virgatha - 30 books and stories free download online pdf in Gujarati

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 30


રાધિકા અને સિંહણ બંને વચ્ચે નું અંતર બસ થોડું જ રહ્યું હતું. રાધિકા સિંહણ સામે જોઈ રહી હતી અને સિંહણ રાધિકા સામે. જાણે કે હમણાં જ બંને વચ્ચે યુદ્ધ થશે. પણ રાધિકા ની આંખોની નજર જાણે સિંહણ પર જાદુ કરી ગઈ હોય તેમ સિંહણ શાંત થઈ ગઈ અને તે પાછી વળીને તેમના પરિવાર પાસે જઈને બેસી ગઈ. હવે રાધિકા ને સિંહણ નો કોઈ ડર રહ્યો ન હતો. એટલે તે ત્યાંથી આગળ ચિતા ની શોધમાં જંગલની બીજી દિશા પર ચાલવા લાગી. તેને ખબર હતી કે જ્યાં સિહ હોય છે ત્યાં ચિતા હોતા નથી. એટલે તે ચિતા ની શોધમાં નીકળી પડી.

રાધિકા એક ભયાનક અને ગીચ જંગલ માં ચાલતી ચાલતી પહોચી ગઈ. લીલાછમ અને ઘટાદાર વૃક્ષો હતા. સૂર્ય નો પ્રકાશ પણ માંડ માંડ જમીન પર પડી રહ્યો હતો. એક બાજુ ખળખળ વહેતા ઝરણાં નો મિઠો અવાજ આવી રહ્યો હતો તો બીજી બાજુ પક્ષીઓ નો કલરવ અને જાનવરો નો ડરી જાય તેવો અવાજ આવી રહ્યો હતો. જંગલ એટલું ભયાનક હતું કે બાજુમાંથી કોઈ પસાર થઈ જાય તો પણ ખબર ન પડે. એક વૃક્ષ પાસે ઊભી રહીને તે આમ તેમ નજર ફેરવા લાગી, જાણે રાધિકા ને ચિતા વિશે કોઈ ચિન્હ મળ્યા હોય તેમ તેણે નક્કી કર્યું કે અહી ચિતા ની રાહ જોઇશ, તેનો અહી વાસ છે એટલે અહી તે જરૂર આવશે અને તેનો શિકાર કરીશ.

ગાઢ અને ભયાનક જંગલમાં છૂપવા ની જગ્યા તો ઘણી હતી પણ કોઈ સલામત ન હતી. ક્યું જાનવર ક્યાં થી હુમલો કરે તે કોઈ કહી શકે નહિ એટલે રાધિકા જાડ પર ચડીને ચિતા ના આવવાની રાહ જોવા લાગી. થોડો સમય થયો હશે ત્યાં તેને થોડે દૂર એક જાડ પાછળ ચિતો દેખાયો. દૂર થી તેને ચિતો જ લાગ્યો. રાધિકા એ તેની તરફ નજર રાખી અને જોઈ રહી. ચિતો ધીરે ધીરે રાધિકા તરફ આવવા લાગ્યો. જેમ જેમ નજીક આવી રહ્યો હતો તેમ તેમ ચિતો રાધિકા ને સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો.

ચિતો હવે, રાધિકા જે જાડ પર ચડી હતી તે જાડ નીચે આવીને આજુબાજુ લટાર મારવા લાગ્યો. જાણે કે તે શિકાર શોધી રહ્યો હોય. આ સમયે રાધિકા ને ચિતા નો શિકાર કરવો યોગ્ય લાગ્યો નહિ. કેમ કે તે એક જગ્યા એ ઉભો રહેતો ન હતો. તે આમ તેમ આંટાફેરા મારી રહ્યો હતો. જો રાધિકા આ સમયે પોતાના બાણ માંથી તીર છોડે ને કદાચ તે નિશાન ચૂકી જાય તો ચિતા ને ખબર પડી જાય અને તે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને રાધિકા પર તુટી પડે. એટલે રાધિકા યોગ્ય સમય ની રાહ જોવા લાગી.

