My poem - part 01 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ - 01

મારો કાવ્ય ઝરૂખો ભાગ - 01

કવિતા 1

ઝરૂખો...

નાનામોટા સૌને વહાલો ઝરૂખો
ખુલ્લી આંખે સ્વપ્નો દેખાડે ઝરૂખો

પવન ની મિંઠી લહેરો લાવે ઝરૂખો
ભીની માટીની સોડમ આપે ઝરૂખો

સૂર્યોદય ના દર્શન થાય ઝરૂખે
સૂર્યાસ્ત નો નજારો જોવા મળે ઝરૂખે

મીઠા તાપની મજા આવે ઝરૂખે
ચાંદતારા ની શીતળતા ઝરૂખે

આકાશમાં વિહંગાવલોકન કરાવે ઝરૂખો
બહાર ની દુનિયા દેખાડે ઝરૂખો

આકાશ માં ઉડતા પંખી નું
મીઠું સંગીત સંભળાવે ઝરૂખો

વરસતા વરસાદ માં ભીની ભીની
બુંદ સાથે મેઘધનુષ બતાવે ઝરૂખો

સવારે પેપર સંગાથે ચા ની ચૂસકી ઝરૂખે
પથ નીરખતા પ્રીત થાય ઝરૂખે

પ્રીતમ ની વાટ જોવાય શાંત ઝરૂખે
આનંદની પળ વીતી જાય ઝરૂખે

મારા સુખ દુઃખ નો સાથી ઝરૂખો
મારી એકલતા નો સાથી ઝરૂખો....

હિરેન વોરા
તા. 26/08/2020


કવિતા - 02

રે માણસ.....

કોઈ ધર્મ ના શીખવે ઊંચનીચ ના ભેદભાવ
તુચ્છભાવ છે માણસના અધઃપતન નોમાર્ગ
રે માણસ તું પહેલા માણસ બની બતાવ..

મનુષ્યભવે ઉચ્ચકુળ મા મળે જન્મ
છે ગતજન્મ ના કર્મ નો પ્રતાપ
રે માણસ તું પહેલા માણસ બની બતાવ...

મનુષ્યભવ ના કર્મ નક્કી કરે ભવભવ ના
જન્મ નો પ્રકાર નહીં નાત કે જાત
રે માણસ તું પહેલા માણસ બની બતાવ...

નાત જાત ની રમત રમતા
માણસ... માણસ થવા નું ભૂલી ગયો .
રે માણસ તું પહેલા માણસ બની બતાવ...

કહે ભગવાન ઊંચનીચ ની વાતો મૂક પડતી
મનુષ્યભવે જન્મ મળ્યો એજ છે મોટી સિદ્ધિ . ...
રે માણસ તું પહેલા માણસ બની બતાવ...

ભગવાન ના નામે કરવા દંગા ફસાદ
નથી કોઈ ધર્મ ની વાત...
રે માણસ તું પહેલા માણસ બની બતાવ ..

દરેક જીવ તો છે ભગવાન નું બાળ...
દરેક જીવને પ્રેમ કરતા શીખ આદર ભાવથી
રે માણસ તું પહેલા માણસ બની બતાવ..

હિરેન વોરા
તા. 08/09/2020..


કવિતા - 03

જીવન મંજિલ..

જીંદગી ની આખરી મંઝિલ ખબર નથી
મંજિલ કેટલી છે દૂર તે ખબર નથી

મંજિલ સુધી પહોંચવા
જરૂર પડે વિસામા ની

જીવનપથ ઉપર મંઝિલે પહોંચવા
વિસામા નથી મળતા આસાની થી

મંજિલે પહોંચતા રસ્તા માં
મળે ઘણા ચાલનારા

રસ્તામાં સાથે ચાલનારા
બધા નથી હોતા પોતાના

મંજિલ સુધી પહોંચતા મળી જાય
અમુક અજાણ્યા... બને મિત્રો મજા ના

મંજિલે પહોંચતાં સુધી મા અધવચ્ચે
સાથ છૂટી જાય ઘણા અંગત નો ....

જીંદગી ની મંજિલ છે બસ આવી જ ..
જેને સમજાણી તેને લાગી નિરાળી..

હિરેન વોરા
તા. 05/09/2020

કવિત - 04

શ્રાદ્ધ.. એટલે શ્રદ્ધા થી જીવતે જીવ માં - બાપ ની સેવા...

