Safar - 16 books and stories free download online pdf in Gujarati

સફર-એક અનોખા પ્રેમની... - 16

(આગળના ભાગમાં આપણે જોયું કે વિરાજને તેનાં ડેડ પ્રત્યે થયેલી ગેરસમજણ દુર થાય છે અને તે તેનાં ડેડની માફી માંગે છે. વિરાજ અને અજયભાઈને ખબર પડે છે કે પ્રિતીએજ તેમને બન્ને ભેગા કર્યા છે આથી તેઓ બન્ને પ્રિતીનો આભાર માને છે ત્યારબાદ પ્રિતી ઓફિસે જાય છે, અને આખો દીવસ વિરાજ અને તેનાં ડેડ મુંબઈમાં તેની મોમનાં મનગમતાં સ્થળો પર ફરે છે. રાત્રે જ્યારે વિરાજ પોતાના રૂમમાં પ્રવેશે છે ત્યારે તેને એક બ્લેક બેગ દેખાય છે.હવે આગળ..)

વિરાજ તે બ્લેક બેગને ઉપાડે છે, તેમાં આછી-આછી રહેલી ધુળને ઝાપટી અને હળવેથી ચેઇન ખોલ્યો અને તેમાંથી સહુ પહેલા જ તેની નજર નીયાની ડાયરી પર પડી.

તે પોતાના રીડીંગ ટેબલ પર બેસી જાય છે અને નીયાની ડાયરી ખોલે છે. તે ખોલતાજ જુએ છે કે ડાયરીમાનાંં શરૂનાં બધાં પન્નાઓ ફાટેલા હોય છે. પણ પછીના પન્નાઓ આખા જોવા મળે છે.તે ડાયરીમાં લખેલી વાત વાંચવાનું શરૂ કરે છે.

【હેય,હું નીયા શર્મા, આજે લગભગ દસ વર્ષો પછી ફરીથી આટલી ખુશ થઈ છું. હા, પૂરા 10 વર્ષો પછી....કદાચ, એનું કારણ?.. વિરાજ!!...હા, વિરાજ છે.
વિરાજ મલ્હોત્રા, સ્વભાવે બહુ મસ્તીખૉર અને મજાકીયો પણ. સાથે-સાથે દિલનો એટલો જ સારો, મારો બેસ્ટ ફ્રેન્ડ છે.
હજું તો તેણે મારા જીવનમાં પ્રવેશ મેળવ્યો તેને પૂરા પંદર દીવસ પણ નથી થયાં છતા તે કેવો હળી-મળી ગયો છે. મારા કરતાં વધારે તે મારા પરિવાર સાથે હળી-મળી ગયો છે. તેનું ફેમેલિ કેવું નસીબદાર હશે કે જેને વિરાજ જેવો સમજદાર છોકરો મળ્યો કે જે પૈસા કરતા વધું પરીવાર ને મહત્વનું ગણે છે. પોતાના પરિવારનાં ભરણ-પોષણ માટે નોકરીની શોધમાં તે છેક અમદાવાદથી અહીં મુંબઈ આવ્યો છે.】

વિરાજે આટલું વાંચ્યું ત્યાંજ તે મૂંઝાવા લાગ્યો,"આ શું?નીયા મારા પ્રત્યે આટલી વધું લાગણી ધરાવતી હતી અને ફક્ત નીયાજ નહીં પરન્તુ તેનો પરિવાર પણ!!નીયાએ મને તેનો સાચો બેસ્ટ ફ્રેન્ડ માન્યો અને મે..?"આટલું વિચારતાં તેને દુખ થયુ. મનમાં ઘણો પસ્તાવો થયો."પણ હવે શું?"આ પ્રશ્ન સાથે તેણે આગળનું પાનું વાંચવાનું શરૂ કર્યું.

