Radha ghelo kaan - 24 books and stories free download online pdf in Gujarati

રાધા ઘેલો કાન - 24

રાધા ઘેલો કાન :- 24

તુ ટ્રાય તો કરી જો..
અંજલી રાધિકાને એનો ફોન આપતાં કહે છે..
ઓકે..
રાધિકા કિશન પર ફોન લગાવે છે..
હેલો.. સામેથી અવાજ આવ્યો..
હા.. હું રાધિકા
હા બોલ.. કિશને ઉતાવળમાં જવાબ આપ્યો..
કેમ કઈ કામમાં છે?

" ના ના બોલને.. કઈ નઈ.." કિશને સામેથી ઉતાવળા સ્વરે જવાબ વાળ્યો..
" હું મારાં માસીના ત્યાં આવી છું.. તારા શહેરમાં.." રાધિકા એ પણ હરખમાં આવીને કિશનને આ સમાચાર સંભળાવ્યા..

" ઓહો.. રાધિકા અને એ પણ અમારા શહેરમાં? સ્વાગત માટે આવું પડશે એમને ! " કિશને પણ તેનું સ્વાગત કરતા શબ્દો વાપરી જવાબ આપ્યો..
" ના મારું સ્વાગત તો કરી દીધું અંજલીએ સ્પેશ્યિલ ચા સાથે.." રાધિકા એ અંજલી સામે જોતા એક હાસ્ય સાથે જવાબ આપ્યો..

" ઓહો.. તો એ પણ તમારી સાથે છે એમને?
પણ તુ એને ક્યાંથી ઓળખે? " કિશને કટાક્ષ સાથે અને અજાણ બનીને પ્રશ્ન કર્યો..
" નિખિલે આપ્યો તો મને એનો નંબર તારો નંબર લેવા માટે.. " રાધિકાએ સહજ જવાબ વાળ્યો..
" ઓહો મારાં માટે બવ મેહનત કરી લાગે તે? " કિશને ફરી કટાક્ષમાં પ્રશ્ન કર્યો..

" હાસ્તો .. પણ તને ક્યાં કઈ પડી જ છે મારી.."
રાધિકાએ પણ મોકો જોઈને ચોકો માર્યો..
" અરે એવુ નથી પણ અહીં ઘરે તો આખો દિવસ ગમે તે કામમાં જ હોય એટલે યાદ ના રે.. બોલને બીજું.."
કિશને પણ તેના ચોક્કાને અલગ દિશા બતાવતા જવાબ આપ્યો..
" કઈ નહિ બસ એટલું જ કેહવા માટે તને ફોન કર્યો હતો કે...
પણ તુ મને તારી ફ્રેન્ડ તો માને છે ને??"
રાધિકાએ વાતને અટકાવતા પૂછ્યું..

" હાસ્તો.." કિશન આગળ વાત વધારતા જવાબ આપ્યો..
" નિખિલ અને નિકિતા હજી પણ એક બીજાને મળે છે.. અને વાત પણ કરે છે.. મેં મારી આખોથી જોયું છે.. " રાધિકાએ શાંત સ્વરે અને કિશન વિશ્વાસ કરે એ રીતે વાત કરી..
" શુ યાર તુ પણ રાધિકા?
એ લોકોની વાતમાં આવી ગઈ??
મને લાગે અંજલીએ તને પણ એના જેવી જ બનાવી દીધી છે.. "

" અરે પણ.. સાંભળ તો ખરી.. " રાધિકાએ થોડો ફોર્સ કરતા કિશનને કહ્યું..
" શુ સાંભળું યાર?
તમને લોકોને હું ખુશ રવ એ ગમતું નથી લાગે.. "

" અરે એવુ નથી કિશન હું તો હમેશા તારી ખુશી માટે પ્રાર્થના કરતી હોવ છું.. "
રાધિકા આટલુ બોલે છે પણ એટલામાં કિશન ગુસ્સામાં જ ફોને ક્ટ કરી દે છે..
અને અહીં રાધિકાની આંખોમાંથી દડ-દડ આંસુ વહેવા લાગે છે.. આ જોઈ અંજલી તેને સાંત્વના આપતાં કહે છે..
" છોડને રાધિકા એમાં એની કોઇ ભૂલ નથી..
નિકિતાએ એના પર જાદુ જ એવો કર્યો છે કે એ બીજા કોઈની વાત સાચી માનતો નથી..
હવે એમાં આપણે તો શુ કરી શકીએ? છોડ એને જે કરવું હોય એ કરે.. આપડે શુ?? "

