nasib apna apna in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | નસીબ અપના અપના

The Author
Featured Books
  • સોલમેટસ - 9

    જીવનની એક એક પળને જીવી લો. ક્યારેક સપનાઓને પુરા કરવામાં આપડે...

  • ફિલ્મ રિવ્યૂ 'ઇમરજન્સી'

    ફિલ્મ રિવ્યૂ - ઇમરજન્સીગઈકાલે ઇમરજન્સી ફિલ્મ સિટી ગોલ્ડ, બોપ...

  • શંખનાદ - 18

    Huજે રીતે  કોડવર્ડ માં ફોન ની રિંગ વાગી એરીતે સોનિયા સમજી ગઈ...

  • નારદ પુરાણ - ભાગ 60

    સનત્કુમાર બોલ્યા, “શત્રુની સેનાનું દમન કરી તેનું આક્રમણ ખાળવ...

  • ભાગવત રહસ્ય - 175

    ભાગવત રહસ્ય-૧૭૫   સમુદ્ર-મંથન કરતાં- સમુદ્રમાંથી સહુથી પહેલા...

Categories
Share

નસીબ અપના અપના


એકવાર એક પ્રખ્યાત ડોકટરને તબીબી ક્ષેત્રમાં દવાની શોધ માટે નું સન્માન કરવા માટે બીજા દેશ માં આમંત્રણ આપવામાં આવ્યું. તેમને ખૂબ જ પોશ હોટલમાં આશરો આપવામાં આવ્યો હતો અને તેની આસપાસ 24 x 7 સિક્યુરિટી ગાર્ડ્સ રહેતા. *એક બપોરે થોડી એકાંતની લાલસામાં તે લટાર મારતા હોટલની બહાર નીકળી ગયા.*

અચાનક વરસાદ શરૂ થયો. આશ્રયની શોધમાં તેમણે નજીકના ઘરનો ડોરબેલ વગાડ્યો. *પરંતુ જ્યારે તેમણે જે સ્ત્રીએ દરવાજો ખોલ્યો હતો,તેને પૂછ્યું કે શું તે અંદર આવી શકે છે, તેણીએ ગુસ્સે થઈને બૂમ પાડી - “આ મકાનમાં ઘણી મુશ્કેલીઓ છે - તમે મહેરબાની કરીને બીજે ક્યાંક ચાલ્યા જાઓ" અને દરવાજો જોરથી બંધ કરી દીધો.*

તદ્દન ભીંજાયેલા ડોક્ટરને નજીકમાં એક ટેલિફોન બૂથ મળ્યું અને કાર આવે ત્યાં સુધી રાહ જોવી પડી જે તેમને હોટેલ પર લઈ ગઈ.

બીજે દિવસે અખબારના પહેલા પાના પર છપાયેલ *તેમના ફોટા સાથે દવા ક્ષેત્રે એક મહાન ઇનોવેટર તરીકે ડોક્ટરની ઓળખાણ હતી. અપમાન કરનાર મહિલાએ તે ડોક્ટરનો ફોટો ઓળખી લીધો હતો* જેને તેણીએ તેના ઘરે પ્રવેશવાની ના પાડી હતી.

તે મહિલાની પુત્રી પણ તે જ બિમારીથી પીડાતી હતી જેના ઇલાજ માટેની દવા આજ ડોક્ટરએ શોધ કરી હતી. *તેને પોતાને માટે ખૂબ શરમ અનુભવી અને હોટેલમાં ફોન કરી અને તેના વર્તન માટે ડોક્ટરની માફી માંગી.* તેણે તેની પુત્રીની સારવાર માટે ડોક્ટરને ઘરે પધારવાનું આમંત્રણ આપ્યું.

