Laughter is laughter - MAD - make a difference books and stories free download online pdf in Gujarati

હાસ્ય જ હાસ્ય - MAD - make a difference

માનવ જીવનનું સર્વોત્તમ ટોનિક - હાસ્ય
હાસ્ય એ માનવ જીવનની શ્રેષ્ઠ લાગણી છે, કે જે ઈશ્વરે પ્રદાન કરી છે. હાસ્ય સર્વ શ્રેષ્ઠ દવા છે તથા જીવનમાં સકારાત્મક કંપનો ની અનુભૂતિ કરાવનાર અસરકારક પરિબળ છે. માનવ જીવનની સફળતાનો મંત્ર છે....હસવું - હસાવવું અને હસી કાઢવું.
જીવન યાત્રામાં નિર્મળ હાસ્યથી પીડા, તાણ અને સંઘર્ષનું નિવારણ થાય છે. બીજાને કે અન્યને હસાવવા થી તે તનાવમુક્ત બને છે તેમજ તેનામાં સરળતા અને સહજતા ભર્યો આત્મવિશ્વાસ પ્રગટે છે. અને જે વસ્તુ અથવા વાત ના ગમતી હોય તેને મન ઉપર લીધા વિના હસી કાઢવાથી તન અને મન બોજમુક્ત તથા ભાર રહિત થઈ જાય છે. હળવાશ અને મોકળાશ નો અનુભવ થાય છે.
હાસ્ય ક્રોધ નિર્મૂલન કરે છે અને જીવા દોરી ને સબળતા અર્પે છે.
હવે આપણે હાસ્યથી થતાં શારીરિક, માનસિક અને સામાજિક ફાયદા જોઈએ.
હાસ્યથી શારીરિક લાભ....
* પ્રતિકાર શક્તિ વધારે છે.
*તનાવમુક્ત બનાવે છે.
*શરીરને હળવાશની અનુભૂતિ
*પીડા મુક્તિનો અહેસાસ
*હદય રોગ ને અંકુશમાં રાખે છે.
હાસ્યથી માનસિક લાભ........
*ખુશી અને આનંદ અનુભવાય
*પ્રસન્નતા ને કારણે મૂડ સારો રહે
*ભય અને તણાવમાંથી મુક્તિ
*ઊર્જા અને શક્તિનો સંચાર
*મન પ્રફુલ્લિત રહે

હાસ્યથી સામાજિક લાભ......

*સંબંધોમાં મજબૂતાઇ આવે
*આકર્ષણનું કેન્દ્ર બનો
*ટીમ વર્ક અને ભાઈચારો વધે
*વિવાદ સંવાદમાં પરિવર્તિત થાય
*મિત્રતાનું વાતાવરણ ઊભું થાય
મિત્રો, હાસ્ય અને સ્મિત એકમેક ના મન સુધી પહોંચવાનું સેતુરૂપ કાર્ય કરે છે. હાસ્ય મન ને હળવાશ અને તન ને શક્તિ નો સ્ત્રોત પૂરો પાડે છે.

હાસ્ય ક્યાંથી મળે ?......

* હાસ્ય વાંચન અને મીડિયા ના માધ્યમથી નિહાળવું.
*મિત્રો અને સાથીદારોની સાથે હાસ્ય ઉત્પન્ન થાય તેવું શેર કરવું
*વાણી, વર્તન અને વ્યવહારમાં ઉદારતા રાખવી, જતું કરવું અને માફ કરવાથી હળવા થઈ જશો.
*હવે તો મોબાઈલ માં હસી લેકેય એટલું બધું સાહિત્ય છે.
* હાસ્ય યોગા, Laughing Club માં જાઓ અલગ અનુભૂતિ થશે, ઘરે જે નોકરી માં ના હસી શકતા લોકો મન મોકળું મુંકી હસી લો, ઘણા પરાણે હસવા માં શરમ આવતી હોય તો ત્યાં હસી લો આ બહુ જ મદદરૂપ થશે.
*પરિવાર અને બાળકો સાથે પદ તથા કદ ભૂલી ભળી જવું.
મિત્રો, અંદરની બાળ સહજ પ્રવુત્તિ ને જાગૃત કરશો તો અનોખો આનંદ અને પ્રસન્નતા પ્રાપ્ત થશે. મતભેદ અને મનભેદ ચોક્કસ દૂર થઈ જશે.

હસવાથી corona જતો રહેશે, પણ બધાં જાણે કે દિવેલિયું મોઢું લયીને ફરતા હોય છે અરે mask પેહેરેલો હોય તો પણ નથી હસતા, અરે દાંત આપ્યા છે તો બતાવી દો, ખડખડાટ હસી લો. Madaj નામની વ્યક્તિ એહસવા માટે એની પર phd કરી છે અને ના હસવા ના કારણો આપ્યા છે જે આશરે 500 પાનાની બુક છે.
મિત્રો સાંજે ઘરે આવ્યા પછી હું આજે કેમ ના હસ્યો તેના કારણો લખો, પછી તેને વાંચો, હાસ્ય કરશો સાથે ભૂખ વધારે લાગશે અને ઊંઘ પણ સરસ આવશે.

સાચું કેહજો હસવા માટે પૈસા ખર્ચવા પડે, પૈસા વગર heart attack રોકો.
હાસ્ય એ તો જીવન વધુ જીવવાની થેરાપિ છે, જીવન વધુ જીવીને બીજા લોકો ને હાસ્ય વિશે વધારે ને વધારે પ્રોત્સાહિત કરવા એ જ ખરેખર હાસ્ય નું પરિણામ છે. શું હું દુનિયા ને બદલી ના શકું, હાસ્ય તો આપણા શરીર ના એક એક કોષ ને નવું જીવન આપે છે.
કોઈ જગ્યાએ એકલા એકલા હસતા પેહલા બાજુમાં કહી દેવું જે હું હાસ્ય થેરાપિ કરી રહ્યો છું.
મિત્રો, વિકટ સમય અને કપરી પરિસ્થિતિમાં હાસ્ય એ જીવનયાત્રાનું સર્વોત્તમ ટોનિક પૂરું પાડશે. આપ સૌને નિર્મળ હાસ્ય પ્રભુ પ્રદાન કરે અને આધી - વ્યાધિ - ઉપાધિમાંથી મુક્ત થાવ તેવી પ્રભુ પ્રાર્થના.

આશિષ શાહ
MADwAJS : make a difference With Ashish J Shah

9825219458