virgatha - 27 books and stories free download online pdf in Gujarati

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 27

મહેલના મુખ્ય દરવાજા પાસેથી બધા સૈનિકો એ બહાર તરફ નજર કરી તો દુશ્મન ના બધા સૈનિકો મુત્યુ પામ્યા હતા. બધા સૈનિકો દાસી સુનિતા પાસે આવી ને કહ્યું આપે એવું તે શું કર્યું કે દુશ્મન ના સૈનિકો મુત્યુ પામ્યા. ત્યારે દાસી સુનિતા એ કહ્યું મને ખબર હતી દુશ્મન ના સૈનિકો ભૂખ થી તડપશે એટલે મે તેમના માટે ભોજન નું આયોજન કર્યું અને વૈદ જી પાસે થી ઝેર લઈ બધું ભોજનમાં નાખી દીધું. એટલે ભોજન જમીને બધા સૈનિકો મુત્યુ પામ્યા.

સૈનિકો એ મુખ્ય દરવાજો ખોલ્યો. તો બધા સૈનિકો મૃત અવસ્થામાં પડ્યા હતા. મરેલા દુશ્મન ના મૃત સૈનિકો ને કર્ણાવત દેશના સૈનિકો એ બધાને અંગ્ની દાહ આપી ને મહેલમાં પાછા ફર્યા. એકબાજુ યુદ્ધ જીતી ગયા નો ઉત્સાહ હતો તો બીજી બાજુ રાજા વેદાંત, રૂપકલા અને ઘણા સૈનિકો ના માર્યા ગયા નો ગમ હતો. તો પણ તેઓ અંદર થી ખુશી વ્યક્ત કરી રહ્યા હતાં.

કર્ણાવત દેશ પર હવે કોઈ ખતરો રહ્યો ન હતો. હવે બસ મહારાણી કર્ણાવતી ક્યારે સાજી થઈ જાય ને તેઓ દેશ ને સંભાળે. મહારાણી કર્ણાવતી જલ્દી સાજી થઈ જાય તે માટે દાસી સુનિતા એ મહેલમાં એક મોટો યજ્ઞ કરવાનું આયોજન કર્યું અને મહાન પંડિતો અને બ્રાહ્મણો ને આમંત્રણ આપી બોલાવવામાં આવ્યા. તેમાં એક મહાન ગુરુ કેશવ હતા. તેઓ જ્ઞાન ના દેવતા પણ માનવામાં આવતા. તેમના મંત્રો ની એટલી શક્તિ હતી કે તે મરેલા માણસ ને પણ જીવતો કરી શકે. પહેલા તો ગુરુ કેશવ કર્ણાવત દેશમાં યજ્ઞ કરવા આવવા તૈયાર હતા નહિ પણ મહારાણી કર્ણાવતી ની હાલત નાજુક છે અને તેને સાજી કરવા માટે યજ્ઞ કરવામાં આવે છે તે સાંભળી ને ગુરુ કેશવ આવવા તૈયાર થયા.

ગુરુ કેશવ રાજમહેલ માં પધાર્યા એટલે તેમનું દાસીઓ દ્વારા ફૂલો થી સ્વાગત કરવામાં આવ્યું. મહેલમાં ગુરુ કેશવ દાખલ થયા એટલે તેમને બધી ખબર પડી ગઈ. તેઓ કોઈને મળ્યા નહિ ને સીધા મહારાણી કર્ણાવતી ના ઓરડામાં ગયા, ત્યાં જઈ મહારાણી કર્ણાવતી ને પ્રણામ કરી તેમની આંખો ની તપાસ કરી એક શ્લોક બોલ્યા. ત્યાં હાજર રહેલી દાસી સુનિતા ને ગુરુ કેશવે કહ્યું હે દાસી આપ યજ્ઞ ની તૈયારી કરો મહારાણી કર્ણાવતી છેલ્લે યજ્ઞના દર્શન કરવા જરૂર થી આવશે. આટલું સાંભળતા જ દાસી અને ત્યાં ઉપસ્થિત સૈનિકો તો રાજી રાજી થઈ ગયા.

ગુરુ કેશવ ની આજ્ઞા થી દાસી સુનિતા એ સૈનિકો દ્વારા યજ્ઞ ની બધી તૈયારી કરી અને યજ્ઞ શરૂ કરવામાં આવ્યો. બ્રાહ્મણો અને પંડિતો દ્વારા મંત્રો અને શ્લોકો નું પઠન થવા લાગ્યું. યજ્ઞ શરૂ થતાં આખો મહેલ મંત્રો થી ગુંજી ઉઠ્યો. મંત્રો મહેલમાં સૂતેલી મહારાણી કર્ણાવતી ના કાન સુધી પહોંચી ગયા. આ બાજુ નગર સુધી મંત્રો સંભળાવવા લાગ્યા એટલે આખું નગર મહેલ માં પધાર્યું અને યજ્ઞ ના દર્શન કરવા લાગ્યું. નગરજનો પણ પ્રાથના કરી રહ્યા હતા કે મહારાણી કર્ણાવતી જલ્દી હોશમાં આવી જાય.

