Krodh kabuma rakho books and stories free download online pdf in Gujarati

ક્રોધ કાબુ માં રાખો

ક્રોધ ને કાબૂમાં રાખો.
પ્રિય પરિવારજનો,
માનવ જીવનમાં ક્રોધ, ગુસ્સો અને આક્રમકતા માનસપટ ઉપર સહજ રીતે જોડાયેલા હોય છે. ક્રોધ અગ્નિ કરતા શીઘ્ર ભભૂકતો, વાયુ કરતા તીવ્ર વહેતો અને બુદ્ધિ તથા શરીરને શિથિલ કરતો જવાળામુખી છે. ક્રોધ સદૈવ અશાંતિને આમંત્રણ આપે છે.
ભાગવત ગીતામાં કહ્યું છે કે કામ, ક્રોધ અને લોભ આત્માનું પતન કરનારા નર્કનું પ્રવેશ દ્વાર છે.
ક્રોધિત માણસનું ક્રોધ કરતી વખતે મો ખુલ્લું હોય છે અને આંખો બંધ થઈ જાય છે, તેથી સારા - નરસા નું ભાન ભૂલી જવાય છે.
મિત્રો, સ્વામી વિવેકાનંદ કહે છે કે ઉપવાસ ફકત અનાજનો જ કેમ ? ક્રોધ, લોભ અને લાલચનો કેમ નહી ? ક્રોધ વખતે થોડું રૂકી જવું અને ભૂલ વખતે થોડું ઝૂકી જવું તો દુનિયાની મોટાભાગની સમસ્યાઓ હલ થઇ જશે. આપણે સૌ જાણીએ છીએ કે ક્રોધ મૂર્ખતા થી શરૂ થાય છે, અને છેવટે પશ્ચાતાપ મા પરિણામે છે. ક્રોધ વ્યક્તિ ઉપર નહી પરંતુ વ્યક્તિત્વ ઉપર હોવો જોઈએ. આમતો ક્રોધ કરવાનો અર્થ છે કે બીજાઓની ભૂલની સજા સ્વયં દ્વારા ભોગવવી.
મિત્રો, ક્રોધ શા માટે કરવો ? જો તમે સાચા છો તો ક્રોધ કરવાની જરૂર નથી. અને જો ખોટા છો તો તમને ક્રોધ કરવાનો હક જ નથી.
ક્રોધ જાગે ત્યારે સમતા ધરો..
અહંકાર જાગે ત્યારે ધ્યાન ધરો..
લોભ જાગે ત્યારે સંતોષ ધરો...
મન જાગે ત્યારે કામ હાથ ધરો...
યાદ રાખો, એંગર ને ડેન્જર મા બદલાતા વાર નથી લાગતી. ગુસ્સો સમજણનો શત્રુ છે. જયાં ક્રોધ હોય છે, ત્યાં હમેશા દુઃખ જ હોય છે. જો કે ક્રોધથી ભગવાન પણ અલિપ્ત રહી શક્યા નથી. ક્રોધનો પવન વિવેક બુદ્ધિના દીવાને ઓલવી નાખે છે.
ગુસ્સો એ પ્રત્યેક વ્યક્તિમાં સમાવિષ્ટ છુપુ જન્મજાત અને પ્રાકૃતિક વલણ છે. જોખમી પરિબળ હોવા સાથે સંગાથ છૂટવામાં અને સંબંધો તૂટવા મા તે માધ્યમ બને છે. ગુસ્સો એટલે માનવી નો ઉશ્કેરાટથી ભરેલો આક્રમક પ્રતિભાવ. ક્રોધ માણસને ભાન અને વિવેક ભુલાવે છે.ક્રોધથી પોતાના પરિવારમાં તથા સમાજમાં અપ્રીયતા ને આમંત્રણ આપે છે. ગુસ્સો માણસ ને નિર્બળ અને કમજોર બનાવે છે. માણસ આવા અવગુણો ને કારણે વાણી, વર્તન અને વ્યવહારમાં અલગ પડી જાય છે.
ગુસ્સા ઉપર કાબૂ રાખવો, સંયમ વરતવો કે ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું એ માનવ સ્વભાવ માટે જીત કે સફળતાનું પ્રથમ પગથિયું છે. કહેવત છે કે પહેલા ક્રોધ કરો અને પછી પેટ ભરીને પસ્તાવો.
સિકા ની બીજી બાજુ એ જોઈએ તો એક સૈનિક લડાયી માં લડતા તેને એક જુનૂં ની સાથે ક્રોધ આવે છે અને લડાયી જીતાય છે.
🧏🏼‍♂️ શાંતિથી વાંચીને સમજવા જેવો મેસેજ છે. 🧏🏼‍♂️

જિંદગી બદલી નાખે તેવું કડવું સત્ય છે.


