Musafar - a journey of love - 2 books and stories free download online pdf in Gujarati

મુસાફર - a journey of love - 2

Part 2
‘’ એક વાત પુછુ અંકિત રિદ્ધિ સાથે ચાલતા ચાલતા બોલ્યો. રિદ્ધિ થોડી હસી , ‘’ ના પાડું તો નહિ પૂછે એમ ? ‘’ અંકિત ચુપ થઇ ગયો...’’બોલ હવે, શું પૂછવું છે. ? ‘’ તે થોડું મલકતાં બોલી.......મને એ નથી સમજાતું કે ટ્રેન તું મારા સવાલનો કોઈ જવાબ કેમ નહોતી આપી.? શરુઆતમાં..! અંકિત માંથું ખંજવાળતા ખંજવાળતા પૂછયું.... તે થોડી હસી ! .. એમ કોઈ અજાણ્યા જોડે વાત થોડી ચાલુ કરી દેવાય.. તને એવું છોકરી લાગુ છું . ! .......તો એટલી વારમાં અજાણ્યા ને જાણી પણ લીધો ? ‘’ અંકિતે તરત જ પૂછયું.

રિદ્ધિ વધારે હસતા કહ્યું ...’’ મને એવું લાગ્યું કે સુરત સુધી જ જતી ટ્રેનમાં મુંબઈનું તો પૂછી લીધું, હવે જો જવાબ નહી આપું તો કદાચ અમેરિકા પણ પૂછી શકે ! ‘’ મેડમ એ ટ્રેન મુંબઈ સુધી જ જાય છે , એટલે તો મુંબઈનું પૂછયું હોઈ..નહિ તો ડાયરેક્ટ અમેરિકાનું જ પૂછ્યું હોઈ..સુરત બે કલાકના સ્ટોપ પછી ઈન્ટરસીટી બાંદ્રા સુધી જશે. આ બધી ટ્રેનોમાં અપડાઉન કરી કરી ને મેં સીટો ઘસી નાખી છે. વધારે માહિતી માટે તમે ગુગલ જોઈ શકો છો. મને તો આપને ત્યાંથી નીકળતી બધી ટ્રેનના નંબર પણ યાદ છે .’’ અંકિત પોતાનું જનરલ નોલેજ જાડતા કહ્યું........રેહવાદે તારી ટ્રેન ડિરેક્ટરી તારી પાસે જ રાખ. તે જેમ અપડાઉન પર phd કરીયું છે. એવી જ રીતે મેં તારા જેવા છોકરાઓ પર કર્યું છે...મને લાગ્યું કે છોકરો તો સીધો છે પણ બકબક કરવાની ટેવ હશે ! .......હવે એ બધી વાત જવાદે અત્યારે ચલ આપને ફી ની બારી શોધીએ..’’ કહી રિદ્ધિએ વાત પર પૂર્ણવિરામ મુક્યું. અને આગળની ફોર્માલીટી પતાવવા નીકળી ગયા.
બધે લાઈનો જ લાઈનો લાગી હતી જોઈ અંકિત પાગલ થઇ ગયો, ‘’ અરે યાર એ નથી સમજાતું કે આખું ગુજરાત અહિયાં જ એડમીશન લેવા આવી ગયું હશે કે શું !! અંકિત બન્ને હાથે પોતાનું માંથું પકડી ખુરશી પર બેસી ગયો. ‘’ ...એક કામ કર તું અહી બેસ અને તારું મને આપ.’’ તેની સામે લાંબો હાથ કરી રિદ્ધિ એ કહ્યું.. અંકિતે ફાઈલ તેનાં હાથમાં આપતા કહ્યું, ‘’ કેમ તારું કોઈ ઓળખીતું છે અહી .... ? ‘’ ના પણ છોકરીઓની કટાર નાની છે. જલ્દી વારો આવી જશે.’’ કહી તે ચાલી ગઈ, અંકિત તેને જતા જોઈ રહ્યો કેવી હજુ હમણાં ટ્રેનમાં બોલતી પણ ણ હતી અને અત્યરે મારી મદદ કરવા સામે ચાલીને આવી , જાણે મને વર્ષોથી ઓળખતી હોય !

