Darek khetrama safdata - 40 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 40

ભાગ 40

ઘણા લોકો સાદગીથી જીવન જીવવામા માનતા હોય છે. માત્ર પ્રાથમિક જરૂરીયાતો સંતોષાય એટલે બહુ થયુ એમ માનીને બેસી જવામા માનતા હોય છે જેથી તેઓ કોઇ મોટા સપનાઓ કે મહત્વકાંક્ષાઓ રાખવાથી બચતા હોય છે. ઘણી વખતતો તેઓ સપનાઓ જોવાથી પણ ડરતા હોય છે. તો આવા વ્યક્તીઓને હું માત્ર એટલુજ કહેવા માગીશ કે સાદગીને મહેનત સાથે કોઇજ લેવા દેવા હોતા નથી. ખુબ મહેનત કરીને કે ખુબ પૈસા કમાઇને પણ તમે સાદગીથી જીવન જીવી શકતા હોવ છો. સમાજમા એવા ઘણા લોકો છે કે જેઓ દિવસ રાત એક કરી, મહેનત કરી પુષ્કળ પૈસા કમાય છે તેમ છતા તેઓ બીલકુલ સાદગીથી જીવન જીવતા હોય છે. દા.ત. વોરન બફે, રતન ટાટા, વગેરે. આવા વ્યક્તીઓની સાદગીની વિશ્વમા વધુ ચર્ચા થતી હોય છે. પણ હકીકતમાતો સામન્ય વર્ગના લોકો સાદગીથી જીવતા હોય છે તેમ છતાય ધનીક વર્ગના લોકોની સાદગીના વખાણ વધારે થતા હોય છે કારણકે તેઓની પાસે તમામ પ્રકારની સુખ સુવીધાઓ હોવા છતા, તેની લાલચમા પડવાને બદલે તેઓ પોતાના માટે નહી પરંતુ સમાજ માટે મહેનત કરી સાદગીથી જીવન જીવતા હોય છે. પૈસા ન હોય ત્યારે તો બધા સાદગીથી રહેતા હોય છે પણ પૈસા હોય ત્યારે પણ સાદગીથી રહેનારા લોકોની સાદગી ખરેખર ઉડીને આંખે વળગતી હોય છે. જો આવા લોકોની સંખ્યા સમાજમા વધી જાય તો દેખાદેખીના દુષણને દુર કરી તેના દ્વારા ઉત્પન્ન થતી અરાજકતાઓ, નીરાશાઓ અને ગુનાઓને તો ઓછા કરીજ શકાતા હોય છે પણ સાથે સાથે કમાયેલી ધન સંપત્તીને શીક્ષણ, સેવા અને રોજગારની પ્રવૃત્તીમા વાપરીને સમાજનો સર્વાંગી વિકાસ પણ સાધી શકાતો હોય છે. આવા વ્યક્તીઓ પોતાને માટે નહી પરંતુ સમાજને માટે જીવતા હોવાથી પુષ્કળ સાહ્યબીઓ વચ્ચે પણ સાદગીથી રહેવુ એ તેઓના જીવનનો નીત્યક્રમ બની જતો હોય છે. પછીતો તેઓ કોઇ પણ પ્રકારની લાલચ, દુઃખ, નીરાશાઓમા ફસાવાથી બચી જતા હોય છે જેથી તેઓ માત્રને માત્ર પોતાના