My Poetry Window Part: 05 books and stories free download online pdf in Gujarati

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 05

કાવ્ય : 01

કાવ્ય વ્યથા

અક્ષર ભેગા મળી શબ્દો બને, શબ્દો ભેગા મળી વાક્ય અને વાક્ય ના પ્રાસ થી સુંદર કાવ્ય,

કાવ્ય વાંચી ને કોઈ આનંદ પામે તો કોઈ અચરજ પામી જાય,

કાવ્ય ને વાંચી કોઈ એનો ગૂઢાર્થ સમજી જાય,

બાકી તો લોકો ને લાગે આ તો છે નવરા માણસો નો ખેલ,

પસ્તી ના ભાવે વેચાશે, કહી અહીં કોઈ મસ્તી પણ કરી જાય,

તો કોઈ દિવાના બની કાવ્ય નો, દીલ થી ઈન્તઝાર પણ કરી જાય,

કાવ્ય કાંઈક અર્થસભર વાતો કહી જાય સાવ સરળ ને અનોખી રીતે,

મારે પણ કરવી છે એક સરળ વાત આ માધ્યમ થકી,

ઇંગ્લિશ મીડિયમ ના કાળ મા જો નહીં કરી એ આપણે કદર માતૃભાષા ની,

તો લુપ્ત થશે થોડા કાળ મા માતૃભાષા નો ભવ્ય ખજાનો,

આપ સૌને દીલ થી ગુજારીશ છે માત્ર એટલી,

ધપાવજો આગળ ગુજરાતી ભાષા નો ભવ્ય વારસો તમારા બાળકો થકી.....

કાવ્ય : 02

અદ્રશ્ય જંતુ ની તાકાત....

એક અદ્રશ્ય જંતુ એ ઉતાર્યું માનવી નું ગુમાન એકવીસમી સદી મા પળભર મા,

કર્યો અદ્રશ્ય જંતુ એ કાંઈક એવો ગજબ નો ખેલ, કરી નાંખ્યા દુનિયા ના સમીકરણો ઊંધા ચતા પળભર મા,

હજુ એમ કહેવાતું કે સમય વધુ મુલ્યવાન છે, ત્યાં જીંદગી ક્યારે મુલ્યવાન થઈ ગઈ ખબર ના પડી,

હજુ કહેવાતું પાણી નું બુંદ બુંદ કિમતી છે વાપરો બચાવી ને, ત્યાં શીખવાડ્યું વીસ ક્ષણ સુધી પાણી થી વારંવાર હાથ સાફ કરતા રહો,

હજુ શીખ્યા દારૂ સ્વાસ્થય માટે હાનિકારક છે ત્યાં જાણવા મળ્યું પીચાસી ટકા આલ્કોહોલ વાળું સેનેટાઈઝર હાથો માટે સારું,

હજુ હમણાં સુધી આગ્રહ કરાતો સામાજિક નજદીકી વધારવા નો ત્યાં સામાજિક દૂરી રાખવા નો આગ્રહ કરાયો,

જ્યા પાંચસો ભેગા થતાં ત્યાં પચાસ ને જ્યાં બસ્સો થતાં ત્યાં વીસ નો આગ્રહ કરાયો,

હજુ બાળકો ને મોબાઇલ થી દૂર રાખો તો સારું કેવાય કહેતા હતા ત્યાં મોબાઇલ માં ભણાવતા કરી દીધા,

પ્રદૂષણ અટકાવવા પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરો કહેતા કહેતા હવે કહેવા લાગ્યા પોતાનું વાહન જ વાપરો,

હજુ કહેવાતું ફરે એ ચરે ત્યાં તેનું થયું ફરે એતો ભાઈ ક્યારેક તો ભરાઈ પડે,

મહેમાન ભગવાન નું સ્વરૂપ કહેતા, ત્યાં સોસાયટી મા મહેમાન ને આવવા નહીં દેવાય ના પાટીયા ઝૂલવા લાગ્યા,

