Salma .... books and stories free download online pdf in Gujarati

સલમા....

"હજું સલમા નહીં આવી...!! રોજ કહ્યું છે ટાઈમે આવી જવું, પણ મારું સાંભળે કોણ ?"

રચના વિચાર કરતી આમતેમ આંટા મારતી હતી. એને સલમાની ચીંતા કરતા ઘરના કામની ચીંતા વધારે હતી.
મનમાંને મનમાં બબડાટ કરતાં નજર ગેલેરીની બહાર તાકીને બેચેનીથી આંટા મારવા લાગી.

સલમા રચનાના ઘરે વરસોથી કામ કરે અને સાથે બીજા
પણ ઘણાં બધાં ઘરના કામ કરે...પતિ સાવ પીયકડ અને જુગારી.... સલમાની ઘર કામની આવકથી જ ઘરનું ગુજરાન ચાલે. વ્યવહાર બધાં બધી ચીંતા સલમાના શીરે,

"કયા ગઈ'તી ? કેટલું મોડું કર્યું મારે બહાર જવાનું છે, "
બૂમો પાડી રચના બોલી,

"સોરી ભાભી આજ થોડું કામ હતું ઘરે એટલે મોડું થઈ ગયું, હવે નહીં કરું મોડું, તમારે જયાં જવાનું હોય જાવ ચીંતા નહીં કરો હું ઘર સાચવી લઈશ ."

રચના બજાર જવાં નીકળી સલમા એના કામે વળગી,
રચના કલાક બાદ આવી બજારથી અને ઘર ખોલતા જોયું અર્ધું- કામ એમ જ પડયું હતું,

" શું થયું છે ? આ સલમાને કામ પડતું મુકી કયાં જતી રહી."

ઘરમાં દાખલ થતાં જ રચના બોલી, પાણીનો ગ્લાસ ભર્યો અને લઈને સોફા ઊપર બેસતાં એણે ફોન હાથમાં લીધો, પાણી પીધું અને સલમાને ફોન લગાડયો.

"હલ્લો...!!"
સામેથી સલમાનો અવાજ આવ્યો,"

"કામ અર્ધુ મુકી કેમ જતી રહી !?..."
રચનાના અવાજ માં ગુસ્સો હતો.

"આવુંજ છુ ભાભી થોડી વારમાં જ... "

ગભરાઈને કહ્યું સલમાએ અને ફોન મુકી દીધો. રચનાને સલમાનો જવાબ સાંભળી શાંતિ થઈ,એટલે એ પણ એના બીજા કામમાં લાગી, થોડી વાર પછી ડોર બેલ વાગ્યો. રચનાએ દરવજો ખોલ્યો, સામે સલમા હતી દુપટાને માથે વીટાળતી ઘરમા પ્રવેશતાં બોલી,
" બાજું વાળાંની છોડી બોલાવા આવતી... ભાભી..! ઓલા 'મુવાએ પી' અને ધમાલ કરી તી 'તો કોઈ એ માર્યો એટલે દવાખાનામાં બતાવવા લઈ ગઈ તી ' તો'પણ મારે તો એનો માર ખાવાનો, થાકી છું હવે, મરતોય નથી મારા લોહી પીવે છે, આટલું બોલતા તો સલમાની આંખમા ઝળઝળીયા આવી ગયાં અને રડતી રડતી કામ કરવાં લાગી.

રચના એને સાંભળતી હતી,એનાથી રહેવાયું નહીં એણે ગુસ્સા સાથે સલમાને સમજાવવાનું શરૂ કર્યું,

"તો છોડી કેમ નથી દેતી એને...? તુંતો કમાય છે...? શું કામ એ નરાધમના માર ખા ' છો...? મને તારી દયા એવે છે સલમા આટલું કામ તું કરે કમાય તું અને એ પીવાંમા અને રમવામાં ઉડાડી 'દે કયાં સુધી સહન કરીશ... ?"

વાતો કરતાં કરતાં અને રડતાં રડતાં કામ પતાવ્યું સલમાએ અને ઘરે જવા નીકળી, રસ્તામાં બીજા પણ ચાર પાંચ ઘરનાં કામ પતાવતી ગઈ, ઝુપડા જેવું લાગતું એનું ઘર હતા, થોડા જુના અને એલયુમીનયમના ઘોબાવાળા વસણો હતા,-આમ તેમ ગાભા કેહવાય એવા કપડાં દોરિયે લટકતાં હતા,ઝુપડાનું બરણું ટુટવું ટુટવું થઈ રહયું હતું, પવન આવેને થોડું આમ-તેમ હલે તો પણ ટુટી જાય અને ખડખડ અવાજ આવે.એ બારણું થોડું ખુલ્લું હતુ.