કાર્ય પરજ ધ્યાન કેન્દ્રીત કરી સમાજ ઉપયોગી સફળતા મેળવી બતાવતા હોય છે. મારી દ્રષ્ટીએતો વિશ્વમા સૌથી વધારે સુખી અને શાંતીનો અનુભવ આવી વ્યક્તીઓજ કરી શકતા હોય છે કારણકે એકતો તેઓ પોતાની મહત્વકાંક્ષાને સંતોષવા મનગમતુ કાર્ય કરતા હોય છે જેના બદલામા તેઓ સફળતા કે સંપત્તી પ્રાપ્ત કરતા હોય છે, પછી જ્યારે તેઓ આવી સંપત્તીનો સદઉપયોગ કરી સેવામા વાપરતા હોય છે ત્યારે તેઓ સેવા કર્યાનુ સુખતો અનુભવતાજ હોય છે પરંતુ તેમનુ સમાજમા ખુબ સમ્માન વધવાથી એક આદર્શ જીવન પણ વ્યતીત કરી શકતા હોય છે. આ રીતે તેઓ ચારેય તરફથી સુખ–શાંતી અને સંતોષનો મીઠો અનુભવ કરી શકતા હોય છે. આમ સુખી થવા કે સાદગીથી રહેવા માટે મહત્વકાંક્ષાઓ, હેતુઓ કે અપેક્ષાઓનો ત્યાગ કરવાની જરૂર નથી. તમારી પાસે પુષ્કળ પૈસા હોવા છતા પણ તમે સાદગીથી જીવન જીવી શકો છો, ખુબ મહેનત દ્વારા કમાયેલા નાણાનો ગરીબોના દુઃખ, દર્દ, ભુખ, તરસ દૂર કરી સમાજમા સુખાકારી ફેલાવી, શીક્ષણ અને આરોગ્યમા વધારો કરી સમાજને એક નવીજ રીતથી જીવન જીવવાની પ્રેરણા પુરી પાડી શકતા હોવ છો. આમ સુખ, શાંતી, સંતોષ કે સાદગીથી જીવન જીવવા માટે મહેનત કરવાનુ છોડી દેવાની જરૂર નથી, જો તમે ધારો તો સોનાના મહેલમા કે પુષ્કળ સંપત્તી વચ્ચે પણ સાદગીથી જીવન વિતાવી શકતા હોવ છો. માટે દરેક વ્યક્તીએ પોતાના જીવનનો શું ઉદ્દેશ છે કે તે જાણી સમગ્ર જીવન શું આમને આમ વ્યતીત કરી દેવુ છે કે કંઇક કરી બતાવવુ છે તે નક્કી કરી લેવુ જોઇએ. હેતુ વગરનુ જીવન નિરસતા, આરાજકતા અને નિષ્ફળતાઓથી ભરેલુ હોય છે, પછી તમે સંસારને કે જીવનને નિરર્થક ગણાવી શકો નહી. ઇશ્વરે કલ્પના સુદ્ધા પણ ન આવે તેવા બ્રહ્માંડની રચના કરી છે, સમગ્ર સંસારમા પ્રાણ પુરી જીવસૃષ્ટીની રચના કરી છે તો તે બધુ કંઇ નિરર્થક તો નહીજ હોય ને ! માટે ટોળુ વળીને સંસાર શું છે ને શું નથી તેવી ચર્ચાઓ કરવાને બદલે તેટલો સમય મહેનત કરી લેવામા આવે તો પણ તે ઇશ્વરની બહુ મોટી સેવા થઇ ગણાશે.

