virgatha - 17 books and stories free download online pdf in Gujarati

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 17

રાજા વેદાંત અને કુવરી વિભૂતિ ને બંધક બનાવી આદિવાસીઓ તે બંનેને તેમના સરદાર પાસે લાવે છે. વિભૂતિ એ જોયું તો એક બહુ મોટી ગુફા હતી અને ત્યાં ઘનઘોર અંધારું છવાયેલું હતું. બસ જ્યાંથી તેઓ ને લાવવામાં આવ્યા હતા તે રસ્તે થી થોડો પ્રકાશ આવી રહ્યો હતો. જે પ્રકાશ થી થોડું દેખાઈ રહ્યું હતું. વિભૂતિ એ સામે નજર કરી તો એક લાંબો પાતળો, મોટી મોટી મૂછો વાળો, અને ફાટેલા તૂટેલા કપડાં વાળો માણસ ઉભો હતો તેનો ચહેરો બસ દાઢી અને મૂસો થી ઢંકાયેલો હતો, વાળ એવા હતા કે તેની આખો પણ દેખાઈ રહી ન હતી. દૂર થી જુઓ તો એક કાળો પથ્થર બેસાડ્યો હોય તેવું લાગે.

બીજું બાજુ અંધારા માંથી એક માણસ આવ્યો ને કઈક બોલી ને બીજી બાજુ ગયો અને એક પથ્થર હટાવ્યો ત્યાં થોડો વધુ પ્રકાશ ગુફા પર છવાઈ ગયો. હવે બધું સાફ સાફ દેખાવા લાગ્યું. વિભૂતિ ફરી ચારે બાજુ નજર કરી તો ફરતી બાજુ આદિવાસીના માણસો હતા, અંગ પર થોડા કપડાં હતા. બહુ કાળા વાનમાં તેમના ચહેરા પણ એક સરખા લાગી રહ્યા હતા. તેમના હાથમાં ભાલા અને તીર કામઠા હતા. તો અમુક ના હાથમાં ખાલી લાકડીઓ જ હતી.

આદિવાસીઓ નો સરદાર ઉભો થયો ને રાજા વેદાંત અને વિભૂતિ બંધક બની ને ઉભા હતા તેમની પાસે આવ્યો. પાસે આવીને થોડીવાર રાજા વેદાંત સામે કઈક અલગ જ હરકતો કરવા લાગ્યો જાણે કે તે સરદાર પાગલ હોય. ત્યાંથી નજર હટાવી ને તે સરદારે વિભૂતિ પર નજર કરી અને વિભૂતિ ની બહુ નજીક આવી ને તેને જોઈ રહ્યો. એક હાથ થી ઈશારો કરી એક માણસ ને બોલાવી તેની ભાષામાં કહ્યું કે આં એક ને છોડી મૂકવામાં આવે ને મારી પાસે લાવવામાં આવે. સરદાર ના એક ઈશારા થી તે માણસે વિભૂતિ ના હાથ પગ બાંધ્યા હતા તે છોડી તેનો હાથ પકડી તેમના સરદાર પાસે લાવ્યો. વિભૂતિ અને રાજા વેદાંત ને કઈ સમજ પડતી ન હતી કે આ બધું શું થઈ રહ્યું છે અને હવે આમાંથી છુટકારો મેળવવા શું કરવું.!

સરદાર પાસે વિભૂતિ ને લાવવામાં આવે છે. અને તેને સરદાર પાસે બેસાડવામાં આવે છે પણ વિભૂતિ આદિવાસી ના સરદાર પાસે બેસવા તૈયાર થતી નથી. વિભૂતિ ને પણ કઈ સમજ પડી રહી ન હતી કે આખરે શું થશે. આ આદિવાસીઓ તેમની ભાષા પણ સમજતા ન હતા. એટલે તેણે એક વિચાર કર્યો. વિભૂતિ આદિવાસીના સરદાર પાસે બેસી ગઈ ને તેમને પ્રેમ થી વહાલ કરવા લાગી. આટલો બધો પ્રેમ જોઈ સરદાર પણ ખુશ થઈ ગયો. ને ઉભી થઇ નાચવા લાગ્યો. સાથે તેમના માણસો પણ નાચવા લાગ્યા. આ જોઈ રાજા વેદાંત સમજી ગયા કે યોગ્ય સમય મળે એટલે વાર કરવા તૈયાર રહેવું.

