virgatha - 11 books and stories free download online pdf in Gujarati

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 11

ચૂપ થઈ ગયેલી સભા જોઈ કૃષ્ણવીર ઊભા થયા. અને કહ્યું તમે એવું વિચારી રહ્યા છો કે તેમની દસ હજાર સૈન્ય ને આપણું ખાલી ત્રણ હજાર તો શું આપણે જીતી શકીશું.? મનોબળ, તાકાત અને યુધ્ધ નીતિ હોય તો ભલે દસ હજાર સૈન્ય હોય તો પણ તેની સામે એક હજાર સૈન્ય પણ ભારી થઈ જાય છે. આપણામાં રહેલી કમજોરી દુશ્મન ને ક્યારેય ખબર પડવા દેવી ન જોઈએ હંમેશા તેને જતાવું જોઈએ કે દુશ્મન બહુ બળવાન છે. એટલે દુશ્મન અડધું યુદ્ધ તો હારી જ જાય છે.

હવે યુદ્ધ માટે આપણે ખુદ દુશ્મન ને આમંત્રણ આપ્યું છે તો હવે યુદ્ધ તો નિશ્ચિત છે. જો આપણે યુદ્ધ કરવા અરણ્ય દેશ નહિ જઈએ તો દુશ્મન ખુદ આપણા દેશ પર હુમલો કરશે. એટલે હવે ગમે તે પરિસ્થિતિ નું નિર્માણ થાય યુદ્ધ તો થશે જ. હાર જીત તો મારા મહાદેવ પર છોડી દો, ને યુદ્ધ ની તૈયારી શરૂ કરી દો.

મંત્રમુગ્ધ થઈ સાંભળેલી સભા માંથી કોઈ એક પણ યુદ્ધ નો વિરોધ કરી શક્યું નહિ. પણ એક બ્રાહ્મણ પુત્ર યંગ યુવાન મહારાજ કૃષ્ણવીર પાસે આવી કહ્યું. મહારાજ આપની આજ્ઞા હોય તો હું નાના મોઢે મોટી વાત કહું.

મહારાજ તમારી યુદ્ધ નીતિની વાતો બહુ ગમી પણ દસ હજાર સૈન્ય સામે ત્રણ હજાર સૈન્ય શું યુદ્ધ માં દુશ્મન સામે ટક્કર લઇ શકશે.?
પહેલા તો આપણું સૈન્ય પાસે તાકાત છે પણ યુદ્ધ કળા નથી અને આપે કહ્યું તેમ જેની પાસે યુદ્ધ નીતિ હોય છે તે જ યુદ્ધ જીતી શકે છે. મારું માનવું છે સામે ચાલીને હારવા જવા કરતાં હજુ આપણું સૈન્ય મજબૂત અને વિશાળ બનાવવું જોઈએ. જો યુદ્ધ થશે તો આપણી હાર મને નિશ્ચિત દેખાઈ રહી છે. મહારાજ..

મહારાજ કૃષ્ણવીરે તે બ્રાહ્મણ યુવાન ને જવાબ આપ્યો મહાભારત માં કૌરવો ની સેના પાંડવો ની સેના કરતા ઘણી મોટી હતી તો પણ સત્ય સામે તે મોટી સેના પણ હારી ગઈ તેવી જ રીતે આપણે અસત્ય સામે યુધ્ધ કરવાનું છે. હું એમ નથી કહી રહ્યો કે આપણે બધા સત્ય છીએ પણ સત્ય પર ચાલનારા તો છીએ ને.!!! યુદ્ધ માં ક્યારેય નક્કી ન હોય કે કોણ જીતશે પણ ક્યારેક નાની સેનામાં રહેલો દ્રઢ વિશ્વાસ જીતી બતાવી છે.

