See you again - Chapter-17 books and stories free download online pdf in Gujarati

ફરી મળીશુ - પ્રકરણ-17

· મીરા ફરી વાર મુંબઇમાં મળે છે.

ફોનમાં વાત કરતા કરતા દરીયા કિનારે ચાલી રહ્યો હતો. ક્યાય પ્રેમી પંખીડા તો ક્યાંક પરિવાર સાથે દરિયાની શિતળતાનો અનુભવ કરતા હતા. દરીયાના મોજા દિવાલ સુધી અથડાતા હતા.આ વાતાવરણ મનને શાંતિ આપતુ હતુ.આમ પણ દેશમાં મરીન લાઇન એ એક જ એવી જગ્યા હશે ત્યારે એક તરફ શહેરનો વૈભવ અને એક તરફ સમુદ્ર નો વૈભવ એક સાથે જોવા મળે. દર વખતે શ્યામ મુંબઇ આવે એટલે એકવાર તો મરીન ડ્રાઇવ પર ચાલવા નિકળે જ એવી જ રીતે આજે પણ શ્યામ નિકળ્યો હતો પણ અચાનક જ શ્યામ ઉભો રહી ગયો અને ફોન પર પણ કોલ યુ લેટર એમ કહિ મુકાઇ ગયો. શ્યામને વિશ્વાસ જ નથી આવતો કે આ સંજોગો આવી જશે. આજે ફરી શ્યામની આંખો આંસુથી છલકાઇ જાય છે. શ્યામની સામે મીરા ઉભી હતી. એ જ મીરા જેને કેટલાય વર્ષોથી જોઇ નથી કે કેટલાય મહિનાઓથી વાત પણ નથી થઈ.

મીરા માટે પણ અચરજ હતુ કે શ્યામ આવી રીતે અહિ મળશે.

શ્યામ તો મીરાને બન્ને ખભે બન્ને હાથ રાખીને કહે છે, મીરા તુ અહિ ? ક્યારે આવી? ભારતમાં ક્યારે આવી? મને જાણ પણ ન કરી?

અનેક સવાલો કરી ચુક્યો હતો.

મીરા માટે પણ આવી રીતે શ્યામ મળશે એ નવાઇની વાત જ હતી.

મીરા કહે, હું હમણા જ થોડા દિવસ પહેલા આવી. હુ સુરત આવવાની હતી. ત્યારે તને જાણ કરતે તને મળવા તો ન જ આવતે. હુ મારી જાતને તને બાથ ભરતા તો ન જ રોકી શકતે.

શ્યામ કહે તારે તારી જાતને રોકવી છે શા માટે? બન્ને હાથ ફેલાવીને કહે છે આવી જા.

મીરા દોડતી શ્યામને બાથ ભરી જાય છે. મીરાની આંખ ભીંજાઇ ગઈ હતી. મીરાના ચહેરા પર પહેલા જેવુ તેજ ન હતુ. આંખોમાં કાળા કુંડાળા પડી ગયા હતા. હર્યુ ભર્યુ શરીર પણ સુકાઇ ગયુ હતુ. જાણે ચહેરા ઉપરનુ નુર કોઇએ હણી લીધુ હતુ.શ્યામ આ બધી નોંધ લે છે અને કહે છે, મીરા તે આ શુ માડ્યુ છે? આ મારી મીરા ક્યારેય ન હોઇ શકે. ક્યા એ હસતી અને હસાવતી મારુ દિલ જીતી લેનાર મીરા અને ક્યા આજે તુ? શુ થયુ છે તને મીરા? તને જોયા એને દસકાઓ વીતી ગયા હોય એવુ લાગે છે

.

મીરા શ્યામની બાથમાં જ રહિ જાણે પોતાની પીડા વર્ણવતી હોય એમ બોલે છે, શ્યામ આજ પણ તારી યાદમાં ક્યારેક ક્યારેક આ આંખો જાગી લે છે.તમે મળવાની તો દિલમાં ખુબ ઇરછા હતી, એમ હતું કે સ્વીડન જઈને બધું ભૂલી જઈશ પણ ખરેખર દુર રહિને વિયોગ પીડા તો અપાવે જ છે.

