Uneducated Scientist books and stories free download online pdf in Gujarati

અભણ સાયન્ટીસ્ટ

*અભણ સાયન્ટીસ્ટ* વિજ્ઞાન સારી રીતે ભણવા માટે વિદ્યાર્થી પક્ષે જિજ્ઞાસા, સંશોધનવૃત્તિ ના ગુણો હોવા જોઈએ.એક સારો વૈજ્ઞાનીક અભિગમ ધરાવતો શિક્ષક ને આચાર્ય વિદ્યાર્થી ને મળી જાય તો પૂછવાનુજ ના રહે. સારો વિજ્ઞાન શિક્ષક ઉદ્દીપક સમાન હોય છે,જે વિદ્યાર્થી માં વિજ્ઞાન શીખવાની ભૂખ પેદા કરે છે.શાળા માં સાયન્સ ક્લબ હોવી જરૂરી છે. શાળા વિજ્ઞાનમેળા માં ભાગ લે એ ખુબજ જરૂરી છે.તમામ સ્ટુડન્ટ તો ભાગ ના લઇ શકે આથી નિશાળ માં આંતરવર્ગીય વિજ્ઞાનમેળા યોજવા જોઈએ. સ્કૂલ ના બાળકો ને svs તેમજ જિલ્લા ને રાજ્યકક્ષાના વિજ્ઞાનમેળા માં લઇ જવા જોઇએ. નિશાળ ના લઇ જાય તો વાલી વિદ્યાર્થીએ સ્વખર્ચે મુલાકાત લેવી જોઈએ.વાલી એ પોતાના શહેરના સાયન્સ સેન્ટર કે પછી મુંબઇ ગાંધીનગર જેવા મોટા શહેર માં બનેલ સાયન્સસિટી ની મુલાકાતે પોતાના બાળક ને લઇ જવા જોઈએ.સાયન્સ શીખવા ઇચ્છુક બાળકોએ ઈન્ટરનેટ નો મહત્તમ ઉપયોગ કરી નાના નાના પ્રયોગો ઘરે કરવા જોઈએ. વાલી એ પ્રોત્સાહન ને સગવડ પુરા પાડવા તેમજ કોઈ નુકશાન થાય તો સહન કરવાની તૈયારી રાખવી.સ્કૂલમાં શિક્ષકોએ પણ પ્રયોગ પોતે ના કરતા સ્ટુડન્ટ કરે એ માટે ની પ્રેરણા ને તક પુરી પાડવી જોઈએ.પ્રવૃત્તિ થી મેળવેલું જ્ઞાન લોન્ગ લાસ્ટિંગ હોય છે.ઘણીવાર હોશિયાર સ્ટુડન્ટ માં જોવા ન મળે એવી વૈજ્ઞાનિક સમજ સામાન્ય વિદ્યાર્થી માં જોવા મળે છે.વિજ્ઞાન શિક્ષક માં એ ગટ્સ હોવા જોઈએ કે એ આવા સ્ટુડન્ટ ને નોખા તારવી શકે.
છેલ્લે એક કિસ્સો લખું છું. મારી પાસે જહાંગીર સૈયદ નામનો એક વિદ્યાર્થી આજ થી પંદર વર્ષ પહેલાં ધોરણ આઠ માં ભણવા આવ્યો.મૂળ ઉત્તરપ્રદેશનો વતની , ગુજરાતી બોલતા આવડે નહીં.પિતા નો વ્યવસાય મંદિર ના બાંધકામ નો,તેઓ અમારા વિસ્તાર માં મંદિર બાંધકામ ના નિષ્ણાત કારીગર તરીકે પંકાયેલા હતા.આથીજ ધંધા ના વિકાસ હેતુ ઉત્તરપ્રદેશ છોડી ગુજરાત માં આવી ને વસ્યા.છોકરો થોડું ઘણું ગુજરાતી લખતા વાંચતાં શીખે ને થોડો મોટો થાય તો બાપ નો સહારો બને એ નિયતે સ્કૂલ માં દાખલ કરેલો.આ છોકરો ભણવામાં ઠોઠ.ગુજરાતી બોલતા ના ફાવે, એને લખતા શુ આવડે? અમે ખૂબ પ્રયત્ન કર્યા,ગુજરાતી ના શિક્ષકે ઘરે બોલાવી ને પ્રયત્નો કરી જોયા.પણ વિફળ રહ્યા.અલબત્ત આ છોકરો ખૂબ ડાહ્યો છેલ્લી પાટલી પર બેસી રહે.કોઈ મગજમારી નહીં પણ એકે વિષય માં પાસ પણ ના થાય.ગુજરાતી માં વાત ન કરવાના જાણે સમ ખાધેલા.એ છોકરો હું વિજ્ઞાનમેળા ની કૃતિ તૈયાર કરું તો આવી ને ઉભો રહે.રસ દાખવે જે સ્ટુડન્ટ કૃતિ રજુ કરવાના હોય એના કરતાં જહાંગીર ને વધુ સમજ પડે.બીજા ગોખે તો એ સમજે ને કૃતિ બનાવવામાં મદદ કરે.હિન્દી માં પોતે સમજાવી પણ શકે.મને એની શક્તિ નો અંદાજ આવી ગયો. મેં એને પ્રોત્સાહિત કરવાનો શરૂ કર્યું. એનું નામ તો કૃતિ રજુ કરનાર તરીકે ના હોય પણ હું એને આચાર્યશ્રી ને સમજાવી હેલ્પર માં લઇ જાવુ.વિજ્ઞાનમેળા ચાલુમાં કોઈ કૃતિ ખોટકાય તો એના નામ ની બુમ પડે એ સમારકામ કરી ચાલુ કરી આપે. ધીરેધીરે એ વિજ્ઞાન ના સિદ્ધાંતો ને આત્મસાત કરતો ગયો, કઈ કૃતિ નો નંબર આવશે ને કઈ કૃતિ નો નહી આવે, એ નિર્ણાયકો પહેલા એ કહી દેતો.અલબત્ત એને ગુજરાતી તો નજ આવડ્યું આથી ssc exam તો પાસ ના થઈ શક્યો પણ આજ ની તારીખે જહાંગીર મોબાઈલ ટેબ્લેટ વગેરે વેચે છે.ઓલપાડ બજાર માં એની દુકાન છે.ને આપ બધાં ને આશ્ચર્ય થશે વિજ્ઞાનમેળા માં કૃતિ બનાવડાવા માટે આસપાસ ની સ્કૂલ ના વિજ્ઞાન શિક્ષકો એનો સંપર્ક કરે છે.હું એને પ્રેમ થી અભણ સાયન્ટીસ્ટ કહું છું.