આડીઅવળી વાતો કરતી કરતી ક્યારે બધા ને પાછળ રાખી તે વચ્ચે ઘુસી ગઈ એ અંકિતને પણ ખબર ન પડી. કલાર્કએ પૂછયું કે બીજું ફોર્મ કોનું છે, એક ક્ષણ પણ અટક્યા વગર કહી દીધું, ‘’ સાહેબ મારો ભાઈ, તેની તબિયત સારી નથી, માટે તે ન આવી શક્યો, ‘’ અંકિત તો જોતો જ રહી ગયો કે આ તે છોકરી છે કે બલા. ! ક્લાર્કને કેવી ગોળી પાઈ દીધી અને એક ઝાટકે ભાઈ પણ બનાવી દીધો.. ! થોડીવારમાં તો તે પછી આવી ગઈ, અંકિતને તેની ફાઈલ આપતા કહેવા લાગી. ‘’ જોયું આમ હોય , હવે કોઈ ડાઉટ છે ? મારા વિશે ? ‘’ જાણે કોઈ મોટી જંગ જીતી આવી હોય તેમ વટથી તે બોલી.
‘’હા ,જોયું, પણ ત્યાં મને ભાઈ બનાવવાની શું જરૂર હતી ‘’ અમિતે ફાઈલ પોતાની બેગમાં મુક્ત કહ્યું. તે હસવા લાગી..અરે અહિયાં બધે એવાજ બહાના મારવા પડે , નહીતો કામ ન નીકળે. અને ભાઈ ણ કહું તો તેને શું કહેવું મારે , એમ કહેવું કે સાહેબ સાહેબ , એક છોકરો આજે જ પહેલી વખત મને ટ્રેનમાં મળ્યો હતો તેની ફાઈલ છે, છોકરાઓની લાઈન લાંબી હતી માટે મારી સાથે મોકલી. તેની આ ચાંગલુ ચાંગલું બોલવાની રીતથી તો અંકિતના હોશ ઉડી ગયા...એ તો એમ જ માનતો હતો કે એનાથી કોઈ સ્માર્ટ આ દુનિયા પણ આતો તેનાથી પણ ચાર ડગલા આગળ છે...
હજુ તો અંકિત તેનાં વિશે વિચારતો જ હતો, ત્યાંજ અચાનક જ તે બોલી, ‘’ કેમ ? મારો ભાઈ નથી બનવું તારે ? તો ? તારે શું બનવું છે. ? અમિતની તો બોલતી બંધ થઇ ગઈ. રિદ્ધિ હસવા લાગી..અને પેલા અંકિત ને તો મૂવીની જેમ ત્રણ ત્રણ વખત ડાયલોગ કાનમાં સાંભળવવા લાગ્યો.....’’ ભાઈ નથી બનવું તારે ? તો તારે શું બનવું છે ? શું બનવું છે ? ...શું બનવું છે. ?...... પડઘા પડવા લાગ્યાં એને તો.... અંકિતની હાલત તો પેલી જૂની કહેવત જેવી થઇ ગઈ ‘’ કાપો તો લોહી પણ ના નીકળે. ‘’ તેનું મગજ સુન્ન થઇ ગયું, શું જવાબ આપવો રિદ્ધિ ને !

‘’ ક્યાં ખોવાઈ ગયો ‘’ ! પોતાના હાથ અંકિતની આંખ સામે ફેરવતાં રિદ્ધિ એ પૂછ્યું.......’ હં...ના ...ક્યાય નહી અહીં જ તો છું ..’’ થોથવાતી જીભે તે બોલ્યો. રિદ્ધિ સમજી ગઈ તેનાં મનમાં શું ચાલે છે ‘’ મને ખબર છે તું શું વિચારે છે ! ચલ મારેય તને ભાઈ નથી બનાવવો, ભગવાનાના દીધેલા બે છે, હવે વધારે નહી પોસાય , એકતો રાખડી પણ મોંઘી થતીં જાય છે. ‘’ કહેતી તે હસવા લાગી... એ સાંભળી અંકિતના જીવમાં જીવ આવ્યો. ‘’ ના એવું કંઇ નથી, આ તો તે અચાનક જ પૂછયું એટલે . થોડું ......’’ તે બોલવા ગયો પણ શું બોલવું તે ના સમજાયું. ‘’તો તો શું ? પ્લાનિગ કરીને પૂછવું જોઈએ. ‘’ રિદ્ધિ ને અંકિતની અણી કાઢવામાં મજા આવતી હતી.