શ્યામ તેના શરીરને જોઇ વ્યાકુળ થઇને કહે છે, અહિ આવી જા ને, પાછી તુ કહેતી હતી કે કોઇ સારો છોકરો ન મળે તો હુ લગ્ન કરી લઈશ. તારો મને ખ્યાલ તો હતો જ કે, તુ એ પણ નહિ જ કરે. સાચુ કહુ તો મીરા આજે તારી હાલત જોઇ હુ મારી જાત પર નફરત કરુ છુ કે, તે મને અપાર પ્રેમ કર્યો મે તને છોડી દિધી.

મીરા કહે, ના એમા તારો શુ ગુનો? તે તો આજ પણ તારો સ્નેહ મને આપ્યો. હુ તો તને આજ પણ યાદ કરુ તો મારુ મન આનંદિત થઇ જાય.

શ્યામને તો એ વાતમાં રસના હોય એમ બન્ને હાથ પકડીને કહે, મીરા તને થયુ છે શુ? તુ મને જે હોઇ એ વાત કર તને મારા સોગંદ છે.

મીરાની આંખો ઘેરાતી હતી અને ખુબ જ અશક્ત જણાતી હતી. મીરા માત્ર એટલુ જ કહે છે, તુ મને કાલે મળીશ? મને અત્યારે સામે હોટેલના રૂમ નંબર ૨૦૩ સુધી મુકિ દે.

શ્યામ તો હોટેલ રૂમ નં.૨૦૩ સુધી લઈ જાય છે. ત્યા સુધીમાં સંપુર્ણ બેભાન અવસ્થામાં આવી ગઈ હતી.

શ્યામ માટે તો જે ઘટના બનતી હતી એ કલ્પનાથી પણ પર હતી. રૂમ નં.૨૦૩માં એક અન્ય છોકરીએ દરવાજો ખોલ્યો. તેને જઈને બેડ પર સુવરાવી. એ છોકરીને શ્યામે કહ્યુ તમે મીરાના કોણ લાગો છો? આપનુ શુ નામ?

સામેથી જવાબ આવ્યો હુ તેના કાકાની છોકરી છુ. મારુ નામ પ્રિયા છે. થેન્ક્સ હમણા મીરાની તબિયત ખરાબ છે, એવુ તેના પપ્પા કહેતા હતા. એ લોકો આવે છે મુંબઇ અમે બન્ને થોડા દિવસ પહેલા આવ્યા એટલે નાઇટ હોલ્ટ હોટેલમાં કર્યો.

તમારુ શુ નામ છે? તમને ક્યારેય પહેલા જોયા નથી. તમે કઇ રીતે ઓળખો છો મીરાને?

શ્યામને ઓળખ આપવામાં અજીબ લાગ્યુ છતા જવાબ આપ્યો, મારુ નામ શ્યામ, હુ તમારો કોઇ રિલેટિવ નથી પણ હુ મીરાનો કોલેજ ફ્રેન્ડ છુ.

ઓહ શ્યામ તમે પોતે જ ઘણી વાર મીરા તમારી વિશે કહેતી હતી, પ્રિયા કહે છે.

થોડી વાતો કરીને શ્યામ ત્યાથી પોતાના નંબર આપીને નિકળે છે અને કહે છે, સવારે ફ્રેશ થઈને મને કોલ કરાવજો.

શ્યામ પોતાના રૂમમાં ગયો.

શ્યામને સતત મીરા વિશે જ વિચાર આવતા હતા.મોડી રાત સુધી ઉંઘ પણ નહોતી આવતી. થોડી વાર ટીવી ચાલુ કરે તો, થોડીવાર લેપટોપ, સવાર પડતા જ તૈયાર થઈને નાસ્તો કરીને ફોનની રાહ જોવા લાગ્યો. લેન્ડ લાઇન નંબર પરથી કોલ આવ્યો. શ્યામ ત્યા ગયો. મીરા દરિયાકિનારા તરફના ટેરેસ ગાર્ડનમાં બેઠી હતી એકલી જ હતી. પ્રિયા ગેરહાજર હતી. મીરાને હવે કાલ કરતા ઘણૂ સારુ હતુ એવુ લાગતુ હતુ.

