DOSTAR - 27 books and stories free download online pdf in Gujarati

દોસ્તાર - 27


આમ સીધી રીતે નથી બોલી શકતો કે શું...
સાચું કે ભરત ભાઈ ભગવાન જેવા માણસ નથી.
છે ભાઈ પણ આડુ અવળું ક્યાં કેહાવાનું આવે છે.
એમાં હું આડુ પડ્યું તારે...
કંઈ નહિ પણ આ જસ્ટ ડાયલ શું છે એતો મને કે.
તારે જાણી ને શું કરવું છે.
જે કરવું હોય તે,તારે કેહવુ હોય તો કે નહિતર કોઈ નહિ...
તો સાંભળ આ જસ્ટ ડાયલ ઉપર જે લોકો ધંધો કરતા હોય છે તેની નોધણી કરવા ની હોય છે અને જ્યારે કોઈ ગ્રાહક તેમને ફોન કરે છે ત્યારે મફત માં બિઝનેસ સર્વિસ નો નંબર અને એડ્રેસ આપે છે.
એવું છે એમને..
આપણે તો આવું બધું કશું કરવા ના નથી આ બધું તારે કરવા નું હું કીધું વિશાલિયા...
તો કોણ કરે છે તારા બધા કામ હું જ કરું છું ને કોઈ બીજો થોડો કરવા આવે છે.
ભાઈ તારેજ કરવા પડે ને બીજો કોઈ ક્યાંથી આવે અને આવે તો હું તેને બોલવા પણ ના દઉં...
બંને જણા આમ તો નિર્વ્યસની પણ ચાની એક વ્યસન હતી એટલે નિર્વ્યસની કેહવાય નહિ પણ કોઈક દિવસ દિલ્લગી ખાઈ લે...
આમ બંને ભરત ભાઇ ના બાપુનગર ના નિવાસસ્થાને થી ચાલતા ચાલતા નરોડા ગેલેક્સી સુધી આવી ગયા.
બંને જણ રિક્ષામાં બેસીને નરોડા થી ગાંધીનગર જાય છે.ગાંધીનગર બસ સ્ટેશને આવી ને વિજાપુર વાળી બસ માં બેસી ઘરે પોહચી જાય છે.
ઘરે ગયા પછી તેમના માતા પિતા એ પૂછ્યું કે ક્યાં ગયા હતા ત્યારે જવાબ આપવા માં બંને અચકાય છે અને કહે કે અમે એક ધંધો કરવા માગીએ છીએ.
સામેથી ભાવેશ ના પિતાજીનો જવાબ આવે છે કે એમાં શું ચિંતા કરો છો હું તમારી સાથે છું ગમે તેવો ધંધો કરવો હોય અને જેટલા રૂપિયા જોઈતા હોય તોય શું ચિંતા કરો છો ભલે આપણા પાસે રૂપિયા ના હોય તો લોન કરીને તને ધંધો કરવા માટે આપીશું ગભરાશો નહિ.
આટલું કહેતા ભાવેશ ના શરીર માં ઉત્સાહ નો નવો સંચાર ઠ લાગ્યો.
આવુજ વિશાલ ના પિતાજી એ પણ કહ્યું...
આ બંને માણસ એટલા સેન્સેટિવ હતા કે માતા પિતાને વધારે કોઈ પણ પ્રકારે ખર્ચો કરાવવા માટે તૈયાર ન હતા,તેથી તેમણે એક ભાગીદાર શોધી કાઢ્યો,તે ભાગીદાર બીજો કોઈ નહિ પણ તેમની કોલેજ ના પ્રોફેસર મહેશ ભાઈ ને આ ધંધા વિશે વાત કરી આમ આ ધંધો કરવા માટે હસતાં મુખે તૈયાર થઈ ગયા.
(ફોન ઉપર આ વાત મા તૈયાર થઈ ગયેલ મહેશ ભાઈ ને રૂબરૂ મળવાનું આયોજન ભાવેશે કરેલું.)
મહેશ ભાઈ વિજાપુર રહેતા હોવાથી ભાવેશ અને વિશાલ તેમણે મળવા મટે નંદનવન બંગલો માં મળવા માટે જાય છે.અને આ બન્ને ને જોતાજ મહેશ ભાઈ અને તેમનાં પરિવાર જોઈને ખુશ થઈ જાય છે.
આવો...આવો... બંને જણા.
હા સાહેબ કેમ મજામાં ને...
હા ભાઈ અત્યારે તો વેકેશન જેવું છે એટલે હું તો ઘરે છું અને મારો ભાઈ તરુણ પણ ઘરે જ છે,ખાસ તો ભાવેશ આ તરુણ માટે મારે ધંધો કરવાનો વિચાર હતો અને તમે વાત કરી એટલે મને રસ પડ્યો તમારી વાત મા...
સાહેબ આમ જુવો સાબુ પાવડર એ રોજ જરૂરિયાત ની વપરાતી વસ્તુ છે એટલે આપણો ધંધો તો ધમધોકાર ચાલવા નોજ તમારું શું કહેવું છે.
ભાવેશ તારી વાત તો સાચી છે એટલે જ હું તમારી વાત મા સહમત થયો છું,હું પણ એજ વિચાર્યું કે આ ધંધો કોઈ દિવસ બંધ નહિ થાય અને આપણે બધા આમાં સેટ થઇ જઈશું.
અમે સાહેબ વિચાર્યું છે કે આમાં કરોડ પતિ નાં બનીએ તો કોય નહિ પણ મહિને એક જણ વીસ પચ્ચીસ હજાર આરામ થી કમાઈ લેશું.
વધુ આવતા અંકે...