થોડો સમય થયો ત્યાં ચિતો એક જગ્યાએ બેસી ગયો હતો. સમય યોગ્ય લાગતા રાધિકા એ બાણ પર તીર લગાવ્યું ને નિશાન તાક્યું. જેવું બાણ માંથી તીર છૂટ્યું તે સમયે ચિતાએ આળસ મરડી ત્યાં તીર નિશાન થી ચૂકી ગયું. તીર ચિતા ની કાન પાસે થી પસાર થતા ચિતો એકદમ ઉભો થયો ને જે દિશામાંથી તીર છૂટ્યું હતું તે બાજુ ચિતાં એ નજર કરી ત્યાં ચિતા એ એક હથિયાર ધારી સ્ત્રી જોઈ. કોઈ વિચાર કર્યા વગર ચિતો રાધિકા તરફ આગળ વધ્યો. અને જાણે એક સલાંગ મારી રાધિકા પર તૂટી પડશે તેવું તેણે ભયાનક રૂપ ધારણ કરી લીધું.

રાધિકા પણ જાણે ચિતા સામે લડી લેવાના મુડમાં આવી ગઈ તેને બાણ અને તીર નીચે મૂકીને તલવાર હાથમાં લીધી. જોત જોતામાં ચિતો તે જાડ પાસે આવી ગયો ને જેવી એક છલાંગ મારી ને જાડ પર ચડવા જાય છે ત્યાં તેની નજર એક જગ્યાએ અટકી ગઈ. તે ત્યાં જ ઉભો રહ્યો. રાધિકા કઈ સમજી શકી નહિ કે આવો ખૂંખાર ચિતો પાછીપાની તો નજ કરે. બીજે નજર કરવા કરતાં રાધિકા એ ચિતા પર જ નજર રાખતી રહી.

રાધિકા એ હાથમાં જોરથી તલવાર પકડી ને જેવો ચિતો અહી આવે તરત જ તેની પર વાર કરવા માટે સજ્જ થઈ ગઈ પણ અચાનક ચિતો ક્યાંક ભાગવા લાગ્યો. રાધિકા એ ચિતા પર નજર કરી ત્યાં તો ચિતો ઘણો દૂર નીકળી ગયો. એ છાપતી નજર માં રાધિકા એ એક હરણ ને ભાગતા જોઈ ગઈ એટલે રાધિકા સમજી ગઈ ચિતો હરણ ના શિકાર માં પાછળ પડ્યો. હજુ ચિતો રાધિકા ની નજર થી દુર જાય તે પહેલાં રાધિકા જાડ પરથી નીચે ઉતરી ને ચિતો જે દિશા માં ભાગ્યો હતો તે દિશામાં ભાગી.

રાધિકા થી તો ચિતો ઘણો દૂર નીકળી ગયો હતો. તેની નજર થી બહુ જ દૂર. હવે રાધિકાને ચિતા ને શોધવો મુશ્કેલ લાગવા લાગ્યો એટલે રાધિકા જમીન પર પડેલા ચિતા ના પંજા જોઈને તે દિશામાં ચાલવા લાગી. આજુ બાજુ નજર ફેરવતી ફેરવતી ચિતાની શોધમાં ચાલવા લાગી. ત્યાં એક જાડ પાછળ તેને હરણ નું મુખ દેખાયું. પહેલા તો લાગ્યું કે હરણ ત્યાં આરામ કરી રહ્યું છે. પણ તે હરણ નું હલચલન જોઈને રાધિકા સમજી ગઈ કે હરણ નો શિકાર ચિતા એ કર્યો છે અને તે જાડ પાછળ તેને ખાઈ રહ્યો છે.

રાધિકા ધીરે ધીરે તેની પાસે જવા લાગી અને થોડે દૂર થી નજર કરી તો ચિતો હરણ ને ખાઈ રહ્યો હતો. હવે રાધિકા એ વિચાર કર્યા વગર બાણ પર તીર લગાવી ચિતા પર એક પછી એક એમ બાણ માંથી ત્રણ તીર છોડ્યા. છુંમમ.. કરતા ત્રણેય તીર ચિંતાના પેટ માં ખૂચી ગયા ને તડફડિયા મારતો ચિતો જમીન પર ઢળી પડ્યો. અને તે થોડી જ ક્ષણો માં મુત્યુ પામ્યો.