શ્યામને જોઇને કહે છે, શ્યામ આવ અહિ બેસ એમ કહિ એક ચેરને પોતાની નજીક ખેચી.

શ્યામે આવીને પુછ્યુ, કેમ છે મીરા હવે તને? કાલે અચાનક શુ થઈ ગયુ હતુ?

મીરા કહે, બસ કહિ નહિ થોડી અશક્તિ આવી ગઈ હતી પણ હવે સારુ છે.

શ્યામ કહે, સાચુ કહુ તો હુ કાલ તને મળ્યો તારી હાલત જોઇ હુ મનમાં ને મનમાં તુટી ગયો છું. મારા કારણે કોઇની આ હાલત ખરેખર તો હુ મારી જાતને ક્યારેય માફ નહિ કરી શકુ.

મીરા કહે, મે તને કાલે પણ કિધુ હતુ અને આજ પણ કહુ છુ કે, તારી જાતને દોષ આપવાનુ બંધ કર. મને થોડો સમય તારો સાથ જોઇએ છે, તુ આપીશ?

શ્યામ કહે, હુ કઈ સમજ્યો નહિ.

મારી પાસે સમય ખુબ જ ઓછો છે, શ્યામ હુ ઇરછુ કે તુ માત્ર એક દિવસ મારી સાથે વિતાવ, મીરા માંગણી કરે છે

શ્યામ કહે,પણ મીરા…..

પણ બણ કહિ નહિ બસ એક દિવસ પછી હુ તને ક્યારેય પણ નહિ કહુ, બસ એમ સમજ કે મારી જીંદગીની આખરી ઇરછા છે, બોલ પુરી કરીશ? હુ માત્ર દિવસ જ માગુ છુ, મીરા કહે છે.

શ્યામ હસતા હસતા કહે, કેવી પાગલ જેવી વાત કરે છે? આખરી ઇરછા એવુ શુ કામ બોલે છે? આપણને મોત પણ અલગ નહિ કરી શકે. આપણે બન્ને સાથે જઇશુ.

શ્યામ પોતાની ઓફિસમાં અને ઘરે કોલ કરી દે છે કે એક દિવસ આવવામાં મોડુ થશે.

શ્યામ આજુબાજુ જુએ છે પુછે છે- પ્રિયા ક્યા છે?

મીરા કહે પ્રિયા એના મામાને ત્યા ગઇ છે, એ નહિ આવે.

મીરા શ્યામની સંભાળ લેતી હોય એમ પુછે છે, શ્યામ તે નાસ્તો કર્યો કે બાકી છે? શુ ઓર્ડર કરુ?

શ્યામ મીરાની સામે જોઇ કહે છે, જે પેલી વાર ઓર્ડર કર્યો હતો એ આજ કરી દે. એ દિવસ તો પાછો નહિ આવે પણ, એ દિવસ જેવો દિવસ લાવવા પ્રયત્ન કરીએ.

શ્યામ નિઃસાસો નાખતા કહે છે. વિતેલા દિવસો પાછા નથી આવતા.

મીરા ખુશ થઇને કહે છે, આપણે ભાગ્યશાળી છીએ કે આપણે એ દિવસો માણ્યા. મન ભરીને મસ્તી કરી અને મન ભરીને એકબીજાને પ્રેમ કર્યો.

મીરા કહે છે, હા મને એટલે જ કોઇ અફસોસ જ નથી કે કોઇ ગમ નથી. કદાચ આજે મોત મળે તો પણ.

શ્યામ એક્દમ ગુસ્સામાં આવી જાય છે, જસ્ટ શટ અપ મીરા. વોટ ઇસ ધીસ ? મોત અને આખરી ઇરછા આ બધુ ન બોલ. તારુ વર્તન વ્યવહાર મને સમજાતુ જ નથી.