જાદુઈ કી ઝપ્પી થી આત્મીયતા વધે કહેતા હતા ત્યાં દૂર થી નમસ્તે કરતા કરી દીધા,

કાંઈક સાંભળ્યા કિસ્સા માનવાતા ના બન્ને બાજુ ના એવા કે આંખો થી અશ્રુધરા વહેવા લાગે અજાણતા માં,

એક અદ્રશ્ય જંતુ એ માનવી ને માનવી થી ડરતા અને દૂર કરી દીધા પળભર મા,

એક અદ્રશ્ય જંતુ એ કર્યા સમીકરણો ઊંધાચતા ક્ષણભર મા, ને ઉતાર્યું માનવી નું ગુમાન એકવીસમી સદી મા પળભર મા...


કાવ્ય : 03


અતૂટ શ્રદ્ધા

ખુદ પર રાખ શ્રધ્ધા તું અતૂટ મન થી,

અતૂટ શ્રદ્ધા થી પથ્થર મા પ્રાણ પૂરાય,

અતૂટ શ્રદ્ધા થી પથ્થર પાણી પર તરી જાય,

અતૂટ શ્રદ્ધા થી મરેલા મા પણ પ્રાણ પૂરાય,

અતૂટ શ્રદ્ધા થી વિષ પણ અમૃત થઈ જાય,

અતૂટ શ્રદ્ધા થી અસંભવ કાર્ય પણ સંભવ થાય,

અતૂટ શ્રદ્ધા થી ઈશ્વર ને પણ ધરતી ઉપર બોલાવી શકાય,

બસ તું રાખ ખુદ પર શ્રધ્ધા અતૂટ મન થી,

કાર્ય સઘલા સંપન્ન થાય બધા માત્ર અડગ વિશ્વાસ થી...

કાવ્ય : 04

ડર ઉપર વિજય

લાગે નાની નાની વાતો નો ડર,
ચાલતા શીખીએ પડવા નો ડર,

સાઇકલ ચલાવતા શીખીએ વાગી જવા નો ડર, પરીક્ષા આપતા ફેઈલ થવા નો ડર,

સ્કૂટર ચલાવતા ભટકાઇ જવા નો ડર, તરતા શીખી એ ડૂબવા નો ડર,

કૉલેજ ના પહેલા દિવસે નવા વાતાવરણ નો ડર, જોબ ના પહેલા દિવસે બૉસ નો ડર,

આમ ડગલે ને પગલે શું થશે આગળ એનો સતાવે ડર,

જો કાઢી નાખી એ મન માંથી ડર તો ડગલે ને પગલે મળે અહીંયા વિજય,

ડર ઉપર ના વિજય થી કાંટાળે રસ્તે પણ ફુલ પથરાય જાય,

આમ ડર ઉપર નો વિજય કંડારે આશાની થી સફળતા નો પંથ,

ડર ઉપર વિજય મેંળવવા થી જીંદગી જીવાય જાય ખુલ્લાં મન થી,

જો ટકવું હોય ખુદદારી થી આ કઠિન કાળ માં, તો પ્રાપ્ત કરવો જ પડશે ડર ઉપર વિજય.....

કાવ્ય : 05


Just I read news that મંદિર - મસ્જિદ, ચર્ચ ને ગુરુદ્વારા ખુલશે તો આ વાત અનાયાસે મારા થી લખાઈ ગઈ છે... કોઈ ના મન કે ભાવના ને ઠેશ પહોંચાડવા નો કોઈ હેતુ નથી.... આપ સૌ ને પસંદ પડસે તેવી આશા સાથે પ્રસ્તુત કરું છું... 🙏 🙏 🙏

ઈશ્વર નું ઘર

હસવું આવે છે સાંભળી ને ઈશ્વર ને હવે,

જ્યારે માનવ કહે છે ખુલશે દ્વાર
મંદિર - મસ્જિદ, ચર્ચ ને ગુરુદ્વારા ના હવે ,

કહે છે ઈશ્વર સાંભળ તું મને, મેં નથી કર્યા દ્વાર બંધ એક પણ ક્ષણ તારી વાટે,

કહે છે ઈશ્વર હસી ને, હે માનવ સાંભળીશ ક્યારે તું મારી વાત કાન ખોલી ને ???

