virgatha - 13 books and stories free download online pdf in Gujarati

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 13

તેમની સેના લઈ કર્ણાવત દેશ તરફ આક્રમણ કરવા નીકળી ગયો. કર્ણાવત દેશ ઘણો નાનો હતો એટલે ભયદુત નાનો દેશ સમજી તેમની સાથે ખાલી બે હજાર સૈન્ય લઈ નીકળી પડ્યો. તેને એ પણ ખબર હતી નહિ કે કર્ણાવત પહોંચવામાં કેટલી મુશ્કેલી પડશે. સભામાં સૈનિકે વાત કરી હતી પણ તે વાત પર ભયદુતે ધ્યાન આપ્યું નહિ.

હવે ભયદુત તો ઘોડે સવાર થઈ આગળ વધી રહ્યો હતો તો પાછળ તેમનું સૈન્ય ચાલી રહ્યું હતું. ઘણું માઈલો ચાલ્યા પણ કર્ણાવત દેશ તો ક્યાંય દેખાઈ રહ્યો ન હતો. પણ ત્યાં એક મોટો રણ વિસ્તાર આવ્યો અને સમાચાર મળ્યા કે રણ ની પાછળ કર્ણાવત દેશ આવેલો છે.

કોઈ વિચાર કર્યા વગર ભયદુત અને તેમનું સૈન્ય ચાલતું જ રહ્યું. અધ વચ્ચે પહોંચ્યું તો ખાવાનું અને પાણી ખલાસ થઈ ગયું. થોડું બચ્યું હતું તે મહારાજ ભયદુત માટે હતું. હવે રાજા ભયદુત ને પસ્તાવો થયો કે તૈયારી કર્યા વગર હું સૈનિકો સાથે નીકળી ગયો, તે મારી મોટી ભૂલ હતી. પણ હવે કરે તો શું કરે. તે વિચાર કરતો રહ્યો. ત્યારે તેનો એક શુભ ચિંતક તેની પાસે આવી ને મહારાજ ભયદુત ને કહ્યું મહારાજ હવે સૈન્ય ને બચાવવું હોય તો પાછા ફરી જવું જ આપણાં માટે યોગ્ય રહેશે. જો સૈન્ય ને કર્ણાવત દેશ સુધી લઈ જશું તો કદાચ આપણું સૈન્ય ભૂખ્યું તરસ્યું મરી જશે એટલે મહારાજ આપણે પાછા વળી જવું જોઈએ.

શુભ ચિંતક ની વાત રાજા ભયદુત ને યોગ્ય લાગી એટલે સૈન્ય ને પાછા વળી જવાની આજ્ઞા કરી. સૈન્ય તો અરણ્ય દેશ તરફ પાછું ફર્યું પણ રસ્તામાં ઘણા સૈનિકો ભૂખ્યા તરસ્યા જ મરી ગયા અને જે હિમ્મત વાળા અને રૃષ્ટ પુષ્ટ હતા તે મહારાજ સાથે અરણ્ય દેશ પહોંચી ગયા. મહારાજ ભયદુત આ મોટી ભૂલ નો બહુ પસ્તાવો થયો. ને હવે કઈ રીતે કર્ણાવત દેશ પર યુદ્ધ કરવું તે માટે સભાનું આયોજન કરવામાં આવ્યું.

સભામાં બધા સભાસદો અને શુભ ચિંતકો હાજર હતા. સભામાં મહારાજ ભયદુતે કર્ણાવત દેશ પર આક્રમણ કરવું હોય તો શું તૈયારી કરી ને જવું તે વિશે બધા પાસેથી સલાહ ચૂચન લેવા લાગ્યા. આ ભૂલ ને કારણે રાજા ભયદુત પહેલી વાર સભામાં બેઠેલા શુભ ચિંતકો ની સાથે વાર્તા લાપ કરી રહ્યો હતો. એક પછી એક સભામાં બેઠેલા શુભ ચિંતકો સલાહ આપવા લાગ્યા.

કોઈ કહે જીતી ને પાછા વળી શકાય તેટલું ભોજન સામગ્રી લઈ જવી જોઈએ.
તો કોઈ કહે રસ્તા માં આવતો કોઈ રાજ્ય ને હરાવી અને જો આપણું ત્યાં શાશન હોય તો ત્યાંથી જમવાની સામગ્રી લઈ ને આગળ વધવું જોઈએ. પણ સભામાં રાજા નો મહત્વ નો શુભ ચિંતક ચૂપ હતો. મહારાજ તેની પર નજર કરી અને કહ્યું હે પ્રિય શુભ ચિંતક તારું આ રીતે સભામાં ચૂપ રહેવું તે મને સમજાતું નથી. કૃપા કરી તારી વાત આ સભામાં રજૂ કરે.

