virgatha - 5 books and stories free download online pdf in Gujarati

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 5

દુશ્મન ભયદૂત ધીરે ધીરે અરણ્ય દેશ તરફ આગળ વધી રહ્યો હતો. તો તેનો સામનો કરવા સેનાપતિ વીરભદ્ર પણ સૈન્યને લડવા માટે તૈયાર કરી લીધું હતું. અડધું સૈન્ય કિલ્લા ની ફરતે ગોઠવવામાં આવ્યું હતું અને અડધું યુદ્ધ મેદાનમાં યુદ્ધ કરવા તૈયાર રાખ્યું હતું. પણ મહેલની અંદર બસ થોડા સૈનિકો ને બાદ કરતા મહેલનું રક્ષણ કરવા વાળું કોઈ હતું નહિ. પણ રાણી દામિની ની હિમ્મત અને શૂરવીરતાથી આખું નગરજન વાકેફ હતું પણ સેનાપતિ વીરભદ્ર મહારાણી પ્રત્યે થોડી ચિંતા થઈ રહી હતી કેમકે રાણી ને પાંચમો મહિનો ચાલી રહ્યો હતો.

ભયદૂત તેનું સૈન્ય લઈ યુદ્ધના મેદાન સુધી આવી ગયો ને ત્યાં પડાવ નાખ્યો. તેમના એક સૈનિક દ્વારા ભયદૂત ને સંદેશો મળ્યો કે યોજના મુજબનું કામ પૂરું થવા જઈ રહ્યું છે. સંદેશો મળતાંની સાથે તેણે વીસ પચીસ સૈન્યને યોજના ને અંજામ આપવા મોકલ્યા. જાણે કે તે યુદ્ધ જીતી ગયો હોય તેમ તેના ચહેરા પર ખુશી સવાઈ ગઈ છે. ભયદૂત ખુશીથી નાચવા લાગ્યો.

યુદ્ધ નો નિયમ હતો કે પહેલા સંદેશો મોકલવા આવે અને તેમાં યુદ્ધ કરવાનું કારણ કહેવામાં આવતું. જો કોઈની માંગણી નો અસ્વીકાર કરાય તો યુદ્ધ થતું તેમ ભયદૂત પણ એક દૂત ને સંદેશો લઇ અરણ્ય દેશના સેનાપતિ પાસે મોકલ્યો.

અરણ્ય દેશના સેનાપતિએ પણ યુદ્ધની તૈયારી માટે રણમેદાનમાં સૈનિકો સાથે પડાવ નાખ્યો હતો. શિબિર માં સેનાપતિ દ્વારા એક યુદ્ધની રણનીતિ નો વાર્તાલાપ થઈ રહ્યો હતો. ત્યાં દ્વારપાળ કેતુકું સમાચાર લઈને આવે છે. ભયદૂત નો સંદેશો લઈ એક દૂત શિબિરમાં આવવાની પરવાનગી માંગે છે. સેનાપતિ સમજી ગયા કે ભયદૂત આ દેશ ને જીતવા માટે જ આવ્યો છે એટલે જો પ્રેમ થી અરણ્ય દેશ મળી જાય તો યુદ્ધ ની જરૂર નથી એટલે એક સંદેશ દ્વારા ચેતવણી હશે. પણ સેનાપતિ ને જાણવા માંગતો હતો કે આખરે દૂત શું સંદેશો લઈને આવ્યો છે. એટલે સેનાપતિ ને આદેશ આપ્યો કે દૂત ને શિબિરમાં આવવા દેવામાં આવે.

ભયદૂતનો દૂત અરણ્ય દેશની શિબિર સભામાં હાજર થાય છે ત્યાં બેઠેલા બધાને પ્રણામ કરે છે અને આજુબાજુ નજર કરવા લાગે છે કે લાગે કોઈને શોધી રહ્યો હોય. બધી બાજુ નજર કર્યા પછી બોલ્યો. સેનાપતિ ને ભયદૂતના દૂત ના પ્રણામ.

