Whatever happens happens for good books and stories free download online pdf in Gujarati

જે થાય છે તે સારા માટે થાય છે

જે થાય છે, જયારે થાય છે તે સારા માટે જ થાય છે.:

એકવાર પરિવારના 4 સભ્યોએ વિદેશ વેકેશનની યોજના બનાવી. બધાએ મળીને આ લાંબા વિદેશ વેકેશન માટે પૈસાની બચત કરવાનું શરૂ કર્યું. જરૂરી બધું કયુઁ, પાસપોર્ટ અરજી કરી અને 17 દિવસ માં પાસપોર્ટ આવી ગયા. આરોગ્ય પ્રત્યે સજાગ રહી ને આરોગ્ય ને જાળવ્યું *અંતે, બે વર્ષ પછી તેઓ તારીખો નક્કી કરી વેકેશન કરવાનું નક્કી કર્યું અને તે માટે તેઓ સૌ ઉત્સાહિત હતા.* તેઓ સમય પૂર્વે એરપોર્ટ જવા રવાના થયા જેથી તેઓ સમયસર પહોંચી શકે. *જયારે તેઓ એરપોર્ટ જઇ રહ્યા હતા ત્યારે બીજા કોઈનો જીવલેણ અકસ્માત સર્જાયો હતો અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઉતાવળ હતી પણ રોડ ટ્રાફિક ની આગળ લાચાર હતાં તેમની ટેકસી વિમાનમથક પહોંચવા માટે મોડી પડી.*

તેઓ એરપોર્ટ પહોંચ્યા ત્યાં સુધીમાં, ટિકિટિંગ કાઉન્ટર ઉપર બોર્ડિંગ પાસ આપવાનું બંધ કરી દીધું હતું, અને ફ્લાઇટ ટેક-ઓફ થવાની હતી. ઓળખાણ ઉપર સુધી લગાડી પણ શૂન્ય ના કામ આવી *ઘણી વિનંતીઓ છતાં પણ, એરલાઇન્સના કર્મચારીઓ લાચાર હોવાને કારણે તેઓએ ઇનકાર કરી દીધો અને આગલી ફ્લાઇટ માટે ટિકિટ ખરીદવાનું કહ્યું. તેઓનો પરિવાર ખુબ જ નારાજ થઇ ગયો અને તેમના નસીબને દોષ આપવા લાગ્યા.*

*તેજ સમયે, તેઓ જે ફ્લાઇટમાં જવાના હતા, તે રનવેથી ઉપડી હતી. અચાનક તેમાં તકનીકી ખામી થઇ અને હવામાં મોટો ધડાકો થયો.* ત્યાં હાજર વ્યક્તિઓએ સાંભળ્યો અને ધુમાડાના ગોટા જોયા.

*હવે, જે વિલંબ એક અભિશાપ લાગતો હતો તે આશીર્વાદ બની ગયો હતો!*

*આપણી જોડે જે પણ સારું અથવા ખરાબ થાય છે તે સહર્ષ સ્વીકારો.

શુદ્ધિ, બુદ્ધિ અને વૃદ્ધિથી આવે સમૃદ્ધિ

માનવ જીવન યાત્રામાં સદૈવ સુખ, શાંતિ અને સમૃદ્ધિની ઝંખના કરતો હોય છે. સમૃદ્ધિ મેળવવા માટે ક્ષમતા વિકસિત કરવી પડે. કઠોર પરિશ્રમ અને પ્રચંડ પુરુષાર્થ ને સાથી બનાવવા પડે. કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી. પડકાર ને સ્વીકારવા સાહસ અને હિંમત અનિવાર્ય છે. કાર્ય પ્રત્યે નિષ્ઠા, મહેનત, લગન અને ધગશ હંમેશા સફળતા તરફ લઈ જાય છે. સાહસ વિના સિદ્ધિ નથી. મિત્રો સાચી દિશા માં જવા મેહનત કરી હતી પણ ઈશ્વર સાથે હતો, તેણે તો સાથ આપ્યો, આપણે સમજ્યા કે નહીં તે અગત્ય નું છે, બોર્ડિંગ પાસ આપવા માટે ઈશ્વર ટિકિટ બારી પર જ ઉભો હતો.

મિત્રો, શુદ્ધિ એટલે પવિત્રતા, પ્રમાણિકતા અને પરમાર્થ ની ભાવના. જ્યારે બુદ્ધિ એટલે જ્ઞાન, સૂઝ અને સમજ. વૃદ્ધિ એટલે વિકાસ, સફળતા અને ઈચ્છિત પ્રાપ્તિ. આમ જીવનમાં શુદ્ધિ, બુદ્ધિ અને વૃદ્ધિનો સુભગ સમનવય થી જ સમૃદ્ધિ નું દ્વાર ખુલે છે. ખુશી, આનંદ અને પ્રસન્નતા નું આગમન થાય છે. સાચી સમૃદ્ધિ મન - સુખ, તન - સુખ અને ધન - સુખ નો ત્રિવેણી સંગમ થાય ત્યારે જીવન સંતોષ પરમ સીમા પ્રાપ્ત કરે છે.
મિત્રો, શુદ્ધિ માટે સત્યને સંગાથી બનાવવું પડે. બુદ્ધિ માટે અજ્ઞાન અને અહંકાર ને ત્યજી ને જ્ઞાન મેળવવું આવશ્યક છે. વૃદ્ધિ માટે વિકાસ એટલે કે આગળ વધવું અને સુખ - સગવડ માટે ની સંપત્તિ અને સમજણ ને અર્જિત કરવી. આર્થિક, માનસિક અને શારીરિક સક્ષમ માનવ સમૃદ્ધ થાય તો જ જીવન ની મોજ - મજા અને ભીતરનો આનંદ માણી શકે. હદય નો સંતોષ જ સમૃદ્ધ માનવ ને સ્નેહ ની અનુભૂતિ કરાવે છે. માનવ ને હોઠ ઉપર સ્મિત, આંખો માં દયા અને કરુણા, મનમાં પરોપકારની ભાવના, વિચાર મા સત્ય, હાથમાં મહેનત અને આપવાની વૃત્તિ, હૈયામાં હિંમત અને ઉદારતા તથા જતું કરવાની ભાવના જીવનયાત્રા ને સુખ, શાંતિ અને સમૃદ્ધ બનાવે છે. જીવનમાં મધુરતા રાખવાથી સોનામાં સુગંધ ભળે છે.
આપ સૌ પરિવારજનો સમૃદ્ધિના નવીનતમ શિખર સર કરો તેવી શુભેચ્છા અને શુભકામના.
આશિષ શાહ
MADwAJS : make a difference WITH Ashish J Shah
91 9825219458
concept.shah@gmail.com