DESTINY (PART-36) - last part books and stories free download online pdf in Gujarati

DESTINY (PART-36) - last part


જૈમિકની જવાબ માટેની આતુરતા પુરી થઇ જ્યાં નેત્રિના મુખથી એક શબ્દ નીકળ્યો ના.....! હું નહીં આવી શકું. આવવું હોત તો હું જતી જ નહીં એવું મેં પહેલાં પણ કહ્યું હતું ને આજે પણ કહીં રહી છું.

મને આજ જવાબની આશા હતી પરંતુ છેલ્લી વાર હું તસલ્લી કરી લેવા ઇચ્છતો હતો જૈમિકે કહ્યું.

એવું નથી કે હું તમને છોડીને ખુશ છું. હું ભગવાનને હમેશાં પ્રાર્થના કરીશ કે આગળના દરેક જન્મમાં મને તમારી પત્નીના રૂપમાં જ જીવન આપે. કેમકે હું જાણું છું કે તમારા જેટલો પ્રેમ આ જીવનમાં મને કોઈ કરતું નથી અને કરી પણ નહીં શકે. ને અમુક અંશે મારે બીજા કોઈનો પ્રેમ જોઈતો પણ નથી પરંતુ મારો આ જન્મ મારા માતા-પિતાનું ઋણ ચૂકવવા માટે મેં કુરબાન કરી દીધો છે ને હવે એમાં પરિવર્તન કરવું અશક્ય છે. તમારા કહ્યાં પ્રમાણે હું કહું તો મને મારાં નિર્ણય પર ગર્વ છે બસ અફસોસ છે તો તમારી સાથે કરેલ અન્યાયનો જેની માટે હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું રડતાં રડતાં નેત્રિએ કહ્યું.

હું તારી દરેક વાત સમજુ છું નેત્રિ માટે તુ મહેરબાની કરીને રડીશ નહીં. તું માને છે તે મારી સાથે અન્યાય કર્યો પણ મારી દૃષ્ટિએ જોવે તો તારું માન મારા મનમાં જેટલું હતું એથી પણ વધી ગયું કેમકે દુનિયામાં સૌથી ઉપર છે માતાપિતાનો પ્રેમ માટે જો તમે એમનાં પ્રેમને વફાદાર નથી તો બીજા પ્રેમમાં રહી શકો ખરાં....! ને તું હમેશાં મારી પત્ની રીતે જ રહી છે તો હું પણ પ્રાર્થના કરીશ કે દરેક જન્મમાં મને તું જ મળે.

તને ગર્વ છે તારા લીધેલા નિર્ણય પર એમજ મને પણ તારા લીધેલા નિર્ણય પર ગર્વ છે. ને રહી વાત આપણા મળવાની તો મને યાદ છે કે તારું નામ જાણતો હોવા છતાં ખબર નઈ કેમ નંબર સેવ કરતી વખતે "DESTINY" નામ મનમાં આવ્યું હતું. કદાચ ભગવાનનો ઇશારો હતો એ જે આપણે ક્યારેય સમજી ના શકયા. આપણું મળવું, છૂટાં થવું એ બધું પહેલાથી નસીબમાં લખાયેલું જ છે જેને આપણે બદલી શકીએ નહીં. ઉપરથી આપણે ખુશ થવું જોઈએ કે આપણે જેટલો સમય સાથે વિતાવ્યો એ ખુબજ ખુશીનો સમય રહ્યો આપણી માટે જેને આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ જૈમિકે જણાવ્યું.

તમે મારું મન રાખવા માટે આ બધું કહી રહ્યાં છો ને......? નેત્રિએ પુછ્યું.

જરાય નહીં નેત્રિ હું માનું છું પ્રેમનો અર્થ પામવું નહીં ચાહવું છે. તું મને ના મળે અને હું તને ભૂલી જાઉં એ પ્રેમ નથી. પ્રેમ એ છે કે તારા દરેક નિર્ણયમાં હું તારી સાથે ઊભો રહું. ને મારો તારી માટેનો પ્રેમ ક્યારેય શરીર પ્રાપ્તિનો હતો જ નહીં મારો પ્રેમ તારી આત્મા, તારા મન સાથેનો છે જે નશ્વર છે. શરીર તો કાલે નષ્ટ થઈ જશે રહી જશે તો બસ આપણો પ્રેમ
જૈમિક મનમાં રહેલ બધું વ્યક્ત કરે છે.

મને સમજાતું નથી કે કોઈ આટલું સારું કઈ રીતે હોઈ શકે......? મારે તમારા સાથ માટે વખાણ કરવાં જોઈએ કે તમારાથી જુદાં થવાનું દુઃખ વ્યકત કરવું જોઈએ કાંઈજ ખબર નથી પડી રહી. પણ હું એટલું જાણું છું કે હું તમને પ્રેમ કરું છું ને એટલો જ પ્રેમ મારા માતા-પિતાને માટે હવે આજથી આપણે આપણા રસ્તા હમેશાં માટે અલગ કરવા જ પડશે નેત્રિએ હતાશ થઈ કહ્યું.

