Awadh - 3 books and stories free download online pdf in Gujarati

અવઢ ભાગ - 3

રચના ની માતા પિતા ની સેવા કરવાની ઈચ્છા છે. પણ સાથે સાથે કુંજ ના પ્રસ્તાવ પછી તેના અંતરમાં માતા પિતા સિવાય બીજા ની જગ્યા થવા લાગી. ભાગ 3 રજુ કરૂ છું.
વાચક મિત્રો સહકાર આપનો પ્રતિબદ્ધ કરે છે કંઈક સારૂં લેખન માંટે
આભાર.

પપ્પા ના આવ્યા પછી રચના ને એટલી ઉમંગ ના દર્શાવી જેટલી રોજ પપ્પા ઓફિસ થી આવે ને હોય. વાળુ પતાવી પોતાના રૂમ માં જતી રહી. કુંજ ની વાત નો તેના મનમાં સદમો હતો કે વિચાર કરવા માટે નો પર્યાય હતો. મીઠી નિંદર ને કહી દો આજ પરિ ના દિલ ને ઠેસ લાગી છે.
ઊંચા આસમાને ચડેલા વિચાર ભોય પર પટકાઈ પડ્યા છે.
વિચારમાં ખોવાયેલ રાત ના અજંપાભરી જીન્દગી, આ કોરોના કાળ માં લોકડાઉન પછી નું જીવતર પણ બદલાઈ ગયુ છે. રાત્રી ના કર્ફ્યૂ ને કારણે સન્નાટો છવાઈ જાય છે. કદાચ અવાજ ની જરૂર હોય તો ટીવી કે મોબાઇલ પર ગીતો સાંભળવા પડે બાકી બહાર તો નર્યો સન્નાટો છે.
રચના ઘરે થી સવારના નીકળતાં ફ્રેશ થોડી થઈ ગઈ હતી. સવાલ હતો કુંજ ને કેવું ફીલ થયું હશે?
વાત કંઈક નવી બની. માતા-પિતા અને પોતે આ મારા નાના કુટુંબ નો વિચાર કરનારી આજ કુંજ ના વિષે વિચારતી થઈ.
ઓફિસ રૂટીન પ્રમાણે ચાલતી. કુંજ રચના ની સામે કાલ ની વાત ને ભુલી ગયો હોય તેમ વર્ત્યા. તેને કદી નહીં અને આજ કુંજ શું કરે છે તેમાં રસ પડયો. કામ ના બહાના હેઠર તે પોતાની સીટ પર થી બે વખત કુંજ ને મળવા ગઈ.
રોજ કુંજ રચના પાસે કામના બહાને જતો. આજ રચના કુંજ પાસે કામ ને બહાને જતી હતી. વાત બદલાઈ નથી પણ સમય ની કરવટ બદલાઈ. ઓફીસે નીકળતાં કુંજ રચના ને હાથ હલાવી બાય કહેતાં નિકળી ગઈ.
આજ મોસમ ની રંગીનતા ઉભરી હતી. કે દિ ના ઉકળાટે આજ મન મુકી વરસી પડયો. ભીન્જાતી જતી રચના નું એકટીવા પાણીમાં ખોટવાઈ જતાં અવઢ ઉભી હતી.
કુંજ નું ધ્યાન પડતાં ગાડી સાઈડમાં ઉભી રાખી કુંજ દોડી રચના પાસે આવ્યો.
રચના ભિન્જાઈ ગઈ હતી. વરસાદ નાં અનરાધાર બુંદ તેના લાલિત્ય ને અથડાઈ કુંજ પર પડતાં.
રચના નીચી નમી એકટીવા પકડી ઉભી હતી. કુંજે એકટીવા ઉભુ કર્યું. બન્ને નજદીક આવતા શરીર નો સ્પર્શ થયો. યૌવન ના આ હેત ભર્યા વાતાવરણ માં રચના શરમાઈ ગઈ. હજી કુંજ ના હાથ નીચે તેનો હાથ દબાયેલ હતો. તેને ઝાટકો મારી હાથ પાછો ખેંચી શકયો હોત, પણ મન ને તન નાં પ્રેમાળ આયખાએ એમ ના કરવા દિધુ. રચના નાં લાવણ્ય ને નવું રૂપ મળ્યું. દેહ નાં નિખારને યૌવન નાં તાર ઝણઝણાવી કાઢ્યાં. બેય ની નજર એક બીજા માં ટકરાતા એકટીવા વધુ લપસી પડતા બંને પકડવા જતા યોવન એક બીજા ના રૂહ ને સ્પર્શ કરી આવ્યાં.
