Broom, bucket, vasu and lizard books and stories free download online pdf in Gujarati

સાવરણી, ડોલ, વસુ અને ગરોળી





ચોમાસુ ગયું એટલે વાસુ ના ઘરે સફાઈ નું કામકાજ ચાલુ થયું,

વસુ એ વાસુ ને એક પછી એક કામકાજ સોંપવા માંડ્યું,

હવે આ વસુ એટલે વસુમતી , વાસુ એટલે વાસુદેવ...

વાસુ એ પહેલા અગાસી થી શરૂઆત કરી,
'અરે વસુ આ જો '

'શું છે? '

'અરે આ જો કબૂતરો એ કેટલું બગાડયુ છે? '

'અરે ભાઈસાહેબ હું તો આ કબૂતરો થી બહુ જ કંટાળી ગઈ છું, દર અઠવાડિયે ઉપર સફાઈ કરું છું, તમે તો આજે જ સાફ કરવા ઉપર ચડ્યા, ચાલો હવે ફટાફટ સફાઈ કરી ને નીચે આવો '

વાસુ ટેન્શન માં આઈ ગયો, સાલું આ કબૂતરો નું સાફ કરતા કરતા જ વાર લાગશે એમાં જ હું થાકી જઈશ અને હજુ નીચે જઈને વસુ પાછું બીજું કાંઇ કામ સોંપશે ...

હમ, આજે તો મારે વસુ ને બતાવી જ દેવું છે કે તારો વર જરાય આળસુ નથી, એ આજે સફાઈ કરશે જ,

પછી વાસુ એ બાહુબલિ પિક્ચર યાદ કરીને બરાબર સફાઈ કરવા માંડી...

સાઈડ પરથી બે કબૂતરો એને જોયા કરતા હતા, બેટમજી તું હમણાં સાફ કર, પછી હું જાન બોલાવું છું, બધું બગાડીશું,

વાસુ ને લગભગ એક કલાક થઈ ગયો આખી અગાસી સાફ કરતા કરતા કરતા, મસ્ત સીન હતો, એક હાથ માં ડોલ, બીજા હાથ માં સાવરણી, માથા પર ફાડિયુ, એણે બે ત્રણ સેલ્ફી પણ લઈ લીધી, ઇનસ્ટા, એફબી ને વોટ્સએપ સ્ટેટસ માં મૂકીશ , બધાને ઇમ્પ્રેશ કરીશ, વાહ વાસુ વાહ, મારા ગ્રુપ માં બધા જ મારા વખાણ કરશે, ભાભી ઓ મારો દાખલો આપશે અને મારા બધાજ મિત્રો જલી ઉઠશે,...
વાસુ એ નવેસરથી જોમ પ્રગટાવ્યું,
બમણા જોર થી સફાઈ કરવા માંડ્યો...

નીચેથી વસુ એ બૂમ પાડી

'વાસુ જલ્દી કર

હજી નીચેનું બાકી છે?'

'એ આવ્યો '

વાસુ નીચે આવ્યો,

'બોલ મારી રાણી, આ તારો બાહુબલિ તૈયાર છે'

'ચાલો ઉપર ચડી જાઓ'

'ક્યાં?

' કાતરિયામાં'

' ઉપર?'

' હા ઉપર'

' શ્યોર? `

'અરે હા ઉપર ચડી જાઓ '

વાસુ ના કપાળ માં ત્રણ સળ પડ્યા 'ઠીક છે '

હવે વાસુ ની બોડી પણ વધારે, તો પણ હિંમત રાખી ઉપર ચડી ગયો, વાસુ એ સાવરણી હાથ માં લીધી, અને સામેજ મોટી ગરોળી, વાસુ એ વસુ, વસુ કરીને જોરથી કિકિયારી પાડી,
વસુ એ બરાબર ખખડાવ્યો, ગરોળી થી શું બીવાનું ,

વાસુ ને ભૂતકાળ યાદ આવી ગયો, ગર્લફ્રેંડ ની ઘરે ગયો હતો ત્યાં પણ એણે જ માળિયું સાફ કરેલું, પણ ગર્લફ્રેંડ સાથે હતી, અને ગરોળી જોઈ તો સીધી મને જ બાજી પડેલી, એ વખતે ગરોળી બહુ સારી લાગેલી,
વસુ વસુ બાકી હું તો બહુ બીકણ,
સાલું ગરોળી ગમે ત્યાં જોઉં, મને તારી જ યાદ આવે, ગરોળી એટલે છોટા ડાયનાસોર, વાહ વાસુ એની જ કોમેન્ટ પર ખુશ થઈ ગયો,

અરે બાપરે આટલા બધા જાળાં??!!

બાવા જાળાં સાફ થઈ ગયા, એટલામાં બાજુ વાળી પડોશણ આવી,વાસુ સામે તીરછી નજરે જોઈ વસુ ને કહે આ રામો બહુ
સરસ કામ કરતો લાગે છે, મને બે કલાક માટે આપજે, વસુ એ શું જવાબ આપ્યો એ તો ખબર ના પડી, પણ વાસુ ના મન માં એવું થયું કે એના માળીયા પર ગરોળી હોય તો સારું,

'પતિ ગયું? 'વસુ નો આવાજ

'ના ડાર્લિંગ થોડું બાકી છે '

'પતે પછી નીચેનું બાથરૂમ લેવાનુ છે, હું રસોડું સાફ કરું છું '

'ઓકે ડાર્લિંગ, આવું જ છું '

વાસુ નીચે આવ્યો...

બાથરૂમ માં ઘૂસવા ગયો ને વંદો દેખાયો, આ સાલા વંદાઓ ગમે ત્યાંથી નીકળે, નાસા ના રોકેટ માં ય વંદો હતો, આ તો બાથરૂમ છે, નીકળે નીકળે, સાવરણી લઈને વંદાઓ ને મારવા લાગ્યો...
સાંજ પડી, વાસુ બરાબર નો થાકી ગયો હતો,
વસુ બરાબર મસ્તીએ ચડી હતી,' કેમ મારા પતિદેવ, કેવું લાગ્યું કામ કરતા, અમે રોજ કરીએ છીએ અને તો ય સ્ફૂર્તિલા, અને વર્ષ માં એક વખત ઘરનું કામ કર્યું તો પણ જરાય જોમ નથી...'

એટલામાં ગાદલા વાળો આવ્યો,
વસુ નો અવાજ સંભળાયો
'ઓ ભાઈ આ તમે જે ગાદલું બનાવી આપ્યું તે અમારા ડબલ બેડ માં નાનું પડે',

'એતો બેન વજન પડશે તેમ તેમ ગાદલું મોટું થઈ જશે ...'
.

.
રાત પડી...

'ચલ વસુ ખાવાનું બનાવ તો ખાઈ લઈએ'

'ઓ પતિદેવ હુંય થાકેલી છું, જમવા બહાર જ જવાનું છે '

'ઓકે ડાર્લિંગ '
.
.



રાત્રે સ્વપ્ન માં વાસુ ને સાવરણી,ડોલ, વસુ અને ગરોળી દેખાઈ,
.
..
.
.
.
.
જતીન ભટ્ટ.... નિજ