DESTINY (PART-33) books and stories free download online pdf in Gujarati

DESTINY (PART-33)


જૈમિકના જન્મદિવસ પછીના થોડાક જ મહિનામાં નેત્રિનો જન્મદિવસ આવી જાય છે. જેટલી ઉત્સુકતા કદાચ નેત્રિને નહીં હોય એટલી ઉત્સુકતા જૈમિકને નેત્રિના જન્મદિવસની હોય છે. આમ તો હમેશાં નેત્રિના જન્મદિવસ પર ખાસ સરપ્રાઇઝ હોય જ જૈમિકની પરંતુ આ વખતે કુદરતની સરપ્રાઇઝ સામે એની બધી સરપ્રાઇઝ ફીકી હતી.

આમ છતાં જૈમિક વિચારે છે નેત્રિનો જન્મદિવસ એમજ ખાલી ખાલી જતો રહે એ યોગ્ય નથી. તો ભલે આ વખતે સરપ્રાઇઝ નહિતો કાંઇક નાની ગિફ્ટ તો મારે લેવી જ જોઈએ એની માટે એમ વિચારી બજારમાં પહોંચેલા જૈમિકને શું લેવું એની માટે એવું કાંઈજ સુજતુ નથી.

અચાનક ત્યાં એની એક સ્ત્રીમિત્ર જે નેત્રિની પણ બહેનપણી હતી એ મળી ગઈ. મળતાની સાથે સ્ત્રીમિત્ર કહે છે અરે વાહ ઘણાં સમય પછી દેખાયો ને તું તો......!

હા યાર.....! ઘણાં સમયથી મળવાનું નથી થયું જૈમિકે જણાવ્યું.

હા.....! સાચી વાત....! તો કેમ અહીંયા આજે.....? કઈ ખરીદી કરવા આવ્યો છે કે શું....? સ્ત્રીમિત્રે પુછ્યું.

હા આજે નેત્રિનો જન્મદિવસ છે તો કાંઈક લેવા આવ્યો છું પરંતુ સમજાતું નથી શું લઉં....? જૈમિકે કહ્યું.

હું જાણું છું ત્યાં સુધી કદાચ હવે તમે સાથે તો નથી.....! તો શા માટે જન્મદિવસની ભેટ.....? સ્ત્રીમિત્રે આશ્ચર્ય સાથે પુછ્યું.

હા સાચી વાત. પરંતુ એનો અર્થ એવો થોડો છે કે હું એની માટે કઈ લઈ ના શકું.....? જૈમિકે કહ્યું.

હે ભગવાન......! ચાલ છોડ હું તને નઈ સમજી શકું કદાચ. પણ તું લેવા શું આવ્યો છે....? સ્ત્રીમિત્રે પુછ્યું.

એજ નથી ખબર પડતી કે શું લઉં. તું કેને શું લઈ જાઉં.....? જૈમિક જણાવે છે.

મને નથી લાગતું કે આટલા વર્ષોથી રહેલા સંબંધમાં તે એને મોટા ભાગની વસ્તુ નહીં આપી હોય હા..... હા...... હા.......! છતાં હું માનું તો હાથ ઘડિયાળ લઈ લે જેથી એ રોજ પહેરીને તને યાદ તો કરશે સ્ત્રીમિત્રે કહ્યું.

હા આમ તો મોટા ભાગે હું એને ઉપયોગી થતી વસ્તુ જ આપું એના જન્મદિવસ પર, ને પહેલાં પણ હાથ ઘડિયાળ આપી છે પણ એ વાતને ઘણો સમય થયો માટે આ વખતે હાથ ઘડિયાળ આપવી સારું રહેશે. તને વાંધો ના હોય તો ચાલ મારી સાથે ઘડિયાળની દુકાન પર પછી મને ઘડિયાળ પસંદ કરાવીને તું નીકળી જજે જૈમિક જણાવે છે.

ઘડિયાળની દુકાનમાં ઘણી બધી ઘડિયાળ જોયાં પછી એક ઘડિયાળ લઈને ત્યાંથી નીકળી ગયા. ઘડિયાળ લઈને રસ્તા પર બાઇક ઊભું રાખીને
જૈમિક નેત્રિને ફોન કરે છે. નેત્રિના ફોન ઉઠાવતા જ જૈમિક કહે છે ઢીંગલી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.......!

તમારો ખુબ ખુબ આભાર જૈમિક......! નેત્રિએ કહ્યું.

તો ક્યાં છો મૅડમ તમે......? જૈમિકે પુછ્યું.

બસ ઘર નજીકના બગીચામાં મારા ઑફિસના અમુક મિત્રો આવ્યા છે તો મારો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ નેત્રિએ જણાવ્યું.

તો શું હું ત્યાં આવી શકું.....? તને કઈ વાંધો ના હોય તો......? જૈમિક કહ્યું.

આમ તો હું ના જ કહેતી પરંતુ આજે મારો જન્મદિવસ છે તો હું મારો અને તમારો દિવસ બગડે એવું નથી ઇચ્છતી માટે ના નહીં કહું. પરંતુ શું આવવું જરૂરી છે.....? નેત્રિએ કહ્યું.

હા ખુબજ જરૂરી છે કારણ કે આજે તારો જન્મદિવસ છે ને પાછી મારે તારી સાથે એક જરૂરી વાત પણ કરવી છે જે કદાચ પછી રૂબરૂમાં થાય ન થાય શું ખબર.....? જૈમિક જણાવે છે.

ઓહ..........! એવું છે તો ઠીક છે આવો વાંધો નહીં રૂબરૂ મળી લઈએ નેત્રિએ કહ્યું.

ઠીક છે હું આવું છું જૈમિક જણાવે છે ને ફોન રાખી ત્યાં જવા માટે નીકળી જાય છે.