હે સભામાં પધારેલા યોદ્ધાઓ... આજ નહિ તો કાલે હું અરણ્ય દેશ જીતવા માટે લડતો રહીશ. જ્યાં સુધી હું અરણ્ય દેશ પાછો મેળવી ન લવ ત્યાં સુધી. મને વિશ્વાસ છે કે હું એક દિવસ અરણ્ય દેશ પાછું મેળવી લઈશ. આ યુદ્ધ માટેનો હું નિર્ણય અત્યારે રાજા શોર્યસેમ પર છોડું છું. તે જે નિર્ણય લેશે તેને હું યોગ્ય માનીશ. કહી રાજા કૃષ્ણવીર પોતાના સિંહાસન પર બિરાજમાન થયા અને રાજા શોર્યસેમ શું કહેશે તેની રાહ જોવા લાગ્યા.

હવે રાજા શોર્યસેમ પર એક મહત્વનો નિર્ણય લેવાનો સમય આવ્યો. પહેલા ક્યારેય આવો સમય આવ્યો હતો નહિ એટલે તેમણે યુદ્ધ બાબતે હાજર રહેલા સભામાં બધા પાસે થી મંતવ્યો લીધા. રાજા કૃષ્ણવીર ની મદદ અને તેનો સાહસિક સ્વભાવ સભા પર પ્રભાવ પડ્યો ને બેઠેલા માંથી ઘણા ખરા યુદ્ધ કરવા માટે તૈયારી દર્શાવી.

બધાના મંતવ્યો બસ એજ કહી રહ્યા હતા કે રાજા કૃષ્ણવીર જો આપણી મદદે આવ્યા હોય તો આપણે અત્યારે તેમની મદદ કરવી જોઈએ. યુદ્ધ કરી તેમનું રાજ્ય પાછું આપવા આપણે પાછી પાની કરવી ન જોઈએ.

મહારાજ શોર્યસેમ સભામાં ઊભા થઈ જાહેરાત કરે છે. કાલ સવારથી આપણું આખું સૈન્ય લઈ અરણ્ય દેશ તરફ યુદ્ધ કરવા કૂચ કરીશું. સભામાં બધા ઊભા થઈ મહારાજ શોર્યસેમ ના આદેશ નું સમર્થન કર્યું ને મહારાજ શોર્યસેમ નો જય ઘોષ કરવા લાગ્યા.

સવારે શોર્યસેમ પોતાની ત્રણ હજાર સૈન્ય સાથે અરણ્ય દેશ પર ચડાઈ કરવા આગે કૂચ કરી. શોર્યસેમ ની સાથે મહારાજ કૃષ્ણવીર પણ હતા જે શોર્યસેમ ને સલાહ સૂચન આપી રહ્યા હતા ને સૈન્ય નું મનોબળ વધારી રહ્યા હતા.

અરણ્ય દેશના રાજા ભયદુત ને ગુપ્તચર દ્વારા સમાચાર મળે છે. વર્ધ દેશનો રાજા શોર્યસેમ પોતાની સેના લઈ અરણ્ય દેશ પર આક્રમણ કરવા આવી રહ્યો છે. દુત ની આટલી વાત સાંભળતા જ ભયદુત ક્રોધે ભરાયો અને ઉભો થઈ સેનાપતિ ને આજ્ઞા કરી કે અત્યારે ને અત્યારે હથિયાર સાથે સૈન્ય તૈયાર કરવામાં આવે ને યુદ્ધ મેદાન તરફ કૂચ કરે. નાનો એવો વર્ધ દેશ... ને ભયદુત સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો છે. તેને શું તેનું મૃત્યુ વ્હાલું નહિ હોય. ક્રોધે ભરાયેલ ભયદૂતે સભામાં ત્રાડ પાડી.

હુકમ નહિ પણ એક ચેલેન્જ આપી હોય તેમ સભામાં બેઠેલા બધા ઊભા થઈ પોતાની મ્યાન માંથી તલવાર ખેંચી. ને એકસાથે બધા બોલિયા....લાગે છે વર્ધ દેશનું આવી બન્યું. હવે તો શોર્યસેમ નું પતન જ સમજવું.

