Mamtva ... a new feeling .. books and stories free download online pdf in Gujarati

મમત્વ... એક નવો એહસાસ..

આ હલ્લાબોલ વચ્ચે પણ હું શાંત છું.. એકલી છું.. અને મજા ની વાત એ છે કે આ એકલતા મને એ આનંદ આપી રહી છે જે ક્યારેય જ મેં અનુભવ્યો છે ..એવું કેમ થતું હશે???

મારી પ્રકૃૃતિ વિરુદ્ધ , બધા કરતા સ્વ સાથે વાત કરી સમય પસાર કરી રહી છું...આ સમય મને ખાસ કઈક મેંંળવવાની અનુભૂતિ આપી રહયો છે..અને હાં!! એનો જવાબ પણ મને મળી રહ્યો છે.. લે કોણ???
તેે તો મારુ જ અસ્તિતવ છે ને!!! એ અસ્તિતવ જે પળેપળ મારી રોમ રોમ માં આનંદ ફેલાવી રહયું છેેં...તેે માંરૂ , મારુું પોોતાનું , મારા જીવ માં આવેલો જીવ, મારો એહસાસ , મારી જ છાયા ને સર્જન..... ને જાણે હું જ સર્જનહાર બની ગઈ છું..હું એક એનું ઘર બની ગઈ છું... માંરુ ઉદર,,,, તેેેનું નિિઃસ્વાઅર્થ ઘર..... ના કોઈ નો ડર , ના કોઈ ચિંતા.... ઉદર માં થઈ રહેલી ચહેલ પહેલ જાણે એની સલામતી નો એહસાસ કરવી રહ્યું હોય....

કામકાજ ના આ sedule માં પણ એક-એક ક્ષણ પણ મારા સ્વ સાથે પસાર કરી રહી છું. એને માણી રહીં છું.. એમા જીવી રહી છું..

કેવું દેખાતું હશે એ બાાળક ?? કોોના જેવું??? યા સર્જનહારે કારેલ ચમત્કાર જેેવું?? સ્વતંત્ર , આગવી , ઓળખ ધરાાવતું .. તેેેનેે જોવાની આતુરતા , તેને ગોદી માં ઉઠાવાની જંખના , ભૂખ નહીં છતાં થોડી વારે ખાવાની આતુરતા, જીભ ના ટેસ્ટ મુજબ નહી પણ એની જરૂરુયાત આહાર લેવાાંની ચાહત...જરા પણ બેસવા ઉઠવામાં ઉતાવળ થય તો જીવ નો એક ધબકારો જણે ચુકી જવો...
કેેેવી અજીબ , અદભૂત , અહલાંદક ,અનમોલ લાગણી ઓ છેં આ ??? સાચું કહું તો આ બધી લાગણી ઓ મન ના સૂના આકાશ માં રંગબેરંગી રંગો સમાન છે..હવે ખબર પડે છે કેે માં નું , માં બનવાનું મહત્વ શુું હોય ....કેવી એક ચંચળ છોકરી માં બનવાની ખબર સાથ શાંત થઇ જાય છે... કુદરત ની શક્તિ નું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે.....

અનુભૂતિ એક મમત્વ ની......

અદભુત છે અનુભુતિ મમત્વ ની
અનોખી દેન છે સ્ત્રી ને પ્રભુના પ્રેમ ની

શું ભાવો નિર્માણ થાઈ છે ગર્ભવતી ને
કોઈ સમજી ના શકે એ લાગણીઓ ને

આલૌકીક એ જીવનું પોષણ સંસ્કૃતિી ના ખોડે કરજે
જનમ્યા પહેલા જ અભિમન્યુની જેવી કેળવણી કરજે

બનાવજે પ્રતાપ, શિવાજી કે પછી લક્ષ્મીબાઈ
ખીલવ જે ગુણો તારામાં પણ બનવા જૈવંતા અને જીજાબાઈ

પ્રભુના એ પ્રેમ પ્રસાદ નું સંસ્કારો થી સિંચન કરજે
શ્રેષ્ઠ જીવને દૈવી કાર્ય કાજે પ્રભુના ખોળે ધરજે
બલીદાન તો "માઁ" નું બીજું ઉપનામ છે
વીર બનાવે બાળકને ચુકવવા પરમાત્મા નું ઋુણ છે..

માં માટે એનું બાળક....

એક માં માટે એનું બાળક...
ખિલખિલાટ હસતુ હોય ને એ જ એનું હરિદ્વાર..
ઘસઘસાટ ઊંઘતું હોય ને એ જ એનું ઉજ્જૈન..
મંદ મંદ મલકતું હોય ને એ જ એનું મથુરા..
કાલુ ઘેલું બોલતું હોય ને એ જ એનું બદ્રીનાથ..
કલબલાટ કરતું હોય ને એ જ એનું કાશી...
પેટ ભરીને જમતું હોય ને એ જ એનું જગન્નાથ..
રડ્યા વિના રમતું હોય ને એ જ એનું રામેશ્વર..
શરીર સાચવીને દોડતું હોય ને એ જ એનું દ્વારકા..
સ્વાસ્થ્ય એનું સ્વસ્થ હોય ને એ જ એનું સોમનાથ...
તન એનું તંદુરસ્ત હોય ને એ જ એનું તિરુપતિ..
ઈશ્વર દ્વારા આશીર્વાદીત હોય ને એ જ એનું અયોધ્યા

બંધન......

જ્યારે તમારા
બાળક પુત્ર હોય કે પુત્રી
તેની નાજુક મુઠ્ઠી વડે
તમારી આંગળી પકડી લે છે
ત્યારે;
તમારું સમગ્ર જીવન પણ
પકડાઈ જાય છે....