Trajvu-bhedbhavno kevo nyay - 1 books and stories free download online pdf in Gujarati

ત્રાજવું-ભેદભાવનો કેવો ન્યાય?-ભાગ....1

•સૌ પ્રથમ મને અને મારા શબ્દોની આવેલી અલગ-અલગ રચનાઓને સારો પ્રતિસાદ આપવા બદલ માતૃભારતીના તમામ વાચકોનો દિલથી ધન્યવાદ.

•અને હવે હું એક અલગ વિષયની વિચારધારા માતૃભારતી જેવા મોટા મંચ ઊપર લઈને આવ્યો છું.આશા છે કે,મારી આ રચના પણ આપ સૌને મારી આગળની રચનાઓ જેવી જ ગમશે અને આ હકીકત વાતની રચનાને પણ આપ સૌ અમાપ પ્રેમ આપશો અને હું સમાજના આ વિષયને આપને સમજાવવામાં સફળ સાબિત થઈશ.

•સામાન્ય રીતે "ત્રાજવું"વજન માપવાના સાધન તરીકે ઊપયોગમાં લેવામાં આવે છે.આ જ ત્રાજવું આપણી ન્યાયની દરેક અદાલતમાં ન્યાયની મૂર્તિ સમાન એક સ્ત્રીના હાથમાં પણ જોવા મળે છે.તેનો સીધો અર્થ તે છે કે,ત્રાજવાંને એક ન્યાયના પ્રતિક સમાન ગણવામાં આવે છે!કેમકે અદાલતમાં જોવા મળતી ન્યાયની મૂર્તિના આંખે પાટા બાંધેલા હોવાથી તે ત્રાજવાંથી ન્યાયનું માપતોલ કરીને સાચા ન્યાયને જીત અપાવે છે!

•ત્રાજવાંના એક છાબડામાં તમે જેટલું વજન મૂકો તો તેને બરાબર કરવા માટે સામેના ત્રાજવાંમાં તેટલા જ વજનિયા મૂકવા પડે છે,તેવી જ રીતે તમારે ન્યાયને જોખવું હોય તો એક છાબડામાં ન્યાયના પૂરાવા મૂકો તો સામેની બાજુ અન્યાયના પણ તેટલા જ પૂરાવાઓ મૂકવામાં આવશે.હવે જો તેમાં અન્યાયના પૂરાવા ન્યાયના પૂરાવા કરતાં વધારે હશે તો ન્યાય હારશે અને અન્યાય જીતશે અને જો તેમાં ન્યાયના પૂરાવા વધારે હશે તો ન્યાય જ જીતશે.

•પણ હાલના સમયમાં ન્યાયના નામનો ખોટો ઊપયોગ કરીને અન્યાયને એક ત્રાજવે ન્યાય અપાઈ રહ્યા છે,તો આ વસ્તુ કેટલો અંશે સાચી કહેવી?

•મિત્રો,તમને જૂના જમાનાની વાતો યાદ હોય તો "સ્ત્રી"
એક મયાઁદાનું પ્રતિક ગણાતું અને તેવું નથી હજુ આજના સમયે પણ ઘણી સ્ત્રીઓ આવા પ્રતીકના ઊદાહરણ સમાન જ જોવા મળે છે.પરંતુ જે રીતે આજની અમુક યુવાન સ્ત્રીઓ પોતાની સીમાઓ પાર કરે તો પણ,તેને "એક છોકરી છે",તેમ કહીને નજરઅંદાજ કરી દેવામાં આવે છે તો તે શા માટે?કેમકે તે એક છોકરી છે?

•પુરુષ પ્રધાન દેશમાં હવે સ્ત્રીને સમાન દરજજો અપાઈ રહ્યો છે તો તેનો અર્થ તે નથી થતો કે તેનો ખોટો ઊપયોગ કરીને બીજા સારા વ્યક્તિને અન્યાય કરવો.પણ હાલના સમયમાં તો આવું જ થઈ રહ્યું છે.તો તેવું શા માટે?કેમકે તે એક છોકરી છે.

•માનું છું છોકરીઓને એક દબાણમાં રખાતી,પરંતુ સાહેબ સમયની સાથે જમાનો પણ બદલાયો છે,તો જે ન્યાય માટેના કાયદાઓ સ્ત્રીઓ માટે છે તેનો ઘણી સ્ત્રીઓ દુરુપયોગ કરીને સમાજમાં અન્યાયનું ઊતમ ઊદાહરણ પૂરુ પાડી રહી છે.તો તેવું શા માટે?કેમકે તે એક છોકરી છે.

