Mission 5 - 5 books and stories free download online pdf in Gujarati

મિશન 5 - 5

મિશન 5

ભાગ 5 શરૂ

"અરે નિકિતા શું થયું અરે પ્લીઝ મેડિકલ સ્ટાફને બોલાવો. " જેક ગભરાઈને બોલ્યો. 

"તું ચિંતા ના કર જેક હું હમણાં મેડિકલ સ્ટાફ લઈને આવું છું" એટલું કહીને રિક તરત જ ગયો. એટલામાં ત્યાં મેડિકલ ટીમના બે સભ્યો આવ્યા અને તે લોકોએ નિકિતાને એક ઇન્જેક્શન આપ્યું. 

"અત્યારે તેમને અહિયા રેસ્ટ રૂમમાં આરામ કરવા દો. તે જલ્દીથી સાજા થઈ જશે. બસ નોર્મલ સ્ટ્રેસને કારણે આવું થયું હતું. ઘણી બધી વાર જે વસ્તુને તમે સપનામાં પણ નથી વિચારી હોતી એ વસ્તુનો અનુભવ જ્યારે તમે હકીકતમાં કરો છો ત્યારે એ શોકના કારણે બેહોંશ થઈ જવાય છે. પણ ચિંતાની કોઈ જરૂર નથી આ તો નોર્મલ છે હમણાં જ હોંશ આવી જશે. " આટલું કહીને મેડિકલ ટિમ જતી રહી. 

"અરે નિકિતા આંખો ખોલી રહી છે જો રિક"

"અરે હું અહીંયા શું કરું છું?" નિકિતા નવાઈ પામતા બોલી. 

 

"અરે કઈ નહિ એ તો નોર્મલ તને ચક્કર આવી ગયા હતા એટલે હમણાં આપણે ઘરે જ જવાનું છે પાછું" જેકે નિકિતાને પ્રેમથી કહ્યું. 

 

"પણ મને કાંઈ યાદ જ નથી કે મને શું થયું હતું"

 

"અરે નિકિતા તું અત્યારે શાંતિથી આરામ કર મગજ ઉપર ભાર આપવાની કોઇ જરૂરિયાત નથી. " રીકે નિકિતાને કહ્યું. 

 

થોડાક સમય બાદ નિકિતાને પણ ડિસ્ચાર્જ કરવામાં આવી. જેમાં નોર્મલ પ્રોબ્લેમને કારણે તેની ટ્રેનિંગ શરૂ જ રહી. હવે તે લોકોની માઈક્રો ગ્રેવીટીમાં રહેવાની ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ અને તેઓ સીધા ટ્રેનિંગ સેન્ટર પહોંચ્યા. 

 

"અરે વેલકમ ઓલ અને નિકિતા તારી તબિયત કેમ છે હવે?" મિસ્ટર ડેઝી બોલ્યા. 

 

"હવે મારી તબિયત એકદમ ફાઇન છે અને તમે આજે અહીંયા" નિકિતાએ મિસ્ટર ડેઝીને પૂછ્યું. 

 

"હા આજે મારુ કામ ઘણું ઓછું છે એટલે આજે તમારી ટ્રેનિંગનું હું નિરીક્ષણ કરવા આવવાનો છું" મિસ્ટર ડેઝી બોલ્યા. 

 

"અરે ગ્રેટ. ખૂબ જ સારું કહેવાય ચાલો ચાલો. " આટલું કહીને બધા લોકો માઈક્રો ગ્રેવીટી સેન્ટર પાસે ગયા. 

 

"હવે મને મનગમતી ટ્રેનિંગ આવશે" જેક ખુશ થઈને બોલ્યો. 

 

"પણ જેક મારી માટે તો માઈક્રો ગ્રેવીટીમાં રહેવાની ટ્રેનિંગ ખૂબ જ મુશ્કેલ છે" રિક બોલ્યો. 

 

"હા રિક તે સાચી વાત કીધી આ ટ્રેનીંગમાં મને ઉલટી જ આવવા લાગે છે. " નિકિતા પોતાનો અણગમો વ્યક્ત કરતા બોલી. 

 

"અરે તમને એવું એટલા માટે થાય છે કારણ કે તમે લોકો ભરપેટ બધું ઠુસી ઠુસીને આ ટ્રેનીંગમાં આવો છો" જેક રિક અને નિકિતાને સમજાવતા બોલ્યો. 

 

"હા પણ અમે તો હમણાં જ પીઝા ખાઈને આવ્યા છીએ" નિકિતાએ જેકને પૂછ્યું. 

 

"છતાં તમારે આ ટ્રેનિંગ કરવી જ પડશે આ બધાં પ્રશ્નો મારા નથી ડિયર" જેકે ગુસ્સાપૂર્વક નિકિતાને કહ્યું. 