ભાદરવી સુદ પૂનમ થી ભાદરવા સુદ અમાસ એમ સોળ દિવસ ઉજવાય શ્રાદ્ધ

મૃત પિતૃઓને પ્રસન્ન અને સંતુષ્ટ કરવા શ્રદ્ધા થી કરાય શ્રાદ્ધ ના ક્રિયાકાંડ

પિતૃઓ પિતૃલોક માંથી પૃથ્વીલોક ઉપર સૂક્ષ્મ સ્વરૂપે આવી સ્વીકારે મનભાવન ભોજન ને જળ

સ્વીકારી ભોજન ને જળ પિતૃ ઓ દીર્ઘાયુ, સંતતિ, સુખ સંપત્તિ અને મોક્ષ ને કરે પ્રદાન છે એવા વિધિ ના વિધાન

જુના જમાનામાં હતી સંયુક્તકુટુંબ ભાવના
છતાં કરાતા મૃતપિતૃ માટે શ્રદ્ધા થી શ્રાદ્ધ

આજ નાં આધુનિક જમાના મા વધારો
થતો જાય છે વૃદ્ધાશ્રમનો અને લાગણી ના અભાવ નો

જન્મી એ ત્યારે પ્રથમ રુદન ઉપર માં - બાપ રાજી થઈ હસ્તા હોય છે

માં બાપ ની આંખ માં વૃદ્ધાવસ્થા મા આંસુ ના આવવા જોઈએ એજ છે જીવતા જીવ સાચો શ્રાદ્ધ

નાના હતા ત્યારે હતા આપણે લાચાર,
વૃદ્ધ ઉમર માં થાય નહીં એ મા - બાપ લાચાર તે છે સાચો શ્રાદ્ધ...

જીવતા જીવ માત પિતા ને રાખી એ શ્રદ્ધા થી પ્રસન્ન અને સંતુષ્ટ એજ છે આજના જમાનામાં સાચો શ્રાદ્ધ..

🙏🙏

હિરેન વોરા
તા 3/09/2020

કવિતા - 05મારી દીકરી મોટી થઈ ગઈ

મારી વહાલી દીકરી તારુ જન્મ સમય નું
પહેલું રુદન કાન માં હજુ ગુંજી રહ્યું છે

તારું ભાખોડિયાં ભેર ચાલવું
આંગળી પકડી ચાલતા શીખવું

તારું માં... ડેડા.. બા.. . દાદા બોલવું
કાળા ઘેલી બોલી યાદ છે મને ..

ટ્રાયસીકલ થી બાઈસિકલ મા
સાયકલથી સ્કૂટી ચલાવતી ગઈ ગઈ

હસતા રમતા સ્કૂલ માંથી
કોલેજ માં જતા થઈ ગઈ

વાત વાત મા સલાહ શિખામણ લેતી
આજે સલાહ આપી શકે એવડી થઈ ગઈ

મારી આંગળી પકડી ને ચાલતી
આંગળી આપી શકે એવડી થઈ ગઈ

મારી ચોઈસ ના કપડાં પહેરતી દીકરી
મારા માટે કપડાં ચોઈસ કરતા થઈ ગઈ

અત્યાર સુધી તારી સંભાળ રાખતો હતો
હવે તું સંભાળ રાખતી થઈ ગઈ

મારી દીકરી મારી આંખો સામે ક્યારે
મોટી થઈ ગઈ ખબર જ ના પડી...

મારી દીકરી મારા ખંભે પહોંચી ગઈ
મારી દીકરી આજે મોટી થઈ ગઈ...

હિરેન વોરા
તા. 2/09/2020

કવિતા - 06

બારે મેઘખાંગા... અતિવૃષ્ટિ

અનરાધાર વર્ષે વરસાદ
રોકાવાનું નામ ના લે વરસાદ

રસ્તા ઓ ગયા ધોવાઇ
જ્યા જુઓ ત્યાં પાણી પાણી

નદી, નાળા, તળાવ ને ડેમ
જળબંબાકાર થાય

ઘર ને દુકાનો મા ઘૂસે પાણી
મચાવે ચારેકોર તારાજી

નાના ગામો સંપર્ક ગુમાવી
બેટ મા ફેરવાઈ જાય

ધોવાઈ ખેતર ના ઊભા પાક
ધોવાઈ જોડે સ્વપ્નો ખેડુત ના

વગર વાંકે તણાય અબોલ પ્રાણી
ઝડમૂળ માંથી ઝાડવા તણાઈ જાય

કરે લોકો વરુણદેવ ને પ્રાર્થના
કરો ખમૈયા હવે બાળ તમારા મૂંઝાય..

હિરેન વોરા
તા. 01/09/2020

કવિતા - 07

રક્તદાન... . મહાદાન

રક્ત ના મુખ્ય પ્રકાર છે ચાર
A B AB & O - Positive &
Negative એમ કુલ થાય આઠ

AB positive છે સર્વગ્રાહી
તો O positive છે સર્વદાતા

બનો સર્વગ્રાહી અને સર્વદાતા
એવો જીવનપાઠ શીખવે રક્ત

મનુષ્ય ના રક્ત નો રંગ છે લાલ
રક્તદાન ના જોવે કોઈ નાત કે જાત

રક્તદાન થી મળે મરતા ને જીવનદાન
રક્તદાન કરતા થાય આનંદ અપાર

શ્રેષ્ઠ છે દરેક પ્રકાર ના દાન
દાન માં સર્વોત્તમ છે રક્તદાન

છે મારી નાની અરજ
મરતા નો જીવ બચાવવા
કરીએ - કરાવતા રહીએ રક્તદાન...