*ડોક્ટર પણ અપમાન ભૂલી જઈ તેના ઘરે ગયા હતા અને દર્દીની સારવાર કરી હતી. તેણે આવું કર્યું તેનું કારણ કે તે માતાની પીડા સામે તેમનું થયેલું અપમાન સમજી શકાય તેમ હતું.*

*મિત્રો, જો કોઈ તમારું અપમાન કરે છે, તો તેની પીડા સમજો.
બીજી બાજુ જોઈએ

વાતચીત - એક ઉત્તમ કલl
વાતચીત સંવાદનું પ્રવેશ દ્વાર છે અને દલીલ એ વાદ માટે નિમિત્ત બને છે. સદ વિચાર એ સારા વક્તા નું જમા પાસુ છે. સારી રીતભાત સાથેની વાણી નો જાદુ કોઈપણ બુદ્ધિવાળા વર્તન કરતાં પ્રબળ અને પ્રભાવ વાળો હોય છે. વિચારોની યોગ્ય રીતે અભિવ્યક્તિ કરનાર વાતચીતની કલા મા સર્વોત્તમ સાબિત થાય છે. વાણી અને પાણી નો ઉપયોગ યોગ્ય અને જરૂરિયાત મુજબ કરવો જોઈએ. વ્યર્થ વાતો થી દુર રહી અર્થપૂર્ણ વાતોને મહત્વ આપે તે વ્યક્તિ સમર્થ બને છે અને તેનું જીવન યથાર્થ તેમજ સાર્થક બને છે.
મિત્રો, આપણી ભાષા આપણા વિચારોનું પ્રતિબિંબ પાડે છે. વાતચીત ની ઢબ ઉપરથી વ્યક્તિનું સ્થાન નક્કી થાય છે અને તેનું ચોક્કસ મૂલ્યાંકન થાય છે. સામેવાળી વ્યક્તિ ના ભીતરમાં પ્રવેશ કરવો હોય તો વાતચીતનું માધ્યમ અસરકારક ભૂમિકા ભજવે છે. સુમધુર વાણી ની સાથે સ્પષ્ટ, ધીમો પરંતુ આત્મવિશ્વાસથી છલોછલ અવાજ વ્યક્તિની આંતરિક શક્તિનો પરિચય આપે છે. ભાવપૂર્ણ સ્વભાવ હંમેશા વાતચીતમાં પ્રભાવ પ્રગટ કરે છે.
સફળ વાતચીત માટે શબ્દ ભંડોળ અને વાતમાં સચ્ચાઈ ના રણકા થી સામેવાળી વ્યક્તિમાં તમે ધારેલું સંવેદન જગાવી શકો છો.
વાતચીતમાં સભાનતા, રોચકતા અને વિવેકનો ત્રિવેણી સંગમ આવશ્યક છે. વાતચીત મા સફળતા મેળવવા સાંભળવાની કલા હસ્તગત કરવી અનિવાર્ય છે.
અનૈતિકતા, નકારાત્મકતા અને નિંદા વાતચીતમાં રૂકાવટ પેદા કરશે, માટે તેનાથી દૂર રહેવામાં મજા છે. તમારી વાતચીત ખમીર અને ખુમારી વાળી હોવી જોઈએ.
સર્વોત્તમ વાતચીત માટેનું પંચામૃત.
(૧)વાણી, વર્તન અને સુમધુર હોવા આવશ્યક છે.
(૨)જ્ઞાન વૃદ્ધિ માટે ઉત્તમ પુસ્તકો વાંચો.
(૩)શબ્દ ભંડોળ વધારો અને ભાષા શુદ્ધિ નો આગ્રહ રાખો.
(૪)વાદ - વિવાદને બદલે સંવાદ ને અગત્યતા અને અગ્રતા આપો.
(૫)સ્પષ્ટ, સાદો અને અસરકારક અવાજ કેળવો.
વાતચીત એક ઉત્તમ કલા સફળ જીવન યાત્રા માટે છે, તે હર હંમેશ હદયમાં પ્રસ્થાપિત કરીને રાખો.
આશિષ
9825219458
MAD 💯 AS
MAKE A DIFFERENCE WITH ashish shah