મીરા હસતા હસતા વાતને ડાઇવર્ટ કરતા કહે છે, તુ સમજવા માટે સરળ છો. હુ તો પહેલેથી અઘરી છુ. એ તો તને ખબર છે. તુ રાધિકાને સમજી શક્યો છો? એ તો કે પહેલા

શ્યામ ફરી હળવા મુડમાં આવીને કહે છે, પ્રેમને સમજવા જઈએ તો સમય જતો રહે અને પ્રેમને સમજવા કરતા માણવામાં મજા છે.

મીરા હસતા હસતા કહે હવે મને કે તો કોને સમજવુ સહેલુ છે? મને કે તને?

શ્યામ પણ હસવા લાગે છે, મીરાનુ મન આજ પ્રફુલ્લીત હતુ. આજ વર્ષો પછી મીરા ફરીવાર ખુલીને હસતી હતી. એના ગાલ પર હસતી વખતે જે ખાડા પડતા હતા એ ખાડા ઘણા સમયથી પડ્યા જ ન હોય એવુ લાગતુ હતુ.

શ્યામ તને ખબર છે એકવાર આપણે મહાલક્ષ્મીના મંદિરે ગયા હતા.

શ્યામ પ્રત્તિઉત્તર આપતા કહે છે, હા એ તો મનમોહક પહાડો અને ચારેતરફ ખીલેલી પ્રકૃતિ જોઇ મે એવુ પણ કહેલુ મહાલક્ષ્મી અંદર તો છે જ પણ આ પહાડોનુ સૌદર્ય પણ કોઇ દૈવીથી કમ નથી.

મીરા ખુશ થઇને કહે છે, હા આપણે માણેલા એ તમામ દિવસો અને તુ મને ચોમાસામાં કુદરતનો એવો અહેસાસ કરાવતો કે એવુ લાગે કે જીંદગીના અધુરા રંગો પુરાઇ ગયા હોય.

શ્યામ પુછે છે,પણ મીરા એકવાર મહાલક્ષ્મી મંદિર ગયા ત્યારે તુ દર્શન કરીને આવી અને અચાનક જ રડવા લાગી હતી. અને મને કહેવા લાગી હતી કે હવે આપણે ક્યારેય નહિ આવીએ. મે તને ઘણીવાર પુછ્યુ છતા તે મને ક્યારેય કહ્યુ જ નહિ.

મીરા થોથવાઇ પણ કહ્યુ શ્યામ એ દિવસે હુ મંદિરમાં પુજા કરાવવા ગઈ. ત્યારે એ પુજારીએ એવુ કહેલુ કે તારો કોઇ સ્નેહીજન તારાથી દુર એટલે ભગવાન પાસે જતુ રહેશે.

મીરા રડવા લાગી.

શ્યામ મીરાના ખભે હાથ રાખીને આંસુ લુછતા કહે છે, અરે મીરા એવી વાતો તો અંધશ્રધ્ધા વાળી હોય. એમ એમના કહેવાથી જો આવુ થતુ હોય તો ધરતીકંપ કે સુનામીની આગાહિ કરવી જોઇએ. યાર કમ ઓન કોઇને કઇ જ નહિ થાય. પ્લીઝ રીલેક્ષ

શ્યામ ઉભો થઇ મીરાને પાણી આપે છે.

શ્યામ કહે છે, મને લાગે છે તારે આરામની વધુમાં વધુ જરૂર છે. મને લાગે છે કે તને સારુ નહિ થાય ત્યા સુધી મારે અહિ જ રહેવુ પડશે. નહિ તો એ મીરા તો યમરાજ આડે ઉભી રહિ જાય એવી હતી.

મીરાના મોં પર ક્યારેક ક્યારેક સ્માઇલ દેખાતી હતી.

સુખ દુઃખની વાતો કરે છે. ખુબ આનંદથી જુના સંસ્મરણો વાગોળે છે.

હવે સાંજનો સમય થવા આવ્યો હતો.

મીરા કહે, તારે જવુ હોય તો તુ જઈ શકે છે. હવે તારો સમય નથી લેવો.