હું વસુ છું ઝરણા ના ખળખળ વહેતા નીર મા ને સાગર ના ઘૂઘવતા મોજા ઓમા, નાહક નો તું શોધે છે મને મિથ્યા તત્વો મા,

હું વસુ છું પશુ, પંખી અને પ્રાણી ઓ ના શરીર માં, નાહક નો તું શોધે છે મને મિથ્યા તત્વો મા,

હું વસુ છું પક્ષી ઓ ના ટહુકા ને વાંસળી ના સંગીત મા, નાહક નો તું શોધે છે મને મિથ્યા તત્વો મા,

હું વસુ છું બાળકો અને માં - બાપ ના હૃદય મા, નાહક નો તું શોધે છે મને મિથ્યા તત્વો મા,

હું વસુ છું ભૂખ્યા તરસ્યા ગરીબ લોકો ની દુઆ મા, નાહક નો તું શોધે છે મને મિથ્યા તત્વો મા,

હું વસુ છું કણ કણ ને અણુ અણુ મા, નાહક નો તું શોધે છે મને મિથ્યા તત્વો મા,

કહે છે ઈશ્વર બે હાથ જોડી માનવ ને ખોલ તું મન ની આંખ અને શોધ મને ખરા તત્વો તું....


કાવ્ય : 06

સમય જેમ આગળ વધે છે તેમ નવા સમીકરણો બનતા જાય છે, નવી પરિસ્થિતિ નું નિર્માણ થતું જાય છે, ગઈકાલે જેનાં ઉપર પ્રતિબંધ હતો તે હવે નથી રહ્યો, મહામારી હજુ ગઇ નથી પરંતુ નીકળવું પડસે હવે ઘર ની બહાર કામકાજ અર્થે .... તેના સંદર્ભે આ કાવ્ય પ્રસ્તુત કરું છું,વધાવી લેશો. .. 🙏 🙏 🙏

તું નિકળ ઘર ની બહાર હવે,

તું સંઘર્ષ કર અસ્તિત્વ ટકાવા માટે,

તું સંઘર્ષ કર સ્વકલ્યાણ માટે,

તું સંઘર્ષ કર સ્વમાન માટે,

તું સંઘર્ષ કર મન સાથે ને નિકળ ઘર ની બહાર હવે,

ક્યાં સુધી ડરી ને ઘર માં રહીશ તું,

શીખવું પડશે આ જ પરિસ્થિતિ મા મને કમને જીવતા હવે,

તું ક્યાં સુધી ગૂંગળાઈ ને રહીશ ઘર ની ચાર દિવાલો વચ્ચે,

ક્યાથી મળશે ચોખ્ખી હવા બંધ બારી ઓ વચ્ચે,

તું રહેવા ટેવાયેલ છે ખુલ્લા આકાશ નીચે,

તો કર ને થોડું સમાધાન પરિસ્થિતિ સાથે,

રાખ તું હમણાં થોડી સાવધાની ને નિકળ ઘર ની બહાર,

તારે રાખ માંથી ઊઠી ને થવા નું છે બેઠું, તો કર મન ને વધુ બુલંદ,

મન ભરી ને જીવવું હોય તો, હવે નિકળ ઘર ની બહાર તું....


કાવ્ય : 07


કેવાય છે હાસ્ય ત્તો ડગલે ને પગલે છુપાયેલું છે, ચાલો થોડી ગુજરાતી કેહવતો ના વિરોધાભાસ નો પ્રાસ બેસાડી એ અને થોડું હસી લઈ એ....😁😁😜😜

થોડી રમૂજ..

