Justice Will Deliver books and stories free download online pdf in English

Justice Will Deliver

આ કહાની અલગ છે બાકી ની જે મારી કહાની છે. તેના કરતાં તદ્દન અલગ, બની શકે છે કે અમુક લોકોને મારી આ કહાની પસંદ ના પણ આવે. તો પણ હું આ કહાની ને અમુક સત્ય ઘટના પર થી બનાઇ ને આજે તમારી સમક્ષ રજૂ કરું છું.
તો ચાલો આપણી કહાની ની શરૂઆત કરીએ.

આપણી કહાની નું મુખ્ય પાત્ર છે અમીત જે એક સીધો અને નૌકરી કરનારો છોકરો છે. તે અમદાવાદ માં પોતાના માતા પિતા ની સાથે રહે છે. પોતાનું મકાન છે. સારી નોકરી છે. હવે અમીત ના માતા પિતા ને બસ એક જ ચિંતા હોય છે કે કોઈ સારી છોકરી જોઈને તેના લગ્ન કરાવી દઈએ.

અમીત ના માતા પિતા અમીત માટે છોકરી જોવાનું ચાલુ કરે છે થોડાક સમય બાદ તેમને અમીત ને લાયક છોકરી મળી જ જાય છે છોકરી નું નામ હોય છે રૂચા. રૂચા એ ભણેલી ગણેલી છોકરી છે. જેને કોઈના હાથ નીચે રહેવું નથી ગમતું.પોતાનું મન જે કહે એ જ કરવાનું અને પોતાના મિત્રો જે કરતા હોય તેમની સાથે મળીને એમના રંગમાં રંગાઈ જવાનું. આ છે રૂચા નું પાત્ર જેના લગ્ન અમીત સાથે થવાના છે.

અમીત અને રૂચા એક બીજાને મળે છે. બન્ને બહાર જાય છે વાતો કરે છે એકાદ કલાક બાદ અમીત અને રૂચા પાછા આવે છે અને શરમાતા શરમાતા કહે છે "અમે બન્ને એક બીજા ને ગમીએ છીએ". ઘરવાળા પણ ખુશ થઈ જાય છે કે બન્ને ને સારો પરિવાર મળી ગયો. અમીત અને રૂચા ના લગ્ન થાય છે બન્ને ખૂબ ખુશ છે. રૂચા પણ હવે પોતાની મજાક મસ્તી વાળી ઝીંદગી છોડીને ઘરનું કામકાજ સંભાળી લે છે અને અમીત ના માતા પિતા નું પણ ધ્યાન રાખે છે.

બધું બરાબર ચાલી રહ્યું હોય છે અમીત તેના માતા પિતા અને રૂચા બધા ખુશ હોય છે ત્યારે રૂચા ને તેણીની એક મિત્ર નો ફોન આવે છે કે બહુ સમય થી મળ્યા નથી તો અમે તને મળવા તારા ઘરે આવી રહ્યા છીએ. રૂચા પણ ખુશ થઈને કહે છે કે "હા હા કેમ નહિ આવોને, તમે લોકો આવશો તો મને બહુ ગમશે" અમીત ના માતા પિતા પણ ખુશ થાય છે કે રૂચા ને મળવા તેણીની સખી આવી રહી છે તો તેમના માટે ચા અને નાસ્તા ની તૈયારી થાય છે અને થોડાક જ સમયમાં રૂચા ની સખીઓ તેના ઘરે આવે છે. રૂચા અને તેણી ની સખીઓ બેસીને વાતો કરતા હોય છે ત્યારે અમીત ની માતાને કામ હોવાથી રૂચા ને બોલાવે છે અને રૂચા પોતાની સખીઓને બેસાડીને જાય છે. પછી પાછા આયીને રૂચા પોતાની સખીઓ સાથે વાતોએ લાગે છે.

ત્યારે તેની એક સખી કહે છે કે "એ રૂચા આ બધું શું છે તે આ ઘરડાઓ ને હજી ઘરમાં જ રાખ્યા છે ? " ત્યારે રૂચા કહે છે કે "એય તને ખબર પડે છે તારા કરતા કેટલા મોટા છે તું માન આપ એમને એ હવે મારા પણ માતા પિતા છે" અને રૂચા ની સખી તેને ગુસ્સામાં કહે છે કે "મારે શું ? હું તો તારા સારા માટે જ કહું છું જો જે હવે આ લોકો તને હેરાન કરી નાખશે" આટલું કહી ને તેણી ની સખી બધાને લઈને ચાલી જાય છે પણ રૂચાના મનમાં વહેમ મુક્તિ જાય છે. અને તે રાત્રે રૂચાને પૂરી રાત ઉંઘ નથી આવતી.

