Awadh - 2 books and stories free download online pdf in Gujarati

અવઢ ભાગ - 2

રચના માતા-પિતા ની સેવામાં જીવન વિતાવતા માગે છે. કુંજ પ્રેમ નો પ્રસ્તાવ મુકે છે હવે આગળ રચના ને સમજીએ. ભાગ-2

આજ કુંજ ને ઊંઘ ના આવી. ના પડશે તો વિકલ્પ હતો, સમજાવા નો!! પણ આ તો મૅરેજ નથી કરવાં. આને કેમનું પહોંચી શકાય?
કુંજ ને નવો વિચાર આવ્યો. તેને થયું હું કાલે જરૂર તેની સાથે વાત કરીશ. તેને પોતાના વિચાર પર ભરોસો હતો.
કુંજ એમજ હાર સ્વીકારવા નહોતો તૈયાર. રાત્રી ના અંધકારે તેને માર્ગ બતાવ્યો આજ સપનામાં રાહી તેની ડગર પર ચાલશે, અને પ્રભાતે તેમાં તાજગી ભરાશે, મન એક નવા વિચારે નવી નિતી થી રચના ને પ્રેમ નો એકરાર કરશે,
તેને થયું જો મારો પ્લાન સફર થાય તો રચના ના નહી કહી શકે.
આજ રચના સાથે ફરી મળવા સાંજે સાથે ઘરે જવાનું નક્કી થયું. રચના ને અજુગતું લાગ્યું. તેને કોઈ યુવક નું આકર્ષણ થતુ નહોતું.
શું કુંજ ને પ્રેમ થઈ ગયો કે શું? રચના આખો દિવસ ઓફિસ માં કામ કરતાં વિચારતી રહી. સમી સાંજ ના ત્રાસા કિરણો એ લાલાશ વાદળો અવકાશ માં ભડભડ જાણે સળગી રહ્યાં હોય, જાણે રવિ જતા જતા પોતાની કળા નિખાર ના દર્શન કરાવતો હોય. સાંજ સમયે પંખી ના કલરવ ને તેની તાજગી શહેર કયા માણી શકે, તેને તો ધુમાડા ને પ્રદૂષણ માં સંધુય ઢંકાઈ જાય છે, દબાઈ જાય છે. અહીં તો સર્વત્ર યંત્રવત્ ચાલતું હોય છે.
કુંજ અને રચના ઓફિસ થી સાથે નીકળ્યાં શંભુ ની કોફીશોપ પસંદ કરી.
કુંજ રચના ની સામે જોઈ હોટકોફી નો એક કસ લીધો. રચના એ તેની નજરો માં વિસ્મય તા ના દર્શન થયાં.
શું હતું કઈ કામ હતું?
હા રચના સાચું કહું ને કે મે કાલે તને લંચ ના આમંત્રણ માં મારે તને વાત કરવી હતી. મે અને તે ઘણી વાતો કરી તારા જીવન ના આદર્શ તે કહયા ત્યાં વાત અટકી ગઈ. કુંજે વાત નો દોર ને લંબાણ પૂર્વક મુકયો.
અરે કુંજ કઈ સમજાય તેવુ બોલ મારાં વિચાર મારા આદર્શ તને શું તકલીફ પડી.?
રચના…, પડી, તકલીફ તો પડી!! પણ સાથે તેનો રસ્તો વિચાર્યો.
અરે કુંજ તું વાતો ને ગુમાવ નહી, આ શું છે યાર? રચના થોડી અકળાઈ ગઈ.
મારે તને…. તને… વાત કરવી છે. કુંજ થોડો રચના ની અકળામણ થી વાત આસાની થી ના કહી શકયો.
અરે બોલ તેના માટે તો અહીં આવ્યા. રચના એ ફરી રજુઆત કરી.
રચના મારા મન ની તને વાત કરૂ છું, I love you. હું તને દિલો જાન થી પ્રેમ કરૂ છું. મારાં અંતર માં સદા તુંજ છું અને ઓફિસ માં તારાં વિચારો થી રંગાયેલો રહું છું. મારા મન થી સંગીની બનાવી સંસારના અનંત સુખોને માણવા માગું છું. રચના જવાબ આપવા જતી હતી, કુંજે તેને હાથ બતાવી રોકી. સાથે તે જે કાલ ની રજુઆત કરી પછી મને થયું કે તારા વિચારો ઉત્તમ છે. અને હું તેનો સ્વીકાર કરૂં છું. તો મારો પ્રસ્તાવ છે કે, શું તારા મમ્મી પપ્પા અને આપણે સાથે ના રહી શકીયે?
મે મારા મન ની વાત રચના તને કરી હવે બોલ શું કહેવા જતી હતી.
રચના સ્વભાવે શાંત હતી વાતે વાતે એકસાઈટ થવું તેના સ્વભાવમાં નહોતું.
કુંજ તારી વાત નો જવાબ હું તને હાલજ આપી દવું, કારણ તારી ઊંધ ના બગડે ને મારી પણ!!
