Mission 5 - 11 books and stories free download online pdf in Gujarati

મિશન 5 - 11

ભાગ 11 શરૂ

...................................... 

"જેક હું આ વાત બદલ ખુબ જ દુખ અનુભવું છું હું તારા દુખને સમજી શકું છું" મિસ્ટર ડેઝી ઉદાસ થઈને જેકને આશ્વાસન આપતા બોલ્યા. 

એટલામાં ઝોયા ચૂપચાપ બેઠી હતી અને થોડીકવારમાં જ તેના નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું અને ઝોયા ત્યાં જ બેડ ઉપર બેહોંશ થઈ ગઈ. આ જોઈને મિસ્ટર ડેઝી, જેક અને ત્યાં હાજર તમામ લોકો ખૂબ જ ગભરાઈ ગયા. 

"અરે ડોકટર.. જલ્દી આવો હિમાને શું થઈ ગયું અચાનક!" મિસ્ટર ડેઝી ગભરાઈને બોલ્યા. 

"હા હું ચેક કરું છું" નર્સ રૂ આપો અને તેમણે તરત જ ગ્લુકોઝના બાટલા ચડાવી આપો" ડોકટરે નર્સને કહ્યું. 

"અરે મિસ્ટર ડેઝી તમે એકદમ શાંતિ રાખો ડરવાની કોઈ જરૂર નથી, એ તો શરીરનું તાપમાન અચાનક વધી ગયું હતું એટલે લોહી આવી ગયું અને આ એક સામાન્ય વાત છે થોડાક સમયમાં જ સારવાર બાદ ઝોયાને એકદમ સારું થઈ જશે" ડોકટરે મિસ્ટર ડેઝીને સમજાવ્યા. 

 

"હા તો વાંધો નહિ"કહીને મિસ્ટર સ્ટીવ , જેક અને રોહન ત્યાં રૂમની બહાર આવ્યા અને મિશન 5 વિશે વાત કરી. 

 

"હા જેક મેં તમને જે બોક્સ આપેલું એ બોક્સ સહી સલામત તો લાવેલા છો ને!"

 

"હા મિસ્ટર ડેઝી બોક્સમાં હીરા પણ લાવ્યા છીએ અને ત્યાંનો કિંમતી કાર્બનનો જથ્થો પણ લાવ્યા છીએ. "

 

"વેલ ડન જેક"

 

"અને મિસ્ટર ડેઝી બીજી ખુશખબર કહું સાથે અમે લોકો ત્યાંની માટીના સેમ્પલ અને તે ગ્રહના ફોટોઝ પણ લાવ્યા છીએ"

 

"શું વાત કરે છે રોહન.. વેલ ડન... હવે આપણે લોકોએ આ મિશન 5 ની પરમિશન ત્યાં સંશોધનના બહાને લીધી હતી એટલે તમે જે માટીના સેમ્પલ અને ફોટોઝ કલેક્ટ કર્યા છે તે સરકારને આપી દઈશું એટલે સરકાર પણ ખુશ અને આપણે ખુશ" મિસ્ટર ડેઝી હરખથી બોલ્યા. 

 

"હા તમારો આ વિચાર ખૂબ જ સરસ છે" રોહન ખુશ થઈને બોલ્યો. 

 

થોડીકવારમાં જેક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. આચાનક જેક રડ્યો તેનાથી મિસ્ટર ડેઝી અને ત્યાં ઉપસ્થિત તમામ સભ્યો ખૂબ જ ગભરાઈ ગયા. અને જેકનું રડવું પણ સ્વીકાર્ય હતું કારણ કે જેકે તેની પત્ની નિકિતાને આ મિશનમાં ગુમાવી હતી. 

 

"અરે જેક હિંમત રાખ અમે બધા તારી સાથે છીએ ને!" મિસ્ટર ડેઝી બોલ્યા. 

 

"હા તમે બધા તો મારી સાથે છો પણ મારી પત્ની નિકિતા આજે મારી સાથે નથી. અમારા જ્યારે લગ્ન થયાને ત્યારથી એ મને કહેતી કે હું તારો સાથ કોઈ દિવસ નહીં છોડું પણ આજે એ મને છોડીને જતી રહી. હું તેનો ગુનેગાર છું. મારા કારણે જ આજે તેનું મૃત્યુ થયું છે. હવે મારે આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી. હું ખુદને કોઈ દિવસ માફ નહિ કરી શકું. " જેક ધ્રુસકે ધ્રુસકે રડતા બોલ્યો. 

 

"જેક અમે તારે વાત સાથે સો ટકા સહમત છીએ. પણ નિકિતાનું મૃત્યુ તારાએ કારણે નથી થયું. સંજોગો એવા હતા અને એ પરિસ્થિતિ આપણા કાબૂ બહારની હતી. જેના કારણે આ પગલું આપણે ભરવું પડ્યું. એમાં તારો કસો પણ વાંક નથી. " રોહન જેકને સમજાવતા બોલ્યો. 

 

"પણ મને તેની ખોટ હવે જિંદગીભર રહેશે" જેક ઉદાસીપૂર્વક બોલ્યો. 

 

"નિકિતાની ખોટ ખાલી તને નહીં પણ અમને પણ જિંદગીભર રહેશે" મિસ્ટર ડેઝી બોલ્યા. 

