Jindgi ni aanti ghunti - 22 books and stories free download online pdf in Gujarati

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-22

( આગળના ભાગમાં જોયું કે મહેશ ના જીવન વિશે પદમા ને ખબર પડે છે અને તેની સાથે સગાઇ કરવા તેના પિતાને મનાવે છે તેના પિતા જો તે ઘર જમાઈ બને તો જ તૈયાર થાય છે, હવે આગળ)

પદમા નો સંદેશો આવ્યો તે વાંચ્યું વાંચી ને ઘણુદુઃખ થયુ,
મારે ઘર જમાઈ તો નહોતું બનવું,
મોટા લોકો નાના માણસોને શું સમજતા હશે,
નાના માણસો નું સ્વમાન નહિ હોય.
મેં વળતો સંદેશો મોકલ્યો કે મને માફ કરજે પદમા હું ઘર જમાઈ બનવા તૈયાર નથી,
મારું મન વિચારે ચડી ગયું 'પૈસાની આટલી બધી કિંમત પૈસા એ તો મારો પ્રેમ છીનવી લીધો'
હું એ પૈસા કમાઈને જ રહીશ અત્યાર સુધી ભણવાનું સ્વપ્ન હતું, અને હવે સાથે પૈસા કમાવાનું મારે અનીતિથી રૂપિયા નથી કમાવા, જોઇએ સમય શું કરે છે!
અત્યારે તો વેકેશન છે અને ફૂલ ટાઈમ ની નોકરી છે, પદમા તરફથી હજુ સુધી કોઇ વળતો જવાબ આવ્યો નહોતો,
તે આકાશ અને કુસુમના લગ્ન પણ નહોતી આવી,

" જે મારા પાનખર જીવનમાં વસંત બનીને આવી હતી ને પાછું મારું જીવન પાનખર બનાવી ગઈ"
હું મારા કામમાં લાગી ગયો, સુકેતુ ભાઈને અચાનક અમેરિકા જવાનું થયું અને તેમને મને ઓફર આપી કે જો તું મારું બધું કામ સંભાળી લે તો જ્યાં જ્યાં કામ ચાલ છે તેમાં 30ટકા ભાગ તારો રહેશે અને પગાર જુદો અને હું ખુશ થઈ ગયો

મહેનત કરવા વાળા ને પણ ભગવાન મદદ કરે જ છે, તેમની પાસે એક મહિનામાં બાકીનું બધું કામ સમજી લીધું ,
મારું તો નસીબ ઊઘડી ગયું પણ નસીબ પણ શું કામનું જ્યાં મારી પરી નો સાથ નહોતો,
રીઝલ્ટ ની તારીખ ડિક્લેર થઈ ગઈ હતી વિચાર્યુ કે તે દિવસે તો મળશે જ અને રીઝલ્ટ નો દિવસ આવી ગયો,
મેં કોલેજમાં ટોપ કર્યું હતું અને પદમા સેકન્ડ હતી આખો ક્લાસ મને શોધતો હતો અને હું પદમાને...
મને બધા ઘેરી વળ્યા અભિનંદન પાઠવવા લાગ્યા, અને હું બધાનો આભાર વ્યક્ત કરતો હતો,
મારી નજર પદમા , કુસુમ અને આકાશ પર પડી, હું સીધો તેમની પાસે ગયો

અભિનંદન યાર, આકાશ બોલ્યો,
પણ પદમા કઈ ના બોલી,
મેં તેને રીઝલ્ટ લીધા પછી મળવાનું કહ્યું તે બોલી પાંચ મિનિટ આપીશ!
ચાલશે!
પદમા તારો ફરી મેસેજ ના આવ્યો,

જો મારા પિતાજીએ તો ના પાડી દીધી છે,
સાંભળ એક ખુશ ખબર છે મને સુકેતુ ભાઇ એ 30 ટકાનો તેમના બિઝનેસમાં ભાગીદાર બનાવી દીધો છે,
હું તને બહુ જ ખુશ રાખીશ,
પદમા આપણો પ્રેમ આટલો કાચા તાતણે ના જ ગૂંથાયો હોય, કે તે આ રીતે તુટી જાય

હજુ તો લગ્ન બે વર્ષ પછી કરીશું, ત્યાં સુધી તો હું ઘણું કમાતો થઈ જઇશ.
બે વર્ષ સુધી મારા પિતા મને ઘરમાં રાખશે!
તો શું કરવું છે !
તારે ગમે તે રીતે બે વર્ષ તો કાઢવા પડશે પદમા ચાલી, પદમા સાંભળ
જો મેં તને સાચો પ્રેમ કર્યો હોય તો તું મારી પાસે આવી જજે.
હું દુખી થઈશ પણ તને દુઃખી નહીં કરું..

