Sky Has No Limit - 58 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-58

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-58
મોહીત યુ.એસ. પોતાનાં ઘરે પાછો આવ્યો પણ એને આવીને ચૈન નહોતુ.. ધીમે ધીમે મલ્લિકાનાં ચરિત્રો જાણવાં મળી રહેલાં જેટલું જાણવા મળ્યુ એનાંથી એ ખૂબજ આહત હતો. બંન્ને જણાં વાત વાતમાં વિવાદમાં પડી ગયાં ઝગડી પડ્યાં.
મોહીતે ફરીથી મલ્લિકાને એનાં પિતાનાં અવસાન અંગે જવાબદાર ઠેરવી. એ લોકો વાતમાં હતાં અને મોહીતનાં ફોનમાં એક મેસેજ આવ્યોં પાછળને પાછળ એક વીડીયો આવ્યો. મોહીત એ વીડીયો જોવા રોકાયો અને એને એટલો આધાત પહોંચ્યો કે એને ખબર ના પડી કે એ શું કરે ? એને સમજાઇ નહોતું રહ્યું કે મોકલનાર પણ... એનાંથી બોલાઇ ગયું ઓહ....
મલ્લિકાએ પૂછ્યુ "શુ થયું ? કેમ ઓહ બોલ્યો ? કોનો મેસેજ છે ? શું વાત છે ?
મોહીતે કહ્યું "મલ્લિકા દેવી બે હાથ ને ત્રીજુ માથું હવે સાષ્ટાંગજ બાકી છે તમને કરવા અંગે. મારે હમણાં કોઇ ચર્ચા નથી કરવી પછી ડાઇનિંગમાં આવીને એણે જોસેફને કહ્યું "જા મીતાબ્હેનને કહે કે મારાં માટે ચા નાસ્તો લાવે પ્લીઝ અને દોડતો જોસેફ કીચનમાં કહેવા ગયો.
મોહીતે મલ્લિકાની હાજરીજ નથી એમ વર્તવા માડ્યું આટલી લાંબી મુસાફરી કરી એને જાણે થાકજ નહોતો જેટલેકની જાણે અસર નહોતી..એને કંટાળો હતો પણ હવે જાણે એક સાથે બધો થાક લાગી રહ્યો હોય એમ એહસાસ કરવા માંડ્યો.
એ ત્યાં સોફા પરજ પગ લાંબા કરીને આડો પડી ગયો. એની ઇન્ડીયાથી લાવેલી બેગ્સ પણ અહીંજ પડી રહી હતી એણે જોસેફને કહ્યું નહીં કે રૂમમાં લઇજા. મલ્લિકા થોડાં આશ્ચર્ય સાથે મોહીતને જોઇ રહી હતી.
મલ્લિકા મોહીતની પાસે સોફા પર આવી અને બોલી "મોહીત તું થાક્યો છે... પહેલાં આરામ કર બધી બીજી વાતો પછી કરીશું જેટલે કે જાણ હશે તને પ્લીઝ ટેઇક રેસ્ટ આઇ એમ સોરી મોહું મારાં લીધેજ બધું થાય છે. થયું છે મારા માં બુદ્ધિજ નથી સોરી મોહું....
મલ્લિકાના સોરી કહેવાથી પણ મોહીતને જાણે કોઇ ફરક નહોતો પડતો એ આંખ બંધ કરીને પડ્યો રહ્યો.
આંખ મીંચીને આરામ કરવા આડો પડેલો મોહીત ક્યારે સૂઇ ગયો એને ખબરજ ના પડી. મલ્લિકાએ જોયુ કે મોહીત ઘસઘસાટ ઉંઘે છે એણે જોસેફને કહ્યુ "જા હમણાં કંઇ લાવીશ નહીં એને સૂવાદે એ થાક્યો છે.
જોસેફ કંઇ બોલ્યાં વિના ત્યાંથી ચા નાસ્તો લઇને પાછો જતો રહ્યો. મલ્લિકાનાં ફોનમાં -રીંગ આવી... મોહીત ડીસ્ટર્બ ના થાય એમ વિચારી એ ત્યાંથી ઉઠીને ગાર્ડનમાં જતી રહી....