યજ્ઞ ત્રણ દિવસનો હતો. બે દિવસ તો યજ્ઞ ના નીકળી ગયા હતા. આજે યજ્ઞ નો ત્રીજો દિવસ હતો. પણ ગુરુ કેશવ ને પૂરો વિશ્વાસ હતો કે મહારાણી કર્ણાવતી આજે યજ્ઞમાં ચાલી ને પોતાની હાજર આપશે. ધીરે ધીરે મંત્રો નું બ્રાહ્મણો અને પંડિતો દ્વારા પઠન થવા લાગ્યું. આજે તો બ્રાહ્મણો, પંડિતો, નગરજનો મંત્રો ના ગાન માં મંત્રમુગ્ધ થઈ ગયા હતા. જાણે કે બધાએ પોતાનો જીવ યજ્ઞ માં પરોવી દીધો હોય. ત્રીજા દિવસ ના પ્રસંડ મંત્રો મહારાણી કર્ણાવતી ના કાનમાં ગુંજવા લાગ્યા. મંત્રોના પ્રભાવ થી મહારાણી કર્ણાવતી ભાન માં આવી ગયાં. તે સમયે મહારાણી કર્ણાવતી પાસે કોઈ હાજર હતું નહિ બધા યજ્ઞ માં હતા. મહારાણી કર્ણાવતી ઊભા થયા અને ધીરે ધીરે મંત્રો નો અવાજ આવી રહ્યો હતો તે બાજુ ચાલવા લાગ્યા. ઘણો સમય થઈ ગયો હતો એટલે તેમની ઘાવ રૂઝાઈ ગયો હતો. તેને કોઈ પીડા થઈ રહી ન હતી પણ પેટમાં રહેલું બાળક ને કારણે મહારાણી કર્ણાવતી ને ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી.

મહારાણી કર્ણાવતી ચાલતા ચાલતા યજ્ઞ પાસે પહોંચે છે. અને યજ્ઞના દર્શન કરે છે. મહારાણી કર્ણાવતી ને જોઈને બધા સૈનિકો, દાસીઓ અને નગરજનો ઊભા થઈ ગયા ને મહારાણી કર્ણાવતી ને જોઈને ખુશ થઈ જોઈ રહ્યા અને તેમને પ્રણામ કર્યા. મહારાણી કર્ણાવતી એ પહેલા ગુરુ કેશવ ને પ્રણામ કર્યા પછી ત્યાં ઉપસ્થિત પંડિતો અને બ્રાહ્મણો ને પ્રણામ કર્યા અને યજ્ઞમાં બેસવાની રજા માંગી.

ગુરુ કેશવ ઊભા થયા અને મહારાણી કર્ણાવતી ને પ્રણામ કર્યા. મહારાણી કર્ણાવતી નો જય હો. મહારાણી આપ એકલા યજ્ઞમાં બેસી ન શકો. કા આપના ભરથાર જોઈએ કા આપનો પુત્ર. તે બે માંથી આપની પાસે એક પણ નથી. અને પેટમાં રહેલું બાળક પણ પુત્રી છે એટલે આપ યજ્ઞમાં બેસી નહિ શકો આપ યજ્ઞ થી દુર બેસો. અને યજ્ઞ ના દર્શન કરો.

મહારાણી કર્ણાવતી સમજી ગઈ કે મારા જીવન માટે જ આ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે એટલે તેઓ ચૂપચાપ યજ્ઞ ને દૂર થી જોઈ રહ્યા. અને યજ્ઞ ક્યારે પૂરો થાય તેની રાહ જોવા લાગ્યા. આખરે યજ્ઞ ની પૂર્ણાહુતિ થઈ. એટલે મહારાણી કર્ણાવતી બધા બ્રાહ્મણો અને પંડિતો ના આશીર્વાદ લીધા. અને બધાને દક્ષિણા માંગવા કહ્યું, પણ કોઈ પંડિત કે બ્રાહ્મણ એ દક્ષિણા માટે એક શબ્દ બોલ્યા નહિ એટલે મહારાણી કર્ણાવતી એ ગુરુ કેશવ ને કહ્યું હે ગુરુદેવ આપ તો ભગવાન પછી ના પૂજનીય છો. આપ એક સારું કાર્ય કરવા માટે આવ્યા હતા એટલે મારી ફરજ બને છે આપ ને જે જરૂર હોય તે આપી શકું.