એ વાતનું ધ્યાન રાખો કે "સમય અને સ્થિતિ" ક્યારેય પણ બદલી શકે છે.

- એટલા માટે ક્યારેય કોઈનું અપમાન ન કરવું.

- ક્યારેય કોઈને નીચા ન ગણવા.

- તમે શક્તિશાળી છો પણ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે.

- એક વૃક્ષથી લાખો માચીસની સળીઓ બનાવી શકાય છે,

પણ એક માચિસની સળીથી લાખો વૃક્ષ પણ સળગી જાય છે.

- કોઈ માણસ કેટલો પણ મહાન કેમ ન હોય, પણ કુદરત ક્યારેય કોઈને મહાન બનવાનો મોકો નથી આપતો.

- કંઠ આપ્યો કોયલને તો, રૂપ લઇ લીધું.

- રૂપ આપ્યું મોરને તો, ઈચ્છા લઇ લીધી.

- આપી ઈચ્છા ઇન્સાનને તો, સંતોષ લઇ લીધો.

- આપ્યો સંતોષ સંતને તો, સંસાર લઇ લીધો.

- આપ્યો સંસાર ચલાવવા દેવી-દેવતાઓને તો, તેની પાસે પણ મોક્ષ લઇ લીધો.

- ન કરશો ક્યારેય અભિમાન, પોતાની જાત પર 'એ ઇન્સાન'

ભગવાને મારી અને તમારી જેવા કેટલાને માટીથી બનાવ્યા છે અને માટીમાં મેળવી નાખ્યા છે.

માનવી ફક્ત ત્રણ વસ્તુઓ માટે જ મહેનત કરે છે -

મારું નામ ઊંચું થાય.
મારા કપડા સારા હોય.
મારું મકાન સુંદર હોય.

પરંતુ, માણસ જયારે મરે છે ત્યારે ભગવાન તેની આ ત્રણેય વસ્તુ

સૌથી પહેલા બદલી નાખે છે.

નામ - (સ્વર્ગીય)
કપડા - (કફન)
મકાન - (સ્મશાન)
જીવનનું કડવું સત્ય, જેને આપણે સમજવા જ નથી માંગતા...

આ સરસ પંક્તિ જે પણ મહાન પુરુષે લખી છે

તેણે શું સુંદર લાઈન લખી છે.

એક પથ્થર ફક્ત એક જ વાર મંદિર જાય છે અને ભગવાન બની જાય છે...

જયારે

માનવી દરરોજ મંદિર જાય છે તો પણ પથ્થર જ રહે છે....

સુંદર લાઈન

*એક મહિલા પુત્રને જન્મ આપવા માટે પોતાની સુંદરતાનો ત્યાગ કરે છે....*

અને

*તે જ પુત્ર એક સુંદર પત્ની માટે પોતાની માતા નો ત્યાગ કરે છે....*

લાઈફમાં આપણને બધી જગ્યાએ

"સક્સેસ (જીત)" જોઈએ છે.

ફક્ત ફૂલ વાળાની દુકાન એવી છે

જ્યાં આપણે કહીએ છીએ કે

"હાર" આપજો...
શા માટે ક્રોધ કરી ને રોગો ને આમંત્રણ આપવાનું?

મિત્રો, ક્રોધને કારણે સામાજિક નુકસાન તો થાય જ છે, પરંતુ શારીરિક હાની કલ્પના બહારની થાય છે, જેનાથી આપણે સૌ વાકેફ છીએ.
ચાલો, આપણે સૌ ક્રોધ ને કાબૂમાં રાખવાનો સંકલ્પ કરીએ. ગુસ્સાની ગર્જના કરતા આનંદ નો કલરવ મનને શાંતિ અને ખુશી પ્રદાન કરે છે.

આશિષ શાહ
Prism Knowledge Inc.
Maaster Blaaster
9825219458
concept.shah@gmail.com
Insta : iam.ashishshah