Gattu's first dating books and stories free download online pdf in Gujarati

ગટ્ટુ નું પહેલું ડેટિંગ 


નિજ દ્વારા ખડખડાટ હાસ્ય રેલાવે તેવી હાસ્ય રચના


એક વખત ગટ્ટુ ને એના મિત્રે કહ્યું
'અલા ગટયા ડેટિંગ તો કરવું જ જોઈએ...'

હવે ગટ્ટુ રહે આમ તો સૂરત જેવા શહેર માં, એટલે ગટ્ટુ ને જીએફ શોધવામાં બહુ અઘરું ના પડવું જોઈએ, પણ તો ય ગટ્ટુ ને છોકરી ના જ મળી... ગટ્ટુ પાછો જડભરત, બિચારો દિલ નો બહુ સારો, પણ કાયમ ભૂખો, ખાવા બેસે એટલે કેટલું ખાવું એનું ભાન ના પડે, આપણે એને અટકાવવો પડે એટલું બધું ખાય, એક વખત તો અમારી સામે 45 દૂધીના હલવા અને બે થાળી ભાત ખાઈ ગયેલો,,. બોલો,
માંડ માંડ અટકાવેલો,

ગટ્ટુ : 'અલા એ તો મને બી ખબર છે પણ કોની સાથે કરું ?'

'ડોબા છોકરી સાથે જ ને, તે કાંઈ છોકરા સાથે જવાનો?'

'હા લા ભાઈ, પણ કોની સાથે જાઉં?'

'જીએફ સાથે'

ક્યાં છે?

'તે બનાવ ને ડોબા '

'શીખવાડ્'

'જો સૌથી પહેલાં છોકરી ને લાઇન મારવાની'

'ઓકે, પછી?'

'પછી એ તને જેવું નોટિસ કરે કે લાઇન બંધ કરી દેવાની'

'કેમ એવું?'

'પછી એ તને જોયા કરશે કે હવે આ કેમ મારી સમું જોતો નથી? '

' ઓકે, પછી?'

' ડોબા, બધું જ મારે જ શીખવાડવાનું ? '

'ઓકે, ઓકે સમજી ગયો'

હવે આપણા આ ડફોળ ગટ્ટુ ને એવું તો બહુ ના આવડ્યું એટલે એણે એફબી પર ટ્રાય કર્યો...
અને લો મસ્ત છોકરી સાથે સેટિંગ થઈ ગયું, નામ એનું 'પંખુડી'

ગટ્ટુ અને પંખુડી વચ્ચે મેસેન્જર પર વાતચીત થવા માંડી, ડેટિંગ માટે વાર, સમય નક્કી થઈ ગયા, નક્કી કર્યું કે કોઇ હોટલ કરતા એકાંત જગ્યા પકડીએ , એટલે એ બંને જણા સાપુતારા જવા નિકળ્યા,
ત્યાં એક જંગલ જેવા એરિયા માં ગયા,
એક ઝાડ નીચે બેઠા, અને વાતચીત ચાલુ કરી, થોડો સમય એકબીજાની કૌટુંબિક બાબતો પૂછી લીધી,
હવે ડેટ પર છોકરો જાય એટલે એના હાથ માં કશું ના હોય, પણ આપણા ગટ્ટુ એ સાથે બેગ લીધેલી,
પંખુડી એ પૂછ્યું પણ ખરું કે આ બેગ માં શું લાયો,
એટલે પેલા ડફોળ ગટ્ટુએ બેગ માંથી ટિફિન કાઢ્યું, પંખુડી એની સામે જોતી જ રહી,
ટીફીન માં પાછું ભાખરી, અથાણું, બટાકા નું શાક, કચુંબર, પાપડ અને લસણ ની ચટણી હતા,

આ બધું જોઈને પંખુડી ને ધીમે ધીમે ગુસ્સો ચડવા માંડ્યો,
ગટ્ટુ તો એની મસ્તીમાં હતો, એણે પંખુડી ને ઓફર કરી ને, હા કે ના ની રાહ જોયા વગર ખાવા માંડ્યો, બધું ઝાપટ્યા પછી પાછો મોટો ઓડકાર બી ખાધો,
આફરો ચડી ગયો એટલે થોડી વાર તો ચુપચાપ બેસી રહ્યો,
પંખુડી બરાબર ગુસ્સે ભરાઈ હતી,
તો પણ શાંત બેસી રહી,
પછી ગટ્ટુ ને થોડો ખ્યાલ આવ્યો એટલે એણે પછી રોમાન્ટિક વાતો ચાલુ કરી,
પંખુડી થોડી મૂડ માં આવી,
ગટ્ટુ ને થયું, ગાલ પર એકાદ બકી કરી લઉં, એટલે એ પણ પંખુડી ની થોડો નજીક ગયો,
પંખુડી ના હાથ માં હાથ નાખી ને એની આંખો માં જોવા માંડ્યો,
કદાચ પંખુડી ને 'ખ્યાલ' આવી ગયો, એટલે એણે આંખો બંધ કરી દીધી,
'બહુ વાર લાગી' એટલે પંખુડી એ થોડી આંખો ખોલી,
ને જોયું તો ગટ્ટુ જમણા પગ ના અંગૂઠા થી ડાબો પગ ખંજવાળતો હતો, સાથે સાથે કાંઈક વિચારતો હતો, પછી એણે હાથમાં સેનેટાઈઝર લગાવીને પોતાના હાથ ઘસ્યા, પાછું બીજી વખત સેનેટાઈઝર ને હાથ પર લીધું અને એના પોતાના હોઠ પર લગાવ્યું અને ફરી પાછું સેનેટાઈઝર હાથ માં લીધું, હાથ બરાબર ઘસ્યા ને પંખુડી ના ગાલ પર લગાવવા જતો હતો,

ને પંખુડી એ પૂછ્યું ,

: આ શું કરે છે અલા ? '

તો ગટ્ટુ મુસ્કુરાઈને બોલ્યો,
'ગાલ તો' સેનિટાઈઝ' કરવા પડે ને?'

અને પછી
અને પછી
અને પછી
આપણા ડફોળ ગટ્ટુ ને પંખુડી એ મણ મણ ની જે સંભળાવી , જે સંભળાવી ........

.
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)