Mission 5 - 2 books and stories free download online pdf in Gujarati

મિશન 5 - 2

મિશન 5

ભાગ 2 શરૂ

"ડોલ્ફ આ સવાલો તું મને ના કર સમય આવે બધી ખબર પડી જશે" મિસ્ટર ડેઝી ગુસ્સે થઈને બોલ્યા અને પોતાની ખુરશી છોડીને ત્યાંથી ગુસ્સે થઈને જતા રહ્યા. 

"અરે સર સોરી" ડોલ્ફ દુખી થઈને બોલ્યો. 

"ડોલ્ફ બધી ભૂલ સોરી કહેવાથી નથી છુપાઈ જતી આજે હું તને માફ કરું છું પણ હવે પાછો આ સવાલ તું મને ના કરતો" આટલું કહીને મિસ્ટર ડેઝી પાછા આવીને ખુરશી ઉપર બેસી ગયા. 

"ઓકે સર તો ચાલો બીજા બે વ્યક્તિઓ વિષે પણ જણાવી દો એટલે હું તે લોકોને ગોતવાની તૈયારી શરૂ કરી દવ"

 

"મારે ચોથો વ્યક્તિ એવો જોઈશે જે ટાઈમ ટ્રાવેલ અને એલિયનમાં વિશ્વાશ કરતો હોય અને પાંચમો વ્યક્તિ તો મારા ઘરમાં જ છે. 

 

"હું સમજ્યો નહિઁ સર તમે શૂ કહેવા માંગો છો?"

 

"અરે મારી દીકરી ઝોયા જે અત્યાર સુધીમાં ઘણા બધા સ્પેસ મિશનોમાં પોતાનો અમૂલ્ય ફાળો આપી ચૂકી છે"

 

"અરે હા સર એ મને યાદ જ ના આવ્યું. "

 

"તો ડોલ્ફ હવે સ્ટાર્ટ કરી લે આ ચાર વ્યક્તિઓની ખોજ!"

 

"સર એક તો આ ઓફિસનું કામ અને ઉપરથી તમારું આ કામ હું કેવી રીતે મેનેજ કરી શકીશ?"

 

"ચલ ડોલ્ફ આજથી તને એક મહિના સુધીની રજા અને તારી સેલેરી ચાલુ જ રહેશે પણ મને એક મહિનામાં આ વ્યક્તિઓ ગોતીને આપ. મને વિશ્વાસ છે કે તું જરૂરથી આ વ્યક્તિઓને ગોતી શકીશ"

 

"હા સર જરૂર હું આ વ્યક્તિઓ જલ્દી જ તમને ગોતીને આપીશ. "

 

ડેઝી અને ડોલ્ફના આ સંવાદ પછી ડોલ્ફ ડેઝીના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિઓની ખોજમાં લાગી ગયો. ડેઝી એન્ટિબાયોટીક બનાવતી કંપનીનો માલિક હતો અને વર્ષો પહેલા તે નાસા કંપનીમાં કામ કરી ચૂક્યો હતો જ્યારે ડોલ્ફની ઓળખાણ પણ ઘણા બધા વૈજ્ઞાનિકો અને એસ્ટ્રોનૉડ્સ સાથે હતી જેથી ડેઝીએ આ કામ ડોલ્ફને સોંપ્યું. ડોલ્ફ પાસે સ્પેસનો જાણકાર અને ઘણાબધા સ્પેસ મિશનોને સફળતા અપાવનાર એક વ્યક્તિનો કોન્ટેક્ટ હતો જેનું નામ હતું જેક. ડોલ્ફે જેકનો નંબર પોતાના કૉન્ટૅક્ટ લિસ્ટમાંથી ગોત્યો અને જેકને કોલ કર્યો. અને તેને આ મિશનની પૂરી વાત જણાવી. આવી જ રીતે ડોલ્ફે બીજા એક વ્યક્તિને પણ કોલ કર્યો જેનું નામ હતું રીક. રિક પણ આ મિશન માટે રાજી થયો. હવે બીજા બે વ્યક્તિઓને ગોતવના હતા જે ડોલ્ફ માટે થોડુક મુશ્કેલ હતું. ડોલ્ફે ઘણી તપાસ કરી પણ કોઈ વ્યક્તિ મળ્યું નહીં ત્યારે ડોલ્ફે જેક અને રિકને વ્યક્તિઓ વિષે વાત કરી અને તેમણે બે વ્યક્તિઓ ગોતી આપ્યા. જેમનું નામ હતું નિકિતા અને રોહન. એક મહિનાના અંત સુધીમાં ડોલ્ફે બધા વ્યક્તિઓને ગોતી લીધા હતા. કામ પૂર્ણ થતાં જ ડોલ્ફ સીધો સ્ટીવની ઓફિસમાં ગયો. 