**************
મોહીત શું ગયો ઘરમાંથી કે મોનીકાબહેન આખાં બંગલામાં એકલાં પડી ગયાં. આજે એમને ઘર ખાલી ખાલી લાગી રહેલું એમને અસુખ લાગી રહેલું હમણાં થોડીવાર પહેલાંજ નીલીમાનો ફોન હતો એની સાથે વાત થઇ થોડું સારું લાગેલું એમણે એમની ખાસ સહેલી નિલીમાને કહ્યું "નીલુ ઘરતો જાણે ભેંકાર ભાસે છે મોહીત તો ખબર હતી ગમે ત્યારે પાછો જવાનો છે યુ.એસ.
પણ... નીલુ સાચું કહુ એમનાં વિના હવે જાણે જીવવું જ નથી ગમતું વારે વારે એમનાં ભણકારાં વાગે છે હમણાં બોલશે મોનીકા ચા બનાવ.. મારે ફાર્મ પર જવાનુ છે જમવામાં આમ બનાવજે.. બજારથી કંઇ લાવવાનું છે ? માર્કેટમાં ખૂબ ભીડ હતી... બધી ઉઘરાણી આવી ગઇ છે. મોહીતનાં શું સમાચાર છે ? એનો ફોન આવેલો ? આમ એમનાં રોજનાં સંવાદો વાગોળ્યા કરુ છું જાણે હજી મારી સામેજ હોય એવું લાગે છે... પણ ખબર પડે કે આ તો ઓછાયો યાદોનો બાકી એ પોતે એમનો પડછાયો પણ સાથે લઇને જતાં રહ્યાં મને પાછળ પીડાવા મૂકતાં ગયાં છે.
મોહીતને યુ.એસ. ગયે પણ આજે પાંચ દિવસ થઇ ગયાં આ પાંચ દિવસ પણ હવે... છોડ નીલી તું તો કાલે આવી જઇશ પછી થોડું સારું લાગશે. આ સમય કાળ જેવો લાગે છે એ વધુ ડરાવશે અહીં મને... અને ત્યાંજ મોહીતનો મેસેજ એમનાં ફોનમાં આવ્યો.
મોહીતનો મેસેજ આવ્યોં જોયું અને હર્ષઘેલાં થયાં જાણે રૂબરૂ આવી ગયો. હમણાં ગઇ સાંજે તો વાત કરે છે. એ છોકરો ડીસ્ટર્બ લાગતો હતો શું થયું હશે ?
એમણે એમનો મોબાઇલમાં મેસેજ વાંચવા શરૂ કર્યો એક એક અક્ષર વાંચતાં ગયાં અને... મોહીત કેમ ? અને એમનો મોબાઇલ હાથમાંજ રહ્યો અને એ બેસી પડ્યાં ઊંડા વિચારોમાં પડી ગયાં.
એ મનોમન બોલી પડ્યાં કે મોહીત હું ખુશ થઊં કે દુઃખી મને નથી સમજાતું પણ હશે જેવી મહાદેવની ઇચ્છા....
**************
મોહીતે ઓફીસ પહોંચીને રીચડ્સની સાથે બધી ચર્ચા કરી... 1 મહિનો અને પાંચ દિવસ એ ગેરહાજર હતો પોતાનાં પિતાનાં અવસાનથી ભારત જવું પડેલું એને બસ અડધાં દિવસમાં તો બધાં અપડેટ લઇ લીધાં અને રીચડ્સને કહ્યું "સર આપણે કાલે મીટીંગ કરીએ ત્યાં સુધી હું અભ્યાસ અને બધાં કામ નીપટાવી લઊં પછી આગળની રણનીતી બનાવીએ.
રીચડ્સે કહ્યું "ઓહ માય બોય તું હજી હમણાં આવ્યો છું મને ખબર છે તું શાંતિથી નથી બેસવાનો પણ બધાં કામ રીલેક્ષ થઇને કર તું કાલે મીટીંગ કરવાની કહે છે એ કરી લઇશુ પણ તને ખાસ મેસેજ બોસનો આપુ છું આજે તારીખ 14 થઇ છે અને આપણે 15th એ સર સાથે મીટીંગ છે એમાં બધાં રીપોર્ટ મુકવા પડશે.