બીજા દિવસની રાહ જોયા વગર ભયદુત પોતાનું બધું સૈન્ય લઈ યુદ્ધ મેદાનમાં પહોંચી ગયો. યુદ્ધની તૈયારી કરી ચૂકેલ શોર્યસેમ ભયદુત આટલી મોટી સેના ને જોઈ થોડો ભયભીત થઈ મહારાજ કૃષ્ણવીર સામે જુએ છે. મહારાજ કૃષ્ણવીર યુદ્ધના વસ્ત્રો પહેરી ઘોડા પર સવાર હતા. શોર્યસેમ નું આ રીતે જોવું, કૃષ્ણવીર સમજી ગયા કે શોર્યસેમ આટલી મોટી સેના જોઈ ભયભીત થઈ ગયો છે ને મનમાં તેણે હાર સ્વીકારી લીધી છે.

કૃષ્ણવીર તેમની પાસે આવીને કહ્યું. મહારાજ શોર્યસેમ આ યુદ્ધ મેદાન છે અહી દુશ્મન ની કેટલી સેના છે તે જોવામાં નથી આવતું. અહી તો બસ યુદ્ધ જ કરવાનું હોય છે. અને બે માંથી કોઈ એક ની હાર તો નિશિત જ હોય છે. પણ ક્યારેક નાનું સૈન્ય મોટા સૈન્ય પર ભારી પણ પડે છે. એટલે હે મહારાજ શોર્યસેમ આપણો એક જ ધ્યેય હોવો જોઈએ કે ભયદુત ને મોત ને ઘાત ઉતારી દેવો જેથી તેમનું સૈન્ય નું મનોબળ ઘટી જશે ને આપણે આસાની થી જીતી જશું.

કૃષ્ણવીર ની આટલી વાત સાંભળતા જ શોર્યસેમ માં જુસ્સો આવી ગયો ને જાણે કે અત્યારે જ યુદ્ધ જીતી જશે તેવું મનોબળ બતાવ્યું. અને સૈનિકો ને યુદ્ધ કરવા હાકલ કરી પણ કૃષ્ણવીરે કહ્યું કે હજુ યુદ્ધ માટે બંને પક્ષ તૈયાર થયા નથી એટલે સૈનિકો ને યુદ્ધ કરવા હાકલ કરવી યોગ્ય નથી. શોર્યસેમે તલવાર બતાવી સૈનિકો ને રોક્યા ને યુદ્ધ જ્યાં સુધી શરૂ ન થાય ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું.

હવે ભયદુત યુદ્ધ કરવા મહારાજ શોર્યસેમ સામે પોતાની પાચ હજાર સૈન્ય લઈ યુદ્ધ મેદાનમાં આવી ગયો હતો. શોર્યસેમ ની નાની સેના જોઈ મનમાં હરખાઈ રહ્યો હતો ને જલ્દી યુદ્ધ કરી શોર્યસેમ ને પતાવી દવ તેઓ જુસ્સો તેના ચહેરા પર પણ આવી ગયો હતો. બસ રાહ જોવાઈ રહી હતી કે ક્યારે યુદ્ધ ની હાકલ પડે ને યુદ્ધ શરૂ થાય તે માટે ભયદુત શોર્યસેમ પર છોડી દીધું હતું.

ભયદુત સેના સાથે સામે આવીને ઊભો રહી ગયો હતો. આ જોઈ શોર્યસેમ કઈ સમજી શક્યા નહિ એટલે રાજા કૃષ્ણવીર ને તેમને ઈશારો કર્યો કે ભયદુત યુદ્ધ માટેની હાકલ ની તમારી રાહ જોઈ રહ્યો છે. મહારાજ કૃષ્ણવીર નો તરત ઈશારો સમજી સૈન્ય ને તલવાર બતાવી યુદ્ધ કરવા માટે હાકલ કરી. ત્યાં તો જોત જોતામાં તો બંને સૈન્ય સામ સામે યુદ્ધ કરવા લાગ્યું.