હિરેન વોરા
તા. 31/08/2020

કવિતા - 08


વિસામો...

આકાશ માં વિહંગાવલોકન કરતા પંખી
ઉડવા નું ભૂલી કરી લે છે વિસામો..

ઊડાઊડ કરતા રંગબેરંગી પતંગિયાં
ફૂલો ની દુનિયા છોડી કરી લે છે વિસામો..

પર્વતો માંથી નીકળી ઉછળતી કૂદતી નદી
ભળી જાય છે દરિયામાં કરવા ને વિસામો...

દરેક કામ નું મેળવવા શ્રેષ્ઠ યોગદાન
જરૂરી છે લેવો નાનો એવો વિસામો ...

જીવનપથ પર મંજિલ છે ઘણી દૂર
મંજિલ સુધી સફળ રીતે પહોંચવા
જરૂરી છે યોગ્ય પડાવે લેવો વિસામો ......

એ જીંદગી.. ગતિ તારી થોડી કરી લે ધીમી
વહી ગઈ વધુ ને રહી થોડી
થોડો કરીલે હવે વિસામો...

હિરેન વોરા
તા. 30/08/2020

કવિતા - 09

ભૂલ...

ભૂલ થી થાય ભૂલ
તો ભૂલી જઈએ ભૂલ

ભૂલ થી ફરી થાય એજ ભૂલ
ભૂલ સમજી ભૂલી જઈએ ફરી ભૂલ

ભૂલ નું પણ છે ભૂત જેવું
ભૂલ દેખાય હમેશા બીજા ની
ભૂલ નો દેખાય કયારેય પોતાની

જો દેખાય ભૂલ આપણી માંગીએ માફી
કોઈ માંગે ભૂલ ની માફી તો કરીએ માફ..

માનવ છીએ થતી રહે નાનીમોટી ભૂલ,
ભૂલ થી નો યાદ રખાય કોઈ ની ભૂલ..

નો થાય ભૂલ માટે ગાંધીમંત્ર છે બેસ્ટ
ના બૂરા બોલો, ના બૂરા દેખો, ના બૂરા સુનો..
ના બૂરા સોચો.. ના બૂરા કરો..

રાખી ગાંધીમંત્ર યાદ
ભૂલ ને ના આપીએ મોકો...
ભૂલ કરવા નો..

હિરેન વોરા
તા. 29/08/2020

કવિતા - 10


કાના ઘેલી રાધા...

રાધા કૃષ્ણ તણી પ્રેમ કહાની
રાધા એ બનાવી અમર કહાની

વૃંદાવનમાં ગોપી ઓ સંગ રાસ રમતા
રચાઈ રાધા સંગ પ્રેમકહાની

મોરપિંછ લગાવી કૃષ્ણે વગાડી વાંસળી
વાંસળીના સૂરની રાધા દિવાની

કૃષ્ણે ઉપાડ્યો ગોવર્ધન પર્વત
રાધા બની પ્રેમ દિવાની

કૃષ્ણે ધર્મકાજે ઉપાડયુ સુદર્શનચક્ર
રાધા વ્રજ માં વિહરે કાના વગર

કૃષ્ણે મુક્યું વૃંદાવન જીરવી રાધાનો વિરહ,
રાધા રડે ચોધાર આંસુએ ગિરધારી વગર

રાધા પામી ના શક્યા કૃષ્ણ સંગ
આથી રાધા ને મળ્યું આજીવન વર

કૃષ્ણ પહેલા બોલાઈ રાધા નું નામ
જગપ્રસિધ્ધ થયું રાધે કૃષ્ણ નામ

રહી ના શક્યા જીવતે જીવ જોડે
આથી મંદિરમાં રાધા કૃષ્ણ જોડે જોડે

પ્રેમમાં એકબીજા ને પામ્યા વગર
જગ ને આપી શુદ્ધ પ્રેમ કહાની

રાધા કૃષ્ણ તણી પ્રેમ કહાની
રાધા એ બનાવી અમર કહાની

બોલો રાધે... રાધે..રાધે. . રાધે કૃષ્ણ...

હિરેન વોરા
તા. 27/08/2020Rate & Review

sharav shah

sharav shah 1 year ago

Mahesh kavra

Mahesh kavra 2 years ago

Deep Tundiya

Deep Tundiya 2 years ago

શિતલ માલાણી

સુંદર કાવ્ય સંગ્રહ

Ami

Ami 2 years ago