virgatha - 9 books and stories free download online pdf in Gujarati

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 9

એક પછી એક ડાકુઓ નગરમાં પ્રવેશ કરવા લાગ્યા. છેલ્લે રહેલા અસવાર પર વાર કરી ત્રણેયે તેમને મારી ને ઘોડા પર બેસી ગયા ને ડાકુઓની ટોળકી પાછળ ચાલવા લાગ્યા. જ્યાં શૈરી નો વળાંક આવે એટલે તરત આગળ ના અસવાર પર હથિયાર થી વાર કરી તેને મારી નાખતા, આમ એક પછી એક ડાકુઓ મરતા ગયા. બસ થોડા ડાકુઓ રહ્યા હતા. તેઓ એક ઘર પાસે આવીને ઉભા રહ્યા. તે સમય બધા ડાકુઓ એક સાથે ભેગા થઈ ગયા હતા ને બધાની પાછળ આ ત્રણેય મહારથી હુમલો કરવાનો યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા .

ડાકુ નો સરદાર બોલ્યો એલાવ... આપણે આટલા જ કેમ છીએ.? બાકીના બધા સાથીદારો કયા.? સરદાર નો આવો પ્રશ્ન સાંભળી બધા એકબીજા સામે જોઈ રહ્યા ત્યાં એક બોલ્યો સરદાર તે બીજી શૈરી માં લૂંટ ચલાવી રહ્યા હશે, કા તો પાછળ રહી ગયા હશે એવું લાગે છે.

તેના સાથીદારની વાત સાંભળીને સરદાર ગુસ્સે થઈ બોલ્યો તમારું અહી કોઈ કામ નથી જાવ અને તે બધાની અહી લેતા આવો પછી આપણે ઘર લૂંટીશું. આટલું સાંભળતા ઘણા ખરા સરદારના સાથીદારો સાથે ન આવેલા બાકીના સાથીદારો ને શોધવા ચાલી નીકળ્યા. તેની સાથે સાથે ભુવન અને વીરભદ્ર પણ ગયા. અને તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા ને હુમલા માટે યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા. નગરની બહાર નીકળી ગયા ત્યારે વીરભદ્ર અને ભુવને બધા ડાકુઓ પર હુમલો કરી દીધો. જોત જોતામાં તો બધા ડાકુઓ નો ખાત્મો કરી અને બંને મહારાજ પાસે આવી ગયા.

મહારાજ સરદાર પાસે ઉભા હતા. સરદારે આ બે ઘોડેસવાર ને જોઈ ગુસ્સે ભરાયા. અરે મૂર્ખાઓ બધા ક્યાં ? અને તને કેમ એકલા ધોયેલ મૂળા ની જેમ પાછા આવ્યા. ડાકુ નો સરદાર હજુ તો કઈ બોલે તે પહેલાં વીરભદ્ર અને ભુવન તેની પાસે આવી તેના ગળે તલવાર રાખી દીધી. અને નગરજનો ને બોલાવવા લાગ્યો.
નગરજનો બહાર નીકળો અને જુઓ, બધા ડાકુઓ માર્યા ગયા છે. હવે ડાકુ ના સરદાર નો વારો છે. જુઓ તમારા દુઃખનો અંત આવવા જઈ રહ્યો છે.

આટલું સાંભળતા નગરજનો પોત પોતાના ઘરમાંથી એક પછી એક બહાર આવવા લાગ્યા. અને આ બધાની ફરતે ગોઠવાઈ ઊભા રહી ગયા ને બધાને જોઈ રહ્યા.

મહારાજે બધાની સામે ડાકુ ના સરદાર ને એક તલવાર નો વાર કરી ધડ થી માથું અલગ કરી દીધું. ત્યાં વીરભદ્ર અને ભુવન. મહારાજ કૃષ્ણવીર નો જય હો.... જય હો...મહારાજ કૃષ્ણવીર...

ત્યારે મહારાજ બધાની વચ્ચે આવીને કહ્યું હું કૃષ્ણવીર છું અરણ્ય દેશનો રાજા હતો. અને અમારે તમારો આશરો જોઈએ છે. તમારી દરેક મુશ્કેલી અમે હલ કરીશું. આટલું સાંભળતા જ જાણે સૂર્ય ઉદય થયો હોય તેમ દીવડાઓ પ્રગટાવવા લાગ્યા ને મહારાજ ની જય હો....મહારાજ ની જય હો.....
નગરજનોના અવાજ થી નગર ગુંજી ઉઠયું.