 

"હા તો ચાલો હવે બીજું તો શું કરી શકીએ હવે" નિકિતા કંટાળીને બોલી. 

 

જેક અને તેના સાથીમિત્રો માઈક્રો ગ્રેવીટી સેન્ટરમાં ગયા. જેની અંદર રિક અને નિકિતાએ વધારે ખાધું હોવાથી તેમણે ઉલટી થઈ જોકે આ બાબતની તેમના સ્વાસ્થ્ય ઉપર વધારે અસર પડેલી લાગતી નહોતી. હવે બધાની ટ્રેનિંગ એકદમ પૂર્ણ થઈ ચૂકી હતી. 

"વેલ ડન ટિમ તમેં બધા લોકોએ ખૂબ જ સરસ ટિમ વર્ક કરીને આ બધી ટ્રેનિંગ પૂરી કરી છે. અને સ્પેસમાં પણ આવી જ રીતે એકબીજાનો સાથ આપીને સાથે રહીને કામ કરશો તો જરૂરથી સફળ થશો. હું હવામાન ચેક કરાવતો હતો બધી પ્રોસેસ થઈ ગઈ છે. તમારે લોકોએ પરમ દિવસે સવારે દસ વાગ્યે સ્પેસ્ક્રાફ્ટમાં સ્પેસની ઉડાન ભરવાની છે. " મિસ્ટર ડેઝી પોતાની આંખમાં એક આશાની કિરણ સાથે બોલ્યા. 

 

"હવે જરૂર ડેઝી. અમે બધા લોકો તૈયાર છીએ" આટલું કહી બધા પોતપોતાના ઘરે ગયા. 

 

"નિકિતા એ દિવસ આવી ગયો છે જ્યારે આપણું સપનું પૂરું થવાનું છે. અને આપણે કંઈક એવું કામ કરવાના છીએ જે હકીકતમાં એક ચુનોતીભર્યુ કામ છે"

 

"જેક આ મિશન બાદ કાં તો આપણે ઇતિહાસ રચિશું કા પછી ઇતિહાસ બનીશું ચાલ હવે પ્રેસ મિટિંગ માટે રેડી થઈ જઇએ"

 

બીજી બાજુ રિકને ફરીથી જવાનો મોકો મળ્યો હતો જેથી તેની ખૂશીનો કોઈ પર ના રહ્યો. 

 

"રોહન હું મારા ઘરના બેઝમેન્ટમાં ઉભો છું જેક અને નિકિતા તેમની કારમાં આવવાના છે. તો ચાલ આપણે આપણી રીતે પહોંચી જઇએ" રિક બોલ્યો. 

 

"હા હું થોડીકવારમાં જ આવું છું" આટલું કહીને રિક રોહન પાસે આવ્યો અને બન્ને જણા નીકળી ગયા મિસ્ટર ડેઝીને ત્યાં કારણ કે મિસ્ટર ડેઝીને ત્યાં બધા ભેગા થવાના હતા. વહેલી સવારનો સમય હતો. રસ્તામા આંગળીના ટેરવે ગણી શકાય તેટલી ગાડીઓ દોડી રહી હતી. ઠંડો પવન ફૂંકાતો હતો અને એ ઠંડા પવન અને હવાની લહેરોને ચીરતા બધા લોકો મિસ્ટર ડેઝીના ઘરે પહોંચ્યા. 

 

"અરે વેલકમ ઓલ. કેવી રહ્યો સફર?"

 

"અરે મિસ્ટર ડેઝી હજુ તો ક્યાં સફર શરૂ જ કર્યો છે હજુ તો શરૂઆત છે"

 

"મને તારો જુસ્સો જોઈને ખુશી થઈ. " મિસ્ટર ડેઝીએ રોહનને કહ્યું. 

 

"અરે એ બધું તો ઠીક પણ ઝોયાએ ક્યાં છે?"

 

"નિકિતા ઝોયા ઑલરેડી સ્પેસ સ્ટેશન ઉપર ટેક્નિકલ ચેકીંગ માટે ગઈ છે. સાથે તમારુ સેનિટાઇઝિંગ પણ કરવામાં આવશે. જેથી તમને કોઈ બેક્ટેરિયા ના લાગે. મારા તરફથી તમને બધાને બેસ્ટ ઓફ લક. તમારી વાન નીચે રેડી છે એ તમને સ્પેસ સ્ટેશન સુધી સલામતી સાથે લઈ જશે. " મિસ્ટર ડેઝી બોલ્યા. 

