See you again - Chapter-18 books and stories free download online pdf in Gujarati

ફરી મળીશુ - પ્રકરણ-18

· શ્યામને મીરાનો પત્ર

બન્ને ત્યાથી અલગ પડે છે. શ્યામ પણ હોટલમાં નાઇટ હોલ્ટ કરીને સવારે વહેલા નિકળવાનુ નક્કિ કરે છે. શ્યામ બાલ્કની બહાર આવે છે. ત્યારે જ મીરા ગાડીમાં આગળની શીટ પર સુતેલી જુએ છે. બધો સામાન લઈને પ્રિયા અને મીરા બન્ને જતા દેખાય છે. શ્યામ પણ સવારમાં નીકળે છે.

શ્યામ ઘર જવાના બદલે સીધો જ ઓફિસ પહોચે છે. ઓફિસનુ કામકાજ બધુ જોઇ તેની ચેર પર બેઠો હતો અને પોતાનુ બ્લેઝર કાઢીને બાજુના ટેબલ પર મુકે છે અને અચાનક સાઈડ પોકેટમાં કઈક હોય એવુ લાગે છે તો, અંદર જોવે છે એક પત્ર હોય છે. શ્યામને જાણ પણ નથી એ પત્ર ક્યારે મુક્યો હશે? એટલે એ પત્ર ખોલીને વાંચવા લાગે છે.

પ્રિય શ્યામ,

મારી જીંદગીમાં જ્યારથી તુ આવ્યો ત્યારથી મારૂ જીવન મને ગમવા લાગ્યુ હતુ. જે જીંદગી હુ પસાર કરતી એને મન ભરીને પીતા તે જ શીખવ્યુ. આપણે જે પળ સાથે વિતાવી એના સંભારણાથી બાકિ રહેલી જીંદગી પણ હુ પસાર કરી રહી છું. જો તારી સાથે વિતાવેલી એ ક્ષણ ન હોત તો હું પણ આજે ન હોત.

હુ તને ક્યારેય દુઃખી જોઇ નથી શક્તિ. સુદિપના મૄત્યુ પછી જ્યારે તને વરસાદમાં ભીંજાવાથી તાવ આવેલો ત્યારે સૌથી વધુ દુઃખી હુ હતી. મને એમ જ થાય કે મારી જીંદગીનુ અભિન્ન અંગ છે. મે જ્યારે તને ના કહ્યુ, ત્યાર પછી તે વિતાવેલો સમય ખરેખર તારી જીંદગીનો ખુબ ખરાબ સમય હતો. એ મને પણ ખ્યાલ છે અને મારી તરફ પણ કંઇક આવુ જ હતુ. હું પણ સતત રડ્યા જ કરતી હતી. હુ મારી જાતને કાયમ દોષી માનુ એવુ પણ કરી શક્તિ ન હતી. કેમકે એમા તારુ જ ભલુ હતુ.

તુ મને ખુબ પ્રેમ કરતો હતો. જો મારા લગ્ન તારી સાથે થયા હોત તો આપણે બન્ને એકબીજાના પુરક હોત પણ તને સાચુ લાગતુ હતુ કે ના પાડવાનુ કારણ હુ જે કહેતી હતી એ તો ક્યારેય ન હતુ.

એક દિવસની વાત છે. મને ખુબ જ માથુ દુઃખતુ હતુ. મે દવા લીધી ફેમિલી ડોકટરને બતાવ્યુ પણ દુઃખાવો સતત ચાલુ જ રહ્યો. પપ્પાએ એક મોટા ડોક્ટરને દેખાડ્યુ તો તેઓએ બ્રેઇન ટ્યુમરની શંકા વ્યક્ત કરી. મને તો આ વાતનો ખ્યાલ ત્યારે જ આવી ગયો હતો કે મારા બધા રીપોર્ટ થવા લાગ્યા હતા. કેટલાય રીપોર્ટ મુંબઇ અને બેંગ્લોર પણ મોકલવામાં આવ્યા. ત્યારે તે મને લગ્ન માટે સૌ પ્રથમ વાર પુછેલુ પણ મારા રિપોર્ટ આવતા પંદર દિવસનો સમય લાગે એમ હતો એટલે મે પણ તને પંદર દિવસનો સમય આપ્યો. જો રિપોર્ટ નોર્મલ હોત તો હુ તને લગ્ન માટે હા કહિ દેવાની હતી પણ પંદર દિવસ પછી લાસ્ટ સ્ટેજમાં બ્રેઇન ટ્યુમર આવ્યુ એટલે મે તારી પ્રપોઝલ ઠુકરાવી દિધી.