આ કોઈ રાજાની તો શિબિર નથી લાગતી. લાગે છે કોઈ દેશ નહિ પણ નગરની શિબિર હોય..!!! હે સેનાપતિ મને રાજા તો ક્યાંય નજર નથી આવી રહ્યા, લાગે છે આ દેશ રાજા વગરનો લાગે છે. એટલે તો એક સેનાપતિ અને ચાર પાંચ રખેવાળ સિવાઈ કોઈ શિબિરમાં દેખાતું નથી. મને નથી લાગતું કે મારો સંદેશો અહી આપવો જોઈએ.!!
છતાં પણ મારા રાજા નો હુકમ છે એટલે સંદેશો તો આપવો પડશે.

હે સેનાપતિ સાંભળો એક મહાબલી, પરાક્રમી, યોદ્ધા, દશે દિશાઓમાં જેની કીર્તિ છે તે એવા મહાન રાજા ભયદૂત દ્વારા કહેવામાં આવેલો સંદેશો આપની સામે કહેવા જઇ રહ્યો છું.

મારા મહારાજા નો સંદેશો છે કે અરણ્ય દેશ અમને શૉપી દેવામાં આવે નહિ તો અમને છીનવી લેતા પણ આવડે છે. એટલે જો જાનહાની ઈચ્છતા ન હોય તો અમારા રાજા ને શરણે આવી જાવ કદાચ જો અમારા રાજાને દયા જાગશે તો તમે મૃત્યુ દંડ થી બચી શકશો અને જો શરણે થશો નહિ તો યુદ્ધ થી હરાવવા અમે સક્ષમ છીએ. અમારા માં એટલે તાકાત છે. તમારા દેશનો નામો નિશાન કરી નાખીશું એટલે કા શરણે થઈ જાવ નહિ તો યુદ્ધ માટે તૈયાર થઈ જાવ. એટલું કહી દુત અટકી ગયો ને સેનાપતિ વીરભદ્રના જવાબ ની રાહ જોવા લાગ્યો.

ત્યારે સેનાપતિ વીરભદ્ર ઊભા થઈ મ્યાન માંથી તલવાર ખેચી જવાબ આપે છે. હે દુત તું તારા મહારાજ નો સંદેશો લઈને આવ્યો છો એટલે તું એક અતિથિ સમાન છો. જો કોઈ બીજું હોત તો તેને અત્યારે જ તેને મૃત્યુ દંડ આપવામાં આવેત. એટલે સાંભળ દુત.., આ સેનાપતિ વીરભદ્રનો જવાબ. સંભળાવી દેજે તારા મહારાજ ને કે અરણ્ય દેશના માં શૂરવીરોની કોઈ કમી નથી ભલે અમારા મહારાજા અહી હાજર નથી પણ અમે અમારા દુશ્મનો ને ધૂળ ચતાડતા આવડે છે. એટલે કહેજે તારા મહારાજા ને કે અરણ્ય દેશ યુધ્ધ કરવા માટે તૈયાર છે. અને સેનાપતિ વીરભદ્ર દુત ને છેલ્લે કહે છે દુત અહી થી ચાલ્યો જા નહિ તો આ તલવાર હવે લોહીની પ્યાસી થઈ ગઈ છે કદાચ તારું લોહીથી મારી તલવાર રંગાઈ ને એક દુત નું અપમાન થાય તે પહેલાં ચાલ્યો જા અહી થી.
આગળ એક શબ્દ બોલ્યા વગર દુત ત્યાં થી ચાલ્યો જાય છે.

દુત ભયદૂત પાસે પહોંચે છે અને સેનાપતિ વીરભદ્ર એ કહેલી બધી વાત કરે છે. આ સાંભળીને ભયદુત ક્રોધિત થાય છે.