બે દિવસ થઈ ચૂક્યા હતા. રાધિકા હજુ જંગલ માંથી પાછી ફરી ન હતી. ગુરુ કેશવ અને ગુરુ માં ને રાધિકા ની ચિંતા થવા લાગી. ત્યાં અભ્યાસ કરતા રાધિકા ના મિત્રો પણ ચિંતિત થતાં ગુરુ ને પૂછવા લાગ્યા. ગુરુજી કુંવરી રાધિકા જંગલ માંથી ક્યારે પાછી ફરશે. આશ્વાસન સાથે ગુરુ ઉતર આપતા જલ્દી આવી જશે. બહુ સુરવીર છે આપણી રાધિકા. પણ અંદર થી ગુરુ કેશવ ને ચિંતા થવા લાગી. કે ભયાનક જંગલમાં એકલી મોકલેલી રાધિકા ને કઈ થયું તો નહિ હોય ને. આ વિચારતા હતા ત્યાં ગુરુમાં પણ કહેવા લાગ્યા રાધિકા ને કઈ થઈ જશે તો આપણે મહારાણી કર્ણાવતી ને શું મોં બતાવીશું.

જલ્દી કઈક કરો ને. ગુરુમાં કહેવા લાગ્યા. ગુરુ કેશવ ને લાગ્યું હવે આપણૅ રાધિકા ની શોધમાં જવું પડશે પણ ગુરુ કેશવ તો એકલા જગલમાં જઈ ન શકે. આશ્રમ માં ગુરુમાં સિવાઈ કોઈ મોટું ન હતું બધા શિષ્યો હતો. જો ગુરુ કેશવ જગલમા રાધિકા ને શોધવા નીકળી પડે ને આશ્રમ માં જંગલી જાનવરો આવી ચડે તો ગુરુમાં તેને રોકી ન શકે આ વિચારો માં ગુરુ કેશવ ખોવાય ગયા.

મહારાણી કર્ણાવતી ને સમાચાર મોકલ્યા કે થોડા સૈનિકો ને આશ્રમ માં મોકલવામાં આવે, આશ્રમ ને સૈનિકો ની જરૂર પડી છે. પણ તેને કહેવામાં ન આવ્યું કે રાધિકા હજુ જંગલ થી પાછી ફરી નથી. ગુરૂ કેશવ નો સંદેશો મળતાં મહારાણી કર્ણાવતી એ પચીસ સૈનિકો ની એક ટુકડી આશ્રમ તરફ રવાના કરી. બધા સૈનિકો આશ્રમ માં પહોચી ગયા એટલે ગુરુએ પંદર સૈનિકો ને આશ્રમ ની સુરક્ષા માટે ત્યાં રાખ્યા અને બાકીના દસ સૈનિકો ને સાથે લઈને રાધિકા ની શોધમાં જંગલ તરફ રવાના થયા.

રાધિકા ચિતા ને ઉંચકીને આશ્રમ તરફ આવી રહી હતી. સાંજ પહેલા તેને આશ્રમ પહોંચવાનું હતું પણ ચિતા નો ભારી વજન તેને થાકી જવા મજબુર કરી રહ્યો હતો એટલે થોડે થોડે વારે રાધિકા ચિતા ને નીચે મૂકી ને આરામ કરતી. ધીરે ધીરે આગળ વધતી રાધિકા ને ખબર ન હતી કે હજુ પણ મુશ્કેલી નો સામનો કરવો પડશે. રાધિકા જગ્લમા રસ્તો બનાવતી બનાવતી ચાલી રહી હતી. ત્યાં તેને કોઈ એક સાથે ઘણા પ્રાણીઓ નો અવાજ સંભળાયો. તે અવાજ તેની સામે ની દિશા તરફ થી આવી રહ્યો હતો. પક્ષીઓ નો કલરવ વધવા લાગ્યો. એવો ભાસ થયો કે કોઈ જંગલી જાનવર ની ફોજ આ તરફ આવી રહી છે.

રાધિકા ઉભી રહી ને સજાગ થઈ ગઈ. પગનો પગરવ ધીરે ધીરે તેની નજીક આવી રહ્યો હતો. રાધિકા એ ચિતા ને નીચે મૂકી ને એક હાથમાં તલવાર ધારણ કરી લીધી અને બીજા હાથમાં તીર રાખ્યા. રાધિકા ની નજર સામેથી આવતા અવાજો પર હતી. ત્યાં અચાનક દસ પંદર જગલી કૂતરાઓ નું ઝુંડ સામે આવી ને રાધિકા સામે ઉભુ રહ્યું ને ભોકવા લાગ્યું. ધીરે ધીરે જંગલી કુતરાંઓ રાધિકા ફરતે પ્રદક્ષિણા કરવા લાગ્યા.

ક્રમશ.....