ત્યાર બાદ થોડાક સમય બાદ અમીત ના માતા રૂચા ને જ્યારે તે આરામ કરતી હોય છે ત્યારે કામ બતાવે છે અને રૂચા ને તેની સહેલી ની કીધેલી વાત દિમાગ માં ફરે છે અને તેને દિમાગ માં ખરાબ વિચારો આવાનું ચાલુ થઈ જાય છે અને તે ફરી એક વાર પોતાની સખી ઓને બહાર મળવા જાય છે અને કહે છે કે હું આ લગ્ન કરીને ફસાઈ ગઈ છું મારી તો કોઈ ઝીંદગી જ નથી રહી બસ ઘરે જમવાનું બનાવો અને અમીત ના માતા પિતાનું ધ્યાન રાખો. ત્યારે રૂચા ની સહેલી કહે છે કે "મારી પાસે આનો ઉપાય છે જો તું કહે તો કહું" અને રૂચા કહે છે કે "હા બોલ ને શું ઉપાય છે ?" ત્યારે તેની સહેલી કહે છે કે "એ ઘરડાઓને ઘર ની બહાર કાઢી મુક પછી તને કોઈ કહેનારું નહિ રહે અને અમીત તો એમ પણ આખો દિવસ નૌકરી પર હોય તો તું ઘર માં તારી મરજી ની માલિક".

આ સાંભળીને રૂચા પહેલાં ના પાડી દે છે પણ તેની સહેલી ઓની વાતો માં આઇને તે પણ રાજી થઈ જાય છે પણ રૂચા કહે છે કે "હું આ કરીશ કેવી રીતે ? અને તેની સહેલી તેને બધી વાત સમજાવે છે. અને બીજા દિવસ થી બધું નક્કી કર્યા મુજબ રૂચા કહે છે કે "મમ્મી મારું પાણી ગરમ મુકિદોને હું આવું છું" અને અમીત ના માતા ને તો કંઈ ખબર જ નથી તો એ પણ પાણી નિઃસ્વારથભાવે મૂકી દે છે અને બીજા કામમાં લાગી જાય છે થોડાક સમય બાદ રૂચા નો બાથરૂમ માં થી જોરથી અવાજ આવે છે "ઓ બાપ રે દાજી ગઈ...." અને આટલું સાંભળતા જ અમીત અને તેના માતા પિતા ભાગી ને બાથરૂમ તરફ જાય છે તો રૂચા ત્યાં બેઠા બેઠા રડતી હોય છે અને કહે છે કે " તમે મને કેમ મારવા માંગો છો મૈં શું બગાડ્યું છે તમારું ?" અમીત ના માતા પિતા ને તો ખબર જ નથી પડતી કે રૂચા કેમ આમ કરે છે અને અમીત પણ મોટા અવાજે કહે છે કે " રૂચા શું બોલે છે ? ગાંડી થઈ ગઈ છે ? મમ્મી કેમ આવું કરે ?" આટલું કહીને અમીત આ બધી વાત અહિયાં જ પૂરી કરી દે છે.

થોડાક સમય સુધી રૂચા આવું જ કરતી રહે છે તેની સહેલી ઓના સમજાવ્યા મુજબ અને એક દિવસ ફરી રૂચા તેની સહેલી ઓને મળે છે અને તે કહે છે કે રૂચા હવે સમય આવી ગયો છે હવે જે છેલ્લી વસ્તુ બાકી છે એ કરવાનો. એ જ દિવસે રૂચા રાત્રે અમીત ના ઘરે આવતા પહેલા જ રોવાનું ચાલુ કરી દે છે અમીત આવતા જ તેને સામે જોઇને વધારે જોર થી રડે છે અને રડતા રડતા અમીત ને કહે છે કે "હવે હું આ લોકો સાથે નહિ રહી શકું તું આ લોકો ને ઘરની બહાર કાઢ" આટલું સાંભળતા જ અમીત ગુસ્સે થઈ જાય છે અને રૂચા ને એક લાફો મારી દે છે અને કહે છે કે "તું શું બોલે છે કઈ ભાન પડે છે તને આ મારા માતા પિતા છે અને તું કહે છે કે એમને ઘરની બહાર કાઢી મૂકું ?"