મહારાજ ભયદુત ની આજ્ઞા મળતા તે શુભ ચિંતક ઉભો થયો ને તેમણે પોતાની વાત રજૂ કરી. હે મહારાજ આપણે ભોજન સામગ્રી લઈને કર્ણાવત દેશ પહોંચી પણ જઈએ પણ વચ્ચે કે ત્યાં પહોંચીને કઈ ઘટના કે કોઈ ખરાબ પરિસ્થિતિ નું નિર્માણ થશે તો શું આપણે તેની તૈયારી કરી ને ગયા હશું !! મહારાજ મારું માનવું છે પહેલા દશ પંદર સૈનિકો ને ત્યાં મોકલવામાં આવે ને બધી પરિસ્થિતિ થી વાકેફ થયા પછી જ તૈયારી કરી કર્ણાવત દેશ પર આક્રમણ કરવું જોઈએ.

મહારાજ ભયદુત ને પોતાના પ્રિય શુભ ચિંતક ની વાત યોગ્ય લાગી ને જે ઘડીએ સેનાપતિ ને આદેશ આપ્યો કે વીસ સૈનિકો સાથે તમે પણ કર્ણાવત દેશ જાવ અને તે દેશ અને રસ્તા વિશે પૂરી માહિતગાર થઈ આવો. આજ્ઞા મળતા સેનાપતિ તેમની સાથે વીસ સૈનિકો અને સાથે ખોરાક સામગ્રી લઈ નીકળી પડ્યો.

સેનાપતિ બધી તૈયારી કરીને કર્ણાવત તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં લાંબો રણ વિસ્તાર આવ્યો પણ સાથે બધી જરૂરિયાત ની સામગ્રી હતી એટલે તે સરળતાથી રણ વિસ્તાર પાર કરી ગયા. પણ જેવો રણ વિસ્તાર પૂરો થયો એટલે સામે થોડે દૂર કર્ણાવત નજર આવી રહ્યું હતું. કર્ણાવત દેશ જોઇને સેનાપતિ અસમંજસ માં પડી ગયો. આટલો ઊંચો પર્વત અને તેની ઉપર કર્ણાવત દેશ. આ જગ્યાએ યુદ્ધ કરવું તો શું પહોંચવું પણ મુશ્કેલ છે. કર્ણાવત દેશ ને દૂરથી જોઈ સેનાપતિ સાથે સૈનિકો પણ અરણ્ય દેશ પાછા ફર્યા.

પાછા ફરેલા સૈનિકો સભામાં હાજર થઈ મહારાજ ભયદુત બધી માહિતી આપી ને કહ્યું મહારાજ બધી તૈયારી થઈ ને જઈશું તો કર્ણાવત દેશ પહોંચી જશું પણ તે દેશના મહેલ સુધી પહોંચવું મુશ્કેલ છે. સેનાપતિ ના મુખે થી મુશ્કેલ શબ્દ સાંભળતા જ મહારાજ ભયદુત સિંહાસન માંથી ઊભા થઈ ગયા. એવો કોઈ દેશ નથી જે મારી શક્તિ થી જીતી ન શકાય. મારા માં તાકાત છે તે દેશ જીતવાની આટલું કહી મહારાજ ભયદુતે સેનાપતિ ને હુકમ કર્યો કે બધી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે. આપણે થોડા દિવસ માજ કર્ણાવત દેશ તરફ યુધ્ધ કરવા આગે કૂચ કરીશું.

સેનાપતિ ત્રણ હજાર સૈન્ય સાથે બધી તૈયાર કરી અને મહારાજ ને જાણ કરી કે સૈન્ય યુદ્ધ કરવા તૈયાર છે. કર્ણાવત દેશ પર ચડાઈ કરવા બધા સૈનિકો સાથે મહારાજ ભયદુતે પણ કૂચ કરી.

બધી તૈયારીઓ કરીને ભયદુત ની સૈનાઓ નીકળી હતી એટલે આરામ થી રણ પ્રદેશ તેઓ એ પાર કરી લીધો. પણ જેઓ કર્ણાવત મહેલ જોયો તો મહારાજ ભયદુત હોશ ઉડી ગયા. પર્વત ઉપર મહેલ ખુશ અરમણન્ય લાગી રહ્યો હતો. ચારે બાજુથી નાની નાની પર્વત માળાઓ હતી. ને ફરતે જંગલ હતું. એટલો સુંદર મહેલ લાગી રહ્યો હતો મહારાજ ભયદુત બસ તે મહેલને નિહાળતા જ રહ્યા.

દુશ્મન ભયદુત ને દેશમાં દાખલ થયા ના સમાચાર મળતા કર્ણાવતી એ તાત્કાલિક એક સભાનું આયોજન કર્યું અને દુશ્મન સામે કઈ રીતે યુધ્ધ કરવું તેની રણનીતિ તૈયાર કરવામાં આવી. સભામાં ઉપસ્થિત સભાસદો નું એક જ મંતવ્ય હતું કે દુશ્મન ભયદુત જીતવું અશક્ય છે એટલે તેની વાત આપણે સાંભળીને માની લેવી જોઈએ. યુદ્ધના પ્રજાની જાન જાય તે કરતા તો જુકી જવું સારું.

