virgatha - 25 books and stories free download online pdf in Gujarati

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 25

રાજા વેદાંત ના મૃત્યુ થી આખું યુદ્ધ મેદાન થંભી ગયું. કર્ણાવત દેશ ની સેના એ હાર સ્વીકારી લીધી ને મહારાજ વેદાંત ના ગમમાં હિમ્મત હારી ગયા ને સોંધાર આશુએ રડવા લાગ્યા દુશ્મન વિક્રસેન યુદ્ધ જીતી ગયો હોય તેમ જીત ની ખુશી માં નાચવા લાગ્યો. જીત ની ખુશી વિક્રસેન ની સેના પણ મનાવવા લાગ્યા. રાજા વિક્રસેન તેમના ઘોડા પર બેસીને કર્ણાવત દેશના મહેલ તરફ જાય છે ત્યાં સામે એક મોટી ફોજ આવતી જોવે છે.

રાજા વિક્રસેન આવી પહેલી ફોજ જોઈ રહ્યો હતો જેમાં બધી સ્ત્રીઓ જ યુદ્ધ કરવા આવી રહી હતી. અને એક હાથમાં મશાલ હતી તો બીજા હાથમાં તલવાર હતી. બધી સ્ત્રીઓ વીરાંગના બનીને આવતી જોઇને રાજા વિક્રસેન અચમંજસ માં પડી ગયો. પહેલી વાર તેને વિચાર આવ્યો કે સ્ત્રીઓ સાથે પણ મારે યુધ્ધ કરવું પડશે. રાજા વિક્રસેન પાછળ આવેલું સૈન્ય પણ આવી દુર્ગા બનીને આવેલી સ્ત્રીઓ ને જોઈ તેમની પણ હિમ્મત જતી રહી.

મહારાણી કર્ણાવતી પહેલે થી જાણતી હતી કે મહારાજ નાં ગયા પછી કર્ણાવત ની સેના હાર સ્વીકારી લેશે. એટલે યુદ્ધના બીજા દિવસે રાણી રૂપકલા ને સાથે લઈ મહેલ અને નગરની બધી સ્ત્રીઓ ની એકઠી કરી યુદ્ધ માટે તૈયાર કરી અને તેમને કહેવામાં આવ્યું કે વીરગતિ ને પામીશું પણ હાર સ્વીકારીશું નહિ. મહારાણી કર્ણાવતી એ સ્ત્રીઓ ને એટલો જુસ્સો ભર્યો કે બધી સ્ત્રીઓ વીરાંગના બની ગઈ.

ધીરે ધીરે બધી વીરાંગનાઓ દુશ્મન વિક્રસેન સામે આવી રહી હતી. આગળ મહારાણી કર્ણાવતી અને રાણી રૂપકલા હતી. મહારાણી કર્ણાવતી ગર્ભવતી હોવા છતાં તે આજે દુર્ગા નું રૂપ ધારણ કરી યુદ્ધ મેદાનમાં આવી પહોંચી હતી. દુશ્મન વિક્રસેને સૈનિકો ને આદેશ કર્યો કે યુદ્ધ માટે તૈયાર રહે. પછી તો વીરાંગનાઓ સાથે દુશ્મન વિક્રસેન ના સૈનિકો સાથે યુદ્ધ શરૂ થયું.

મૃત અવસ્થામાં પડેલ મહારાજ વેદાંત ની આજુબાજુ કર્ણાવત દેશના યુદ્ધ માં બચી ગયેલા બધા સૈનિકો ઊભા હતા ત્યાં એક સૈનિક આવીને સમાચાર આપે છે મહારાણી કર્ણાવતી મહેલ અને નગરની સ્ત્રીઓ સાથે દુશ્મન વિક્રસેન ના સૈનિકો સાથે યુદ્ધ કરવા યુદ્ધ મેદાનમાં આવી પહોંચી છે અને બધી સ્ત્રીઓ વીરાંગના બનીને દુશ્મન સૈનિકો સાથે લડી રહી છે. આ સમાચાર સાંભળતાં જ બધા સૈનિકો માં જીવ આવ્યો ને હાથમાં હથિયાર લઈ દુશ્મન ના સૈનિકો પાછળ તુટી પડ્યા.