રૂચા પણ ગુસ્સા માં ભરાઈ ને કહે છે કે "હા તો તારા છે ને મારા તો નઈ જો અમીત નક્કી કરી લે હવે આ લોકો રહેશે નહિ તો હું અને જો તું મારું કીધું નહિ કરે તો હું તને જેલ માં પુરાઈ દઈશ." અને અમીત પણ કહી દે છે કે "જા તારે જે કરવું હોય તે કર તારા કહેવા પર હું મારા માતા પિતા ને ઘર માંથી બહાર કાઢું ?" આ ઘર જેટલું તારું છે એના કરતાં પણ વધારે એમનું છે. રૂચા ગુસ્સા માં કહે છે કે "જોઇલે તું હવે...." એમ કહીને અંદર ના રૂમમાં જઈને પોલીસ ને ફોન કરે છે અને પોતે જ પોતાના શરીર પર ઘાવ લગાડે છે જેથી કરીને પોલીસ ને એવું લાગે કે અમીત એ રૂચા પર હાથ ઉપાડ્યો છે. અને રૂચા ના ફોન કરતા જ થોડાક જ સમય માં પોલીસ તેના ઘરે પહોંચી જાય છે. પોલીસ ના આવતા ની સાથે જ રૂચા અંદર ના રૂમમાં થી રડતા રડતા પોતાના શરીર પર ઘાવ લઈને બહાર આવે છે અને કહે છે કે " સાહેબ મને બચાવી લ્યો મારા ઘર વાળા દહેજ ની લાલચ માં મારા પર અત્યાચાર કરે છે અને મને મારી નાખવા નો પ્રયત્ન પણ કરી ચૂક્યા છે" બસ આટલું સાંભળતા જ પોલીસ અમીત ને પકડી લે છે અમીત કહેતો રહે છે કે "સાહેબ મૈં કંઈ નથી કર્યું એ ખોટું બોલે છે" અને તેના માતા પિતા પણ કહે છે કે "સાહેબ આ છોકરી ખોટું બોલે છે અમારા છોકરા ને છોડી દો એને કંઈ નથી કર્યું" ત્યારે ઇન્સ્પેકટર કહે છે કે "તો આ છોકરી ને શું શોખ થાય છે તમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ લખાવવાનો ??"

પોલીસ અમીત ને પકડી ને લઇ જાય છે અને પોલીસ સ્ટેશન માં પૂરી દે છે અમીત ના માતા પિતા જે અત્યારે ખૂબ રડી રહ્યા છે તેમને ખબર નથી પડતી શું કરવું તે રૂચા ને કહે છે કે અમારા દીકરા ને છોડાવી લે અમે ઘર છોડીને જતા રહીશું અને બીજા દિવસે રૂચા પોલીસ સ્ટેશન માં થી અમીત ને છોડાવી લે છે અને અમીત ને એવું લાગે છે કે હવે રૂચા નું દિમાગ ઠેકાણે આવી ગયું હશે એટલે જ બીજા દિવસે મને છોડાવવા આવી હશે. પણ જેવો અમીત ઘરે જાય છે ત્યારે તેના માતા પિતા ત્યાં નથી હોતા આખું ઘર ખાલી હોય છે. અમીત રૂચા ને પૂછે છે કે "મમ્મી અને પપ્પા ક્યાં ગયા ?" તો રૂચા કહે છે કે એમને તો ત્યાં પહોંચાડી દીધા જ્યાં એમની સાચી જગ્યા હતી. અમીત ફરી વાર પૂછે છે કે "રૂચા બોલ મમ્મી પપ્પા ક્યાં છે ?" ત્યારે રૂચા કહે છે કે "વૃદ્ધા આશ્રમ માં" બસ આટલું જ સાંભળતા અમીત રોવા લાગે છે અને એને પોતાની જ જાત પર શરમ આવે છે કે મારા જીવતા હોવા છતાં મારા માં બાપ ને વૃદ્ધા આશ્રમ જવું પડ્યું.

પહેલાં અમીત ઘરે થી રૂચા ને કીધા વગર ચાલ્યો જાય છે અને 3-4 કલાક પછી પોતાના માતા પિતા ને લઈને ઘરે પાછો આવે છે અને તેમને જોઈને રૂચા કહે છે કે "તું આમને પાછા લઈને આઇ ગયો ?" અમીત કહે છે કે "રૂચા તું આ બધું શા માટે કરે છે ? કોણે કીધું તને આ બધું કરવાનું ? તું પહેલાં તો આવી નહોતી ? બોલ સાચું કહે મને તારી પેલી સહેલી ઓને મળ્યા બાદ જ તારા માં આ ફેરફાર આવ્યા છે એ લોકો એ જ તને આ બધું કરવા ઉગ્ર કરી છે ને ?."