‘’ અંકિતની હાલત ખરાબ થઇ ગઈ , પોતાને સૌથી વ્હ્દરે હોશિયાર માનતા હોઈએ અને સામે આપણા થી પણ હોશિયાર આવી જાય ત્યારે આપણી હોશિયારી વામણી સાબિત થાય છે..એવું જ કંઇક અંકિત સાથે થયું.
‘’ તારી સાથે માથાખૂટ કરવામાં ભૂલાય જ ગયું , આપણે પાછુ ઘરે પણ જવાનું છે, અહિયાં કોઈ નહી સાચવે .’’ કહેતા અંકિતનું કાંડું પકડી તેની ઘડિયાળ માં જોયું , ‘’ અરે બાપરે , પાંચ વાગી ગયા હવે શું કરશું ! તને તો બધી ટ્રેનનાં ટાઈમટેબલ ખબર જ હશે ને , તો કહે હવે ક્યારે ટ્રેન મળશે કે બસમાં જવું પડશે ? ‘’
ધીરજ રાખ મને વિચારવા દે , આમેય સવારથી મારું મગજ તે ખાઈ નાખ્યું છે. ‘’ કહેતા પોતાનું માંથું ખંજવાવા લાગ્યો. ....’’ હા એ જ સવાર વાળી ઇન્ટરસીટી , છ વાગ્યે પોતાની ઘડિયાળમાં જોતાં બોલ્યો. ...પણ તું તો કહેતો હતો કે મુંબઈ જાય , તો એટલી વારમાં પછી કેમ આવે ! ‘’ આશ્ચર્ય સાથે રિદ્ધિ એ પૂછયું,,, એ ....અક્કલની ઓથમીર રેલ્વે પાસે એક જ ટ્રેન ન હોય.ચાલ એ બધું પછી સમજાવીશ, અત્યારે તો જલ્દી સ્ટેશન પહોચી જઈએ. કાલુપુર તો નહી પહોચાય, સાબરમતી જતા રહીએ ગાડીને ત્યાં પોહ્ચતા સવા છ જેવું થઇ જશે..ફટાફટ ચલ ટ્રેનવાળા તારી રાહ નહી જુએ ,. ‘’ કહી તે ઝડપથી ચાલવા લાગ્યો અને રિદ્ધિ તેની પાછળ દોડવા લાગી.
વળતી ગાડી માં બન્ને એક જ સીટમાં ગોઠવાયા. સવારે એકબીજાથી સાવ અજાણ્યાં એવા તે બન્ને એક જ મુલાકાતમાં એટલા તો ભળી ગયા કે બન્ને વર્ષો જુના મિત્રો હોય. બન્ને વોતોડીયાઓ એ એકબીજા વિશે , તેમના પરિવાર વિશે , ભણતર , એકબીજા શોખ , શું ગમે ? ન ગમે એટલી વાતો કરી કે તેની આજુબાજુ બેસેલા લોકોના માથા પાકી ગયા.....ત્યાં જ વાતો કરતા કરતા પોત પોતાનું સ્ટેશન આવી ગયું...રિદ્ધિ.. વાતો વાતોમાં તારો નંબર પુછવાનું તો ભુલાઈ જ ગયું..બોલ ફટાફટ. ‘’ અંકિત પોતાના ફોનનું ડાયલર ખોલી તેમાં નંબર ટાઈપ કરતા બોલ્યો...