તું આટલાં સમયમાં વધુ પ્રીપેર કરી લઇશ ? કે સમય માટે વાત કરુ ? એ પછીની કોઇ ડેઇટ નક્કી કરુ ?
મોહીતે કહ્યું નો નો સર આઇ એમ રેડી એન્ડ પ્રીપેર્ડ હું બધુજ કામ નિપટાવી લઇશ. 15th ફાઇનલજ રાખો આપણે ત્યાં સુધીનાં રીપોર્ટ આપી દઇશ અને મારાં માટે આટલો સમય પણ ઘણો છે.
રીચડ્સે મોહીતને કહ્યું "મોહીત તું ઇન્ડીયામાંથી આવ્યો ત્યારથી જાણે ડબલ શીફ્ટમાં જાણે કામ કરે છે આટલું બધુ સ્ટ્રેસ ના લે... તું પણ રેસ્ટ લઇને કામ કર તારે પણ ફેમીલી છે અને એમાંય યોર વાઇફ ઇઝ પ્રેગનેન્ટ એને પણ સમય આપ પ્લીઝ.
મોહીત રીચડ્સની સામે જોવા લાગ્યો અને પછી બોલ્યો "સર... ફેમીલી ઓકેજ છે પણ અહીં કામ ઘણું પેન્ડીંગ છે એ નીપટાવી લઊં બધુજ પ્રીપેર કરી લઊં પછી આખી જીંદંગી ફેમીલીજ છે ને ? અને એ નીચું જોઇને રીચડ્સની કેબીનમાંથી નીકળી પોતાની કેબીનમાં આવી ગયો.
**************
મલ્લિકાએ સાંજે મોહીત આવ્યોં અને જેવો ઘરમાં આવ્યોં અને બોલી "મોહીત તું કેટલું કામ કરે છે ? ઠીક છે રજા લીધી હતી કામ ચઢી ગયું હશે પણ તબીયતનું પણ ધ્યાન રાખ.. તારે ઘર છે ફેમીલી છે તારાં ધ્યાનમાં કામ સિવાય જાણે કંઇ છે જ નહીં...
બીજો મને જવાબ આપ મોહીત.. તું આવ્યો છે ત્યારથી બેડરૂમમાં સૂતો નથી મારી સાથે બીજા રૂમમાં સૂઇ જાય છે શું કારણ છે ? એવું તો મેં શું કર્યુ છે ? કહીશ ?
મોહીતે એનાં પ્રશ્નોનાં કોઇ જવાબ ના આપ્યા અને એ બીજા રૂમમાં ઘૂસી ગયો ફ્રેશ થવા જતો રહ્યો. એ ફ્રેશ થઇ કપડાં બદલીને બહાર આવ્યો અને જોસેફને કહ્યું "મીતાબહેનને કહેજે ગરમ ગરમ ભાખરી શાક અને દૂધ ગરમ કરીને આપે મારે જમવા બેસવું છે.
જોસેફ કહ્યું "સર મીતાબહેન રસોઇ બનાવીને જતાં રહ્યાં છે થોડાં વહેલાં ઘરે ગયાં છે. એમનાં હસબન્ડની તબીયત બગડી છે એટલે....
મોહીતે કહ્યું "ઓહ ઓકે... એ ભૂલ્યો મીતાબહેન એ એને મેસેજ મોકલેલો એણે મેસેજ જોયેલો પણ ભૂલી ગયો.
મલ્લિકાએ કહ્યું "હું લાવું છું ગરમ કરીને... મોહીતે કહ્યું "જોસેફ ગરમ કરીને લાવશે તું રેસ્ટ કર અને તારી એપોઇન્ટમેન્ટનું શું થયું ? તું જવાની હતીને ? અને તું જોબ પરથી કેટલા વાગે આવી ?
મલ્લિકાએ મોહીતનાં સવાલ જવાબથી એની સામે જોયું અને....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-59

Share

NEW REALESED