આમ દરેક વ્યક્તીના જીવનમા કોઇ નિશ્ચિત હેતુ તો હોવોજ જોઇએ. અહી હેતુ એટલે મારે આમ બનવવુ છે કે તેમ બનવુ છે એમ નહી પણ પણ એકદમ બર્નીંગ ડિઝાયર હોવી જોઇએ એટલે કે મારે આમ નહીને આમજ બનવુ છે, મારે તે ટર્ગેટ પ્રાપ્ત કરીનેજ રહેવુ છે, તેના સીવાય મને બીજુ કશુજ ખપે નહી વગેરે. હજુ જો તમારે બર્નીંગ ડિઝાયરને વધુ ઉંડાણથી સમજવી હોય તો એવી કલ્પના કરી જુઓ કે કોઇ વ્યક્તી તમારુ અપમાન કરી રહી છે, તે તમને એમ કહી રહી છે કે અભ્યાસ કરવો કે તેમા માસ્ટરી મેળવવી એ તમારુ કામ નથી, તમારા જેવા વેપાર કરવામા કે ડોક્ટર–એન્જીનીયર બનવામા ન ચાલે, આ જગ્યાએ તમારા જેવાઓનુ કોઇજ સ્થાન નથી, પહેલા થોડુ બોલતા શીખો, મારી સાથે વાત કરવાની પણ તમારી હેસીયત નથી તો તમને કેવુ લાગે ? આવુ સાંભળ્યા પછી જે તમારા અંતરમા તોફાન ઉઠે અને તમને એમ થઇ જાય કે નહી હવેતો મારે આગળ વધવુજ છે, હવેતો તે કામ મારે કરીજ બતાવવુ છે, ત્યાં સુધી મને બીજી કોઇજ સુખ સુવીધાઓ ન ખપે ત્યારે તમારે સમજવુ કે તમારો હેતુ સુર્યના તાપ જેટલો પ્રબળ બની ગયો છે. આવુ તેજ જ્યારે તમારા હેતુઓમા આવી જશે, તમારુ રોમે રોમ તેજ હેતુ પ્રાપ્ત કરવા તલ્લીન બની જશે ત્યારે તમે આપો આપ સમજી જશો કે તમારો જન્મ ગપ્પાબાજી કે રખડપટ્ટી જેવા તુચ્છ કાર્યો માટે નહી પરંતુ મહાન સીદ્ધીઓ હાંસલ કરવા માટેજ થાયો છે. જ્યારે તમે તમારા તન મનમા આવીજ લાગણીઓ અનુભવતા થઇ જશો ત્યારે તમારો હેતુ એટલો પ્રબળ કે મજબુત બની જશે કે જેની સામે બીજુ કશુજ ટકી શકશે નહી. આવો હેતુ જ્યારે જાગૃત થઇ જશે ત્યારે તમે ખરેખર જીવતા થઇ જશો અને એ બધુજ મેળવી બતાવશો કે જેના માટે તમે લાયક અને ક્રૃતનિશ્ચયી થયા હતા. આજે લોકો સિગરેટ પીવે છે, હદ બહારનો દારુ પીવે છે, વ્યસનો કરે છે, આમ તેમ નકામા આંટા ફેરા મારે છે કે વધુ પડતી નકામી મોજ મસ્તીમા સમય બર્બાદ કરી પોતાના જીવનને પણ બર્બાદ કરી રહ્યા છે તેનુ માત્ર એકજ કારણ છે જે છે “ કારણ “, આવી વ્યક્તીઓને જીવવાનુ કોઇ કારણ કે મહત્વકાંક્ષા ન હોવાથી તેઓ પોતાની શક્તીઓને કોઇ બીંદુ પર કેન્દ્રીત કરવા પ્રેરાતા હોતા નથી જેથી આમને આમ તેઓની જીંદગી પસાર થઇ જતી હોય છે, પરંતુ જેવુ તેમને કોઇ કારણ મળી જાય છે અને તે સળગતી ઇચ્છામા ફેરવાઇ જાય છે કે તરતજ તેઓ નક્કી કરી લેતા હોય છે કે નહી હવેથી સિગરેટ, પાન, માવા, વ્યસન અને સમયની બર્બાદી કરવાનુ બધુજ બંધ, તેનાથી મને કશોજ ફાયદો થવાનો નથી. હવે મારી પાસે સમય ખુબજ ઓછો છે અને ઘણા કામ કરવાના બાકી છે તો મારે એક સેકન્ડનો પણ બગાળ થવા દેવો જોઈએ નહી, નહી હવેથી હું તેમ ક્યારેય નહી