 

"આવ આવ ડોલ્ફ" ડેઝી ખૂશ થઈને બોલ્યો. 

 

"ઓહો આજે તો ખૂબ જ ખૂશ લાગો છો સર"

 

"અરે ખૂશ તો હોવ જ ને યાર મને વિશ્વાસ કે આટલા સમયમાં બધા વ્યક્તિઓને ગોતી લીધા હશે"

 

"હા સર તમને જોઈતા હતા એ વ્યક્તિઓ મે ગોતી લીધા છે હવે મારૂ આ કામ થયું પૂરું આ છે એ લોકોના ફોન નંબર હવે તમે જ તે લોકો સાથે વાત કરી લેજો"

 

"ઓકે ડોલ્ફ અને આજે તે ફરી સાબિત કર્યું કે તું મારી કંપનીનો શ્રેષ્ઠ મેનેજર છે. "ડેઝી એક્દમ ખૂશ થઈને બોલ્યો. 

 

ડેઝીએ હવે જેક, રિક, રોહન અને નિકિતાને મિટિંગ માટે બોલાવ્યા. બધા લોકોએ મિટિંગનો સમય નક્કી કર્યો અને બધા ડેઝીની ઓફિસે મળ્યા. 

 

"તો અહિયા આ મિટિંગમાં ઉપસ્થિત તમામ લોકોનો હું દિલથી આભારી છું કે તમે લોકો તમારો કીમતી સમય કાઢીને આ મિટિંગમાં આવ્યા. મિત્રો આ મિશન વિષે ડોલ્ફે તમને બધી વાત જણાવી જ હશે. હું છું ડેઝી અને હું સ્પેસના સો થી પણ વધારે મિશન કરી ચૂક્યો છું દસ વર્ષ પહેલા મે આ મિશન કરવાની કોશિશ કરી હતી પણ સ્પેસક્રાફ્ટ ક્રેશ થઇ જવાને કારણે મારુ એ મિશન નિષ્ફળ ગયું. શૂ તમે બધા મને તમારો પરિચય આપી શકશો?" ડેઝીએ તમામ ઉપસ્થિત લોકોને કહ્યું. 

 

"હું છું જેક અને આ છે મારી પત્ની નિકિતા અમે બંને પણ નાસા માટે કામ કરતા હતા અને મારુ સપનું દેશ માટે એવી ટેકનોલોજી બનાવવાનું હતું જેથી દેશ મજબૂત બને પણ મારા ખૂફિયા એક્સ્પેરીમેંટની ખબર અમારી કંપનીને પડતાં તેમણે અમારું લાઇસન્સ કરી લીધું હાલ હું કોમ્પયુટર પ્રોગ્રામર તરીકે નોકરી કરૂ છું અને મારા ઘર પાસે જ મે એક રિસર્ચ સેન્ટર બનાવેલ છે જ્યાં હું અને રોહન બંને બધી અવનવી રિસર્ચ કરીએ છીયે. "

 

"વેલ ડન જેક એન્ડ નિકિતા" સ્ટીવ બોલ્યો. 

 

"હું રિક વોટસન મને ટાઈમ ટ્રાવેલ અને એલિયન્સમાં ખૂબ જ રસ છે અને હું એવું માનું છું કે આપણે ટાઈમ ટ્રાવેલ કરી શકિયે છીયે હું સરકાર દ્વારા આયોજિત સ્પેસ મિશનમાં જવાનો જ હતો પણ મારી આ વાતો સાંભળતા જ આ મર્યાદિત વિચારસરણિ વાળા લોકોએ મને મિશનમાં જવાનો ઇનકાર કરી દીધો. પણ હું સાબિત કરીને રહીશ કે ટાઈમ ટ્રાવેલ અને એલિયન્સ હકીક્તમાં છે. "

 

"તમારા બધાનો પરીચય સાંભળીને તો મને લાગે છે કે આ મિશન આપનું સો ટકા સફળ થશે. " ડેઝી બોલ્યા. 

 

"મને એક સવાલ છે હું પૂછી શકું મિસ્ટર સ્ટીવ?" જેકે ડેઝીને કહ્યું. 

 

"હા પૂછો... પૂછો બિન્દાસ્ત" ડેઝી બોલ્યા. 