કુંજે સ્પર્શ થતાં નિખાલસ સોરી કહ્યું, રચના એ મીઠુ સ્મિત આપી વાત ને ટુકાવી. એકટીવા ચાલી શકે તેમ નહોતું ચારેબાજુ પાણી ભરાઈ પડયા હતાં.
શોપીંગ સેન્ટરમાં પાર્ક કરી કુંજે ગાડીમાં મુકી જવાની ઓફર મુકી.
રચનાએ આનાકાની કરતા સ્વીકારી લીધી.
રચના પંજાબી ડ્રેસમાં લાવણ્ય થી લથપથ હતી, વાળ ને આછી ઝાપટ મારતાં કુંજ પર છંટકાવ થયો.
રચના એ સોરી સોરી કહેતાં કુંજે રચના ની જેમ જ સ્માઈલ આપી.
યુવાન હૈયા વર્ષારાણી નું નિર થી તરબોળ જવાની ની મદહોસતા હંમેશા ખુશી આનંદ ઉમંગ લાવે છે.
આતો જવાની છે. આજ તો ઉમર છે. અદા ની કે મોહકતા ની પછી તો જીવનભર મશીન ની જેમ જીવન જવાનું છે.
તારી આખી ગાડી ભીની થઈ ગઈ રચના એ વિવેક કર્યો.
કુંજે અરે એવું હોય, દોસ્ત કોને કહેવાય! સંકટ સમયે હું નાં હોવું તો કોણ હોય?
કુંજ ની નજર રચના પર બહુ ટકતી નહોતી. કારણ આ રૂપ અને આ લાવણ્ય તેને જોઈ પ્રેમ ના ભાવ ને લાગણી ના તાર ઝણઝણાવી જતાં હતાં.
રચના ના ઘરે પહોંચતાં કુંજે સવારે લેવા આવીશ. અને એકટીવા ત્યાં રીપેર કરાવી સાથે ઓફિસ જઈશુ. ઓર્ડર કાઢયો. રચના એ સ્વીકારી લીધો.
રચના એ ચા ને ઘર આવવાની ઓફર કરી. કુંજે વેહ બતાવતાં પછી કયારેક કહી ગાડી હંકાળી મુકી.
વરસાદ ચાલુ હતો. કુંજ મનમાં મલકાયો. આજ રચના નો માદક અવતાર જોઈ તેને તેની પસંદગી ને દાદ દીધી.
રચના તેની જોડે વાત કરવા ઓફિસ માં મથતી જોઈ, અને કાલ પછી ની મારી ને તેની વચ્ચે સંવાદ જે નથી થયો પણ મનમાં કઈ સંશોધન મુકી ગયો તેનો આનંદ હતો.
સમયનાં સથવારે ચાલતાં આ દુન્યવી રિવાજની દુર્દશા થતી હોય છે. કોઈ વલણ જક્કી પકડી લે છે, તો કોઈ રિવાજ મરણ ને શરણ થઈ જાય છે. આજ માથે લાજ કાઢવી શહેરોમાં પૂર્ણવિરામ આવી ગયું અને છોકરી પેન્ટ ટી શર્ટ કોમન બની ગયા. આમજ કપડા તહેવાર સંબંધો અને રીતભાત બધુજ બદલાતુ રહ્યું છે.
હવે કુંજ ઓછું બોલતો ને રચના વધું બોલતી. ધીમે ધીમે કુંજ નોંધ કરતો બહાર મળવાનું હસી મજાક પહેલાં કરતાં વધ્યા હતા.
રચના ઘર થી બહાર નીકળતી જતી હતી. ધીમધીમે કુંજ તરફ અનાયાસે ઢળતી જતી હતી.
ફ્રેન્ડ ની ફૉર્મ્યુલા આજકાલ રંગ લાવે છે.
પહેલાના સમય માં પ્રેમ થયો હોય તો દોસ્તો મહોલ્લો અને આડોશ પડોશ તરત જાણી જતા. કારણ પર્શનલી મળવાં આવે આટા ફેરા છોકરો લગાવતો હોય કે છોકરી એકલી ગભરાતી ગલીઓમાં થી જતા દરેક ના રડાર માં આ પ્રેમ આવી જતો.