થવા દઉ, મારી જીંદગી ખુબજ કીંમતી છે, મને ભગવાને ખુબજ કીંમતી સમય આપ્યો છે તો હું તેને ક્યારેય વ્યર્થ જવા નહી દઉ. હવેતો તે બધુજ મેળવી બતાવવુ છે કે જેની લોકોએતો શું ખુદ મે પણ કલ્પના ન કરી હોય. તો ચાલો અત્યાર સુધી જેટલી બર્બાદીઓ કરવાની હતી તેટલી કરી લીધી, હવે જાગ્યા ત્યારથી સવાર સમજી કંઇક નવીજ રીતથી, નવાજ હેતુથી અને નવાજ અંદાજથી જીંદગી જીવી બતાવીએ, હવે એવુ કશુંક પ્રાપ્ત કરી બતાવીએ કે જેને માટે હું લાયક છુ, હવે એવુ બધુજ કરી બતાવીએ કે જેથી મારે સુખની પાછળ નહી પણ સુખ, સમૃદ્ધી અને સફળતા મારી પાછળ દોળતા આવે. આવી સળગતી ઇચ્છા અનુભવતી વ્યક્તીને સુતા-જાગતા, ઉઠતા-બેઠતા, ચાલતા દોળતા માત્રને માત્ર પોતાના હેતુને લગતાજ વિચારો આવ્યા કરતા હોય છે જેથી તેઓનુ સમગ્ર જીવન હેતુ લક્ષી બની જતુ હોય છે, પછીતો આવી વ્યક્તીઓને કોઇ લાલચ લલચાવી નથી શકતી, મોહ માય ફસાવી નથી શકતી કે દુઃખ નિરાશાઓ ડરાવી ધમકાવી રોકી શકતી નથી. આ રીતે વ્યક્તી નકામી બાબતોમા ગુચવાવાને બદલે સતત ને સતત આગળ વધતો રહેતો હોય છે અને છેવટે તમામ પ્રશ્નોના સમાધાન મેળવી સફળતા પ્રાપ્ત કરી બતાવતો હોય છે.

મહત્વકાંક્ષા રાખવાની સાથે સાથે પોતાનો વિઝન સ્પષ્ટ કરવો પણ એટલોજ જરૂરી છે, તેના દ્વારા તમે ખરેખર ક્યાં પહોચવા માગો છો તે સ્થાન જોઇ અને નક્કી કરી શકાતુ હોય છે.

અહી વિઝન એટલે તમે પોતાને આવનારા સમયમા ક્યાં જોવા માગો છો અથવાતો પોતાને જ્યાં પહોચતા જોઇ શકો છો તે સ્થળ. આ રીતે વિઝન સ્પષ્ટ થવાથી પોતાની શક્તીઓને ખરેખર કઇ દિશામા લગાવવી જોઇએ તેનો ખ્યાલ આવી જતો હોય છે. દા,ત. તમે ૧૦મા ધોરણમા ભણતા હોવ ત્યારે તમે પોતાને ડોક્ટર બનતા જોવા માગતા હોવ કે જોઇ રહ્યા હોવ તો તમે નક્કી કરી શકતા હોવ છો કે મારે વિજ્ઞાન પ્રવાહમા જવુ જોઇએ, પરંતુ તે સમયે તમને ક્યારેક ડોક્ટર બનવાનુ તો ક્યારેક ક્રીકેટર કે વેપારી બનવાનુ મન થયા કરે, વારંવાર ઇચ્છાઓ બદલ્યા કરે તો તમે નક્કી કરી શકતા હોતા નથી કે તમારે ખરેખર કઇ દિશામા જવુ જોઇએ. આમ યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લઇ શકાય તેના માટે આપણે આખરે ક્યાં પહોચવુ છે તેને લગતુ વિઝન પહેલેથીજ બીલકુલ સ્પષ્ટ રાખવુ જોઇએ જેથી સ્પષ્ટ નિર્ણયો લઇ આગળ વધી શકાય. આવો વિઝન સ્પષ્ટ કરવા માટે હું શું છુ, મારે ક્યાં પહોચવાનુ છે અને હું કેટલે પહોચી શકુ તેમ છુ તેની સમજ વિકસાવવી જોઇએ.

આ રીતે જીવનમા મહત્વકાંક્ષા અને વિઝન એ બન્ને વ્યાખ્યાયીત થયેલા હશે અને તે મુજબ પ્રયત્નો તમે કરતા હશો તો સફળ વ્યક્તીઓની હરોળમા બેસવાથી બહુ દૂર રહેશો નહી.