Whose tea spoiled his morning spoiled ... books and stories free download online pdf in Gujarati

જેની ચા બગડી તેની સવાર બગડી...

પણ મારી પાસે એનું સોલ્યુશન છે.


પહેલા ચાની વાત કરીએ...
પહેલા તો ચા કોણ બનાવે છે એ જોવું પડે
જો રમૂજી માણસ બનાવે તો ચા ગળી બને,
ગંભીર માણસ બનાવે તો ચા ખાંડ વગર ની બને,
દિવેલીયો બનાવે તો ઝાડા બી થઈ જાય, કાંઈ કહેવાય નઈ ...
પણ જો તીતાલિયો બનાવે તો ભરોસો નઈ, ફાટેલી ચા ગાળી ને આપી પણ દે...
હવે આવી ચા પીએ તો એની......
તમારો મૂડ પણ એ દિવસ પૂરતો તીતાલિયો બને કે નઈ... તમને એમ થાય કે વિટામિન ઓછું થઈ ગયું હશે, પણ મૂળ માં પેલી ફાટેલી ચા હોય...
એટલે એવા ટાઇમે યાદ કરીને બહારની સ્પેશિયલ ચા પી લેવાની..

ઓકે?
ટેન્શન લેવાનું નઈ


હવે દાળ ની વાત...
હવે એમાં તમે કઈ દાળ ખાઓ છો એની પર આધાર રાખે છે...
તુવેર, અડદ , મગ, મોગર ની વગેરે વગેરે.... પણ જો એ દિવસે તમારી કોઈ અગત્યની મીટીંગ હોય અને તમારી ઘરવાળીએ તમને વાલ ની દાળ ખવડાવી હોય અને મીટિંગ માં જે તમે ઊંચાનીચા થાઓ,તમારી સેક્રેટરી પણ તમારી સામે ડોળા કાઢે અને સામેની પાર્ટી વારે ઘડીએ નાક પર હાથ કે રૂમાલ મૂકે ત્યારે તમને ઢાંકણી માં ડૂબી મરવાનું મન થાય કે નહીં?

ચીલ, એવા ટાઇમે બહુ પ્રદુષણ છે એમ કહી બારી ઓ ખોલી કાઢો અને પોતે બાથરૂમ માં જઈ આવો... વેરી સિમ્પલ,
પણ ટેન્શન લેવાનું નઈ...

પણ જો ઘરવાળી બગડી તો ભોગ તમારા , તમારી પાસે કોઈ વિકલ્પ નથી લ્યા ભાઈ...
હા વિકલ્પો છે ખરા, પણ ખર્ચાળ છે .... તમારે કોઈને ગર્લફ્રેન્ડ બનાવવી પડશે, એને વારે ઘડીએ આઈ લવ યુ કહેવું પડશે, એને ગિફ્ટઓ આપવી પડશે, એને વારે ઘડીએ મનાવવી પડશે, એનું કહેલું કરવું પડશે, તમે તમારા ઘેર શાકભાજી પણ નઈ લાવતા હોય પણ એના ઘર ના ઘઉં પણ દળાવવા જવું પડશે,

એના કરતાં ઘરવાળી ને પ્રેમ કરો, તમારે લાયક ના બને તો તમે એને લાયક બનવાનો પ્રયત્ન કરો... કોઈ વખત વાલની દાળ ખાવી હો પડે...
ચાલ્યા કરે...
પણ ટેન્શન લેવાનું નઈ એટલે નઈ જ લેવાનુ, શું સમજ્યા..

અસ્તુ

*જતીન ભટ્ટ (નિજ)*


મારી બીજી રચના :

5~6 મહિનાના શિશુ ની 'વેદના'


આમ તો મને તમને બધાને તમારી ભાષા માં સમજાવતા નઈ આવડે
આતો મારા અંકલ સારા છે
એટલે હું રડુ કે હસુ કે પછી મારી ભાષા માં કાંઈક કાલું કાલું બોલું તો એ અંકલ સારા એટલે બધું ટ્રાન્સલેશન કરી આપ્યું
તો હવે સાંભળો
......
હું નવજાત હતું ત્યારે બધા મને રમાડવા આવે ત્યારે અલગ અલગ નખરાં કરે ત્યારે તો મને ખબર નહોતી પડતી
પણ હવે 5~૬ મહિનાનો થયો ત્યારે થોડો થોડો ખ્યાલ આવ્યો
કે
1. એક અંકલ આવ્યા
બોલે બેટા ભૂ પીવાનો?
અરે યાર પાણી બોલો ને યાર
આ શું ભૂ બોલવાનું
હું તે કઈ નાનો કિકલો છું?
2. બીજા કોઈ અંકલ આવ્યાં
તો મને ગલી ગલી કરવા લાગ્યા
એ લા ભાઈ મને નથી ગમતું આ બધું
પણ હવે એની ઈજ્જત ના જાય એટલે ખાલી ખાલી હસી દીધું
3. પછી કોઇ દાદા આવ્યા
મારા ગાલે ચીમટો ભર્યો
કેટલું દુખયુ મને
પાછા કહે... આ લા લા લા લા લા
મારો નાના બકુડા ના ગાલ
'કેટલો મસ્ત છે 'આમ બોલતા જાય અને ગાલ ખેંચતા જાય
ને મારા બાપા બી જોયા કરે
અરે યાર કોઈ એના હાથ મારા ગાલ પરથી હટાવો .... મને દુ:ખાય છે
આખરે મારે ભેંકડો તાણવો પડ્યો બોલો..
4. વળી એક અંકલ આવ્યા
આવ્યા ત્યારથી
એના છોકરા નો છોકરો કઈ મારી જેટલો હશે
એની વાત કર્યા કરે બોલો
અલા મારા માં ને એનામાં ફેર તો હોય જ ને......
5.હવે પાછું કોઈ કાકી આવ્યા, કદાચ મમ્મી ની બહેનપણી હશે
બોલે આને હવે પાતળી દાળ પાજો
હાઈશ હવે કોઈ ઢંગ નું બોલ્યું
અત્યાર સુધી સેરેલેક, કડવાટ, સોમવા 34 પી પી ને કંટાળી ગયો હતો
6. પાછા એક અંકલ આવ્યા
બોલે રાધે રાધે કર તો બેટા
મૂડ નહોતો એટલે ના કર્યું
પણ મારા બાપા એ બળજબરીથી મારી પાસે
રાધે રાધે રાધે
શીરો પૂરી ખાજે
એમ કરી મારી પાસે તાળી પડાવી બોલો
હવે હું આખો દિવસ આવું બધું જોઈને કંટાળી ગયેલો એટલે જેવા પેલા અંકલ એ મને લીધો એની સાથે મેં આખા દિવસનો બદલો
લઈ લીધો.....
કેવી રીતે એ સમજી ગયાને?
હા હા હા હા હા હા હા હા હા હા હા હા...... જતીન ભટ્ટ (નિજ)