" ના હું એને આવી રીતે નહિ છોડી શકું.. નિકિતા સાથે..
જયારે નિકિતાની સાચી વાત એને ખબર પડશે તો એ બવ તૂટી જશે..આમ તે ભલે ગમે તેટલો રંગીલો થઈને ફરતો હોય પણ એના દિલને ખુબ નજીકથી જાણ્યું છે મેં..
એ નિકિતાની સચ્ચાઈ જાણીને સહન નહીં કરી શકે..
અને હું કિશનને લવ કરું છું.. એના માટે કઈ પણ કરીશ.. "

અંજલી આશ્ચર્યમાં " રાધિકા ખરેખર??? "
" હા.."
એની સાથે ફરેલા એ બે દિવસ મારાં માટે બે દિવસ નહીં પરંતુ મારી આખી લાઈફ હતી..
મેં એને ખુબ નજીકથી જાણ્યો છે.. એનું દિલ બવ સાફ છે.. એને સાચા ખોટાની ખબર નથી..
એ સંબંધમાં કયારેય દિમાગ ચલાવતો જ નથી.. એ એના દિલના ધબકારે જીવવાવાળો છે..
એની વાતો..
એનો સાથ..
એનું વ્યક્તિત્વ અને એનું દિલ નિકિતાને લાયક નથી..
એ ભલે મારો થાય કે ના થાય પણ હું એને નિકિતાનો તો નહીં જ થવા દવ કારણ કે નિકિતા બેવફા છે.. "
અને કિશનને નિકિતાથી બચાવા માટે જે હદ સુધી જવુ પડે એ હદ સુધી જવા માટે હું તૈયાર છું..
કિશનના અનમોલ પ્રેમને આમ કોઇના પર વેડફાતો હું નહિ જોઈ શકું..
હું ગમે એમ કરીને નિકિતાની સચ્ચાઈ બહાર લાવીશ.. "..

અંજલી તો રાધિકાની આ વાતો સાંભળીને હેબતાઈ જ ગઈ..
અને એના હાથ પર હાથ મુકતા બોલી..
" હું કિશન માટે શુ છું? કે કિશન મારાં માટે શુ છે એ તો ખબર નઈ પણ !
હા હવે રાધિકા અને કિશનને મળાવવા માટે હું ગમે તે હદ સુધી જવા તૈયાર છું.. "
અંજલી રાધિકાને દિલથી સાથ આપતા અને એના હાથને પોતાના હાથમાં લેતા બોલે છે..

ચાલ હવે હું જવ છું..
માસી રાહ જોતા હશે..
બહુ ટાઈમ થઈ ગ્યો છે..
હા તુ જા.. આગળ શુ કરવું છે.. હું તને મેસેજ પર જણાવીશ ઓકે.. અંજલી રાધિકાને કહે છે..

રાધિકાના નીકળ્યા પછી અંજલી વિચારવા લાગે છે..
કિશનને નિકિતા જોઈએ છે અને રાધિકાને કિશન
હવે આમાં અંજલી વચ્ચે આવીને પણ શુ કરી શકશે..?
મને લાગે છે અંજલી બેટા તુ એક મિત્ર બની રહેવા જ જન્મી છે..
કિશન તારો આ જનમમાં તો નઈ જ થાય..
હશે છોડ..
" કાનો જેમાં ખુશ એમાં હું ખુશ.."
આટલુ બોલી અંજલી પણ બિલ ચૂકવી પોતાની સ્કુટી લઈને એના ઘરે જવા નીકળે છે..

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

" અરે મારે એક રૂમ બુક કરવાનો છે.."
નિખિલ એક ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવા માટે આવે છે અને તે મેનેજરને કહે છે..