 

"સ્પેસ તો ખૂબ જ મોટું છે પણ આપણે સ્પેસમાં જવાનું છે ક્યાં ગ્રહ ઉપર?" જેકે પૂછ્યું. 

 

"હા આપણે સ્પેસમાં એક એવા ગ્રહ ઉપર જવાનું છે જ્યાં હજુ સુધી કોઈ નથી પહોંચી શક્યું ઘણી બધી સ્પેસ એજન્સીઓએ ત્યાં જવાની કોશિશ કરી હતી પણ તે લોકો નિષ્ફળ રહ્યા" સ્ટીવે જેકને કહ્યું. 

 

"આ સ્પેસ મિશનમાં આપણે ક્યાં ગ્રહ ઉપર જવાનું છે તે જણાવી શકશો?" રિકે પૂછ્યું. 

 

"આ મિશન માટે આપણે જવાનું છે 55 કેંકરી ઇ ઉપર" ડેઝીએ રીકને જવાબ આપ્યો. 

 

"અરે આ ગ્રહ ઉપર તો સૂર્યથી ઘણો નજીક આવેલો છે. અને ત્યાનું વાતાવરણ કેવું છે તેની પણ આપણને ખબર નથી. " રોહન અસમંજસમાં બોલ્યો. 

 

"આ બાબતને સમજીને જ આપણે આ ગ્રહ ઉપર ફેલા ખાલી સ્પેસક્રાફ્ટ મોકલીશુ અને જ્યારે તે ત્યાના નજીકના સ્પેસ સેન્ટરમાં ડોક થઇ જાય અને પાછું નીચે અહિયાં આવી જાય પછી આપણે તે ગ્રહ ઉપર જવાનું છે કારણ કે મારી દસ વર્ષ પહેલાની ભૂલ હવે હુ નહિ કરૂ" ડેઝી બોલ્યા. 

 

"તો તો બધુ બરાબર છે તો હવે અમે અમારી સ્પેસમાં જવાની ટ્રેનીંગ ક્યારથી સ્ટાર્ટ કરીયે?" નિકિતાએ ડેઝીને પૂછ્યું. 

 

"તમારી ટ્રેનિંગ આપણી આવતી મિટિંગ થાય ત્યારે સ્ટાર્ટ થશે અને ત્યાં સુધી તમે પોતાની થોડીક ક્ષણો અહિયાં પૃથ્વી ઉપર વિતાવી લો અને જેક મારે તારી જરૂર પડશે એટલે તું મારી સાથે રહેજે" ડેઝીએ કહ્યું. 

 

"ઓકે મિસ્ટર ડેઝી" જેકે જવાબ આપ્યો. 

 

હવે આ મિટિંગ પૂરી થતાંની સાથે જ જેક સિવાયના બધા લોકો બહાર જતાં રહ્યા અને પછી ડેઝીએ જેક સાથે આ મિશનમાં ફાઇનાન્સિયલ કોસ્ટ કેટલી આવશે અને જે લોકોને નાસામાથી કાઢીને લાઇસન્સ રદ કરાયા છે તે લોકોને કેવી રીતે ફરીથી લીગલ કરવા તેની વાત કરી. 

 

"હા તો જેક સૌપ્રથમ આપણે તને અને તારી પત્ની નિકિતાને આજે રિકને આપણે ફરીથી લાઇસન્સ અપાવવા પડશે" ડેઝીએ જેકને કહ્યું. 

 

"પણ શું અમને લાઇસન્સ પાછા મળી જશે?" જેકે ડેઝીને પૂછ્યું. 

 

એટલામાં ત્યાં ડોલ્ફ દોડતો દોડતો આવ્યો અને કહ્યું "ડેઝી તમે ઓફિસની બહાર આવો જલ્દી"

 

મિશન 5 - ભાગ 2 પૂર્ણ

 

શું રિક, જેક અને તેની પત્નીને પોતાનું રદ થયેલું લાઇસન્સ પાછું લીગલ થઈ શકશે?ડોલ્ફ આટલો જલ્દી ડેઝીને કેમ બહાર બોલાવે છે?બહાર શું થયું હશે?શું કોઈ દુર્ઘટના ઘટી હશે કે પછી કોઈ મહત્વકાંક્ષી વ્યક્તિએ કાંઈ કહ્યું હશે?

 

આ બધા સવાલોના જવાબ માટે વાંચતા રહો મિશન 5. જો તમને આ બીજો ભાગ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારો કિંમતી પ્રતિભાવ આપજો.