રૂચા રડવા લાગે છે અને અમીત ને તેની અને તેણી ની સહેલી વચ્ચે થયેલી બધી વાત કરી દે છે અને પછી અમીત એ જ પોલીસ જે ને બહાર ઊભી રાખી હોય છે એમને અંદર બોલાવે છે અને પોલીસ ઇન્સ્પેકટર રૂચા ને કહે છે કે "ખોટા આરોપ કરવો એ પણ એક ગુનો છે અમે તમને ગિરફ્તાર કરીએ છીએ". રૂચા રડતા રડતા અમીત ની અને તેના માતા પિતા ની માફી માંગે છે અને કહે છે કે "મને માફ કરી દો હું બીજી વાર ક્યારેય આવી ભૂલ નહિ કરું" અને અમીત ના માતા પિતા અમીત ને કહે છે કે "દીકરા વહુ એ આપણા ઘર ની લક્ષ્મી કહેવાય એને આમ ઘરે થી ના જવા દેવાય તેને માફ કરી દે".

અમીત કહે છે કે "જે લક્ષ્મી મને મારા ભગવાન થી દુર કરે એવી લક્ષ્મી મારે શું કામ ની ?" આટલું કહીને અમીત પોલીસ ઇન્સ્પેકટર ને કહે છે કે "સાહેબ તમે આને છોડી દો અમારે કોઈ ફરિયાદ નથી કરવી". અને રૂચા ને હર્ષ આવે છે કે અમીત અને તેના માતા પિતા એ રૂચા ને માફ કરી દીધી પણ પોલીસ જ્યારે રૂચા ને ઘરે છોડી દે છે ત્યારે અમીત રૂચા ને તેનો સામાન સહિત તેના માતા પિતા ના ઘરે મૂકી આવે છે અને તેમને બધી વાત કરે છે અને હવે રૂચા ના માતા પિતા ને પણ તેમની દીકરી એ કરેલા કૃત્ય પર શરમ આવે છે અને એ પણ અમીત ની માફી માંગે છે પણ અમીત એક જ વાત કહે છે કે મારે તમારી છોકરી થી છૂટાછેડા લેવા છે રૂચા અને તેના માતા પિતા ભાંગી જાય છે અને તે લોકો અમીત ને બહુ સમજાવે છે પણ રૂચા ના કરેલા કૃત્ય પછી અમીત રૂચા સાથે રહેવાની ના જ પાડી દે છે અને આખરે અમીત અને રૂચા બન્ને ના છૂટાછેડા થાય છે.


Storyteller

આ કહાની થોડીક વધારે લંબાઈ છે મારી બીજી કહાની કરતા પણ એ જરૂરી હતું.

તો આપણે જોયું કે રૂચા એ પોતાની સહેલી ઓની વાતો માં આઈને પોતાનું ઘર કેવી રીતે તોડ્યું અને અમીત એનું પોલીસ વાળા એ સાંભળ્યું જ નહીં બસ રૂચા એ છોકરી છે એને જે કીધું એને જ સાચું માની લીધું.

જેમ દરેક છોકરી ઓ સરખી નથી હોતી એમ દરેક છોકરા ઓ પણ સરખા નથી હોતા. દુનિયા માં બહુ છોકરા ખરાબ છે પણ બધા નહિ પણ એ અમુક છોકરા ઓને લીધે બધા છોકરા ઓના નામ ખરાબ થાય છે.

રૂચા એ પોતાની સહેલી એ જે કીધું એ કર્યું પણ ફસાયો અમીત કેમકે એ અમુક છોકરા ઓને કારણે અમીત ની વાત ને કોઈ એ સાચી માની નહિ અને આજે બધા છોકરા ઓને એક જ સરખી નજરે જોવામાં આવે છે.

આ કહાની અમુક સત્ય ઘટના પર થી બનાવી છે કહાની નાં કિરદાર વાસ્તવિક નથી પણ અંદર જે કહાની છે એ વાસ્તવિક છે એટલે ક્યારેય કોઈના કહેવા માં ના આવવું અને પોતાને જે યોગ્ય લાગે તે કરવું.

આ કહાની કોઈને પણ ખરાબ કે ખોટા બતાવવા ની નથી તો જો કોઈ ને આ કહાની થી ઠેશ પહોંચી હોય તો માફ કરશો.


Thank You so much for reading This Story If You like the story please like , Share , comment And rate it.