" હા સર, બોલોને કેટલા દિવસ માટે? " મેનેજર બોલ્યો..
" બસ એક જ દિવસ માટે.. " નિખિલે ઉતર વાળ્યો..
" ઓકે સર કેટલા લોકો રહેવાનો છો?? "
" બે.. " નિખિલે ટૂંકમાં ઉતર આપ્યો..
" ઓકે સર બન્નેના આધારકાર્ડની કોપી જોઈશે.. " મેનજરે હોટલના નિયમ બતાવતા કહ્યું..
" એક નું નહીં ચાલે?? " નિખિલ અટકતા સ્વરે બોલ્યો..
" સોરી સર.. " મેનેજરે એક હાસ્ય સાથે ઉતર વાળ્યો..
' ઓકે.. '

સર નામ જણાવશો બન્નેના? મેનેજરે ફરી નિખિલના સામે જોતા કહ્યું..
હા., " નિખિલ સોની અને નિકિતા ઉપાધ્યાય.."
નિખિલ અચકાતા અચકાતા અને કમને બન્નેના નામ લખાવે છે..

" ઓકે.. સર થૅન્ક યુ..
ચેકઈન કયારે કરશો? " મેનજરે બીજો પ્રશ્ન કર્યો..
" આવતીકાલે 12 વાગ્યાં પછી.." નિખિલે જવાબ આપ્યો ..
" ઓકે થૅન્ક યુ.." આટલુ બોલી નિખિલ બહાર જવા લાગ્યો..

નિખિલના મોઢેથી આ નામ સાંભળી ગેસ્ટ હાઉસમાં બેઠેલ એક વર્કર હેબતાઈ જાય છે..
અને તે ફટાફટ એ નામ જોવા કાઉન્ટર નજીક આવે છે..
આ બન્ને નામ જોઈને તે ફટાફટ કિશનને કોલ કરવાનું વિચારે છે..
પણ નિખિલ પાણી પીતા પીતા વર્કરની આ બધી હરકત જોઈ જાય છે ચોકી જાય છે અને તેને લાગે છે કે આ જરૂર કોઈક નિકિતાનું ઓળખીતું છે એટલે તે તરત કેન્સલ કરાવા જાય છે પણ થોડું વિચારીને પાછો ત્યાં ઊભો રહી જાય છે..

અને તે પાણીનો બીજો ગ્લાસ ભરી ત્યાં ઊભા ઊભા જ વર્કરની સામે જ જોઈ રહે છે અને તે વર્કર ફટાફટ ખિસ્સામાંથી મોબાઈલ કાઢે છે અને તરત કિશનને કોલ કરે છે..

" હેલો હા કિશન? " વર્કર ઉતાવળમાં બોલે છે..
" હા બોલ મનીષ.. " સામેથી કિશન જવાબ આપે છે..
" મારે તને એક અરજન્ટ વાત કહેવી છે.. ક્યાં છે તુ? " મનીષ વાત આગળ વધારતા બોલે છે..
" હું હાલ થોડો કામથી બહાર આવેલો છું..
બોલને તુ.. શુ કામ છે? " કિશન સામેથી ઉતર વાળે છે..
" કેટલા ટાઈમમાં આવીશ ઘરે? " મનીષ પણ ફરી ઉતાવળમાં પૂછે છે..
" ટાઈમ લાગશે સાંજે મળીએ આપણે.. " ઓકે.. એટલું કહીને તે ફોન મૂકી દે છે..

અને તે પણ તેના કામમાં લાગી જાય છે..
મનીષની આ બધી હરકત નિખિલ જોઈ લે છે અને ઊંડી ઊંડી વાતો પણ તે સાંભળી લે છે..