તે દિવસ પછી મહારાજ કૃષ્ણવીર ને તે નગરમાં આશરો મળ્યો ને અને ત્યાં નગરજનો ને સૈનિક ની તાલીમ આપી સૈન્ય તૈયાર કરવા લાગ્યા. થોડા જ દિવસો માં કૃષ્ણવીરે એક મોટી સૈન્ય તૈયાર કરી લીધી. અને તેમના સૈનિકો ને પણ આ નગરમાં બોલાવી લીધા. હજુ માંડ બે હજાર સૈનિકો ની સૈન્ય તૈયાર થઈ હતી. પણ આટલી સૈન્ય થી દુશ્મન ભયદૂત સામે યુદ્ધ જીતી શકાય તેમ હતું નહિ. એટલે હવે સૈન્ય માટે કા બીજા રાજ્ય સાથે સંધિ કરવી પડે કા તો કોઈ નાના રાજ્ય સાથે આક્રમણ કરી તેને જીતી ને તેના સૈન્ય ને તેમની સાથે ભેળવવા પડે.

તે નગરજનો એ તો મહારાજ કૃષ્ણવીર ને નગરનો રાજા તો બનાવી દીધા. પણ એક વાત નું તેમને દુઃખ રહેતું તે કહી શકતા ન હતા. કૃષ્ણવીર ને નગરજનો ના ચહેરા જોઈ સમજી ગયા કે નગરજનો હજુ દુઃખી છે એટલે એક સભાનું આયોજન કરવામાં આવ્યું ને મહારાજ કૃષ્ણવીરે કહ્યું હે નગરજનો તમારો હું ઋણી છું. તમારું દુઃખ તે મારું દુઃખ છે આપ બે ફિકર આપનું દુઃખ જણાવો...

નગરજનો ને એક વિશ્વાસ મળ્યો ને, તેમાંથી એક માણસ મહારાજ કૃષ્ણવીર પાસે આવ્યો ને બોલ્યો મહારાજ આપના આવવાથી નગરમાં રોનક આવી છે. નગરજનો સુખે થી રહેવા લાગ્યા છે. એમને એ વાતનું દુઃખ છે કે તમે રહ્યા અરણ્ય દેશના રાજા અને તમે યુદ્ધ કરી તે દેશ પાછો પણ મેળવી લેશો પણ તમારા ગયા પછી મહારાજ અમારું શું.? આ વાતથી આખું નગર દુઃખી છે.

મહારાજ આમ અમને સુખનો ચાંદ દેખાડી અમાસ ની જેમ સંતાઈ જશો તો નહિ ને.!!!

મહારાજ કૃષ્ણવીર ઊભા થયા ને કહ્યું હે નગરજનો તમે ચિંતા કરશો નહિ હું હંમેશા તમારી દેખરેખ રાખીશ ક્યારેય પણ તમને દુઃખના ઓછાયામાં આવવા દઈશ નહિ. હા પણ તને એવા મજબૂત બનો કે દુશ્મન પણ તમારાથી કોશો દૂર રહે. એટલે દુઃખ તો આવતું રહેવાનું છે. તેનો સામનો કરો અને તે દુઃખને હરાવવા તનતોડ મહેનત કરો.

આટલું સાંભળતા નગરજનો ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ ને મહારાજ ની જય હો... જય હો કહેવા લાગ્યા.

મહારાજ કૃષ્ણવીર હવે એક જ લક્ષ્ય હતું ગમે તે ભોગે અરણ્ય દેશ જીતવું. તે માટે તે બધી તૈયારી કરવા લાગ્યા હતા. આજુ બાજુના નાના નગરો પણ એક પછી તેની બાજુમાં કરી લીધા અને એક રાજ્ય જેવડો વિસ્તાર તેના કબ્જા માં કરી લીધો.

એક દિવસ સભામાં ભુવને મહારાજ ને કહ્યું મહારાજ આપણે ઘણા નગરો અને નાના રાજ્યો જીતી લીધા છે. હવે કોઈ એક દેશ કે મોટું રાજ્ય જો આપણા કબ્જામાં આવી જાય તો આપણે અરણ્ય દેશ આસાની જીતી જઈશું. મહારાજ મને સમાચાર મળ્યા છે કે પાડોશી વર્ઘ દેશ નો રાજા વર્ધમાન બહુ ક્રૂર છે, હેવાન છે અને નશાખોર. જેનાથી તે વર્ધ દેશની પ્રજા તો બહુ દુઃખી છે સાથે સાથે તેનું સૈન્ય પણ તેના ત્રાસ થી બહુ દુઃખી છે. જો આપણે તેના સૈન્ય ને મનાવી લઈએ કે તેને આપણા ફેવરમાં કરી લઈએ તો તે રાજ્ય આપણા કબ્જામાં આસાની થી આવી શકે તેમ છે. જો આપની આજ્ઞા હોય તો તે દેશના સેનાપતિ શોર્યસેમ સાથે વાત કરું જો આપણા ફેવરમાં આવે તો ઠીક છે નહિ તો આપણે યુદ્ધ કરીને તે દેશ જીતી લઈશું.

