Affirmation તથાસ્તુઃ in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | Affirmation તથાસ્તુઃ

The Author
Featured Books
  • અસવાર - ભાગ 3

    ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પ...

  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

Categories
Share

Affirmation તથાસ્તુઃ

હૈયાની હળવાશ અને મનની મોકળાશ

જીવન યાત્રામાં હળવાશ અને મોકળાશ થી સ્વસ્થતા, સુમેળ અને સદભાવના થી પરિચિત થવાય છે. આપણા સુખનો આધાર આપણા વિચારોની ગુણવત્તા ઉપર છે, અને આપણી ગુણવત્તાનો આધાર આપણે કેવા લોકોની વચ્ચે રહીએ છે તેની ઉપર છે. આ સંસારમાં વિચારો કેવા અને કેટલા કરવા તે કદાચ તમારા હાથમાં છે, પણ એ વિચારોને આચારમાં રૂપાંતરિત કરી જ શકશો તેની કોઈ ગેરંટી નથી. સપનામાં સુવાસિત બગીચો જોવા માંગો છો અને કદાચ વાસ્તવિકતામાં ઉકરડો લમણે ઝીંકાય નહી જ, તેની કોઈ ખાતરી નથી. શરૂઆત કરવી તમારા હાથમાં છે પણ સમાપ્તિ કેવી લાવવી તે તમારા હાથમાં નથી. પ્રવુત્તિ માટે તમે સ્વાધીન છો પણ પરિણામમાં તો તમે સંપૂર્ણ પરાધીન છો. પરિણામને હળવાશથી લેવું, જતું કરવું, હસી કાઢવું અને સ્વસ્થતા ટકાવી રાખવી તે ક્ષમતા કેળવવી તમારા હાથમાં છે. આપણે ક્યાં ભૂલ કરીયે છીયે.......?
સાંભળીએ છીયે -. અડધું
સમજીએ છીયે. -. પા ભાગનું
વિચારીએ છીયે. -. ઝીરો
પ્રત્યાઘાત આપીએ છીએ - ડબલ
માટે હળવાશમાં કહ્યું છે કે......
ઉતાવળ ધીરજથી કરવી...અને
ક્રોધ શાંતિ થી કરવો.........
જીવનનું મેદાન હળવું અને મોકળું રાખવું હોયતો ...યાદ રાખવું....
ગમતી વ્યક્તિ માટે ...દુઃખ મહત્વનું હોય તો વ્યક્તિ ભૂલી જવી અને વ્યક્તિ મહત્વની હોયતો દુઃખ ભૂલી જવું.
પ્રસન્નતા માટે બે જ વસ્તુ સાથે સમાધાન કરવું આવશ્યક છે. અપેક્ષા નો ત્યાગ કરવો અને ઉપેક્ષાથી ગભરાવું નહીં. શિલ્પી ને પત્થર મળી જાય છે, બીજ ને માટી,. પાણી અને ખાતર મળી જાય છે તેમ સત્કાર્ય કરનાર સાચા માનવીને રસ્તો અથવા મંઝિલ મળી જ જાય છે. શક્ય તે તમામ પુરુષાર્થ કર્યા પછી અપેક્ષિત પરિણામ માટે દીર્ઘ પ્રતીક્ષા કરવાની તૈયારી રાખનાર જ મનની પ્રસન્નતા ટકાવી શકે છે. આવા વિકટ અને વિપરીત સમયે હમેશા ટકવું પરંતુ તૂટવું બિલકુલ નહીં. ગમે તેવી વિપત્તિ આવે અંદરથી કદાચ થોડા નાસીપાસ કે નિરાશ થશો તો ચાલશે, પણ બહારથી તો વાઘ જેવું વ્યક્તિત્વ રાખજો કેમકે તૂટેલી ભગવાનની મૂર્તિને પણ લોકો ઘરમાં નથી રાખતા તો આપણી તો શું હેસિયત છે.
મિત્રો, હારેલા ની સલાહ, જીતેલાનો અનુભવ અને પોતાનું મન માનવીને કદી પરાજિત થવા દેતું નથી. ટીકામાં રહેલું સત્ય અને પ્રશંસામાં રહેલું જૂઠ પારખતાં આવડી જાયતો જીવનયાત્રા મા હળવાશ અને મોકળાશ આપોઆપ આવી જાય છે.
જીવનમાં આઘાત અને પ્રતિકૂળતા આવવાના જ છે ત્યારે સકારાત્મક અભિગમ અને મક્કમ મનોબળ થી પરિસ્થિતિ ને પહોંચી વળવાનો આત્મવિશ્વાસ વાતાવરણને હળવું બનાવી દેશે.
આપ સૌ પરિવારજનો ને હૈયાની હળવાશ અને મનની મોકળાશ પ્રભુ સદૈવ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
મિત્રો આ માટે આપણે શું કરીશું, પેહલા તો નક્કી કરીયે કે સવારે કેટલા વાગ્યે ઊઠીશું, આ માટે સૌથી મોટી વસ્તુ " આળસ " ને ભગાડવાની છે, દુનિયા તમને પૂછશે તમે આખા દિવસ માં શું કયુઁ, એ નહીં પૂછે કે દિવસ માં કેટલા કલાક સુઈ ગયા. સવારે જો આપણે 7.30 ઉઠતાં હોઈએ તો કાલ થી 6.30 ઉઠશું જ. જો જો કાલ નો દિવસ જીવન નો બેસ્ટ દિવસ હશે, વેહલા ઉઠી ગયા પછી આ free સમય માં શું કરું? ત્યારે બધાં બહુ જ કામ દેખાશે, આખો દિવસ ટેન્શન free જશે.
સવારે meditation, gratitude અને affirmation પ્રક્રિયા ચાલુ કરીયે.
એક જગ્યાએ વ્યવસ્થિત બેસી જાઓ, music ની જરૂર નથી, બે હાથ આગળ લાઓ અને કમળ જેવું guester કરો. હવે મોટેથી બોલતા જાઓ અને એક પછી એક આંગળી ખોલતા જાઓ, બોલો કે thank you , મને આજ ની સરસ સવાર મળી : Gratitude. આ રીતે આઠ આંગળી અને બે અંગૂઠા માટે કરો, અર્થ કે 10 gratitude.
પછી આજ રીતે affirmation, એટલે કે ઉદાહરણ મને આજે x પાર્ટી એ એક કરોડ મારું payment આપી દીધું છે અને બેંક માં થી msg આવી ગયો છે, જે માટે ખુશી થાય તે તમારા ચેહરા પર લાઓ, તથાસ્તુઃ ક્યારે થયી જાય તે ખબર નથી પણ તે માટે affirmation મોકલવા પડે.
તથાસ્તુઃ

આશિષ શાહ
Prism Knowledge Inc.
Maaster Blaaster
9825219458
Insta : iam.ashishshah
Youtube