આગળ બધી સ્ત્રીઓ દુર્ગાના રૂપમાં દુશ્મન સૈનિકો સાથે યુદ્ધ કરતી હતી તો પાછળ થી કર્ણાવત દેશના સૈનિકો દુશ્મન ના સૈનિક સાથે યુધ્ધ કરવા લાગ્યા. આગળ પાછળ થી દુશ્મન ના સૈનિકો પર વાર થવાથી દુશ્મન ના સૈનિકો નું મનોબળ તૂટવા લાગ્યું. અને એક પછી એક સૈનિકો મરવા લાગ્યા. પોતાના મરતા સૈનિકો ને જોઇને વિક્રસેન એક ચાલ ચાલવા લાગ્યો જે રાજા વેદાંત પર ચાલ ચાલી હતી. તે ચાલ તેણે ચાલી. તે પોતાની સાથે સૈનિકો ને લઈ મહારાણી કર્ણાવતી પર તુટી પડયો.

મહારાણી કર્ણાવતી ને પહેલે થી ખબર હતી કે દુશ્મન વિક્રસેન કઈક આવીજ ચાલ ચાલશે એટલે મહારાણી કર્ણાવતી એ પણ ચાલ ચાલી. તેણે બધી વીરાંગનાઓ ને કહ્યું દુશ્મન ને ઘેરી ને તેને હાથમાં રહેલી મશાલ થી પરેશાન કરવામાં આવે. દુશ્મન વિક્રસેન મહારાણી કર્ણાવતી સામે કઈજ કરી ચુક્યો નહિ ને તેણે પૂછે હઠ કરી.

દુશ્મન ની પીછેહઠ જોઇને મહારાણી કર્ણાવતી બધા સૈનિકો અને વીરાંગનાઓ ને હુકમ કર્યો કે દુશ્મન ના સૈનિકો ને ધૂળ ચાટતા કરી દો. કર્ણાવત ના સૈનિકો દુશ્મન ના સૈનિકો નો ખાત્મો બોલાવવા લાગ્યા, તો વીરાંગનાઓ હાથમાં રહેલી મશાલ થી સૈનિકો ને સળગાવવા લાગ્યા. પોતાના સૈનિકો ની આવી હાલત જોઈને દુશ્મન વિક્રસેન ભયભીત થઈ ગયો હતો. પણ તે હાર સ્વીકારવા તૈયાર થયો. તે પોતાના થોડા સૈનિકો સાથે રાણી રૂપકલા જ્યાં સૈનિકો સાથે લડી રહી હતી ત્યાં જઈ ચડ્યો. તેનો વિચાર હતો કે જો બીજી રાણી ને મારી નાખવામાં આવે તો મહારાણી કર્ણાવતી નું મનોબળ તુટી જશે. એકવાર મહારાણી કર્ણાવતી હથિયાર મૂકી દે તો જીતવું સરળ બની જશે. અચાનક સૈનિકો સાથે દુશ્મન સામે આવી જતા રૂપકલા ગભરાઈ ગઈ. મહારાણી કર્ણાવતી જોયું કે દુશ્મન વિક્રસેન રાણી રૂપકલા ને ઘેરી લીધી છે. એટલે તેણે સૈનિકો ને આજ્ઞા ન કરી પણ ખુદ તેની પાસે દોડી ગઈ.