 

"હવે તું મારી વાત સાંભળ જેક" રીકે જેકને કહ્યું. 

 

"હા બોલ રિક". 

 

"પ્લીઝ જેક પહેલા તું રડવાનું બંધ કર યાર પછી જ હું તારી સાથે વાત કરીશ"

 

"હા બોલ... "

 

"બસ જો હવે મારી વાત સાંભળ હું છેલ્લા દસ વર્ષથી એક પ્રોજેકટ ઉપર કામ રહ્યો છું"

 

"કયો પ્રોજેકટ?"

 

"હું પહેલેથી જ માનતો આવ્યો છું કે ટાઈમ ટ્રાવેલ પોસીબલ છે અને મારી વાતને સાબિત કરવા માટે હું દસ વર્ષથી એક પ્રોજેકટ ઉપર કામ કરી રહ્યો છું. "

 

"રિક મને આ પ્રોજેકટ વિશે વિસ્તૃતમાં જણાવી શકીશ?" જેકે પૂછ્યું. 

 

"અરે ચોક્કસ. જો આ પ્રોજેકટની અંદર હું એક ટાઈમ મશીન બનાવી રહ્યો છું. જેનાથી આપણે ભૂતકાળમાં જઇ શકીશું. આ પ્રોજેકટ મારો ડ્રિમ પ્રોજેકટ છે અને જેથી હું સતત દસ વર્ષથી મહેનત કરું છું. આજે આપણી સાથે આ બનાવ બન્યો તો હવે આપણે એ મશીનનો ઉપયોગ કરીને ભૂતકાળમાં જઇ શકીશું. "

 

"અરે વાહ રિક આ તો સરસ પ્રોજેકટ છે અને નિકિતાને પાછી લાવવા માટે હવે કદાચ આ છેલ્લો રસ્તો છે" જેકે રિકને કહ્યું. 

 

"હા તારી વાત સાચી છે જેક પણ છતાં એવું ના બને કે આ મશીનમાં કોઈ ખરાબી આવે અને પાછા આપણે વર્તમાનમાં ના આવી શકીએ" રોહન બોલ્યો. 

 

"અરે પણ તું એવું નકારાત્મક વિચારે જ છે શું કામ કે મશીનમાં ખરાબી આવશે, તું પોઝિટિવ વિચાર કે કાશ આ મશીન ચાલ્યું અને નિકિતા પાછી આવી ગઈ તો!એટલે એ પણ એક સંભાવના છે" જેક રિકને સમજાવતા બોલ્યો. 

 

"હા તો રિક હવે તું ક્યારે અમને આ મશીન પાસે લઈ જઈશ અને ક્યારે આપણે ભૂતકાળમાં જઇ શકીશું. ?" જેકે રિકને પૂછ્યું. 

 

"બસ ઘણા દિવસથી તેની ઉપર મેં કોઈ કામ કર્યું નથી આજે ઘરે જઈને થોડુંક જોઈ લવ અને પછી આપણે મશીન શરૂ કરીને નિકિતાને બચાવવા જઇ શકીશું" રીકે જેકને જવાબ આપ્યો. 

 

નિકિતાને પાછી લાવવાનો હવે એકમાત્ર રસ્તો એકનું ટાઈમ મશીન હતું. રિકની આ વાત સાંભળીને જેકની ખુશીનો કોઈ પર રહ્યો ના હતો. અને જેક એકદમ ખુશ હતો. સાથે રોહનના મગજમાં આ મશીન પ્રત્યે નકારાત્મકતા હતી. કારણ કે અત્યાર સુધી આ ટાઈમ મશીન વિશે તેને બુક્સ અને નોવેલોમાં જ વાંચ્યું હતું અને હકીકતમાં આવું કઈ થયું ના હતું. એટલે તેના કારણે રોહનને આ મશીન વિશે થોડીક બીક હતી. પણ જેકની સામેં તે વધારે વાત ના કરી શક્યો. 

"કાંઈ નહિ જેક કોઈ ચિંતા કરવાની જરૂર નથી હું મારા તરફથી ચોક્કસ પ્રયાસ કરીશ કે મશીનને સારી રીતે ચલાવી શકું અને નિકિતાને પાછો લાવી શકું. " રીકે જેકને આશ્વાસન આપતા કહ્યું. 

...................................... 

મિશન 5 - ભાગ 11 પૂર્ણ

...................................... 

હવે આપણને એ સવાલ થાય કે શું રિક સહી સલામત જેક અને તેના સાથીમિત્રોને લઈને ટાઈમ મશીનમાં ટાઈમ ટ્રાવેલ કરી શકશે?શું જેક તેની પત્ની નિકિતાને પાછો મળી શકશે?રિકનું ટાઈમ મશીન કદાચ છેલ્લા સમયે બધાને દગો તો નહીં આપી જાયને?શું રિકનો ટાઈમ મશીનનો ડ્રિમ પ્રોજેકટ પૂરો થઈને સફળ થશે કે નહીં થાય?

આ બધા સવાલોના જવાબ મેળવવા માટે વાંચતા રહો મિશન - 5. 

આ ભાગ તમને કેવો લાગ્યો તેના પ્રતિભાવો આપવાનું ભૂલતા નહીં.