તને નવાઇ ના થવી જોઈએ કારણ કે તું ભૂલી ગઈ છે કે આજે મારામાં જે કાંઈપણ પરિવર્તન છે જેના લીધે મને કોઈ સારા વ્યક્તિમાં ગણે છે તો એની પાછળ તારો જ હાથ છે જે હું નથી ભૂલી ગયો. જો હું આજે તારા મારાથી દૂર જવાના લીધે ખરાબ કરવા નીકળી જઈશ તો શો અર્થ રહી જશે આપણાં પ્રેમનો......? અને જ્યાં પ્રેમ હોય ત્યાં પ્રશ્ન ના હોય ને જ્યાં પ્રશ્ન હોય ત્યાં પ્રેમ હોય ખરો.....? જૈમિકે કહ્યું.

ખરેખર જૈમિક હું ખુબજ નસીબદાર છું કે તમારા જેટલો પ્રેમ કરવાંવાળી વ્યક્તિ મને મળી છે પરંતુ આવતાં જન્મમાં હું તમારી રાહ જોઈશ આ જન્મમાં આપણો સાથે અહીંયા સુધીનો જ છે. હું ઇચ્છું છું કે તમે પણ કોઈ સાથે લગ્ન કરી જીવનમાં આગળ વધો અને ખુશ રહો નેત્રિએ જણાવ્યું.

હા નેત્રિ જેમાં તારી ખુશી સમાયેલી હોય એ બધું કરવા હું બંધાયેલો છું. ભલે આ જન્મમાં આપણો સાથ અહીંયા સુધીનો જ હોય તો પણ હું તને એટલું કહી વિદાય લઈશ કે તને ક્યારેય જરૂર હોય કાંઈપણ તો હું હમેશની જેમ તારી પડખે ઊભો છું એ ક્યારેય ભૂલી ના જતી જૈમિકે કહ્યું.

હા જૈમિક હું ક્યારેય નહીં ભૂલું કે મારી સાથે હમેશાં ઊભા છો તમે બસ આશા છે કે એવો દિવસ ના આવે કે મારે સ્વાર્થી થઈ તમારી પાસે આવવું પડે. ને હવે મને લાગે છે આપણે આ બગીચામાંથી અને એકબીજાના જીવનમાંથી હમેશાં માટે વિદાય લેવી જોઈએ ભીની આંખે નેત્રિએ વ્યક્તિ કર્યું.

હા નેત્રિ.....! હું ઇચ્છું છું કે તું હમેશાં ખુશ રહે બસ. ને તારા લીધેલ નિર્ણય પર કોઈ શું કહેશે એ ના વિચારતી એ વિચાર કરજે કે જૈમિકે માની લીધું છે કે નિર્ણય સાચો છે બસ સાચો જ છે જૈમિકે વ્યક્ત કર્યું.

બંને બાંકડા પરથી ઊભા થઈ એકબીજાને ભેટી પડ્યા ને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યાં. આજે આ આકાશ, ધરતી, બગીચામાં રહેલ વૃક્ષો, પક્ષીઓ બધાજ એમના સાચાં પ્રેમના સાક્ષી બની રહ્યાં ને જુદાં થઈ બધા મિત્રો સાથે એમને બગીચામાંથી વિદાય લીધી. જતાં જતાં બંનેની આંખમાં ઘણાં જ પ્રશ્નો હતા પણ બધાજ પ્રશ્નોને દબાવી એમને વિદાય લીધી.

જેમ જૈમિકે કહ્યું એમ પ્રેમનો અર્થ પામવું નહીં ચાહવું છે એમ બંને શરીરથી છૂટાં થયા પરંતુ આત્માથી પ્રેમને અમર કરી ગયાં. લગ્ન કરવા ને એક થવું એજ પ્રેમ છે એવું નથી શરીરના મળ્યા વિના પણ પ્રેમ થાય છે એવું આ વાર્તાથી સ્વીકારવું રહ્યું. સાચો પ્રેમ એકબીજાની ખુશીમાં જ છે. પ્રેમ ક્યારેય કોઈને બાંધતો નથી. સામેની વ્યક્તિ માટે ખુશી ખુશી બધું સ્વીકારી લેવું એજ સાચો પ્રેમ છે.

( આજ રોજ "DESTINY" નો આ છેલ્લો ભાગ રજૂ કરતાં આનંદની અનુભૂતિ થઈ રહી છે. નવું નવું લખવાનું શરૂ કર્યું છે તો મારી માટે મોટા પડકારરૂપ હતું આટલું બધું લખવું. માટે ક્યાય કચાશ રહી ગઈ હોય તો માફ કરજો. આશા છે કે બધાને DESTINY ગમી હશે. ઘણા બધાં મિત્રો હશે જે રોજ વાંચે છે પણ ફીડબેક નથી આપતા તો આજે જરૂરથી આપજો કેમકે તમારો ફીડબેક મારી માટે આગળ આવી વાર્તા લખવા પ્રેરણાદાયી બની રહેશે. ખુબ ખુબ આભાર સર્વે મિત્રોનો......!)