શ્યામને તો નવાઇ લાગે છે કે આજ પહેલી વાર મીરાએ કહ્યુએ પણ જવા માટે

શ્યામને હજી વાત ચાલુ જ રાખવી હોય એમ, તુ મને પાછી ક્યારે મળીશ એ તો કે સુરત ક્યારે આવવાની છે?

મીરા કહે છે, પાછુ મળવાનુ તો તને ન કહિ શકુ. સુરત હવે શુ કામ છે? તુ તો અહિ મળી ગયો.

શ્યામ કહે છે, તારી સાથ એક દિવસ રહ્યો પણ હવે એમ થાય છે કે તારી સાથે જ રહી જાવ.એ લઘરવઘર રખડતો કોલેજનો શ્યામ બનીને

મીરા હસતા હસતા કહે છે, હા તો એમા હુ ક્યા ના કહુ છું તને. શ્યામ તારુ અને તારા પરિવારનુ ધ્યાન રાખજે.

શ્યામ હસતા હસતા કહે છે, મીરા તુ તો સ્વીડન ગઇને દેશી થઈ ગઈ.

મીરા કહે છે, તુ અને તારો પરિવાર મારા જ છો ને

શ્યામ ઉભો થાય છે અને દરવાજા તરફ જાય છે. મીરાની આંખમાં આંસુ હતા. મીરા શ્યામને પાછો બોલાવીને બે હાથ ફેલાવીને કહે છે, શ્યામ આ અંતિમ વાર હો.

શ્યામ પાછો આવીને બાથમાં લઈ લે છે, મીરા રડવા લાગે છે.

શ્યામ કહે છે, અરે પાગલ રડે છે શુ કામ? હુ હંમેશા તારી સાથે જ છુ.

મીરા રડતા રડતા કહે છે, બસ લાઇફમાં મીરાને શ્યામ એક જ એવુ પાત્ર મળ્યુ કે, જેને ખોવાનો જેનાથી દુર થવાનુ મને દુઃખ છે. બાકિ તો જીંદગીમાં કોઇ પ્રત્યે દુઃખ કે રંજ નથી.

શ્યામ મીરાના મોં પર હાથ રાખીને કહે છે, મીરા ઓલવેઝ આઇ મિસ યુ આઇ લવ યુ, તુ સ્વીડન જા એ પહેલા આપણે ફરી મળીશુ મીરા

શ્યામ મીરાના હોઠ પર અને કપાળ પર ચુંબન કરીને ઉભી થઈ દરવાજો ખોલીને બહાર નીકળી જાય છે. દાદર નીચે ઉતરતો હતો. ત્યા શ્યામના જુના મિત્ર ડોકટર કશ્યપ દાદરમાં જ મળે છે.

શ્યામને જોઇને કહે છે, અરે શ્યામભાઇ તમે અહિ કેમ?

શ્યામ તો ખુલાસો કર્યા વગર એટલુ જ કહે છે, એક મિટિંગ હતી. બસ હમણા જ પુરી થઈ.

ડો.કશ્યપ પણ એની વિગત આપતા કહે છે, ઓકે હુ પણ એક પેશન્ટને જોવા આવ્યો છુ. વીઆઇપી લોકો ફાઇવ સ્ટાર હોટેલમાં ટ્રીટમેન્ટ લે છે બોલો.

શ્યામ હસતા હસતા કહે છે, હા રાઇટ એટલે જ તમારે હોસ્પીટલ ફાઇવ સ્ટાર બનાવવી પડે છે.

ડો ક્શ્યપ ઘડિયાળ તરફ જોતા કહે છે, યુ આર રાઇટ સર, વી વિલ મિટ લેટર, નાઉ આઇ એમ લેટ

શ્યામ કહે છે, ઓકે શ્યોર આઇ એમ ઓલ્સો.

ડો કશ્યપ શેકહેન્ડ કરતા કહે છે, અમારી હોસ્પિટલની મુલાકાતે અવાય અને ડિનર સાથે લેવાય એવુ શેડ્યુલ બનાવો સર.

શ્યામ પ્રતિઉત્તર આપતા કહે છે, ઓકે નેક્સ્ટ ટાઇમ શ્યોર