【હમણાં જ વિરાજ અમને તેની પહેલી સેલેરી આવતાં રેસ્ટોરેન્ટમાં જમવા લઇ ગયો હતો. તે પરિવારનું મહત્વ કેટલું સારી રીતે સમજે છે. તે
અનન્યા અને અવિનાશ સાથે પણ સારી રીતે ભળી ગયો. અને આજે તો હું વધુ ખુશ એ માટે છું કે આજે હું વેલેન્ટાઈન ડે પર વિરાજને ડિનર પર લઇ જઇ પ્રપોઝ કરવાની છું. હા, મારા બેસ્ટ-ફ્રેન્ડ પ્રત્યે મને ક્યારે પ્રેમની લાગણી જન્મી એ હું પણ નથી જાણતી. પ્રેમ છે જ એવો તે ગમે તેને પાગલ કરી નાખે. હું પણ વિરાજને અનહદ પ્રેમ કરૂ છું. 】

"શું??નીયા..મ..ને..પ્રે..મ..પણ એણે તો મને કદી કહ્યુ જ નહતું?
નીયા મને પ્રેમ કરતી હતી ! અને હું, નીયાને બદલામાં શું આપતો રહ્યો? નફરત? ના,નફરત નહી, હું તેની પ્રગતિથી જલતો હતો. કારણકે હું મારા જીવનમાં કંઈ કરી નહતો શક્યો!? હું તેનાં પ્રેમને સમજી પણ ના શક્યો.."
પોતાના આંખોમાં અચાનક જ પ્રવેશેલા આસુંઓ ને લૂછતાં વિરાજે પાનું ફેરવ્યું.

【પ્રેમ..પ્રેમ ખરેખર આંધળો જ હોય છે. મારો પ્રેમ આંધળો જ હતો કે વિરાજનાં અસલી ચહેરાને ઓળખી નાં શક્યો. હું વિરાજને પ્રપોઝ કરવા જ જતી હતી કે પેલા તેનાં ફ્રેન્ડ મિતનાં એ બંધ રૂમમાં ત્રણેય મિત્રોનાં સંવાદ મે સાંભળી લીધાં.થેન્કસ ટુ ગોડ કે હું બધું સમયસર જાણી ગઇ. હું ત્યાંથી ઘરે આવી ગઇ અને ઘરનાં લોકોને બધી હકીકત કહી. પછી વિરજનો ફોન આવતાં મારી તબિયત સારી નથી એવું બહાનું કરી નાખ્યું. મારી તબિયત સારી નહતી આટલું સાંભળતા તો તે હાફળો-ફાફળો થઈ ગયો. તરતજ મારૂ ધ્યાન રાખવા ઘરે આવી ગયો. તેણે મને ફોનમાં કહ્યુ હતુ ને કે,"નીયા,હું આવુજ છું."ત્યારે મને વિશ્વાસ હતો કે તે આવશે. અને મારા પરિવારને વિશ્વાસ નહતો. ન જ હોઇને ફક્ત મારી સાથે નહીં પણ મારા પૂરા પરિવાર સાથે તેણે વિશ્વાસઘાત કર્યો છે. પણ.. તે આવ્યો, આખી રાત મારી પથારી પાસે બેસી અને મારુ ધ્યાન રાખ્યું. મને સમજાતું નથી કે તે જો મારી પ્રત્યે કોઈ લાગણી નહતો ધરાવતો તો પછી શું કામ આખી રાત મારી ચિંતા કરતો રહ્યો, એ પણ એક નાટક જ હતું ને? તે પોતે તેનાં ડેડ સાથે મુંબઈમાં રહે છે, અને અમારી સામે એવું બહાનું કરી ને ગયો કે તે તેનાં પરિવાર સાથે અમદાવાદ જાય છે. તે જ્યારે કાલે આ ઘરમાંથી જશે ત્યારે હું તેને છેલ્લી વાર વિદાય પણ નહીં આપુ. અરે ના, મને એનાં પ્રત્યે નફરત નથી પણ હું ત્યાંજ તેને વિદાય આપતી સમયેજ રડવા માંડીશ. અને પોતાના પર કાબુ નહીં રાખી શકીશ. આથી..

