છે કારણકે આવા સપનાઓ જોવાથી તેને સાકાર કરવાની હીંમત પ્રાપ્ત થતી હોય છે. આવા વિચારોને ધ્યાનમા રાખીને તે પોતાના સપનાઓને વળગી રહ્યો અને વધુને વધુ પોતાના સપનાની દિશામા મહેનત કરવા લાગી ગયો. થોડાક વધુ પૈસા ભેગા થતા તેણે કચરાનુ વૈજ્ઞાનીક ઢબે વ્યવસ્થાપન કરવાનુ જ્ઞાન મેળવી તેનો વ્યવસાય શરુ કરી દીધો. ધીરેધીરે તેનો આ વ્યવસાય ખુબજ જામી ગયો અને કચરા વ્યવસ્થાપનનો ખુબજ મોટો વેપારી બની ગયો, જ્યારે તેનો મીત્ર પોતાની કુંઠીત વિચારસરણીને કારણે હજુ પણ ત્યાંને ત્યાં કચરો વિણવામાજ રહી ગયો.

આમ જો માણસ ધારે તો પોતાની પરિસ્થિતિઓમા જડ–મુળથી ફેરફાર લાવી શકતો હોય છે, જો તે સ્વપ્ન જોવાની અને તેને સાકાર કરી બતાવવાની હીંમત કરે તો.
ક્રમશઃ