My poem part 03 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ : 03

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 03

કાવ્ય 1

વીતી ગયેલી ક્ષણો નો જીર્ણોદ્ધાર....
એક નાનો પ્રયાસ મારી કલમે થી ... 🙏 🙏 🙏

જીવતા જીવે માણવી હતી બચપણ ને યૌવન ની વીતી ગયેલી ક્ષણો ફરી ફરી મારે,

કરવી હતી બચપણ ની બિન્દાસ તોફાન મસ્તી ફરી ફરી મારે,

વાંચવી હતી ઘણી બાકી રહી ગયેલી બાળપણ ની કિતાબો ફરી ફરી મારે,

લડાવવા હતા પ્રિયતમા ને બાકી રહી
ગયેલા ઘણા લાડ ફરી ફરી મારે,

ઘણું પ્રેમ થી લડવું હતું નાની નાની વાતો
ભાર્યા જોડે ફરી ફરી મારે,

બાળકો જોડે માણવું હતું વહી ગયેલું કાળા ઘેલી વાતો નું બચપણ ફરી ફરી મારે,

જીવતા જીવે માણવી હતી બચપણ ને યૌવન ની વીતી ગયેલી ક્ષણો ફરી ફરી મારે,

થયા અરમાનો પૂરા મારા ને જીવી ગયો
વીતી ગયેલી ક્ષણો ફરી ફરી

આમ મુશ્કેલીમાં પણ થયો જીર્ણોદ્ધાર
મારી વીતી ગયેલી ક્ષણો નો ફરી ફરી ....

કાવ્ય : 2

એક સવાર...

આવશે કાળી અંધારી રાત
પછી એક સવાર....

તું હાર નહીં, તું થાક નહીં,
તું પ્રયત્નો કર અડગ મન થી ,
આવશે ફરી એક સવાર....

આજે વારો છે એનો...
તો શું થયું હાર માનવી આપણે...
ના હુ શું કામ માનું ડરીને હાર...

આજ વારો છે એનો
તો વિશ્વાસ છે કાલે છે મારો વારો...
હું શું કામ ડરી ને માનું હાર...

આગળ કશું ભાસતું નથી..
તો શું માનવી મારે હાર..
એક રાત પછી તો કાયમ પડે છે એક સોનેરી સવાર...

કાવ્ય : 3

વિચિત્ર જંગ

આ જંગ છે થોડી વિચિત્ર ,
તું તૈયારી લડવા ને શું કરીશ,

નથી આમાં હથિયાર સજવાં ના,
કે નથી લડવા ને રણનીતિ ઓ બનાવાની,

આ જંગ મા નથી બતાવા ની બહાદુરી
કે નથી હારવા ની મન ની હિંમત,

તું બેસવા નથી ટેવાયેલ ઘરે,
પણ છૂટકો નથી ઘેર બેસયા વગર,

જો નીકળ્યા ઘર ની બહાર તો,
મુસીબત ને આપીશું મફત માં આમંત્રણ,

જો થોડા માં ચલાવતા નહીં શીખી એ,
તો હારી જશું આપણે આ જંગ,

રહી ને ઘરે તોડીશું આપણે સંક્રમણ,
એમજ કરી ને જીતાશે આ વિચિત્ર જંગ,

આ જંગ ને જીતવા નથી બીજો કોઈ આરો, ઘરે બેસો અને આ વિચિત્ર જંગ જીતો...

કાવ્ય : 4


આંધળી દોડ

માનવે માનવ ને હરાવવા
લગાવી એક અણધારી દોડ

કાંઈક સાબિત કરવા પોતાને
માનવી એ લગાવી એક આંધળી દોડ,

કોઈ ના માથે પગ મૂકી વધ્યા આગળ
માનવી એ લગાવી એક આંધળી દોડ

પૃથ્વી ને કરી વેરણ છેરણ પોતાના માટે
માનવી એ લગાવી એક આંધળી દોડ

કર્યા મેલાં બધાં નદી ને સમુદ્ર શું પામવા ને
માનવી એ લગાવી એક આંધળી દોડ

આકાશ પણ પડ્યું નાનું ઊડવા ને
માનવી એ લગાવી એક આંધળી દોડ

પક્ષી પ્રાણી ઓ ના પડાવ્યા ઘર
માનવી એ લગાવી એક આંધળી દોડ

ઇશ્વર થી મોટા સાબિત થવા મા વાળ્યો કુદરત નો દાટ...