 

બધા લોકો વાનમાં બેસી ગયા અને સ્પેસ સ્ટેશન પહોંચતા જ બધાએ જોયું કે એક મોટી ક્રેઇન રોકેટને રેમ્પ સુધી પહોંચાડી રહી હતી. આજુબાજુમાં થોડાક અંતરે એકઠા થયેલા લોકો પણ આ નજારો જોઈ રહ્યા હતા. રોહન, નિકિતા, જેક અને રીકે આ નજારો વાનમાંથી જ જોવો પડ્યો. 

 

"આ છે મિસ્ટર જેક આ મિશન 5 ના હેડ" મિસ્ટર ડેઝી તેમની ઓળખાણ ત્યાં રહેલા મિસ્ટર લુકાસ સાથે કરાવતા બોલ્યા. 

 

"નાઈસ ટુ મીટ યુ મિસ્ટર જેક એન્ડ ઓલ ટિમ મેમ્બર્સ. તમારે બધાએ પ્રેસ કોંફરન્સમાં ડાબી સાઈડથી આવવું પડશે. ત્યાં આવતા પહેલા તમને ચિવટપૂર્વક સેનિટાઈઝ કરી દેવામાં આવશે. તો જલ્દીથી બધા લોકો આવી જજો હું ત્યાં જ બધાની રાહ જોવ છું અને હા મિસ્ટર ડેઝી તમે મારી સાથે જ આવજો" આટલું કહીને મિસ્ટર લુકાસ ત્યાંથી નીકળી ગયા. 

 

"ચાલો તો હવે સેનીટાઈઝ થવા" રોહન હસતા હસતા બોલ્યો. 

 

"હા.. હા.... આ જોક્સમાં કાંઈ હસવું ના આવ્યું" જેક હાસ્યાસ્પદ રીતે બોલ્યો. 

 

બધા લોકો આગળ ગયા. જ્યાં તેમને સેનિટાઇઝ કરવામાં આવ્યા અને પ્રેસ કૉંફરન્સમાં ઘણા બધા વ્યક્તિઓ આવેલા હતા. જેમાં જેક અને તેમના બધા સાથીમિત્રોને બુલેટપ્રૂફ કાચની પાછળ બધાથી અલગ બેસાડવામાં આવ્યા. જ્યાં બધાએ પોતાની વાતના જવાબો આપ્યા. જેમાં મિસ્ટર ડેઝીએ પણ પોતાની એક નાનકડી સ્પીચ આપી. 

 

"હું મિસ્ટર ડેઝી આ મિશન 5 નો ફાઉન્ડર. હા હું એજ વ્યક્તિ છું જેણે પહેલા પણ આ મિશન માટે કોશિશ કરી હતી પણ અફસોસ કે એ સ્પેસ ક્રાફટ પૃથ્વી ઉપર જ ક્રેશ થઈ ગયેલું. પણ ત્યારની પરિસ્થિતિ અલગ હતી, સમય અલગ હતો. પણ આ વખતે અમે બધા જરૂર સફળ થઈશું. થેન્ક યુ"

 

હવે બધા લોકોએ મિશન 5 ની પૂરી ટીમને ગુડ બાય કહ્યું અને જેક, નિકિતા, ઝોયા, રિક, રોહન લોન્ચ પેડ તરફ નીકળ્યા. ત્યાં લોન્ચ પેડ પાસે એક પાધરી રોકેટને આશીર્વાદ આપી રહ્યો હતો. નાળિયેર વધેરી રહ્યો હતો. જોકે એ જરૂરી નથી. પણ પરંપરા હોવાથી લોકો આ માની રહ્યા હતા. જેક અને તેની ટિમ જ્યાં સુધી રોકેટ પાસે પહોંચ્યા ત્યાં સુધી આજુબાજુમાં ઉભેલા દરેક લોકો તેઓનું સન્માન કરી રહ્યા હતા. કારણ કે સ્પેસમાં જઈને કોઈ સંશોધન કરવું તે દરેક દેશ માટે એક ગૌરવની બાબત છે. રોકેટની ચારેય તરફ ખૂબ જ વધારે પ્રમાણમાં સિકયુરિટી હતી. જેથી કોઈ જાસૂસી ના થઇ શકે. 

"ગુડ બાય ઓલ જિંદગી રહી તો ફરી મળીશું" આટલું કહીને જેક અને તેના સાથીમિત્રો સ્પેસક્રાફટમાં બેસી ગયા. 

 

મિશન 5 -ભાગ 5 પૂર્ણ

હવે સ્પેસમાં બધા સામે શું મુશ્કેલીઓ આવશે?શું તે લોકો સફળ રીતે સ્પેસમાં જઇ શકશે કે પછી પહેલાની જેમ આ રોકેટ પણ લોન્ચ થતા વેંત ફાટી જશે? હવે આગળ શું થશે? આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

 

તમને જો આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો પ્રતિભાવ જરૂર આપજો.