•જીવનમાં જો છોકરી એક માઁ,બહેન,દિકરી અને વહુ આ દરેક રૂપ પોતાનામાં સમાવે છે તો સામે એક છોકરો પણ એક બાપ,ભાઈ,દિકરો અને જમાઈનું પાત્ર સંપૂર્ણપણે નિભાવે છે.છતાં પણ ક્યારેક એવી સ્રીઓના
કારણે અમુક નિર્દોષ યુવાનોને સાચો ન્યાય નથી મળતો.તો તેવું શા માટે?કેમકે તે એક છોકરી છે.

•જ્યારે પણ કોઈ સ્ત્રીના દદઁની વાત સાંભળશો ત્યારે તેમાં દોષ બધો એક પુરુષના માથે જ ઢોળાયેલો જોવા મળશે.જ્યારે હાથની તાળી તમે પાડશો તો તમારા બંને હાથની જરૂર તમને પડશે ફક્ત એક હાથથી તાળી નહિ પડી શકે.છતાં આજે સારી છોકરીઓના પ્રવાહમાં ખોટી છોકરીઓ પણ ડૂબકી માપીને સમાજરૂપી સાગરમાં તરી જાય છે.તો તેવું શા માટે?કેમકે તે છોકરી છે.

•હું અહીં બધી સ્ત્રીઓને ખરાબ કહેવા નથી માંગતો કેમકે મે પણ એક સ્ત્રીની હિંમત અને મયાઁદાની વાત મારી આગળની રચના"એક્કો કે રાણી-જીંદગીની ગજબ ખલનાયિકા"માં કરેલી છે.પરંતુ મે મારી આંખો સામે તેવા ઘણા ઉદાહરણો જોયા છે કે જેમાં સો ટકા વાંક છોકરીનો હોવા છતાં બધો દોષનો પોટલો છોકરાઓ ઊપર નાખવામાં આવે છે.તો તેવું શા માટે?કેમકે તે એક છોકરી છે.

•તમારા હાથની પાંચ આંગળીઓ તપાસજો બધી આંગળીઓ સરખી નહિ હોય.તેમ જીવનમાં બધી સ્ત્રીઓ કે બધા પુરુષો સરખા નહિ હોય તો પણ સ્ત્રીઓ જ હંમેશા બિચારી શા માટે?અમે બધા છોકરાઓ ખરાબ શા માટે?કદાચ આ પ્રશ્નનો જવાબ બહુ અઘરો હશે પણ શાંત મને વિચારશો તો તેનો પણ જવાબ મળશે તો ખરો જ.

•જો હાલના સમયમાં છોકરા અને છોકરી એક સમાન હોય તો અમુક છોકરીઓ કે જે કાયદાઓ અને એક બિચારી ભાવનાથી સમાજમાં આશ્વાસન મેળવે છે તે બંધ કરીને એક સાચા રસ્તે ન્યાયને લઈ જવો જોઈએ.પરંતુ હાલ અમુક સ્ત્રીઓ આના નામ ઊપર એક સહાનુભૂતિ મેળવીને પુરુષોને નીચા બતાવે છે.તો તેવું શા માટે?તે એક છોકરી છે.

•આપણે "શા માટે?કેમકે તે એક છોકરી છે." નો જવાબ પણ મારી આ રચનામાં મેળવીશું.તેની સાથે સાથે ન્યાયના ત્રાજવાંને ન તો છોકરીને અન્યાય કે ન તો છોકરાને તે કેમ કરવું તેમા પણ રસ્તા મેળવીશું.

•હું મારી આ રચનાથી ફક્ત અમુક એવી સત્ય ઘટનાઓને મારા શબ્દોમાં વણઁવીને એક સાચા ન્યાયને જેની જરૂર છે તેની વાત રજૂ કરવાનો છું.તો આશા રાખું છું કે,તમે મારી આ રચનાને ધાર્યા કરતાં ઘણો સારો પ્રતિસાદ આપશો.

•આ જ જવાબને ન્યાય આપવા હું અમુક એવા કિસ્સાઓ રજૂ કરીશ જે ખરેખર સાબિત કરશે કે બધા છોકરાઓ કે પુરુષો ખરાબ નથી હોતાં.

•ભેદભાવ નહિ રહે કેમકે આવે છે,"ત્રાજવું-ત્રાજવું-ભેદભાવનો કેવો ન્યાય?-ભાગ....2 ટૂંક જ સમયમાં મારા માતૃભારતીના પેજ પર તો વાંચવાનુ,પ્રતિભાવ આપવાનું અને મને ફોલો કરવાનું ભૂલશો નહિ.કેમકે સારું લખવા માટે તમારા પ્રતિભાવો મારા માટે બહુ જ જરૂરી છે.

-To Be Continued.....

-જયરાજસિંહ ચાવડા