* * * * * * * * * * * * : * * * * * * * * * * * * * * * *

કિશન એનું કામ પતાઈને સાંજે ઘરે આવે છે અને તરત મનીષને કોલ કરે છે..
અને મળવા બોલાવે છે..
હા બોલ શુ કહેતો હતો સવારે?
અરે આજે સવારે હોટેલમાં પેલો આવ્યો હતો..
કોણ? પેલો?
અલા નિખિલ..
હા તો..
તો એણે બે નામથી એક રૂમ બુક કરાવી છે..
" હા તો આપણે શુ એમાં? કરાવી હશે.. " કિશન પણ વાતને ઇગ્નોર કરતા જવાબ આપે છે..
" એ નામ જણાવીશ તો તુ જે જગ્યા એ ઊભો છે તેના નીચેની જમીન સરકી જશે.. "? મનીષ પણ ઊંચા સ્વરે જવાબ આપતાં કહે છે..
" કોના નામથી?? " કિશન પણ વાતમાં ઇન્ટરેસ્ટ લેતા પૂછે છે..
" નિકિતા ઉપાધ્યાય અને નિખિલ સોની.. " મનીષ સ્તબ્ધ થઈને જવાબ આપે છે..
" wtf??
બકા મનીષ તારે નામ સાંભળવામાં થોડી ભૂલ થઈ હશે.." કિશન ફરી નિકિતાનું ઉપરાણું લઇ જવાબ આપે છે..
" શુ યાર.. સાંભળવામાં ભૂલ થાય વાંચવામાં તો ના થાય ને.. " મનીષ ગુસ્સામાં જવાબ આપે છે..
" હું નથી માનતો.. " કિશન વાતને ઇગ્નોર કરતા જવાબ આપે છે..
" અરે પણ હું શુ કામ ખોટું બોલું?? " મનીષ કઁટાળીને જવાબ આપે છે..
" એતો મને શુ ખબર? " કિશન મનીષના મતલબી હોવાના ઈશારા સાથે પૂછે છે..
" મતલબ? " મનીષ પણ આશ્ચ્રર્યથી પૂછે છે..
" હા તો તારો કોઇ મતલબ હોય ખોટું બોલવા પાછળ તો.. " કિશન પણ મોં પર જ મનીષને ચોપડાવી દે છે..
" અરે તને મારાં પર વિશ્વાસ નથી યાર? " મનીષ હેરાન થતા ફરી પ્રશ્ન કરે છે..

" હા.. નિકિતાની વાતમાં મને કોઇ પર ભરોસો નથી કારણકે આ પેહલી વખતની વાત નથી આવું પેહલા કેટલીય વાર થયું છે અને દર વખતે નિકિતા નિર્દોષ જ હોય છે..
એટલે હું કોઈના પર ભરોસો કરવા માંગતો નથી.. "
કિશન વિસ્તૃત જવાબ આપે છે..

" ઓકે તો આવી જજે કાલે બાર વાગે ગેસ્ટ હાઉસની બહાર અને જોઈ લેજે.. તારી આંખોથી જ.. "
ઓકે..
આટલુ કહી મનીષ ત્યાંથી નીકળી જાય છે..
અને નિખિલ તરત નિકિતાને કોલ કરે છે અને પૂછે છે..
હેલો..
હા બોલ બેબી.. સામેથી નિકિતા બોલે છે..
આપણે કાલે મળીએ બેટા..?
ઓકે નો પ્રોબ્લેમ.. કેટલા વાગે?
1 વાગે મળીશુ બપોરે..
કેમ બેટા આવો ટાઈમ..
હા હું કાલે ફ્રી છું એટલે..
હા પણ કાલે આ ટાઈમે મારાથી નઈ અવાય..
હવે કિશનના મનમાં થોડું શંકાનું બીજ વવાય છે..
કેમ??
અરે કાલે મારે મારી ફ્રેન્ડના ઘરે જવાનું છે થોડી નોટસ લેવા માટે અને એ 12 વાગ્યાં પછી જ મને મળશે.. એટલે એ ટાઈમે તો નઈ મળાય..
ઓકે કયા એરિયામાં છે?
ચારભુજા સર્કલ છે ત્યાં..
આ એરિયા ગેસ્ટ હાઉસનો જ એરિયા હતો એટલે કિશનના મનમાં વધારે શંકા જવા લાગી છે..
પણ કિશન હમણાં એને કઈ જણાવા માંગતો નહોતો અને તેને
રંગે હાથ જ પકડીશ એવુ વિચારીને..
" ઓકે કઈ વાંધો નઈ.. પછી મળી લઈશુ.. "
આટલુ કહી કિશન ફોન ક્ટ કરી કંઈક વિચારવા લાગે છે ..

અને તે કાલે 12 વાગે એ જ એરિયામાં જવાનું વિચારે છે..

ક્રમશ : :

ઘરમાં રહો.. વાંચતા રહો..
જય દ્વારકાધીશ.. 😊🚩

આપના પ્રતિભાવ આવકાર્ય છે.. 😍