‘’ શરમ નથી આવતી છોકરીઓ ને ફોન નંબર પૂછવામાં ! ‘’ કહી તે હસવા લાગી, ‘’ બેડ જોક ‘’ અંકિત હસતા હસતા બોલ્યો.. સારું લખ પોતાનો નંબર આપતા કહ્યું ‘’ હાઈ લખી મોકલી દે જે વ્હોટ્સઅપ માં . ‘’ એ જ ક્ષણે રિયાના ફોનમાં ટોન વાગી. અને નંબર સેવ થઇ ગયો.હા અત્યારે તો મોબાઈલ માં જ ! ...’’ વાહ એલા તારો તો નંબર તારા જેવો જ અળવીતરો છે હો ! ૯૮*૪૧૦*૧૪૩ . ‘’ પણ ધ્યાન રાખજે ગમે ત્યારે કોલ કે મેસેજ ના કરીશ. ગમે તેનાં હાથમાં ફોન હોઈ શકે.. અને કોઈ પૂછે ને મારે કહેવું પડે કે આજે જ નવો ભાઈ મળ્યો. કહેતી તે હસવા લાગી , અંકિત પણ હસવા લાગ્યો. ‘’ હા માતાજી હવે ઘરે જાવ., નહિતર ઘરનાં બધા અમારી રાજકુમારી ક્યાં ગઈ કરતા શોધવા નીકળી પડશે. બન્ને ખુબજ હસ્યા અને હસતા હસતાં બન્ને છુટા પડ્યા.
રિદ્ધિ ને જતી જોઈ અંકિત ઘડીક તો વિચામાં પડ્યો આ છોકરી માં કંઇક તો ખાસ છે જ, નહી તો જેની સામે સારા સારા ની બોલતી બંધ થઇ જાય એવો હું ! પણ આની સામે તો મારે પણ વિચારવું પડે છે. સાલી ! બહુ ફાસ્ટ છે. પણ દિલની તો સારી લાગે છે. અને મજાક મસ્તીમાં પણ પાવરફુલ, અમારી જોડી ધૂમ મચાવશે. કોલેજમાં અમેં કોઈ બેમત નથી. પણ એ નથી સમજતું કે ક્યાં હતી આટલા દિવસ !? એકજ શહેરમાં રહેવા છતાં ક્યારેય જોઈ પણ નથી. હવે મળે ત્યારે પૂછવું પડશે.
વાત કરીએ અંકિતની તેનો એક ગુણ, ગુણ કહો કે અવગુણ છોકરી જોઈ નથી ને ‘’ હાઈ ‘’ કહ્યું નથી. !
બીજું ભણવામાં જેટલો હોશિયાર એટલો જ બીજી બધી બાબતોમાં પણ હતો, પછી તે ગમે તે બાબત હોય ખેલ ખુદ, હોઈ કે કોઈ સ્પર્ધા. સ્કુલમાં મિત્રો તેને સ્માર્ટી કહેતા. હાજર જવાબી માંતો એક નંબર , એટલું ઝડપથી જવાબ આપી દે કે કદાચ ખોટું હોઈ તો પણ સમેવાળું એકવાર તો સાચું માંની જ લે, તેનાં શિક્ષકે તો તેને ‘’સેન્સ ઓફ હ્યુમરનો બાદશાહ ‘’ કહેતા. એવી ઉપાધી પણ આપેલી ! પણ આજે એ બાદશાહ ઉપર એક બેગમ ભારે પડી એવું લાગ્યું. એક જ દિવસની મુલાકાતમાં કોઈ એટલું કેમ ભળી શકે ! એ પ્રશ્ન કદાચ તમારા બધાના મનમાં હશે ! અને થવો પણ જોઈએ પણ કહેતા હોય છે ને ભગવાન જોઈઓ ઉપરથી જ બનાવી ને મોકલે છે. અહી પણ એવું જ કંઇ હોઈ શકે. કદાચ ! પણ એ જોડી અત્યરે તો જુગલ જોડી બની રહી છે.
આગળ નો ભાગ અવશ્ય વાંચજો....