આને થી નારાજ ઈશ્વરે બતાવી જરા
આંખ

ને થંભી ગ્યો જરા વાર મા કાળા માથા ના માનવી નો આંધળો દોડ નો પ્રયાસ

કાવ્ય : 05


યાદ ફરી યાદ... ફરિયાદ થઈ ને આવે છે

એ નાનપણ નો માં નો ખોળો અને મીઠા મીઠા હાલરડા, કાળી ઘેલી ભાષા અને આપણી જીદ ને પૂરી કરતા માવતર

ભાઈ બહેનો નો પ્રેમ ભર્યો નિર્દોષ ઝગડો અને એકબીજા ની વસ્તુ છીનવા ની મજા

યાદ ફરી યાદ.. ફરિયાદ થઈ આવે છે

ગામ નો મહોલ્લાે, શેરી ઓ અને ચોરા ઓ
કોઈ પણ મિત્રો ના ઘરે પ્રયોજન વગર જમવા બેસી જવા ની મજા,

લગોટી, આંબલી પીપલી અને થપ્પો ની ખર્ચ વગર ની રમતો, નદીઓ અને તળાવ કૂવા મા છાના માના ન્હાવા ની મજા ઓ

યાદ ફરી યાદ.. ફરિયાદ થઈ આવે છે

મિત્રો જોડે ગિલલી ડંડા ને એ ક્રિકેટ ની રમત રમતા રમતા લડવા ની મજા ને,
નહીં એકબીજા સાથે બોલવા ની કસમ તો સાંજ પડતાં ધૂળ ની ડમરી ની જેમ ઊડી જતી

યાદ ફરી યાદ.. ફરિયાદ થઈ આવે છે

સરકારી સ્કૂલ નો સસ્તો યુનિફોર્મ ને માસ્તર નો માર, પણ મફત શિક્ષણ એનું જોરદાર

યાદ ફરી યાદ.. ફરિયાદ થઈ આવે છે

વરસાદ આવતા છાના માના માટી ખાવા અને પલળવા ની અને જહાજ તરાવા ની મજા,

યાદ ફરી યાદ.. ફરિયાદ થઈ આવે છે

નાના હતા ત્યારે સપના ઓ મોટા મોટા હતાં, અને સપનાઓ પૂરા કરતા ક્યારે મોટા થઈ ગ્યાં

નાના હતા ત્યારે મોટા હ્રદય ના હતા ને મોટા થયા નાના હ્રદય ના ક્યારે થઈ ગ્યાં

યાદ ફરી યાદ.. ફરિયાદ થઈ આવે છે
અને આંખ માં અણધાર્યા આંસુ ઓ આપી જાય છે...


કાવ્ય : 06


સૃષ્ટિ

ભગવાને સુંદર મજાની સૃષ્ટિ બનાવી, માનવી, પશુ, પંખી ને જળચર પ્રાણીઓ બનાવ્યા,

ધરતી, નદી, સમુદ્ર, જંગલ ને આકાશ બનાવ્યા, તેમજ સુરજ, ચાંદ અને તારા ઓ બનાવ્યા,

માનવ ને તરસ લાગી, કુદરતે પાણી આપ્યું, ભૂખ લાગી તો લીલા શાક ને ફળ આપ્યા
પહેરવા ને કપડાં આપ્યા,

વાહનો ને દોડવા ઈંધણ આપ્યું અને પરિવાર સાથે રહેવા ઘર આપ્યા,

કામ કાજ અને આરામ કરવા દિવસ અને રાત્રિ નું સર્જન કર્યું ને અલગ અલગ ઋતુ ઓ બનાવી,

ના સમજાય કે વિચારી પણ શકાય એવી સરસ મજા નીસૃષ્ટિ નું સર્જન કર્યું

પણ બીજા બધા ને છોડી ને કાળા માથા ના માનવી એ સૃષ્ટિ ને શું શિરપાવ આપ્યો???