અને અમે છૂટા પડી ગયા,
હું બધું ભૂલીને મારા કામમાં વ્યસ્ત થઈ ગયો ,
અને મારું કામ જબરજસ્ત ચાલવા લાગ્યું સુકેતુ ભાઈને મારા પર મુકેલો વિશ્વાસ કામ કરી ગયો, અને સુકેતુ ભાઇ ની મદદથી હું બિલ્ડર બની ગયો,
મારું એમ બી એ નુ ફસ્ટ યરપૂરું થઇ ગયું.

પદમા શું કરતી હશે? તે પણ મને તો ખબર નહોતી ,કોઈ દોસ્ત મળતા નહોતા મુંબઈ આવ્યા પછી કેટલાય વ્યક્તિઓ જીવનમાં આવ્યા અને ગયા.
અને નવા દોસ્ત મળતા રહ્યા સાથે મારું એમબીએ બનવાનું સપનું પૂરું થવાનું જ હતું.
એમબીએ કરવાની સાથે મારું કામ રફ્તાર પકડી હતી, મેં પણ નહોતું વિચાર્યું કે હું આટલો ઝડપી કામ કરતો થઈ જઇશ પણ સમય અને સંજોગો એ બધું શીખવી દીધું,

મારૂં ગામ યાદ આવી ગયું, હવે તો મારી પાસે પૈસા છે તો ગામ જઈ આવું ,
ના એમબીએ પૂરું કરીને જઈશ,
મારી પરી શું કરતી હશે, કદાચ તેને લગ્ન કરી લીધા હોય,
આકાશને મળે તો પૂછી જોઉં આકાશ તેના કામમાં વ્યસ્ત હતો, તેથી મળતો નહી,
હવે તો લેન્ડલાઈન ફોન હતો પણ એનો નંબર નહોતો મેં નિર્ણય કર્યો કે ગમે તે કરી પદમા નો નંબર શોધીને તેની માહિતી મેળવી લઈશ,
પણ આવડા મોટા મુંબઈ શહેરમાં નંબર શોધવો અઘરો હતો,
ઘણીવાર થતું લાવ ને તેના ઘરે જઈ આવું,
ના મારા લીધે તેના પર કોઈ સંકટ આવે તેવું નહોતું કરવું ..
મારું હવે તો એમ બી એનું બીજું વર્ષ શરૂ થઈ ગયું હતું, અને મોટા મોટા કામ લેતા આવડી ગયા હતા,
ખાતામાં બેલેન્સ વધતું હતું ,પણ જીવન નું બેલેન્સ ઘટતું હતું.
હજી તો હું તે જ ફ્લેટમાં રહેતો હતો ,
આ વર્ષે સુકેતુ ભાઈની સાથે તો કામ કરતો હતો, અને મારું પોતાનું કામ પણ કરવાનું શરૂ કર્યું હતું,
અને એક દિવસ અચાનક હું રાતે ઊંઘ્યો હતો અને બારણું ખખડ્યું ,
આટલી રાતે કોણ હશે? અને મેં બારણું ખોલ્યુ તો મારી નજર બારણામાં ચોટી ગઈ, તું આટલી રાતે કેમ અત્યારે!
દુલ્હન ના જોડા મા તે ઊભી હતી,
મારું તો બ્લડ પ્રેશર જાણે વધતું હતું ,
તું ઘરેથી ભાગી છે,

મારા ઘરે જાનઆવીને ઉભી છે.
પણ હું તારા વિના નહી રહી શકું મહેશ ચાલ અત્યારે જ આપણે અહીંથી ભાગવું પડશે, મુંબઈના કોઈ બીજા વિસ્તારમાં જતા રહીએ,
થોડીક વાર માટે તો હું શૂન્યમનસ્ક થઈ ગયો.
શું કરવું શું ન કરવું! તેવા વિચારો સાથે જ જડબની ગયો તેને મને હલાવ્યો હું તારા માટે બધું છોડીને આવી છું,
અને તું શું !જડભરતની જેમ ઊભો છે ,
એને અંદર લીધી તે બોલી હાલ નીકળવું પડશે,
નહીં તો મારા પિતા મને શોધતા અહીં આવી ચડશે,
અરે મારું કામ મારું કેરિયર અને તેની સામે આ પ્રેમ, હું શું કરું ને તેને પાંચ મિનિટ ઉભા રહેવાનું કઈ અંદર બે જોડી કપડાંઅને થોડા ઇમ્પોર્ટન્ટ કાગળ ભરી ને મારીઅંધેરી પર ચાલતી સાઇટ પર મારો એક ફ્લેટ બનતો હતો ત્યાં જવાનું વિચાર્યું,
ત્યાંથી અમે નીકળી ગયા,
**************************************
કન્યા પધરાવવાનો સમય થયો ને પદમા ની શોધખોળ શરૂ થઈ, પદમાના પિતાપહોંચ બહુ ઊંચી હતી, એટલે તાત્કાલિક પોલીસ અને ગુડા બધા શોધવા નિકળી પડ્યા. ..