હજુ તો મહારાણી કર્ણાવતી ત્યાં પહોંચે તે પહેલાં દુશ્મન વિક્રસેને રાણી રૂપકલા ને મોત ને ઘાત ઉતારી દીધી હતી. રાણી રૂપકલા લોહી લુહાણ હાલતમાં માં જમીન પર પડી હતી. આ જોઇને મહારાણી કર્ણાવતી એ મહાકાળી નું રૂપ ધારણ કરી હાથમાં રહેલી તલવાર વડે દુશ્મન સૈનિકો નો ખાત્મો કરતી કરતી દુશ્મન વિક્રસેન પાસે આવી પહોંચી. કર્ણાવત દેશનો સેનાપતિ ને ખબર પડી કે મહારાણી કર્ણાવતી દુશ્મન ને મરવા જઈ રહી છે. તેને ખબર હતી આટલા બધા સૈનિકો ને પાર કરીને દુશ્મન સુધી પહોંચવું મુશ્કેલ હતું એટલે તેણે પોતાનો ઘોડો તે તરફ કર્યો અને મહારાણી કર્ણાવતી ની આગળ થઈ દુશ્મન ના સૈનિકો સાથે યુદ્ધ કરવા લાગ્યો.

આગળ કર્ણાવત દેશનો સેનાપતિ દુશ્મન વિક્રસેન ના સૈનિકો ને મારતો જાય છે. તો પાછળ મહારાણી કર્ણાવતી દુશ્મન ના સેનિકો નો ખાત્મો કરતી કરતી દુશ્મન પાસે જાય છે. દુશ્મન વિક્રસેન ને મોત નો ભય ચતાવવા લાગ્યો. મહારાણી કર્ણાવતી નું આવું રૂપ જોઈને રણમેદાનમાં લડી રહેલા બધા સૈનિકો ને તેણે ત્રાડ મારીને હુકમ કર્યો. બધા સૈનિકો મારા રક્ષણ માટે અહી ઉપસ્થિત થાવો. રાજા વિક્રસેન હુકમ સાંભળીને બધા સૈનિકો તેમનું રક્ષણ કરવા તેની આજુ બાજુ ગોઠવાઈ ગયા ને કર્ણાવત ના સૈનિકો સાથે લડવા લાગ્યા.

મહારાણી કર્ણાવતી જેમ જેમ દુશ્મન વિક્રસેન ને મારવા જાય છે તેમ તેમ તેની સામે સૈનિકો ની એક પછી એક ટુકડીઓ આવતી જાય છે. એક લક્ષ્ય રાખીને મહારાણી કર્ણાવતી દુશ્મન ના સૈનિકો નો ખાત્મો કરતી આગળ વધતી જાય છે. કર્ણાવત દેશનો સેનાપતિ આખરે બધા સૈનિકો સામે ટક્કર લઇ શકતો નથી ને આખરે તે ઘાયલ થઈ ઘોડા પરથી નીચે જમીન પર પડે છે. અને દુશ્મન ના સૈનિકો તેમને મારી નાખે છે.

સેનાપતિ ને મરતો જોઈ મહારાણી કર્ણાવતી માં ઝુનુન આવી ચડ્યું. પણ દુશ્મન વિક્રસેન તેનાથી ઘણો દૂર હતો અને તેની સામે દુશ્મન ના સૈનિકો ની ફોજ હતી. દુશ્મન ને મારવો તો કઈ રીતે મારવો તે વિચાર કરતી કરતી મહારાણી કર્ણાવતી સૈનિકો સામે લડી રહી હતી.

અચાનક મહારાણી કર્ણાવતી એ પૂછે હઠ કરી અને દુશ્મન વિક્રસેન થી દુર ભાગી. દુશ્મન વિક્રસેન અને તેમના સૈનિકો એ મહારાણી કર્ણાવતી ને ભાગતી જોઈ હસવા લાગ્યા ને મહારાજ વિક્રસેન નો જય હો... વિક્રસેન નો જય હો... થવા લાગ્યો. બધાએ એમ જ માની લીધું કે રાજા વિક્રસેન આ યુદ્ધ જીતી ગયા.