જો આ પુરૂષ પ્રધાન સમાજ છે. તું માન કે મારે લગ્ન કરવાજ પડે તો તું કેમ નહી?? પણ દોસ્ત તકલીફ ત્યાં છે કે તે જે વિચાર કર્યો તે પહેલાં તારાં મમ્મી પપ્પા ને જણાવ અને બીજી વાત હું સ્વાર્થી થઈ મારા મમ્મી પપ્પા ને માટે તને તારાં મમ્મી પપ્પા થી દુર કરવા નો હક્ક મને કોણે આપ્યો છે?
આ વિચાર મને આવેલ પણ તે શકય નથી. કુંજ તને જે લાગણી બંધાણી હું હાલ તેની નોંધ લેવા માગતી નથી. હું મારૂ મન બનાવી બેઠી છું.
કુંજ માફ કર સારા મિત્ર તરીકે તું મને પસંદ છું. મારી લાગણી ના આવેગમાં મારી ફરજ ના ભુલી જવું તેનું હું ધ્યાન રાખું છું. મને માફ કરજે.
કુંજ ને લાગ્યું રચના મન થી નકકી કરી ને બેઠી છે તેને હાલ નહી માને, પણ તેની દોસ્તી સ્વીકારી લવું તો મને મારા પ્રેમ ને જીવીત રાખવામાં મદદ રૂપ થશે. અને જો તેની મમ્મી ની સામે રચના હારી જાય તો? પહેલો વિકલ્પ હું હોવા માટે તેના થી નજીક રહેવા મિત્રતા તો મિત્રતા હાલ સ્વીકારી લેવા માં મજા છે.
કુંજ વિચારમાં ડૂબેલો જોઈ, રચના ને મન કુંજ ના મન ને ઠેસ લાધી તેનો અફસોસ થયો. કાયમ સર ની દાટ માંથી બચાવતી રચના ને એ લાગણી એ ફિલીંગ અને હાલ માં અંતર જણાયા, સાથે તેને કુંજ ને હર્ટ કરતાં મનમા દુઃખ જણાયું.
રચના સોરી કુંજ!! કહી કોફી નો અડધો કપ મુકી નિકળી ગઈ.
મન બેચેન હતું. તેને પહેલી વાળ કંઈક અલગ કે જે આજ સુધી ના અનુભવેલી ફિલિગ્સ ઉદભવી. જો વધારે ત્યાં બેઠી હોત તો મારી નેમ મારી ભાવના કદાચ હલબલી ગઈ હોત. તેને ઘર નજીક આવતાં મન ને સ્વસ્થ કરવાનો મન ને કોલ દીધો. કોલ પહોંચતાં વાર લાગી મમ્મી ને લાગ્યું આજ ઓફીસે કઈ થયું લાગે છે. મમ્મી એ પાણી નો ગ્લાસ આપ્યો પીધુ ના પીધુ કે તે તેના રૂમ માં જતી રહી.
રચનાની મમ્મી વિશાખાબેન ને લાગ્યું એને એકલી પડવાં દવુ. હમણાં ગોળ નું ગાડુ આવશે ને દોડતી બહાર આવી જશે. વિશાખાબેન ને થતું આજ કાલ છોકરુ પ્રેમ માં ના પડી જાય તેની તકેદારી રાખવી પડે ને આ રચના છોકરના મોઢા જોવા તૈયાર નથી. સરસ માગું આવ્યું છે.વાત કરીશ તો છંછેડાઈ જશે આવશે તેના પપ્પા ને ઠેકાણે પાડશે.
દિકરી બાપ ની વહાલી હોય, તેને આ કુદરત નું કરિશ્મા જેવું છે. પિતા દિકરી ની દુનિયા મિત્ર અને જાણે પ્રથમ પિતા પર નો હકદાર એજ હોય. પિતા ના લાડ મા દિકરી હસતી હસતી સાસરે જતી રહે અને પછી પતિ ને પિતા ની કંમ્પેરીઝમ કરતાં જીવતર વિતે. મા પણ ગમે દીકરીને!! પણ ઘર ના ઢસરડા કરતી, કામ થી થાકતી, પપ્પા નો થોડો ગુસ્સા થી ડરતી અને બોલવું કે ના બોલવું તેની સમજદારી હોવા છતાં જાતે સમજદારી ગુમાવતી. મમ્મી ની જગ્યા એ દિકરી ઉભી રહી જોતી, મમ્મી આમ ના કર, કહી દેવાનું, પપ્પા ને સાચું તો કહેવાય ને? તારે જવાબ આપવો જોઈએ ને!! તારો વેહ જો? આવું કહી પોતે ત્યાં ગોઠવાસે ત્યારે હું તો આવી નહી જ થવું!!!
દરેક યુવતી મા ના સંસાર ને જોઈ પોતાને આ યાતના વેદના કે સમાજ ની પરિભાષા મા થી કેમ નું નીકળવું તેનો ક્યાસ આવતો નથી. પછી હું તારી સેવા કરવા માગું છું, મને તમારી ચિંતા થાય છે, કહેતા દિકરી કયારે સાસરે જતી રહે છે, તેનો ખ્યાલ નથી રહેતો. અને પછી દિકરી ને ફોન કરે આવ રહેવા તો આવ.
દિકરી કહેશે હવે મુશ્કેલ છે. પળોજણ ગણાવશે ને નહી આવી શકાય તેનુ પ્લેટફોર્મ બનાવી સરસ રજૂઆત કરશે. આ સંસાર છે.
ક્રમશ