My wife books and stories free download online pdf in Gujarati

મારી પત્નિ

આ એક એવી યુવતી છે, જે મારા જેટલું જ ભણેલી છે, અને લગભગ મારા જેટલું જ કમાતી હોત.. એને પણ મારાં જેવાં જ સપનાં-આકાંક્ષાઓ છે, કારણ, એ પણ મારા જેવી જ ‘મનુષ્ય’ છે.
એણે પણ મારી કે તમારી બહેનની જેમ જ રસોડામાં કદી પ્રવેશ નહોતો કર્યો, કેમ કે એ પણ ભણવામાં વ્યસ્ત હતી. એક એવી ‘સિસ્ટમ’ સાથે એ લડી રહી હતી, જે ઘરકામની આવડત ધરાવતી છોકરીઓને કોઈ વિશિષ્ટ સવલતો આપતી નથી. એણે પણ પોતાનાં માબાપ તથા ભાઈબહેનોને જીવનનાં 20-25 વર્ષો સુધી એટલો જ પ્રેમ કર્યો છે, જેટલો મે મારા કુટુંબીઓને કર્યો છે.
આ એ સ્ત્રી છે, જે પોતાનું ઘર, પોતાનાં સ્વજનો, બધાને બહાદુરીપૂર્વક છોડીને મારું ઘર, મારું કુટુંબ, મારી જીવનશૈલી, અરે, મારી અટક સુદ્ધાં અપનાવવા તૈયાર થઈ ગઈ.રઉં જે પોતાની સહી કરતી હતી 25 વરસ થી તે બદલી નાખી .
પ્રથમ દિવસથી જ, એ રસોઈમાં પારંગત હોવાનું ધારી લઈ, નવી પરિસ્થિતિ, વાતાવરણ અને રસોડાની અંદરની એની કપરી અવસ્થા વિશે અજાણ રહી અમે આરામ ફરમાવીએ.અને એ યુવતી કે જેની પાસેથી અપેક્ષા રખાય છે કે સવારે પહેલું કામ એ ચા બનાવવાનું કરે ને દિવસને અંતે પણ રાંધી શકે. એ કદાચ મારા જેટલી જ કે એથીય વધુ થાકેલી હોય, ને છતાંય –એક રસોઈયણ, એક મા, એક પત્ની – આ બધાં પાત્રો ભજવવા સામે એ ફરિયાદ ન કરે, એવી આશા આપણે રાખીએ.
એ જાણે છે કે એની બહુ માગણીઓ સ્વીકાર્ય નહીં હોય, એને પણ પોતાનું મિત્ર-વર્તુળ છે,
એ મિત્રોને એ નાનપણથી જાણે છે, છતાં એ સૌને એ પાછળની બાજુ રાખવા ઈચ્છે છે, જેથી મારી તર્કહીન અદેખાઈ, બિનજરૂરી હરીફાઈ અને મારી અંદર છુપાયેલી અસલામતી છંછેડાય નહીં. હા, એ પણ મારી જેમ જ મિત્રો જઈ શકે છે, પણ તે એમ કરશે નહિ – ખુદ હું કહીશ તો પણ નહિ,
કેમ કે કદાચ મને નહિ ગમે એવું એ માને છે.
કોઈ વાર સમયમર્યાદામાં કામ પતાવતાં એને પણ મોડું થઈ શકે છે. કઈંક નવું કરવાની ઘેલછા માં રસોઈ બગડી જાય કે પૈસા ખર્ચાઈ જાય તો એણૅ જ સાંભળવું પડશે એમ માની ને નવું કરતા બીએ છે.
એના જીવનના, મારી સાથેના આ સૌથી વધુ અગત્યના સંબંધને સફળ બનાવવા એ ઉત્તમ પ્રયત્નો કરે છે. મારા આખા ઘરમાં મને એકને જ એ ઓળખતી હોઈ,
મારી પાસેથી એક જ અપેક્ષા રાખે છે,
મારો પૂરતો ટેકો, મારી લાગણીઓ અને સૌથી વધુ તો
મારી સમજદારી, એટલે કે મારો પ્રેમ.

તમે જ કહો આપણે business માં નવું કઈંક કરીયે અને ખોટ જાય તો આપણને કોણ બોલે, અને પત્નિ કઈંક નવું કરે અને કઈંક સ્વાદ બગડ્યો તો ઘરના બધાં એને ધમકાવે, એને તાવ આવે તો ઘરની બધી પ્રવૃત્તિ કરવાની, પછી આરામ કરવાનો, અને આપણે આરામ સિવાય બીજું કશું નહીં કરવાનું, ઓર્ડર આપવાના. ઘરવાળી કહેવાનું પણ ઘરની કબાટ ની ચાવી નહીં આપવાની, tv સીરીયલ કે ચેનલ આપણને જે ગમતી હોય તે એને જોવી પડે, remote આપણા હાથ માં, બહાર ગ્રાહક ને જયી ને કહો ને ભાઈ તમારું remote મારી પાસે છે, શક્ય નથી, કેમ? પ્રેમ હોય તેના પર હક થાય બરાબર ને. ગમે તેમ એ મારી પત્નિ છે, મારી જ પત્નિ છે તેની પર હું ફાવે તેમ remote વાપરી શકું, હવે આપણે વિચારીયે કે કોઈની પત્નિ એ મારી બહેન કે દીકરી હોયી શકે, આપણે તો આ વાર્તા વાંચીએ ત્યાં શુધી, પછી તો ત્યાંના ત્યાંજ, mindset ક્યારે change કરીશું, સાદા ટેલિફોન માંથી mobile ક્રાંતિ આવી ગયી, corona lockdown ઘણું શીખવી ગયી, પણ પાછું remote આપણી પાસે આવી ગયું.
વિચારજો આજે પત્નિદિવસ છે, તેને કઈંક તેના ગમતું કરીયે, આજે તો તેને remote આપો.

આશિષ ( બીના નો પતિ )
♥🌈
9825219458
MADAS : * make a difference with ashish shah*
#iam.ashishshah