બધા નાચવા માં મંત્રમુગ્ધ થઇ ગયા. એટલે વિભૂતિ પણ આમ તેમ ફરતી ફરતી એક માણસ પાસે આવી અને તેને વહાલ કરવા લાગી. વિભૂતિ ના એક સ્પર્શ થી તે તો પાગલ થઇ બેભાન જ થઈ ગયો ને હાથ માં રહેલ ભાલો નીચે પડી ગયો. તરત જ વિભૂતિ એ ભાલો પકડી આદિવાસીના સરદાર પાસે જઈ તેમની છાતી પર રાખ્યો ને એક માણસ ને ઈશારો કર્યો કે રાજા વેદાંત ને મુક્ત કરવામાં આવે. પહેલા તો તે માણસ જરા પણ હલ્યો ચલ્યો નહિ પણ વિભૂતિ સરદાર ની છાતી પર જેવો ભાલો દબાવ્યો કે તરત જ તે સરદારે ઈશારો કર્યો કે તેમને છોડી મૂકવામાં આવે.

આદેશ મળતા તે માણસે રાજા વેદાંત ને છોડી મૂક્યા. રાજા વેદાંત વિભૂતિ પાસે આવ્યા ને કહ્યું આને છોડી દો. પણ વિભૂતિ સમજાવે છે આને છોડી મુકીશું તો તેમની સાથે લડાઈ કરવી પડશે. અને લડાઈ માં બધા માર્યા જશે. તેમને તેમની સજા તો મળશે જ પણ આજે આપણે તેમને દેખાડી દઈએ કે બંધક બનાવી ને વીરતા સાબિત નથી થતી. વીરતા સાબિત કરવી હોય તો સામે આવીને લડવું પડે. અસલ માં રાજા વેદાંત અને રાજકુમારી વિભૂતિ ને કઈજ સમજ પડી નહિ કે આખરે એમને બંધક બનાવવાનો આ આદિવાસીઓનો ઈરાદો શું હતો.

રાજા વેદાંત ની વાત સાંભળી વિભૂતિ એ પેલા સરદાર ને છોડી મૂક્યો. આદિવાસી સરદાર મુક્ત થયો એટલે તેમની ભાષાના બધા સાથીઓ ને કહ્યું આ બંને ને મારી નાખવામાં આવે. રાજા વેદાંત સમજી ગયા કે હવે આ લોકો ને માર્યા વગર ઉધાર નથી. તેમણે વિભૂતિ ને હથિયાર હાથમાં લઈ લડવાનું કહ્યું. અને બંને પેલા બધા આદિવાસીઓ પર તુટી પડ્યા ને એક પછી એક રાજા વેદાંત અને વિભૂતિ ના હાથ થી બધા માર્યા ગયા. છેલ્લે આદિવાસીઓ નો સરદાર બચ્યો હતો તેને પણ વિભૂતિ એ પોતાના હાથથી મારી નાખ્યો.

ગુફા માંથી બંને બહાર આવી જુએ છે તો સૂરજ આથમવા આવ્યો હતો. બંનેએ એક બીજા પર નજર કરી ને બંનેની આખો સમજી ગઈ કે અત્યારે પોત પોતાના દેશ જવું યોગ્ય નથી એટલે કોઈ સારી જગ્યા જોઈ રાત વાસો કરવો જોઈએ. બંને કોઈ સારી જગ્યા શોધવા ચાલતા થયા. ચાલતા ચાલતા થાકી ગયા પણ કોઈ રાત વાસો કરાય તેવી કોઈ જગ્યા મળી નહિ. પણ દૂર એક ગુફા જેવું નજર આવ્યું. બંને એકબીજા સામે ફરીવાર નજર કરી ને ત્યાં જવાનું નક્કી કર્યું. તે ગુફા પાસે પહોંચ્યા ત્યાં પુરે પૂરું અંધારું થઈ ચૂક્યું હતું. ને થોડી ઠંડી પણ લાગવા લાગી હતી.

ગુફા માં અંદર પ્રવેશતા નજર કરી પણ ત્યાં કઈ દેખાઈ રહ્યું ન હતું. રાજા વેદાંત થોડી લાકડીઓ ભેગી કરી અને તેને સળગાવી. એટલે ગુફા માં પ્રકાશ ફેલાયો. ગુફા ઘણી નાની હતી પણ ગુફા બહુ સાફ અને સ્વચ્છ હતી લાગ્યું કોઈ જનાવર પણ અહી આવ્યું નહિ હોય. લાકડા સળગતા હતા ત્યાં બંને એકબીજાની બાજુ બાજુમાં બેસી ગયા. અને વાતો કરવા લાગ્યા. વાતો કરતા કરતા બંને એકબીજાની નજીક આવી ગયા ને બંને ત્યાં જ સૂઈ ગયા તે ખબર રહી નહિ ત્યાં તો સવાર પડી ગયું.

