Palak - aek rahasymay chokri - 14 - last part books and stories free download online pdf in Gujarati

પલક - એક રહસ્યમય છોકરી - (ભાગ 14) - છેલ્લો ભાગ

પલક અને રુદ્ર બંને તેમની આ નવું દુનિયા.. આ બાળક સાથે ખૂબ જ ખુશ હતા. ઘરમાં નવી જ ઉમંગ ફેલાયેલી હતી. બહુ જ ખુશીભર્યા વાતાવરણમાં ઘર પણ જાણે મહેકી ઉઠ્યું હતું. રુદ્ર અને પલકે તેમની દીકરીનું નામ વિચારી લીધું હતું અને સૌને એ નામ ગમતું હતું. આખરે નામ રાખ્યું હતું વૃશિકા. સૌ તેનું ખૂબ જ ધ્યાન રાખતા. બધા જ નખરા અને તોફાનો દરેક ખૂબ વ્હાલથી ને પ્રેમથી સહન કરતા. ક્યારેક તો તેનું હાસ્ય જોઈને આખું ઘર તેની સામે જ બેસી રહેતું. ધીમે ધીમે વૃશિકા પણ મોટી થવા લાગી હતી. થોડું ચાલતા પણ શીખી રહી હતી. વર્ષો આમ જ જતા રહ્યા અને જોતજોતામાં જ વૃશિકાના ત્રણ વર્ષ પુરા થઈ ગયા. સૌને ઘડીવાર પણ વૃશિકા વિના ન ચાલે. તેની મસ્તી અને તેનું હાસ્ય સૌને આકર્ષિત કરી મૂકે તેવું. નારાઝ વ્યક્તિ પણ હાસ્ય જોઈ હસી પડે અને સૌનું દિલ જીતી લે તેટલી બધી વ્હાલી હતી.

રવિવારનો દિવસ હતો, રુદ્રને રજા હતી તેથી તેણે પલકને કહ્યું, " પલક આજે ફરવા જવાનું છે."

" કેમ આજે કઈ ખાસ છે.?" પલક બોલી.

" ના ઘણા દિવસથી નથી ગયા, તો ચાલને આજે." રુદ્ર થોડું હસતા હસતા બોલ્યો.

પલક તૈયાર હતી, તેણે હિરલબેનની રજા લીધી અને વૃશિકાને પણ તૈયાર કરી દીધી. રુદ્ર અને પલક વૃશિકાને લઈને તેમના જુના અને હંમેશા ગમતા સ્થળે પહેલા પહોંચ્યા. એ સ્થળ હતું મહાદેવનું મંદિર. મંદિર, એક એવું સ્થળ કે જ્યાં ગમે તેવો ગુસ્સો હોઈ ગમે તેવું મગજ ખરાબ હોય, ત્યાં પગ મુકતા જ શાંતિ ને સુકુન મળે. બહુ નસીબદાર છીએ આપણે કે આપણી સંસ્કૃતિમાં મંદિરોને વધુ મહત્વ આપવામાં આવ્યું છે, દિલને ખુશ કરી દેતું સ્થળ અને મન શુદ્ધ કરી દેતું સૌથી ઉત્તમ સ્થળ છે આ મંદિર. દુઃખ બહાર કોઈને કહીએ તેના કરતાં મન હળવું જો મંદિરમાં કરીશું તો આપણને ખૂબ સારું રહેશે. લોકોનું શુ છે ? આજે તમારી વાત સાંભળશે અને કાલે જઈને એ જ વાતો બધે કરશે.. માટે સૌથી વધુ ભરોસો ભગવાન પર કરજો, કેમ કે ધબકાર નો હક ફક્ત ભગવાન પાસે છે, તેના થકી જ આટલી મસ્ત જિંદગી મળી છે.



ત્યાં દર્શન કર્યા અને નજીકના પાર્કમાં પહોંચ્યા. વૃશિકા હવે ચાલતા શીખી ગઈ હતી એટલે તેની ખૂબ જ કાળજી રાખવી પડતી. ખૂબ મસ્તીભર્યો દિવસ રહ્યો આ. સાંજ થતા ઘરે પહોંચ્યા અને ખૂબ જ ખુશ થતા થતા બધી જ વાતો ઘરના લોકો સાથે બેસીને કરવા લાગ્યા. બસ, પલક અને રુદ્રની જિંદગી આમ જ વૃશિકા સાથે ખુશી ખુશી ચાલતી રહી. બહુ નાનો અને જીવનમાં ખૂબ જ જરૂરી શબ્દ છે આ ખુશી. બસ જીવવા માટે પૂરતી છે આ ખુશી. જિંદગી દરેકની અલગ હોય છે, દુઃખ દરેકને હોય છે પણ જો સાચા વ્યક્તિનો સાથ મળી જાય ને તો લાઈફ મસ્ત બની જાય.


હું અંકિતા પટેલ (ખોખર). અપેક્ષાઓને બદલે ઘણી આશાઓ અને સપનાઓ સાથે જીવું છું. જિંદગીને મસ્ત જીવવામાં માનું છું, અને કોઈના મોં પર મારા કારણે આવતી ખુશી મને બહુ વ્હાલી છે. અપેક્ષાઓ કઈ જ નથી, બસ લખવુ ગમે છે અને કોઈ શબ્દ કે મારા વિચારના લીધે મારા વાચકમિત્રોની લાગણીઓને ઠેસ પહોંચી હોઈ અને કંઈક ખોટો ઉલ્લેખ થઈ ગયો હોય તો દિલથી માફી ચાહું છું. માત્ર વધુ સારું લખી શકું તેવા આશીર્વાદ ઈચ્છું છું. એક સપનું છે વધુ સારું લખી શકું એવું. મારા વિચારોને કેદ કર્યા વિના હંમેશા તમારા સુધી પહોંચાડતી રહીશ... જય હિન્દ..જય ભારત.

સમાપ્ત.