નવ બોલ્યા માં નવ ગુણ, બોલે એના બોર વેચાય,

ચૂપ બહુ રેવાય નહીં દીલ માં હોય એ કહી દેવાય, ચૂપ રહે એના સંબંધ સચવાય,

ધીરજ ના ફળ મીઠા, આગ લાગે કૂવો ના ખોદાય,

ઉતાવળે આંબા પાકે નહીં, પાકા ઘડે કાંઠા ચડે નહીં,

સંઘર્યો સાપ કામે લાગે ને, દૂધ પાઈ ને સાપ ઉછેર્યો,

દીવા પાછળ અંધારું, વડ એવા ટેટા ને બાપ એવા બેટા,

ન બોલે એને મેઢો કેવાય, તો બાર વર્ષે બાવો બોલ્યો કેવાય.. ..

ઝાઝા હાથ રળિયામણા ને ઝાઝા રસોઇયા ભેગા થઈ ખીચડી બગાડે,

ધીરજ ના ફળ મીઠા ને, ઉતાવળા સો કામનગારા,

આ બધું સમજવા મા મારો ઘાટ થયો ધોબી ના કૂતરા જેવો ના રહ્યો ઘર નો કે ના રહ્યો ઘાટ નો...

કાવ્ય : 08

સપનાં ઓ ની દુનિયા

આખો દિવસ ભાગદોડ થી થાકી રાત્રે આવે મિંઠી નીંદર,

નીંદર મા જાત જાત ના સપના ઓ આવે,

સપનાં ઓ દેખી મન ને આંખો હરખાય,

મન ની કલ્પના ઓ સપનાં મા સાકાર થતી અનુભવાઈ,

ના જન્મ, ના જરા, ના મૃત્યુ માત્ર અભય વચન,

ના કશી ચિંતા, ના કશી ભાગદોડ, ના કોઈ વેરઝેર કે ખટપટ આવે આડે,

ના કોઈ દુખ, ના કોઈ ગમ, ના કોઈ પરવા બસ ચારે બાજુ આનંદ જ આનંદ,

ચારે બાજુ સૌંદર્ય, હર્ષ, શાંતિ ને અમન વર્તાય,

સપનાં ઓ મા અલૌકિક ને દિવ્ય દુનિયા ના દર્શન થાય,

સપનાં ઓ થી હજુ મન ભરાઈ ના ભરાઈ ત્યાં આંખો ખુલ્લી જાય,

બંધ આંખે જોયેલા સપનાં અને ખુલ્લી આંખે જોયેલી દુનિયા મા જમીન આસમાન નો ફરક વર્તાઈ,

હું માંગુ માત્ર ઈશ્વર એટલું કે, નથી જોઈતું મારે કાંઈ વધુ, સાકાર કર તું મારા સપના ની દુનિયા ...


કાવ્ય : 09

જીંદગી તો ખૂબસુરત જ હોય છે પણ અલગ અલગ પરિસ્થિતિ મુજબ એનું મૂલ્યાંકન અલગ થતું હોય છે.... અહીં તમારી સમક્ષ રજુ કરું છું જીંદગી ની વાત... 🙏 🙏