સવાર પડતાં બંને પોત પોતાના દેશ જવાનું વિચારતા હતા. ત્યાં રાજા વેદાંત વિભૂતિ ને કહ્યું હવે આવી રીતે મળવાનું આપણે બંધ કરવું જોઈએ અને આપણે એક થઈ જવું જોઈએ. આટલું સાંભળતા વિભૂતિ ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ તેને પણ આવી રીતે મળવું અને રાહ જોવી ગમતું ન હતું. વિભૂતિ રાજા વેદાંત નો હાથ પકડી કહ્યું હું આમ તમારી સાથે ચાલી ન શકું તે માટે તમારે મારી સાથે ધામ ધૂમ થી લગ્ન કરવા પડશે.

રાજા વેદાંતે વિભૂતિ નો બીજો હાથ હાથમાં લઈ કહ્યું તો ચાલ વિભૂતિ આજે જ તારા દેશ જઈ મહારાજ પાસે થી તારો હાથ માંગુ અને તે કહે તે દિવસે હું જાન લઈને તને પરણવા આવી જાવ. આટલું સાંભળતા જ વિભૂતિ તેમના દેશ જવા ઉતાવળ કરી. રાજા વેદાંત વિભૂતિ ની સાથે વિભૂતિ ના દેશ ચાલતા થયા.

વિભૂતિ ના પિતાજી મહારાજ વિચલ પહેલે થી વિભૂતિ ની રાહ જોઈ રહ્યા હતા તેમને તેમની દીકરી ની ચિંતા હતી નહિ કેમ કે તે એક યોદ્ધા જેવી છે એટલે કે એક દીકરી નો બાપ છે એટલે મહારાજ વીચલ ને ચિંતા થઈ હતી. વિભૂતિ ને આવતી જોઈ મહારાજ તેને ગળે લગાવી લીધી અને કહ્યું દીકરી તું ઠીક તો છે ને અને રાત્રે કોઈ તકલીફ તો થઈ ન હતી ને.. વિભૂતિ એ પિતાજી સામે જોઈ કહ્યું પિતાજી તમારી દીકરી એક યોદ્ધા છે. એટલે બધી મુસીબત નો સામનો કરવો તે સારી રીતે જાણે છે. પણ બેટી તારું આવી રીતે જગલમા જવું આપણા દેશની પ્રજા ના મનમાં ઘણા પ્રશ્નો ઘર કરવા લાગ્યા છે.

વિભૂતિ એ કહ્યું પિતાજી પ્રજા ની દરેક વાત સાંભળવાનો હક છે આપણો. અને તેના પ્રશ્નો નો આજે તમારે જ જવાબ આપવાનો છે. વિભૂતિ ની આ વાત મહારાજ ના ગળે ઉતરી નહિ એટલે મહારાજે કહ્યું બેટી તું શું કહે છે મને ખબર પડતી નથી. તું થોડી ચોખવટ કરીને કહે તો મને થોડું સમજાય. વિભૂતિ કહે તે પહેલાં રાજા વેદાંત મહારાજ પાસે આવી ને કહ્યું મહારાજ હું વિભૂતિ ને પ્રેમ કરું છું તે આપ અને પ્રજા પણ સારી રીતે જાણે છે. એટલે આજે હું તમારી દીકરી નો હું હાથ માંગવા આવ્યો છું. એમ કહી મહારાજ સામે રાજા વેદાંત જુકી ગયા.

મહારાજ વિચલ એ રાજા વેદાંત ને ઉભા કર્યા અને વિભૂતિ નો હાથ તેમના હાથમાં મૂકીને કહ્યું જ્યાં વિભૂતિ નું મન હોય ત્યાં હું કેમ ના કહી શકું. બેટા વેદાંત હું દીકરી વિભૂતિ ના લગ્નની તૈયારી કરું છું તું જાન જોડીને આવી જજે. આટલું કહી મહારાજ વીચલ મહેલ માં ચાલ્યા ગયાં ને રાજા વેદાંત અને વિભૂતિ એક બીજાને બેટી પડ્યા વિભૂતિ એ રાજા વેદાંત ને કહ્યું હવે બહુ મોડું કરશો નહિ જલ્દી તમારે દેશ જાવ અને જાન લઈને વાજતે ગાજતે મને અહીથી લઈ તમારી રાણી બનાવી દો. રાજા વેદાંતે વિભૂતિ ના માથા પર ચુંબન કરી તેમના દેશ તરફ રવાના થયા.

ક્રમશ...