નદી અને સમુદ્ર ને કર્યા પોતાના સ્વાર્થ માટે મેલાં , કાપ્યા જંગલો ને પડાવી લીધા પશુ પંખી ના ઘરો,

પૃથ્વી ને કરી નાખી વેરણ છેર, દૂષિત કર્યું આકાશ અને આટલેથી પણ ન અટકતા કર્યા બીજા જીવો ને પણ હેરાન,

માનવી એ માનવી ને પણ ના છોડયા એટલે તો નારાજ કુદરતે ભૂકંપ, અતિ વૃષ્ટિ જેવી વિપત્તિ ઓ આપી આંખ ખોલવા મોકો આપ્યો,

તોપણ આપણી આંખ ના ખુલતા આપણે જાતે જ કોરોના રૂપી વિનાશ ને ભૂલ મા આમંત્રણ આપી બેઠા...

સૃષ્ટિ સ્વરૂપે ઈશ્વરે આપણે ઘણું બધું આપ્યું અને આપણે એનું શું વળતર આપ્યું???? ..
વિચારવા જેવું અને ઊંઘ માંથી સફાળા જાગી જવા જેવું ખરું


કાવ્ય : 07


કુદરત ના ખોળે

ભાગ દોડ ભરી જિંદગી થી કંટાળી મેં તો શાંતિ મેળવવા કર્યા કાંઇક નિષ્ફળ પ્રયાસો,

મેળવવા શાંતિ ફર્યો જ્યાં મેં તનતોડ મહેનત કરી હતી, તો પણ હું ના ઠર્યો દીલ થી ,

માર્યા ફોગટ ના મેં તો આંટા ફેરા માનવ સર્જિત જગ્યાઓ ના, તો ત્યાં પણ નિરાશ સાપડી

થાકી કંટાળી ને થયું લાવ ને થોડું ફરું કુદરત ના ખોળા માં, શું છે ત્યાં મજા નું ??

ફર્યો ઝાડ પાન થી ઘેરાયેલા ઘનઘોર જંગલ માં ને સાંભળવા મળ્યુ પંખી ઓ નું સુમધુર કલરવ કરતું સંગીત

સાંભળી મેં તો ડરામણી અને ઉત્સુકતા જગાવતી જંગલી જાનવર ની ગર્જના ઓ ,

સાંભળી મે તો કુદરત નો આનંદ લેતી પશુ પંખી ના ટહુકા અને કિકયારી ઓ , ટાઢક થઈ આંખ- કાન સાથે મન ને પણ આ નિહાળી ને,

જીજ્ઞાષાવશ વધ્યો આગળ નદી કિનારે ને નદી નું નિર્મળ સ્વરૂપ દીઠી પીધું ખોબો ભરી ને પાણી,

ખળખળ વહેતા પાણી નું સૂમધુર સંગીત ને નાચતી કુદતી નદી નું અલૌકિક સ્વરૂપ જોઈ નાચી ઉઠયું મન ખુશી થી,

ત્યાં થી આગળ વધ્યો હું તો ખળ ખળ વહેતી નદી જોડે, જે આગળ મળતી હતી ઘૂઘવતા સાગર ને,

ત્યાં જોયું અલ્લડ સ્વરૂપ નદી નું, જે થનગનતી હતી પોતાનું અસ્તિત્વ ભૂલવા, અને નદી ને તો સમાઈ જવું હતું પ્રેમ થી દરિયામા,

સાંભળવા મળ્યા મોજા ના ભરતી ઓટ ના અવાજો, મળ્યા શંખ, મોતી, છીપલાઓ દરિયા ની ભીની રેત માં,

લખ્યા પ્રેમ થી નામો રેત માં મેં યાદ કરી કરી ને, ભૂંસી નાખ્યા એ નામો દરિયા એક મોજે તો પણ મજા ખૂબ આવી ગઈ

થાકી ને થોડી દૂર કરી મારી નજર ત્યાં થી મેં, તો મનમોહક પર્વતો ની હારમાળા દેખાઈ,

જોયુ મેં ગર્વ થી ઉન્નત થયેલું પર્વત નું શીશ, જાણે ઉજવતો હોય કોઈ ઉત્સવ વાદળો ને વીંધી ને,

આ બધા અનુભવે વ્યાપી ગ્યો આનંદ રોમ રોમ માં મારા અને થઈ અનુભૂતિ શાંતિ ની એવી કે મન તૃપ્ત થઈ ગ્યુ

અનાયાસે મસ્તક નમાવી અને બે હાથ જોડી માની બેઠો આભાર ઇશ્વર નો કે તે તો બનાવ્યો અદ્ભુત નઝારો કુદરત નો ..

સપના માં પણ કોઈ ના આવે કુદરત ના તોલે કોઈ પણ મોલે...

