Amar prem - 16 books and stories free download online pdf in Gujarati

અમર પે્મ - ૧૬

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય,સ્વરા ને કેવી પરિસ્થિતિમાં જેસંગભાઇ મળે છે અને બન્નેને પોતાના ઘેર લઇ જઇ આશરો આપી જમાડે છે અને બીજા દિવસે તેમના ગામ જવાના રસ્તે મુકી જાય છે.રસ્તામાં સ્વરા અને અજય વચ્ચે કાલ રાતના બનાવ બાબત ચર્ચા થાય છે. અજય તેને પોતાની પરિસ્થિતિ અને પે્મની ખાતરી આપી વિશ્વાસ દીલાવે છે,અને ઘેર પહોંચી જે બીના બની છે તે સાચી હકિકત જણાવવા કહે છે.હવે ઘરે પહોંચ્યા પછી શું થશે કે માટે આગળ વાંચો.


સ્વરા ઘરે પહોંચી દરવાજો ખટખટાવે છે.થોડીવારમા તેની મંમી દરવાજો ઉઘાડે છે અને જોવે છે તો આશ્ચર્ય ચકિત થઇ તેની સામે જોતી દિગ્મૂઢ થઇ જાય છે,તેના મોંઢામાંથી એક શબ્દ પણ નિકળતો નથી.સ્વરા તેની મંમીને ચુપચાપ ઉભેલી જોઇ તેને હચમચાવે છે અને કહે છે કે કોઇ ભૂત ઊભું હેાય તેમ મારી સામે શું જોવે છે? હું તારી દિકરી સ્વરા છું અને જીવતી જાગતી તારી સામે ઊભી છું.તેની મંમી હવે ભાનમાં આવે છે અને તેને ભેટીને ગાલ,કપાળ,માથે ચુંબનોની વર્ષા કરી રોઇ પડે છે.સ્વરાને ઘરમાં બેસાડી પાણી લાવી તેને પીવા આપે છે.સ્વરા પાણી પીને સ્વસ્થ થાય છે એટલે પૂછે છે કે કાલે આખી રાત કયાં હતી? મેં અને તારા બાપુજીએ આખી રાત તારી ચિંતામાં વિતાવી છે.કાલે વરસાદ પણ મુશળધાર પડ્યો હતો તેથી તારી તપાસ પણ કરવા જઇ શકાયુ નહીં.મેઇન રોડ સુધી પહોંચવા માટે ગામનો રસ્તો પણ પાણીથી ભરાયેલ હોવાથી કોઇ સાધન લઇને પણ જઇ શકાય તેમ નહતુ.આજે શનિવારે તારા બાપુને અડધો દિવસ નિશાળ હોવાથી છુટીને તારી તપાસ કરવા જવાના હતા.અજયના ઘેર પણ તપાસ કરી તો તે પણ આવ્યો નહતો.સ્વરાએ જે બીના બની હતી તે બધુ વિગતવાર તેની મંમીને જણાવ્યું અને જેસંગભાઇને તેમની પત્ની તોરલબેને તેમને આશરો અને રોટલો આપી કેવી આગતા-સાગતા કરી તે કહ્યું. સવારે વિદાય આપતી વખતે તેમના રબારી ભરત ભરેલા કપડા પણ ભેટ આપ્યા તે તેની મંમીને બતાવે છે.સ્વરાની મંમીએ કહ્યું કે તુ જલદી નિશાળ જઇને તારા બાપુને તારા પહોંચવાના સમાચાર આપી આવ નહી તો તે બારોબાર તને શોધવા જતા ના રહે ?
સ્વરા તાત્કાલિક સમાચાર આપવા નિશાળ જાય છે.નિશાળ હજુ છુટી નહતી તેથી ચિઠ્ઠી લખીને પટાવાળા મારફત તેના બાપુને જાણ કરી ઘરે આવે છે.તેની મંમી તેને આરામ કરવા સૂઇ જવા રુમમા મોકલે છે.

અજય પણ ઘરે પહોંચે છે તો સુરસિંહજી તેને હેમખેમ પાછો આવેલો જોઇ ખુશ થાય છે.અજયને ભેટી પડી તેની ખબર અંતર પૂછી રાતે શું બન્યું તે
પૂછે છે.અજય તેમને જે કાંઇ બન્યું હતું તે સાચી હકિકત જણાવે છે.સુરસિંહજી તેને પૂછે છે કે કોના ઘરે અને કયા ગામ રોકાયા હતા?
અજય: સિતાપુરવાળા જેસંગભાઇ દેસાઈના ધરે રોકાયા હતા.તેઓ બન્ને ખુબ સારા સ્વભાવના માણસો છે!આજે અમને વિદાય આપતી વખતે તેમનો રબારી ડ્રેસ પણ મને ભેટ આપ્યો છે.સુરસિંહજી તેમના ગામનું અને તેમનું નામ સાંભળી વિચારમાં પડી જાય છે.આ નામ મેં પહેલા સાંભળ્યું છે! પછી યાદ આવતા કહે છે કે અજય થોડા સમય પહેલા જેસંગભાઇ તેમના એક સંબંધીને કોઇ મિલકત બાબતના કેસના અનુસંધાનમાં મારી સલાહ લેવા આવ્યા હતા.તેમનો કેસ કોર્ટમાં લડવા મને આગ્રહ પણ કર્યો હતો તેથી હું તેમને જાણું છું તેં તેમને મારુ નામ કહ્યું હોત તો તે તને ઓળખી જાત.
અજય: ડેડી એક તો રાત્રે ખૂબ વરસાદ પડ્યો હતો અને મોડું પણ થઈ ગયું હતું,સ્વરા વરસાદમાં પલળી ગઇ હતી અને ઠંડીથી ધુ્જતી હતી તેથી અમે જમીને સૌ સૌના રુમમા સુઇ ગયા હતા.સવારે વહેલા ઉઠી ચા-નાસ્તો કરીને ગામ આવવા નીકળવાનું હોવાથી વાત કરવાનો સમય ના રહ્યો.

સુરસિંહજી કહે છે કે બેટા કાંઇ વાંધો નહી,હવે તુ આરામ કર, હું મારી રીતે તેમને મલીને તેમણે તમને સારી રીતે સાચવી મદદ કરી તે માટે તેમને યોગ્ય બદલો આપી દઇશ.

સુરસિંહજીને અત્યારે તેમના દિકરાના જુવાનીના દિવસો જોઇ તેમના કોલેજના દિવસો અને તેમના અને બરખાના પે્મ પ્રકરણની યાદ તાજી થઇ.તેઓ તેમના ભૂતકાળમાં સરી પડયા.ા

સુરસિંહજી અને બરખાના પે્મ પ્રકરણ માટે વાંચો આગળ પ્રકરણ -૧૭