પદમા મુંબઈમાં આપણે સુરક્ષિત રહીશું
' ના'
અહીંથી પણ ભાગવું પડશે ,
"આ જિંદગી છે લગ્ન નહોતા કરવા એટલે ઘરેથી ભાગ્યો હતો, અને હવે લગ્ન કરવા માટે ભાગવું પડશે "
રાત પૂરી થવા આવી અંધેરીની જગ્યાએ થી અમે પાછા ગુજરાત જતી ટ્રેનમાં બેસી ગયા,
ગુજરાત માં જઈશું ક્યાં!
મારા ગામ તો મને બાપુ ના પણ સ્વિકારે
અને અમે સુરત જવાનું નક્કી કર્યું સુરતમાં સુકેતુ ભાઈ ના મિત્ર રહેતા હતા તે મને પણ ઓળખતા હતા,
સવારના પાંચ વાગ્યે ટ્રેન રોકાઈને સુકેતુ ભાઈ પાસે એડ્રેસ માગ્યું
થોડી વાતચીત કરી લીધી તેમને કહ્યું સુરત સ્ટેશને લેવા આવશે અને મારો બંગલો ત્યાં છે તું ત્યાં રહેજે અને મેં ફોન મૂકી દીધો,

પદમા ની આંખ માંથી આંસુ ની ધાર હતી તેને પણ નહોતું સમજાતું કે તે સાચું કરે છે કે ખોટું,
હવે કાલે સવારે સુરત ઉતરી મંદિરમાં લગ્ન કરી લઈશું ,અને એકાદ મહિના પછી મુંબઈ પાછા પહોંચી જઈશું ,
પણ વિચારોમાં અને સમયમાં ઘણું અંતર હોય છે મારું કામ તો ત્યાં મુંબઈમાં હતું અને ભણવાનું સ્વપ્ન હજુ પૂરું થયું નહોતું ત્યાં આ નવી આટી ઘૂંટીમાં સપડાયો,
હું પદમા ને ખુશ રાખીશ !અને તેના પિતા મને શોધતા અહીં આવી પહોંચશે તો હું શું કરીશ!
ઘણી બધી સમસ્યાઓ ઊભી હતી અને તેનો સામનો કરવાનો હતો, મુંબઈ પાછા જઈશું તો પણ એવડા મોટા મુંબઈમાં કોણ શોધી શકશે,
બીજે દિવસે સવારે મંદિરમાં લગ્ન કરી લીધા,
અને આખી રાત ના થાકેલા એટલે આવીને સૂઈ ગયા, હું ઉઠ્યો તો પદમા બારીમાં બેઠી હતી, ડુમસનો દરિયા કિનારો દેખાતો હતો મંદ મંદ હવા વચ્ચે વિચારો ના વમળચાલતા હતા.
ક્યાં મુંબઈ અને ક્યાં સુરત હું તો મારા
વતનથી નજીક હતો,ગામ જવાનું મન થઈ આવ્યું,
પણ ખબર નહિ પગ જ થંભી જતા હતા,
સુકેતુ ભાઈને ફોન કરી ત્યાના સમાચાર લીધા, તેમને કહ્યું હું તારી બધી સાઇટ નું કામ સંભાળી લઈશ,

ભાગીને લગ્ન તો કરી લીધા હતા,હું જે દિવસે મારા પિતા સામે જઇશ ત્યારે શું જવાબ દઇશ,
પદમા પણ વારેવારે ઉદાસ થઇ જતી હતી હજુ તો માંડ અઠવાડિયું થયું હશે તેને મુંબઈ પાછું જવું હતું ,
તેને સમજાવી મારા ઉપર તો મુંબઈમાં મોત ઝુલતુ હતું,
બધું શાંત થઇ જાય પછી આપણે મુંબઈ જઈશું,
અને એમ કરી મહિનો થવા આવ્યો હતો અહીં પણ મિત્રો બની ગયા હતા, અને એક સાઈડ નું કામ પણ સુકેતુ ભાઈના કહેવાથી મળી ગયું હતું,
પદમા ને પણ ધીરે ધીરે ગમવા લાગ્યું હતું,
અને અચાનક એક દિવસ ફોનની રીંગ વાગી અને પદમા એ ફોન ઉપાડ્યો તે બહુ ખુશ દેખાતી હતી,
કોનો ફોન હશે?
( હવે આગળના ભાગનો )