Make a Difference - m. a. d. books and stories free download online pdf in Gujarati

Make a Difference - m. a. d.

.મારી ઉણપ એ જ મારી તાકાત
My weakness is my strength
જીવનયાત્રામાં કોઈ માનવી સર્વગુણસંપન્ન હોતો નથી. પોતાની અપૂર્ણતા ની પૂર્ણતા માટે પ્રયત્નશીલ રહેતો હોય છે, અને સંપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે સ્વપ્ન સેવતો હોય છે. માનવી પોતાની ઉણપ, ખામી, અધૂરપ અને ઓછપ ને હંમેશા શ્રાપ રૂપ માનતો હોય છે. નસીબ નો જ દોષ છે, તેમ માની દુઃખી થતો હોય છે.
મિત્રો, પરિસ્થિતિનો સ્વીકાર, બાંધછોડ કરવાની વૃત્તિ અને સમાધાન માટે પહેલ કરવાની મનોવૃત્તિ નો ત્રિવેણી સંગમ માનવ જીવન ને અદભૂત, અજોડ અને અલૌકિક તાકાત બક્ષે છે. પોતાની ઉણપને તાકાતમાં ફેરવવાની સાહસિકતા અને મક્કમતા જીવન જંગને જીતવાની પ્રેરણા આપે છે.
પ્રતિકૂળતા ને અનુકૂળતા અને સાનુકૂળતા મા પરિવર્તિત કરે એ જ સાચો કર્મવીર છે. પોતાની નબળાઈ ઉપર રોનારા અને કિસ્મત ને ભાંડનાર ને કાયર, નિસ્તેજ અને પરાજીત ની શ્રેણીમાં મૂકી શકાય. તેજસ્વી અને મેઘાવી વ્યક્તિત્વ થી શક્તિ અને ઊર્જાનો સંચાર થાય છે.
યાદ રાખો, ઈશ્વરે માનવી ને સીધો બનાવ્યો છે અને એ આડો ચાલે છે માટે દુઃખી અને નિરાશ થાય છે. જ્યારે પ્રાણી ઑ ને આડા બનાવ્યા છે પણ તે ચાલે છે સીધા. માનવી એ જીવનમાં છેતરવાનું, છાવરવા નું, છલકાવા નું અને છંછેડવા નું છોડવું પડે તો જીવનના બધા પડકારને પહોંચી વળવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય.
જીવનયાત્રામાં સફળતાની મંઝિલ પ્રાપ્ત કરવા માટે મજબૂત ઇરાદા અને મક્કમ મનોબળ આવશ્યક છે અને ત્યાં પહોંચવા સંકલ્પબદ્ધ, પ્રતિબદ્ધ અને કટિબદ્ધ થવું ફરજિયાત છે.
મિત્રો, કેટલાક પ્રેરક અને પ્રોત્સાહક ઉદાહરણ જોઈએ કે જેમને પોતાની ઉણપને પોતાની તાકાત મા ફેરવી છે અને વિશ્વમાં પ્રતિષ્ઠિત થયા છે.
(૧) મિલેનિયમ સ્ટાર શ્રી અમિતાભ બચ્ચન કે જેમને તેમના ઘેરા અવાજ ને કારણે reject કરવામાં આવ્યા હતા. જે આજે તેમના અસરદાર અવાજને કારણે બોલીવુડ મા રાજ કરે છે.
(૨)ભારતની રમતવીર દિકરી શ્રી અરુનીમાં સિંહ કે જેને ગુંડાઓ એ ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધી હતી અને એક પગ ગુમાવવો પડ્યો હતો. હિંમત હાર્યા વિના એક પગ
થી બીજો પગ પ્રોસ્થેટીક ના સહારે માઉન્ટ એવરેસ્ટ અને દુનિયાના બીજા ઉચ્ચતમ શિખરો સર કર્યા.
(૩) નાનકડા ગામની વાત કરીએ.
ઉત્તર પ્રદેશના જોનપુર તાલુકાના મધોપત્તી ગામ કે જેની વસ્તી ૭૦૦ લોકોની છે અને ૭૫ પરિવાર વસે છે, પરંતુ આ ગામે ભારત દેશ ની સેવામાં ૪૭ IAS - IPS આપ્યા છે.
(૪)પ્રજ્ઞાચક્ષુ હેલેન કેલર દુનિયાના દિવ્યાંગ ને બ્રેઈલ લિપિ આપીને કૃતાર્થ કર્યા છે.
(૫)વિશ્વ વિભૂતિ સ્વામી વિવેકાનંદે સનાતન ધર્મ - દેશભક્તિ અને મહાત્મા ગાંધીજી એ સત્ય - અહિંસાનો સંદેશ આપ્યો છે.

જયારે આપણને કોઈ કહે કે આ વસ્તુ તારાથી નહીં થાય, આ શું ગાંડા જેવું કામ કરે છે, આ માણસ પાગલ થયી ગયો છે, આપણા દરેક કામ માં આપણે આગળ ના વધી જઈએ તેવું કરીને પ્રોત્સાહિત કરવાની જગ્યાએ ટીકા ઓ કરીને આપણને બીજા રસ્તે દોરવાના પ્રયાસો કરવા આ તો માનવ સ્વભાવ છે, મિત્રો આપણે કોઈ કામ કરતા હોઈએ અને લોકો જો આપણી ભૂલો કાઢે એ પણ વણમાંગી સલાહ તો તે લોકો વગર પગાર ના આપણા સફળતા ના રસ્તા માટેના નોકરિયાતો છે આપણને મફત માં ટીકાકારો મળ્યા તે તો પાડ માનવાનો અવસર છે, લોકો વેબ પર survey કરે છે અને પછી નિર્ણય લે છે જયારે આપણને હિતેચ્છુ ઓ સામે થી મળે છે, આપણે તેઓને શુભચિંતક માની ને તેમનો આભાર માની ને તે કામ પૂરું કરવાની નેમ લયીશુ તો કામ 💯ગણું સારુ થશે જ અને MAD એટલે કે make a difference સાર્થક થશે જ.
મિત્રો, જીવનમાં જે મારી પાસે છે એ ઈશ્વરની શ્રેષ્ઠ ભેટ છે અને તેનો શ્રેષ્ઠતમ અને સર્વોત્તમ ઉપયોગ હું કરીશ. જો જો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે.
આશિષ શાહ
MADwAJS
9825219458
🌈 concept.shah@gmail.com
PUBLIC SPEAKING COACH
Public Influencer Coach Blueprint