કાવ્ય : 08


કોને ખબર???

મંઝિલ છે બહુ દૂર અને અતિ વિકટ,
કેટલી કાપી અહીંયા સફર , કોને ખબર???

અધવચ્ચે થી થાકી ને ના અટકી જઈશ,
રાખજે હોશલો એક્દમ બુલંદ,
હજુ કેટલી છે દૂર સફર , કોને ખબર ???

કરી લે તું મન ને અતિ મજબૂત
હજુ કેટલીય બાકી છે કસોટી આપવા ની,
કોને ખબર???

આવશે હજુ ઘણી મન ને વિચલિત કરી નાખે એવી આકરી અસહય તકલીફો,
કોને ખબર??

તું તૈયાર રહે એક ખરાં યોદ્ધા ની જેમ નિશ્ચિત મન થી, તારે કેટ કેટલું બાકી છે કરવાનું સહન, કોને ખબર???

આવશે અણધારી મુસીબત કઈ દિશા માંથી કોને ખબર????

છે જીત ની ડગર ઘણી મુશ્કેલ, આપવા પડશે હજુ કેવા કેવા ભોગ, કોને ખબર??

થશે જરૂર ઈશ્વરીય સહાય ને મળશે તને જીત, પણ ક્યારે એ નથી કોઈ ને ખબર...

કાવ્ય :09

🙏હે ઇશ્વર 🙏

હે ઇશ્વર, સાંભળે છે તું, કંટાળી ને લોકો પોતાનું અસ્તિત્વ ખતમ કરે એ પહેલા
તું બાજી ને લઇ લે હવે તારા હાથ માં,

હે ઇશ્વર, તારા ઉપર થી વિશ્વાસ ડગમગી જાય એ પહેલાં આ ખેલ ને હવે તું પુરો કર....

હે ઇશ્વર, થાય ભુલ અમારી બાળ છીએ અમે તારા, બીજી બધી ભૂલો ની જેમ આ ભૂલ ને પણ તું મોટું મન રાખી માફ કર,

હે ઇશ્વર, ક્યાં સુધી તું આમ રિસાઈ ને બેસી રહીશ, ધીરજ અમારી હવે તો ખૂટવા આવી,

હે ઇશ્વર, ફેરવ હવે તું કોઈ એવી જાદુઈ છડી કે આ અમારી મુસીબત જાય ચપટી માં ટળી,

હે ઇશ્વર, તું કહે એ બધું કરવા છીએ અમે તૈયાર, હવે અમારી ડૂબતી નૈયા ને તું જ પાર લગાડ...

હે ઇશ્વર, હવે તો આખા જગ ને છે તારા ઉપર અખૂટ વિશ્વાસ કર ને આ આપતી નો તું જલ્દી થી વીનાશ...

કાવ્ય : 10

"જીત નું ઘડતર "

પત્થર ઘડાઈ ને મૂર્તિ બને,

ઝરણું પહાડો થી અથડાઈ નદી બને,

સોનું ઘડાઈ ને આભૂષણ બને,

લોખંડ ઘણ ના ઘા ખમી હથિયાર બને,

કાગળ પેન ના ઘા ખમી ને ગ્રંથ બને,

શૈતાન પણ ઘા ખાઈ ને સાધુ બને,

જેમ ઘા ખમ્યા વગર કોઈ પણ સુંદર કૃતિ ના બને,

એમ કોઈ પણ પ્રકાર ના પડકાર વગર ની જીત શું કામ ની ??

આવો આવેલ આપતી નો સામનો કરી ને આપણું ઉતમ ઘડતર કરી એ,

એ ઘડતર થી શ્રેષ્ઠતમ બની ને બહાર આવી એ...ફીનિકશ પંખી ની જેમ,

આવો આજે આપણે સૌ પ્રણ લઈ એ, આવેલ આપતી નો આગળ વધી ને સામનો કરી એ,

અને એક અદ્ભુત, અકલ્પનીય અવિષમરણીય જીત ની દંતકથા નો ભાગ બની એ








Rate & Review

Hiren Manharlal Vora
Mann Sidd

Mann Sidd 3 years ago

awesome

Jignesh Shah

Jignesh Shah Matrubharti Verified 3 years ago

Parul

Parul Matrubharti Verified 3 years ago

alpadoshi.tinu@gmail.com