મહારાજ કૃષ્ણવીરે તેમને એક જ લક્ષ્ય આપ્યું હતું કે ગમે તે કરીને ભયદુત ને હરાવી તેનું પતન કરવું. એટલે શોર્યસેમ યુદ્ધ કરવા ભયદુત સામે આવીને ઊભો રહી ગયો ને ભયદુત સાથે યુદ્ધ કરવા લાગ્યો તો કૃષ્ણવીર અને તેમનો સેનાપતિ વીરભદ્ર દૂર રહી સૈન્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા.

ભયદુત ની તલવાર ના વાર ની સામે શોર્યસેમ તલવારના ઘા જીલવા અસક્ષમ થઈ રહ્યો હતો. એક પહાડી ભયદુત સામે પાતળો શોર્યસેમ જાણે બેબશ લાગી રહ્યો હતો. શોર્યસેમ ભયદુત સામે ટકી શક્યો નહિ ને આખરે ભયદુતના તલવારના વાર થી તેનું મૃત્યુ થઈ ગયું. શોર્યસેમ ના મૃત્યુ ના સમાચાર મળતાં વર્ધ સેના શોકમય બની ગઈ ને મહારાજ કૃષ્ણવીર પાસે જવા લાગી અને તેમની શું આજ્ઞા છે તે જાણી ને આગળ વધીશું તેવું મનમાં નક્કી કર્યું.

સૈન્ય ને સામે આવી ને ઉભુ જોઈને કૃષ્ણવીર સમજી ગયા ને સૈન્ય ને આદેશ કર્યો કે જ્યાં સુધી કોઈ હાર જીતનો નિર્ણય ન આવે ત્યાં સુધી યુદ્ધ કરતા રહો. આજ્ઞા મળતા વર્ધ દેશની સેના ભયદુત સેના સાથે ફરી યુદ્ધ કરવા લાગ્યા.

શોર્યસેમ માં મૃત્યુ પછી મહારાજ કૃષ્ણવીર ભયદુત સામે આવી યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધ કરતી વખતે ભયદુત ને ખબર ન હતી કે આ કૃષ્ણવીર છે પણ એક સૈનિક તેની પાસે આવી ને કહ્યું મહારાજ આ જ મહારાજ કૃષ્ણવીર છે. ભયદુત સમજી ગયો કે વર્ધ દેશને મારી સામે યુદ્ધ કરવાનું કૃષ્ણવીર નું કામ છે. જેટલો ક્રોધ શોર્યસેમ પર આવ્યો ન હતો તેથી વધુ કૃષ્ણવીર ને જોઇને આવી ગયો ને કૃષ્ણવીર પર એક પછી તલવારના વાર કરવા લાગ્યો. યુદ્ધ માં નિપૂણ એવા કૃષ્ણવીર પણ ભયદુત સામે ભારી પડ્યા રહ્યા હતા.

ઘણો સમય સામે સામે યુદ્ધ ચાલ્યું પણ કૃષ્ણવીર યુદ્ધ કરતા થાકતાં ન હતા પણ ભયદુત થાકી રહ્યો હતો. એટલે સૈનિકોને એક ઈશારો કર્યો ને વીસ પચીસ સૈનિકો તેમની પાસે આવી ગયા. અને સૈનિકો ને કહ્યું બધા સૈનિકો કૃષ્ણવીર પર તુટી પડો. આદેશ મળતા બધા સૈનિકો કૃષ્ણવીર પર તુટી પડયા. કૃષ્ણવીર વીસ સૈનિકો પર પણ ભારી પડી રહ્યા હતા પણ પાછળ થી ભયદુત આવીને તેમને પછાડી ગળે તલવાર રાખી.

ક્રમશ....