સલમાએ અધખુલ્લા દરવાજામાંથી અંદર જઈ જોયું તો એનો પતિ અર્ધો ખાટલામાં અને અરધો નીચે પડયો હતો, સલમાએ હલાવી જગાડયો પણ કઈ જવાબ ન મળ્યો, સલમાએ રોકકળ કરી મુકી,અને આજુબાજુના ઝુપડાવાળા બધાં ભેગા થઈ ગયાં અને એને સરકારી દવાખાનામાં લઈ ગયા, ત્યા ડોક્ટરે તપાસ કરતાં મૃત જાહેર કર્યો.
સલમાને શું કરવું ન સમજાયું એક નર્કમાંથી છુટકારો મળ્યો હતો,રડવું- કે પોતાના માણસને બચાવી ન શકી....!
ગમે એમ તો એનો પતિ હતો, સલમા ખુબ રડી ઘરે લાવ્યા એને અંતિમ વિદાય આપી એના પતિને....

બીજા દિવસે સવાર સલમા માટે સાવ નવી સવાર હતી,
કોઈ ગાળ આપવા વાળું કે મારવાં વાળું નહોતુ. સલમાના ચેહરા પર એક આઝાદીની મુસ્કાન હતી,આજના સુરજે સેલમાં માટે આઝાદીના દ્વાર ખોલ્યાં હતા, કોઈ સંબધોની કેદ કે લાગણીની બેડી પગમાં નહતી,એક પાંજરે પૂરાયેલું પક્ષી
પાંજરાના ખુલ્લા દ્વારેથી ખુલ્લા આકાશમાં ઊડવાં તત્પર હતુ,

"વેહલી કામ પર આવી ગઈ આજ સલમા!!? "
રચના એ પુછયું.

"હા..!ભાભી આજ હું આઝાદ થઈ એક નર્કની કેદમાંથી "

"મતલબ!! રચના પુછતા ચીંતામાં આવી ગઈ,

"ભાભી મારો વર મરી ગયો કાલે બપોરે,"

"અરેરે...!!!. તારો વર મરી ગયો અને તું આજ કામ ઉપર આવી ગઈ, તને દુ:ખ ન થયું,"

નિસાસો નાખાતા સલમા બોલી,
"ભાભી શું દુખ કરું એની પાછળ લગન પછી એક'દીનું સુખ નથી દીધું એણે... રોજ રાતે માર ગાળ્યું ખાઈને સુવાનું દી' આખો પારકા ઢસરડા કરવાનાં હું માણસ છું. મને બે ટંક શાંતિ નો રોટલો અને બે શબ્દ પ્રેમની પણ ભુખ હોય, કયાં સુધી સહન કરું. કાલ ઘરે જાતા જાતા રસ્તા માં ભગવાનને પ્રાથના કરતી કરતી ગઈ તી'
કે "હે ભગવાન હવે બસ કર મારી સહન કરવાની શક્તિ પુરી થઈ ગઈ છે, કા'મને.. લઈલે... કા 'એને "અને ભગવાન ને મારા ઉપર અંતે દયા આવી અને એને લઈ લીધો. અને મને આઝાદ કરી, હવે તમે જ કયો... ભાભી આમાં હું રોવ- કે ખુશ થાવ...."
સલમા હીબકાં ભરતી રડતી હતી, અને રચના પણ એને જોઈ રોઈ પડી, રચના એની પાસે ગઈ અને ગળે લગાડી અને સલમાને તો જાણે આંસુનો બાંધ ટુટયો હોય એમ ખુબ રડી... ઘરે ગઈ ત્યારે સાવ મનથી હલકી થઈ ગઈ એના મનમાં પતિ માટે દુ:ખ હતું, પણ નવી આઝાદી માટે ખુશી પણ હતી, સલમા ચુપચાંપ કેટલું બધું દર્દ સહન કરતી હતી....સલમાને ખુલ્લા દરવાજા તરફથી બહાર નીકળતાં રચના હરખના આંસુ સાથે એને જતા નીહાળી રહી.......

🙏જય શ્રીકૃષ્ણ 🙏