સાચુ કહુ તો શ્યામ મને મારા બ્રેઇન ટ્યુમર કરતા પણ વધુ વેદના તને ના પાડતી વખતે થઈ હતી. ખરેખર મારે તારી સાથે જિંદગી જીવવી હતી. તે જે સાથ આપીને એક નવી શરુઆત કરી એને અંત સુધી નિભાવવી હતી. શ્યામ તારી અર્ધાંગિની બની હોત તો દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ હું હોત.

પણ હવે મારા અંતિમ દિવસો બાકિ રહ્યા હતા. હુ સ્વીડનમાં ગઇ પણ અંતે મારુ મન તને મળવા જંખતુ હતુ અને મારે મારો અંતિમ શ્વાસ મારા દેશમાં લેવો હતો એટલે હુ પરત ફરી. હુ તને મળવા માટે બોલાવીને તને જો આ વાત કરીશ તો તુ ભાંગી ન પડે એટલે મે માત્ર અંતિમ વાર તારી સાથે સમય પસાર કર્યો. આપણે અંતિમવાર મળ્યા એ કુદરતને મંજુર હશે કે આપણને છેલ્લી વાર પણ એક કરી દિધા.

તને આ પત્ર મળશે તો મારી ઉપર ખુબ ગુસ્સો આવશે પણ આંખો બંધ કરીને તુ દુઃખી થતો ત્યારે તારા કપાળ પર જે ચુંબન કરતી એ યાદ કરજે. તારો ગુસ્સો પ્રેમમાં બદલાઇ જશે.

બસ હુ તારાથી દુર નહિ તારી નજીક આવી રહી છુ એટલે તુ દુઃખી થઈશ તો મારો આત્મા પણ દુઃભાશે. અંતિમ ઇરછા છે કે મારે એક વખત રાધિકાને મળીને તને સાચવવાની સલાહ આપવી હતી. એ તો અધુરી રહી જશે પણ એ મારા કરતા અનેક ગણો પ્રેમ તને કરતી હશે.

Always I am With You, I love U shyaam I love u……

શ્યામની વ્હાલી

મીરા

શ્યામ આ પત્ર વાંચતો વાંચતો પોતાના પ્રાઇવેટ રૂમમાં ચાલ્યો ગયો હતો. ચોધાર આસુએ રડતો હતો.

કોનુ બલિદાન મોટુ એ તો હવે સમજાઇ રહ્યુ હતુ પણ હવે શુ થાય? આજે શ્યામ પર જે વિતી રહ્યુ હતુ એવી વેદના ક્યારેય ન હોતી થઈ.

શ્યામ વિચારે છે કે હજી એકવાર તો મીરાને મળવુ તો છે જ એટલે કોન્ટેક્ટ કરવા માટે ટ્રાય કરે છે. મીરાનો નવો નંબર તો શ્યામ પાસે હતો જ નહિ. હોટેલમાં કોલ કરે તો એ કહે, વહેલી સવારે જ ચેકઆઉટ કરીને નીકળી ગયા. હવે તો સમય ઓછો અને મીરા પાસે પહોચવુ હતુ. શુ કરવુ?

શ્યામ જલ્દીથી રાધિકાને ફોન કરે છે કે બેગ તૈયાર કરીને જલ્દીથી તૈયાર થઈ જા. મુંબઇ ઇમરજન્સી જવાનુ છે.