જીંદગી નો સ્કેચ

કદીક કલમ થી તો કદીક પીંછી લઈને સજાવી છે જીંદગી,

તો કદીક તડકા માં પરસેવે નીતારી છે જીંદગી,

કદીક હાસ્ય છે તો કદીક રુદન છે જીંદગી,

કદીક ગમ તો કદી ખુશી છે આ જીંદગી,

કદીક ભાગાકાર તો કદીક ગુણાકાર છે જીંદગી,

ક્યાંક બાદબાકી તો ક્યાંક સરવાળો કરે છે જીંદગી,

ક્યાંક ગુમાવ્યા નો ગમ તો કાંઈક પામ્યા નો આનંદ છે જીંદગી,

ક્યાંક ગૂંચ વધારે ગુંચવાય તો ક્યાંક ગૂંચ સહેલાય થી ઉકેલે છે જીંદગી,

કયાંક મધદરિયે તરી જવાય તો ક્યારેક કિનારે આવી ડૂબાડે છે જીંદગી,

કાંઈક કડવાં અનુભવ થાય તો ક્યાંક મીઠા અનુભવ પણ કરાવે જીંદગી,

નાની મોટી વાત મા અંગત પારકા થાય, તો ક્યાંક પારકા અંગત થઈ જાય છે જીંદગી માં,

ક્યાંક તીખો તડકો તો ક્યાંક મીઠો છાંયડો છે જીંદગી,

ક્યાંક ખારું પાણી તો ક્યાંક મીઠી વીરડી છે જીંદગી...

ક્યાંક કડવા તુરાસ્વાદ થી તો ક્યાંક ખટમીઠા સ્વાદ થી ભરેલી છે જીંદગી...

અંધારા - અજવાળા રૂપી અગણિત વણ-ઉકેલ્યા કોયડા થી ગૂંચવાયેલી છે જીંદગી..

જેમ જેમ આગળ વધતી જાય છે એમ તું ખૂબ ગમતી જાય છે જીંદગી

આઈ લવ યૂ જીંદગી...

કાવ્ય : 10


પ્રભુ પ્રાર્થના

મન અને તન ની શાંતિ માટે કરી એ પ્રભુ પ્રાર્થના,

સુખ ને દુખ મા કરી એ પ્રભુ ને પ્રાર્થના,

કોઈ ના ભલા માટે કરીએ પ્રભુ પ્રાર્થના,

આંધળા ને દેખતા કરે પ્રભુ પ્રાર્થના,

લંગડા ને દોડતા કરે પ્રભુ પ્રાર્થના,

ડૂબતા નું તરણું છે પ્રભુ પ્રાર્થના,

મરણ પથારી એ પડેલા ને ઊભા કરે પ્રભુ પ્રાર્થના,

અશકય કામો ને શકય કરે પ્રભુ પ્રાર્થના,

તમારા માટે બીજા એ કરેલી પ્રાર્થના ગમે વધુ પ્રભુ ને,

એમ બીજા માટે તમે કરેલી પ્રાર્થના પ્રભુ ને વધુ ગમે,

દરેક અઘરા કામો નું છેલ્લું શરણું છે પ્રભુ પ્રાર્થના,

નાસ્તિક ને પણ આસ્તિક કરે પ્રભુ પ્રાર્થના


કાવ્ય : 11


આંખો ની ભાષા

બોલ્યા વગર ઘણું બધું કહી જાય છે મૌન આંખો,

દુખ મા આંખો છલકાય તો સુખ મા પણ આંખો છલકાય જાય,

વિખૂટા પડતાં આંખો છલકાય તો કોઈ ની યાદ મા પણ આંખો છલકાઈ જાય,

છલકાતી આંખો માં લાગણી ઓ દેખાય ને સાગર પણ નાનો પડી જાય,

સાગર માંથી મળે એને મોતી કહેવાય, તો આંખો માંથી નીકળે એને લાગણી કહેવાય,

આંખો થી પ્રણય થઈ જાય તો કાંઈક ગહેરા ઝખમ ના રાઝ પણ છૂપાઈ જાય,

સમજી ગ્યાં જે આંખો ની લાગણી ની મૌન ભાષા તે અંગત થઈ ગ્યાં,

ગજબ ની છે મૌન ભાષા ની આ દુનિયા, જ્યાં મૌન આંખો થી ઘણું બધું કેવાય ને વણ કહી લાગણી ઓ પણ સમજી જવાય ....