આટલું સાંભળતા જ રાણી કર્ણાવતી ની પુત્રી, કર્ણાવત દેશની રાજકુમારી જે હજુ બાળપણ વિતાવી રહી હતી તે રાણી ના ખોળા માંથી ઉભી થઇ અને રાણી કર્ણાવતી ના કમર માં રહેલી કટાર હાથમાં લઈ બોલી હું દેશને ઝૂકવા તો નહિ દવ ભલે દેશ માટે મારે મરી જવું પડે. હું એકલી લડીશ ને દુશ્મનો ને ભગાડીસ.

રાણી કર્ણાવતી ઉભી થઇ ને કુંવરી ને તેના સિંહાસન પર બેસાડી ને સભાને સંબોધન કર્યું. આપણો દેશ એક કુદરત ની દેન છે. અને તે દેન થકી આપણે સુરક્ષિત છીએ. દુશ્મન ભયદુત પાસે ભલે આપણી કરતા ચાર ગણી સૈન્ય શક્તિ હોય પણ આપણી ઢાલ આ પર્વતો છે જે આપણને જીતાડી શકે છે. પહેલા આપણે તેના સંદેશા ની રાહ જોશું પછી વિચારીએ કે શું કરવું.

આટલું રાણી કર્ણાવતી બોલી ત્યાં એક સૈનિકે સમાચાર આપ્યા કે દુશ્મન ભયદુત નો એક દુત મહેલ ની બહાર આટા ફેરા કરે છે પણ તેને દરવાજો દેખાતો નથી, લાગે છે તે તેમના રાજા નો સંદેશો આપવા આવી રહ્યો હોય. રાણી એ સૈનિક ને આદેશ કર્યો કે તેને સુરક્ષિત રીતે અને મહેલના રસ્તા ની કોઈ જાણ ન થાય તેવી રીતે સભામાં લાવવામાં આવે. અને બને તો તેની આંખોમાં પટી બાંધીને લાવવામાં આવે.

દુશ્મન ભયદુત નો દુત સભામાં હાજર થયો ને. તેમની આંખમાંથી પટી ખોલી દેવામાં આવી એટલે પહેલા સભામાં બેઠેલા બધાને પ્રણામ કરી રાણી પાસે સંદેશો સંભળવવા આજ્ઞા માંગી. રાણી કર્ણાવતી એ આજ્ઞા આપી એટલે દુત મહારાજ ભયદુતે મોકલેલો સંદેશો કહેવા લાગ્યો.

હે.. કર્ણાવત દેશ ની પ્રજાઓ તમે સુરક્ષિત રહેવા માંગતા હો તો મારી સામાન્ય માંગણી ને પૂરી કરો. તેમાં જ તમારું હિત છૂપાયેલું છે. નહિ મને યુદ્ધ કરીને મેળવતા આવડે છે. તો સાંભળો મારી માંગણી... કહી દુત ચૂપ થઈ ઉભો રહ્યો.

રાણી કર્ણાવતી તે દુત સામે જોયું એટલે થોડું તો સમજી ગઈ કે દુત શું કહેવા માંગે છે. તે સભામાં કહેવા સંકોચ અનુભવે છે. તો પણ રાણી કર્ણાવતી ને કોઈ વાત કે સંદેશા ની પરવા હતી નહી તે ગમે તે સાંભળી લેવા તૈયાર હતી. એટલે દુત ને કહ્યું હે દુત તું કોઈ સંકોચ કર્યા વગર આગળનો સંદેશો સંભળાવ.

રાણી કર્ણાવતી સામે દુત જોઈ રહ્યો રાણી કર્ણાવતી ની આખો લાલ ઘૂમ થઈ ગઈ હતી. જાણે કે અંગ્ની વરસતી હોય. પણ હિમ્મત કરી દુત સંદેશો સંભળાવે છે.

રાણી અમારા મહારાજ ભયદુત નો સંદેશો છે કે તમે અમારા મહારાજ ની દાસી બની જાઓ અને તેમની સેવા સાકરી કરો. જો તેમનું દિલ તમારી પર આવી જશે તો તે તમને રાણી બનાવીને રાખશે. જો વાત નહિ માનો તો યુદ્ધ કરી તમને દાસી બનાવી લઈ જશે.

આટલું સાંભળતા જ સભામાં બેઠેલા બધા ઊભા થઈ ગયા ને બધાએ પોતાની મ્યાન માંથી તલવાર ખેચી. તે સભા માંથી એક સભાસદ ઉભો થયો ને તલવાર લઈ દુત ને મારી નાખવા દોડ્યો.

ક્રમશ ...