ભુવન ની વાત રાજા કૃષ્ણવીર ને યોગ્ય લાગી અને કહ્યું ભુવન તું છુપી રીતે તે દેશના સેનાપતિ શોર્યસેમ ને મળજે, જોજે ત્યાંના રાજા વર્ધમાન ને ખબર પડે નહિ.
જા હું તને આજ્ઞા આપુ છું. અને તું સારું પરિણામ લઈને આવીશ તે મને વિશ્વાસ છે.

મહારાજની આજ્ઞા મળતા ભુવન તે દેશ તરફ રવાના થયો. પહેલી વાર તે દેશના દાખલ થયો. તે દેશ તેણે ક્યારેય જોયું હતું નહિ કે ત્યાં ના લોકો ને. પણ તે દેશ માં પ્રવેશ કરતા ખબર પડી કે તે બીજા દેશની જેમ સામાન્ય દેશ છે. પહેલા એ જાણવાની કોશિશ કરી કે આ દેશનો સેનાપતિ શોર્યસેમ જ છે ને !! અને સાચે તે સારો માણસ છે.? !!!

ભુવન અગાઉ થી તૈયારી કરી ને આવ્યો હતી કે સેનાપતિ ને મળવું સહેલું નથી એટલે તે એક ફેરિયા નું રૂપ ધારણ કરી તે દેશમાં કપડાં વેચવા લાગ્યો. એક જ દિવસમાં તેના ઘણા કપડાં વેચાઈ ગયા હવે થોડા કપડાં રહ્યા હતા તે હતા રાજા અને સેનાપતિના ભરત ભરેલા એટલે તે કપડાં વહેંચવા ભુવન મહેલમાં પહોંચ્યો અને રાજા વર્ધમાનની પરવાનગી માંગી કે, હું મહેલમાં આવવા ઇચ્છું છું ને તમારા માટે સુંદર કપડાં લાવ્યો છું.

સુંદર કપડાંનું નામ સાંભળતા જ ત્યાંના રાજા વર્ધમાન એ ભુવન ને મહેલમાં આવવાની પરવાનગી આપી. પરવાનગી મળતા ભુવન મહેલમાં પહોંચ્યો. ત્યાં રાજા વર્ધમાન તેના ઓરડામાં આરામ ફરમાવી રહ્યા હતા. આજુ બાજુ દાસીઓ તેમની સેવા કરી રહી હતી.

ભુવને તે રાજા વર્ધમાન ને પ્રણામ કર્યા અને તેનો ચહેરો જોઈ સમજી ગયો કે રાજા કેવા પ્રકાર નો છે એટલે પહેલા તો તેના વખાણ કરવા લાગ્યો. અને પછી એક પછી કપડાં બતાવવા લાગ્યો. કપડાં બતાવતી વખતે પણ રાજાના વખાણ કરતો હતો. મહારાજ આ કાપડ તો ખાસ તમારા માટે જ તૈયાર કરવામાં આવ્યું છે. અને આવું કાપડ તમને કોઈ દેશમાં જોવા નહિ મળે. આમ વખાણ કરતો કરતો રાજા પાસે સેનાપતિ શોર્યસેમ ને મળવાની આજ્ઞા પણ લઈ લીધી.

આજ્ઞા મળી એટલે ભુવન સેનાપતિ શોર્યસેમ ના ઓરડામાં પ્રવેશ કર્યો. સેનાપતિ શોર્યસેમ આરામ ફરમાવી રહ્યો હતી. અંદર પ્રવેશ કરતા જ ભુવન બોલ્યો સેનાપતિ મને આપના રાજાએ મોકલ્યો છે. હું તમારા માટે કપડાં લાવ્યો છું. આપ ને જરૂરથી પસંદ આવશે.

રાજાનું નામ સાંભળતા તે સેનાપતિ શોર્યસેમ એ ભુવન ને તેની પાસે બેસાડી કહ્યું શું મહારાજા એ તેમને કપડાં ખરીધા.? જો સારા કપડાં હોય તો મને પણ જોઈએ.

હા સેનાપતિ આપના રાજા વર્ધમાન ને બહુ પસંદ આવ્યા છે અને તમારા માટે પણ હું લાવ્યો છું ને આપને ખૂબ ગમશે. કહી ભુવન સેનાપતિ શોર્યસેમ સાથે વાતો કરવા લાગ્યો.

વાત વાતમાં ભુવને તે સેનાપતિ શોર્યસેમ ને કહી દીધું આપ આપના રાજા વર્ધમાન ના ત્રાસથી બહુ દુઃખી છો એ હું સારી રીતે જાણી ગયો જો આપ આપના રાજા ના ત્રાસથી મુક્ત થવા માંગતા હો તો અમારા મહારાજ કૃષ્ણવીર આપની સાથે હાથ મિલાવી આ દેશ તમને સોંપી દેવા માંગે છે.

આટલું સાંભળતાં સેનાપતિ શોર્યસેમ ઉભો થયો ને મ્યાન માંથી તલવાર કાઢીને ભુવન ના ગળે રાખી.

ક્રમશ....