આજ કાલ સાથે કામ કરતાં મિત્રો બને પછી ચેટ ચાલું થાય. દિવસ ના દસ કલાક તેની જોડે વોસ્ટઅપ પર ચાલતી હોય, તોય જસ્ટ ફ્રેન્ડ હોય. ના પારખી શકાય કે ના તેની નોંધ કરી શકાય.
રચના ની મમ્મી પપ્પા જોડે વાતો કમ થતી ગઈ. કુંજ જોડે ચેટ માં વાતો વધી ગઈ. સમાચાર ચોવટ જાણકારી ખેલકૂદ કે પ્રેમાળ જે વાતો હોય તે ઘર ના સભ્યો ની જગ્યા એ કુંજે લઈ લીધી હતી.
રચનામાં આંશિક ફરક હતો. મનમાં નિયમો યાદ હતાં. માતા-પિતા ની સેવા ની નેમ યાદ હતી. પણ હાલ જણાતું કે તે કુંજ તરફ થોડી નમી ચુકી હતી.
કયારેક ખાલીપો જણાતો તો પહેલા માતા-પિતા ના સાથે બેસતી અને હુફ પ્રેમ સાંત્વના લઈ લેતી. આજ તેને પ્રેમનાં નશા નાં ઘોડાપૂર ઉમટી આવતાં, તે રોકતી પણ રોકાતા ધોડે વધું તેજ ગતી થી તેના હૈયા ના માણીગર સુધી પહોંચી જતાં.
આમને આમ ત્રણ મહીના વિતી ગયાં કુંજ ને તો જે ગમતું પાત્ર તેની નજીક આવી રહ્યું છે, તેથી તે ખુશ હતો. રચના બદલાતી જતી હતી. હા તેને હજી પ્રેમ નો એકરાર નહોતો કર્યો, પણ તે કુંજ ને સ્વીકારતી થઈ હતી.
કુંજ જેવું કોઈ હોય તો જીવનમાં રંગીનતા આવે એવી મનસા રચના ના દિલ માં થતી.
વાસ્તવ માં આ ઉમર દિલો ની આપલે ની છે. જવાન હૈયા ના ધડકે તો કોણ ધડકશે? દિલમાં નવી ઉમંગો હોય તેને તરંગો મળે અને તરંગો મિલાપ થી સંવાદ આપે સંગીત આપે અને તેજ દિલ ની ખરી ઉર્જા.
સ્ત્રી ની લાગણી વેલ જેવી હોય છે, વૃક્ષો નો સહારો મળતા તે તેને સામર્થ્ય અને નિશ્ચિત બની જતી હોય છે. હંમેશા મનમાં એક આધાર ની શોધ હોય છે. તે કયારે ને કેવો મળશે તેનું આકલન મુશ્કેલ હોય છે.
સ્ત્રી ના અંતરમાં બીજા પર આધાર રાખવો કે તેના વગર નહી ચાલે તેવા ખ્યાલ લગ્ન મંડપ સુધી લઈ આવે છે. ને પોતાનાં ઘર ને છોડી બીજાનું ઘર પોતાનું બનાવવા ની મહેનત કરી જાણે છે. સ્ત્રી પોતાની રજુઆત માં મજબુત હોય, તેને આ વિચારને સાર્થક કરવા સાથ આપવા વાળા બની શકે કે એક સ્ત્રી જ તેને રોકતી હોય.
રચના ની મમ્મી ને રચનાની લગ્ન નહી કરવાની વાત વાહિયાત લાગે છે. જયારે પિતા ઈસ્છે કે તારે જેમ કરવું હોય તેમાં મારી સંમતી છે.
ક્યારેક એવું પણ બને છે, એક સ્ત્રી બીજી સ્ત્રી એ ભરેલી હામ માં જોડાઈ શક્તિ નથી, અને તોડી પાડે છે. કારણ મા જાણે છે કે જેમ પોતે પોતાના પતિ ના નેજા હેઠળ સલામત અને સુખી છે. માટે દિકરી તેને અનુસરણ કરે તેવી ઈચ્છા ધરાવતી હોય છે.
ક્રમશ