પણ હવે તે મને જ્યારે મળે ત્યારે મારે તેને ઘણાં પ્રશ્નો પૂછવા છે,"વિરાજ, તે મને તારી બેસ્ટ-ફ્રેન્ડ પણ ન માની? તે મારા પરિવારનો પણ એકેય વખત વિચાર ના કર્યો? તે શા માટે મારા અને મારા પરિવારનો ઉપયોગ કર્યો? અમે તારું શુ બગડ્યું હતું? હું જો તારાથી આગળ નીકળી ગઇ હતી, મેં પ્રગતિ કરી લીધી હતી તો તેને કારણે તું મને નફરત કરતો હતો?વાહ!તું મને તારા કામ દ્વારા પાછળ રાખીને દેખાડ, આમ અમારી લાગણી સાથે રમવાથી તને શું પ્રાપ્ત થયું? અને તે તારા બેસ્ટ ફ્રેન્ડ રાજને તે રાત્રે ઝાપટ શા માટે મારી હતી?તે સાચું બોલતો હતો એમાટે?
અફ્સોસ કે વિરાજ મને કદી મળશે નહીં અને હું મહાદેવને પ્રાથના કરૂ છુ કે તે મને ના જ મળે.】

આટલું વાંચતા જ વિરાજનાં હાથમાંથી તે ડાયરી પડી જાય છે. તેની આંખો આજે સવારે રડી હોવાં છતા જાણે કે હજું તે આંખોની અંદર રહેલ ખારા દરિયાનું પાણી વહ્યા કરતું હતુ.

"શું મે વાંચ્યું તે હકીકત છે? નીયા મને પ્રેમ કરતી હતી? તે વેલેન્ટાઈન ડે પર મિતનાં રૂમ પર આવી હતી? તે રાજ ને પણ ઓળખે છે? તેણે બધી વાત સાંભળી હોવાં છતાં તે કાઈ નાં બોલી?! તેનો પરિવાર પણ ચુપ રહ્યો?! "તેનાં મનમાં આવા ઘણાય પ્રશ્નોએ વંટોળ સર્જ્યું. તે લોકો દ્રારા મને આટલો પ્રેમ, આટલો વિશ્વાસ, આટલી લાગણી મળી અને બદલામાં મેં શું આપ્યું? નફરત,ઈર્ષા,વિશ્વાસઘાત?
વિરાજને આજે પોતાની જાત પર જ નફરત થતી હતી. હું અને માણસ?ના, હું માણસ કહેવાવાને પણ લાયક નથી. કોઈ માણસ આવો વર્તાવ કરે ખરો?આટલું વિચારતા તેનાથી ડૂમો ભરાય ગયો. "આઈ એમ સોરી નીયા" ખૂબ ઉંચા અવાજે તે આ વાક્ય બોલી ઉઠ્યો, વિરાજનો બઁગ્લો તો મોટો હતો કે એક બંધ રૂમમાંથી બીજા રૂમમાં અવાજ પહોંચવો થોડોક મુશ્કેલ પડી જાય, પણ આજે વિરાજનો અવાજ એવડો મોટો હતો કે તે બંધ રૂમના દરવાજાને વીંધીને તેનાં ડેડનાં કાને પહોંચ્યો. તેનાં ડેડ પોતાના રૂમમાં બુક વાંચી રહ્યાં હતાં, અવાજ આવતાં તે બુક ટેબલ પર મુકી અને વિરાજનાં રૂમ તરફ દોડ્યા...

(શું થશે જ્યારે આ બધી હકીકતોથી અજાણ અજયભાઈ આ બધું જાણશે? તેઓનું વિરાજ સાથેનું વર્તન કેવું થશે? જાણવા માટે વાંચતા રહો,સફર-એક અનોખા પ્રેમની...)

નીચે પ્રતિભાવ આપતાં જજો✍,આ વાર્તાને વધુંને વધુ શેર કરજો અને હા મારા એકાઉન્ટ પર રહેલા "અનુસરો" નામનું બટન છે નેે તેનાં પર ક્લિક કરતા જજો કે જેથી હું કોઈ પણ નવી રચનાં પોસ્ટ કરું તો સહુથી પહેલા તમને જાણ થઈ જાય.

જય સોમનાથ🙏