અત્યારે ને અત્યારે અરણ્ય દેશ પર આક્રમણ કરવાની તૈયારી કરવામાં આવે. ત્યારે તેનો સેનાપતિ મહારાજ ભયદૂત ને રોકે છે. મહારાજ પહેલા આપણી યોજના પૂરી થઈ કે નહિ તે માહિતી મેળવો જો પૂરી થઈ હશે તો આપણી વિજય નિચિત છે. અને આ યોજનાથી જ આપણી વિજય છે તે આપ સારી રીતે જાણો છો. એટલે મહારાજ કોઈ એક ગુપ્તચર ને મોકલી માહિતી મેળવો કે યોજના પૂરી થવાની કેટલી વાર અને તેને કહી દો કાલ સુધીમાં કામ પૂરું કરી દો આપણે અરણ્ય દેશ પર આક્રમણ કરવા જઈ રહ્યા છીએ.

સેનાપતિની વાત સાંભળી ભયદુતે આદેશ કર્યો કે એક ગુપ્તચર અત્યારે ને અત્યારે ત્યાં જઈ માહિતી લઈ આવે કે યોજના મુજબ કામ ક્યાં પહોંચ્યુ અને પૂરું ક્યારે થશે. જો કાલ સુધીમાં કામ પૂરું થઈ શકે એમ ન હોય તો વધુ માણસો ત્યાં મોકલવામાં આવે. હું યુદ્ધ તો કાલે જ કરવા માંગુ છું. જો એક દિવસ મોડું કરીશ તો અરણ્ય દેશ સમજી જાસે કે ભયદૂત તો કાયર છે તે યુદ્ધ કરવા ડરી રહ્યો છે. આટલું સાંભળી ગુપ્તચર ત્યાંથી નીકળી યોજનાનું કામ ચાલી રહ્યું હતું ત્યાં પહોંચ્યો.

ભયદુત અને સેનાપતિ મોકલેલા ગુપ્તચરની સભામાં રાહ જોઈ રહ્યા હતા. ત્યાં થોડો સમય થયો એટલે ગુપ્તચર સભામાં આવ્યો. તેના ચહેરા પર તેજ અને સ્મિત હતું. સભામાં દાખલ થતાં જ મહારાજ ભયદુત ને પ્રણામ કર્યા. હસતો ચહેરો જોઈ ભયદુત સમજી ગયો કે યોજના મુજબ નું કામ પૂર્ણ થઈ ગયું હશે.

હે ગુપ્તચર જલ્દી જણાવ કે યોજના નું કામ પૂર્ણ થયું કે નહિ.?

ફરી પ્રણામ કરી ગુપચરે કહ્યું મહારાજ ખુશીની વાત એ છે કે કામ પૂર્ણ થઈ ગયું છે. અને તમારા આદેશની રાહ જોઈ રહ્યું છું. ત્યાં યોજના ના સેનાપતિ ની માંગ છે કે હજુ ગુપ્ત રીતે પચાસ સૈન્યની ટુકડી ત્યાં મોકલવામાં આવે જેથી તમારું સપનું આસાની થી સાકાર થઈ શકે અને અરણ્ય દેશ પડી ભાંગી હાર સ્વીકારી લે. આટલું સાંભળીને મહારાજ ભયદુત તેમના આસન પરથી ઊભા થઈ ગુપ્તચર ને એક સોગાત આપી અને કહ્યું ગુપચર તું હજુ ત્યાં જ રહેજે અને મારો આદેશ મળતા જ કામ પૂરું પાડવા લાગી જજો. અને હું હમણાં જ ત્યાં જરૂરિયાત મુજબ સૈન્ય ને મોકલું છું.

આસન પર બિરાજી ને ભયદુત સભાને આદેશ કર્યો કે યુધ્ધ ની તૈયારી શરૂ કરવામાં આવે અને કાલે આપણે અરણ્ય દેશ પર આક્રમણ કરીશું. બધા ઊભા થઈ મહારાજ ભયદુત નો જય....
મહારાજ ભયદુત જય....કહેવા લાગ્યા.