ગુરુ કેશવે કહ્યું મહારાણી આપ જીવિત થાવ તે હેતુ થી જ અમે અહી યજ્ઞ કરવા પધાર્યા છીએ. હવે આપ જીવિત થઈ ગયા છો. અને આપ બહુ કહો છો તો આપને જે ઈચ્છા થાય તે દક્ષિણા એમને આપો. ત્યારે મહારાણી કર્ણાવતી એ સૈનિકો ને આદેશ કર્યો કે બ્રાહ્મણો અને પંડિતો ને અનાજ થી તોળી ને તેમને તોળેલું બધું અનાજ આપવામાં આવે અને સાથે સો સો સોનામહોર આપવામાં આવે. ગુરુ કેશવ સિવાઈ ના બધા પંડિતો અને બ્રાહ્મણો ખુશ ખુશાલ થઈ ગયા.

સૈનિકોએ બધા બ્રાહ્મણો અને પંડિતો ને અનાજ થી તોળી ને તે અનાજ આપ્યું. તો મહારાણી કર્ણાવતી ના હાથે બધા પંડિતો અને બ્રાહ્મણો ને સો સો સોનામહોર અર્પણ કરી તેમની પાસે થી ફરી આશીર્વાદ મેળવ્યા. બધા પંડિતો અને બ્રાહ્મણો એ સુખી થાવો ના આશીર્વાદ આપ્યા પણ ગુરુ કેશવ આશીર્વાદ આપ્યા એક ખુબ સુંદર અને કીર્તિમાન બાળકી ની માતા બનીશ. અને તે બાળકી મોટી થઈ મારી પાસે થી શિક્ષા મેળવશે. આશીર્વાદ પ્રાપ્ત કરી મહારાણી કર્ણાવતી ધન્ય ધન્ય થઈ ગઈ.

દિવસો પછી દિવસો વીતવા લાગ્યા. એક દિવસ પૂનમ ની રાત્રે મહારાણી કર્ણાવતી એ એક પુત્રી નો જન્મ આપ્યો. પુત્રી ખુબ જ સુંદર હતી. તેમના કપાળે તેજ હતું. અને તે હસતી હતી. મહારાણી કર્ણાવતી ને ખબર જ હતી એક મહાન દીકરી મારી કુખે થી જન્મ લેશે પણ તેનું નામ વિશે તેને કઈજ ખબર હતી નહિ. મહારાણી કર્ણાવતી તે બાળકી ના નામ વિશે ઘણો વિચાર કર્યો પણ તેને કોઈ સારું નામ સુઝતું ન હતું એટલે તેને ત્યાં ઉભેલી દાસીઓ ને ન કહ્યું પણ તેની બાળકી પર નજર કરી તો તે બાળકી એક રાધા કૃષ્ણ ની મૂર્તિ ને સતત નિહાળી રહી હતી. એટલે મહારાણી કર્ણાવતી સમજી ગયા કે આ એક દિવસ કૃષ્ણ ની દિવાની હશે એટલે તેનું નામ રાધિકા રાખવામાં આવે.

મહારાણી કર્ણાવતી તે બાળકી ને રમાડતા રમાડતા બોલવા લાગ્યા મારી પ્યારી દીકરી રાધિકા. રાધિકા શબ્દ સાંભળતા જ બધી દાસીઓ કુંવરી રાધિકા, કુંવરી રાધિકા કહેતી કહેતી નાચવા લાગી.

*****

મહારાણી કર્ણાવતી ની ગોદમાં પાંચ વર્ષ ની દીકરી એ તેમની માતા અને પિતા ની આખી જીવન ગાથા સાંભળી. એટલે રાધિકા એ કહ્યું માં પછી શું થયું. ત્યારે મહારાણી કર્ણાવતી એ કહ્યું દીકરી રાધિકા પછી તું મોટી થઈ ગઈ. અને આજે જો કેવડી મોટી થઈ ગઈ છે. ત્યારે રાધિકા એ કહ્યું માતા હું તમારી જેમ પરાક્રમી બનવા માંગુ છું આપ મને યુદ્ધ કળા શીખવશો. ત્યારે મહારાણી કર્ણાવતી એ કહ્યું હા બેટી હું સમય આવે તને યુદ્ધ ની બધી કળા અને નીતિ શીખવાડીેશ પણ તે પહેલાં તારે વૈદ અને ધર્મનું જ્ઞાન પણ મેળવવું પડશે તે માટે તારે ગુરૂજી કેશવ પાસે શિક્ષા લેવા જવું પડશે.

શિક્ષા નું નામ સાંભળતા જ રાધિકા બોલી તો માતા પહેલા હું ગુરુ કેશવ મહારાજ પાસે શિક્ષા લઈશ પછી તમારી પાસે યુદ્ધ ની કળા શીખીશ. દીકરી રાધિકા ની વાત સાંભળી ને મહારાણી કર્ણાવતી એ રાધિકા ને ગુરુ કેશવ ના આશ્રમ માં શિક્ષા લેવા મોકલવાનો નિર્ણય કર્યો. દીકરી રાધિકા ને કહ્યું બેટી તું અત્યારે સૂઈ જા હું તને કાલે જ ગુરુ કેશવ ના આશ્રમે મોકલી આપીશ.


ક્રમશ....