મહારાણી કર્ણાવતી તો દૂર નીકળી ગઈ. કર્ણાવત ના સૈનિકો પણ મહેલ તરફ હાર સ્વીકારી પાછા ફરવા લાગ્યા. સૈનિકો વિચારવા લાગ્યા કે મહારાણી કર્ણાવતી આમ યુદ્ધ મેદાન છોડીને ક્યારેય ભાગે નહિ પણ આવું કેમ કર્યું હશે. તે તો મહારાજ ની જેમ સુરવીર છે. આમ વિચાર કરી રહ્યા હતા ત્યાં મહારાણી કર્ણાવતી પોતે બીજું રૂપ ધારણ કરી ઘોડા પર આવી રહી હતી. સૈનિકો સમજી ગયા કે મહારાણી કર્ણાવતી આવી રહી છે એટલે ત્યાં ઊભા રહી ગયા.

મહારાણી કર્ણાવતી એ કઈક ઈશારો કર્યો એટલે બધા સૈનિકો બચાવો બચાવો કરતા કરતા દુશ્મન વિક્રસેન તરફ દોડ્યા. કર્ણાવત દેશના સૈનિકો આમ દોડતા દોડતા આવતા જોઇને રાજા વિક્રસેન ને કઈજ સમજ પડી નહિ કે આખરે તે સૈનિકો કેમ બચાવો બચાવો કરતા મારી પાસે આવી રહ્યા. તેને એમ લાગ્યું મારા સૈનિકો તેમને મારી નાખવા માંગતા હશે. બધા સૈનિકો રાજા વિક્રસેન પાસે આવી ક્ષમા માંગવા લાગ્યા. તે સમયે સૈનિકો ની પાછળ થી ઘોડે સવાર થઈને દોડતી મહારાણી કર્ણાવતી બાજુ આવે છે. મહારાણી કર્ણાવતી ને બધા સૈનિકો રસ્તો કરી આપે છે એટલે મહારાણી કર્ણાવતી દુશ્મન સામે આવી. કર્ણાવત દેશના બધા સૈનિકોએ દુશ્મન વિક્રસેન ને ઘેરી લીધો.

મહારાણી કર્ણાવતી એ હાથમાં રહેલી તલવાર થી દુશ્મન સામે વાર કર્યો પણ વિક્રસેન તે તલવાર નો વાર જીલીને મહારાણી કર્ણાવતી પર તલવાર નો વાર કરવા લાગ્યો આમ બંને વચ્ચે તલવાર યુદ્ધ થયું. મહારાણી કર્ણાવતી યુદ્ધ કરીને થાકી ચૂકી હતી. એટલે ઘ્યાન બીજે ગયું ને દુશ્મન ના એક વાર થી તે ઘાયલ થઈ નીચે પડી ગઈ. દુશ્મન વિક્રસેન એમ થયું કે મહારાણી કર્ણાવતી મુત્યુ પામી. વિક્રસેન તેમની પાસે જાય છે. જેઓ દુશ્મન નજીક આવે છે તે સમયે મહારાણી કર્ણાવતી ઉભી થઇ પોતાની તલવાર દુશ્મન વિક્રસેન ના પેટમાં ઘુસાડી દે છે. ફરી બહાર કાઢીને ફરી ઘુસાડે આમ ત્રણ ચાર વાર કરે છે ત્યાં તો દુશ્મન વિક્રસેન જમીન પર પડીને મુત્યુ પામે છે.

મહારાણી કર્ણાવતી ને પણ પેટમાં દુશ્મન ના તલવાર નો ઘા વાગ્યો હતો. પોતે લોહી લુહાણ હતી. તો પણ તે ઉભી થઈને કર્ણાવત દેશનો જય હો..નો નાદ કર્યો ત્યાં તે પણ જમીન પર પડી ગઈ.

ક્રમશ....