બીજે દિવસે ભયદુત પોતાની સૈન્ય લઈ અરણ્ય દેશ પર આક્રમણ કરવા યુધ્ધ મેદાનમાં આવી ચડે છે. તેની પાસે પાચ હજાર સૈન્ય સાથે હાથી, ઘોડા અને ટોપ પણ સામેલ હતી જે અરણ્ય દેશની તુલનામાં ખુબ વધારે હતી. અરણ્ય દેશ પાસે હાથી, ઘોડા ઘણા હતા પણ સૈન્ય બહુ ઓછું હતું. તે પણ યુદ્ધ મેદાનમાં યુદ્ધ કરવા આવી ગયું હતું. પણ તેમનું સૈન્ય તો સાવ થોડું લાગી રહ્યું હતું જાણે કે કોઈ બીજા દેશ પર આક્રમણ કરવા મોકલ્યું હોય અથવા મહેલની સુરક્ષા માં ત્યાં રાખ્યું હોય તેવું લાગી રહ્યું હતું. અસલમાં સેનાપતિ વીરભદ્ર ને ગુપ્ત માહિતી મળી હતી કે રાજમહેલ ની સુરક્ષામાં વધારો કરવામાં આવે નહિ તો મહારાણી ના જીવનું જોખમ રહશે. એટલે સેનાપતિ વીરભદ્ર એ યુદ્ધના મેદાનમાં સૈન્ય અડધું ઉતાર્યું હતું.
આટલું નાનું સૈન્ય જોઈ ભયદુત સમજી ગયો કે અરણ્ય દેશ હવે મારું જ છે. હું હવે તેને સહેલાઇ થી જીતી શકીશ.

અરણ્ય દેશના સેનાપતિ વીરભદ્ર ભયદુત નું આટલું મોટું સૈન્ય જોઈ થોડા ડરી ગયા પણ એક વિશ્વાસ હતો કે અમારું સૈન્ય અને અરણ્ય દેશ જ જીતી જશે. પોતાની શૂરવીરતા અને સૈન્યની કુશળતા પર ગર્વ હતા.

આમ યુદ્ધના મદાનમાં સામ સામે બંને સૈન્ય આવી ચડ્યું હતું. બસ એક શંખનાદ ની રાહ જોવાઇ રહી હતી. કે ક્યારે શંખનાદ થાય ને યુદ્ધ શરૂ થાય. ત્યાં તો કોઈ રાહ જોયા વગર એક બાજુ ભયદુત આદેશ આપે છે યોજના પૂરી કરવામાં આવે આ મારો હુકમ છે અને બીજી બાજુ હાથમાં શંખ વગાડી યુદ્ધ માટે અરણ્ય દેશને લલકારે છે.યુદ્ધ નો શંખનાદ થતાં જ બંને દેશ વચ્ચે યુદ્ધ શરૂ થયું.

એક બાજુ ભયદુત નું મોટું સૈન્ય હતું તો બીજી બાજુ અરણ્ય દેશનું નાનું અને ટોપ રહિત સૈન્ય હતું. પણ જોમ અને જુસ્સા થી અરણ્ય દેશનું સૈન્ય ભયદુતના સૈન્ય પર હાવી થઈ રહ્યું હતું. ભયંકર યુદ્ધ થઈ રહ્યું હતું. તલવારો થી મારો કાપો થઈ રહ્યું હતું તો કમાન માંથી તીર છૂટી ને સૈન્ય વીંધાઈ રહ્યું હતું. લાગી રહ્યું હતું કે સાંજ પહેલા જ યુદ્ધ નું પરિણામ આવી જશે.

આ બાજુ મહેલમાં એકદમ શાંતિ હતી. મહારાણી દામિની યુદ્ધ ની પળેપળ ની માહિતી મેળવી રહી હતી. તેમને આજે ક્યાંય ચેન પડી રહ્યું ન હતું. એવું લાગી રહ્યું હતું કે કોઈ એવું પરિણામ આવશે કે અરણ્ય દેશનું હતું નતું થઈ જશે. દેશની ચિંતામાં રાણી દામિની માં દુર્ગા માં નામ જપ કરવા લાગી હતી. બાજુમાં બે દાસીઓ તેમની સેવા કરી રહી હતી. ત્યાં અચાનક મહેલમાં સળવળાટ થયો ને બધા ડરીને આમતેમ ભાગવા લાગ્યા.

ક્રમશ.....