Wolf Dairies - 27 books and stories free download online pdf in Gujarati

વુલ્ફ ડાયરીઝ - 27

બીજા દિવસ સવારે બધા જ તૈયાર થઈને સવારે વહેલા જ પિકનીક જવા માટે કોલેજ પહોચી ગયા.

“આટલો બધો સમાન? જેસ આપણે ખાલી એક દિવસ માટે જઈ રહ્યા છીએ. ત્યાં રોકાવા માટે નહિ.” જેસનો સમાન જોઇને ક્રિસએ કહ્યું.

“શું ખબર ક્રિસ, ક્યાં અને ક્યારે કોઈક સારો છોકરો દેખાઈ જાય.. એના માટે પ્રોપર મેકઅપ તો કરવો પડે ને? જેમ તું ફસાયો છે એમ કોઈક બીજાને ફસાવવા કામ લાગે આ બધું તો.” મજાક ઉડાવતા પ્રિયાએ કહ્યું.

“આ તો ઈમેજનો પ્રશ્ન છે પ્રિયા જે તારા જેવા અનાથાશ્રમવાળા લોકોને નહિ સમજાય.” કહીને જેસ બસમાં બેસી ગઈ.

પંછી પણ પ્રિયા સાથે બસમાં બેઠી. પણ પંછી નહોતી જાણતી કે તે સવાલોથી પરેશાન હતી, આ તેના તરફ લઇ જતી જ બસ છે.

રસ્તામાં બધા જ ગીતો ગાઈ રહ્યા હતાં.. તો કોઈક વાતો કરી રહ્યું હતું તો કોઈક મસ્તી કરી રહ્યું હતું. બધા જ પોતાની કોલેજની આ મીની પિકનીક પર બહુ જ ખુશ હતાં. ક્રિસ પણ પંછી સાથે વાતો કરવા માટે આગળ આવી ગયો હતો. અને આ જોઇને જેસ ગુસ્સામાં લાલ થઇ રહી હતી.


અચાનક જ બસ એક જગ્યાએ રોકાઈ.

“હેલ્લો.. હું છું મોક્ષ. તમારો સિનીઅર. આપણે આપણી જગ્યા પર આવી ગયા છીએ. મારી વાત ધ્યાનથી સંભાળજો.. અહી આપણે કોઈ પણ ટીચર્સને સાથે લઈને નથી આવ્યા. ખાલી તમે અને તમારા બધા સિનીઅર્સ એટલે કે એમાં હું પણ આવી જાઉં. તો દરેક વ્યક્તિ પોતાનું ધ્યાન જાતે જ રાખે. આ જંગલ જેવો વિસ્તાર છે. આપણા શહેરથી આપણે થોડા દુર છીએ. એમ તો અહી કોઈ જંગલી પ્રાણીઓની અવરજવર છે તો નહિ, એ છતાં આપણે ધ્યાન રાખીએ એ સારી બાબત છે. તો બોરિંગ વાતો પૂરી થઇ. હવે તમારા કામની વાત.. તમારા સિનીઅર્સએ પહેલાથી જ અહી બધો બંદોબસ કરી રાખ્યો છે. તો ચાલો ધમાલ મચાવી દઈએ.” મોક્ષએ પોતાની સૂચનાઓ પતાવી અને દરેક વ્યક્તિ બસમાંથી નીચે ઉતરવા લાગ્યું.

બસ એક જંગલ જેવા વિસ્તારમાં આવીને ઉભી હતી. સામેની તરફ એક તળાવ હતું. જેની ચારે તરફ લાઈટ કરવામાં આવી હતી. તળાવના એક છેડા પર એક મેદાન જેવી જગ્યામાં બધે સજાવટ કરવામાં આવી હતી. બધી બાજું વૃક્ષો હતાં. પણ આ મેદાન જેવી જગ્યામાં ક્યાંય વૃક્ષ નહોતા. તેમાં ઝીણું ઝીણું ઘાસ ઉગ્યું હતું.

મેદાનમાં બધે જ લાલ અને સફેદ ફુગ્ગા વડે સજાવટ કરવામાં આવી હતી. અને તેની એક બાજુ પર ફૂડ કોર્નર બનાવામાં આવ્યું હતું. જયારે એક તરફ સેલ્ફી પોઈન્ટ હતો. આખી જગ્યામાં ધીમું ધીમું મ્યુસિક વાગી રહ્યું હતું. અને આ મેદાનથી તળાવ પર જવાનો એક રસ્તો બનાવવામાં આવ્યો હતો. તળાવની વચ્ચે એક લાકડાથી બનેલી ગોળ જગ્યા હતી. જેની આછી પીળા રંગની લાઈટથી શણગારવામાં આવી હતી. જેમાં પણ ધીમું રોમાન્ટિક ગીત વાગી રહ્યું હતું.

આટલો સુંદર નજરો જોઇને બધા જ મંત્ર મુગ્ધ બની ગયા. બધાના નીચે ઉતરતાની સાથે જ જોરદાર હિપહોપ મ્યુસિક વાગવા લાગ્યું.

“વેલકમ” ત્યાં ઉભેલા દરેક સિનીઅર્સ એક સાથે બોલી ઉઠ્યા.

બધા પોતાને ગમતા ખુણાઓમાં જવા લાગ્યા. જેસ અને ક્રિસ આયોજક સિનીયરને લિસ્ટ આપવા પહોચ્યા. જયારે સેમ અને રાહુલ ડાન્સ ફ્લોર તરફ આગળ વધ્યા.

“લાગે છે કે આપણે બંને જ અહી એકલા છીએ.” હસીને પ્રિયાએ કહ્યું.

“ચાલ આપણે કોઈ જ્યુસ કે કોલ્ડ ડ્રિંક ટ્રાય કરીએ.” પંછી પ્રિયાને પોતાની સાથે ફૂડ કાઉન્ટર સુધી હાથ પકડીને લઇ આવી.

“તમે બંને અહી શું કરી રહ્યા છો યાર? ચાલોને ડાન્સ કરવા.” એટલામાં ક્રિસ ત્યાં આવતા તે પ્રિયા અને પંછી બંનેને ખેચીને ડાન્સ કરવા માટે લઇ ગયો.

જોરથી વાગી રહેલા મ્યુસિકની તાલ પર દરેક વ્યક્તિ ઝૂમી રહ્યું હતું. લગભગ બધા અડધો કલાકથી નાચી રહ્યા હતા.

દુરથી પંછી અને ક્રિસને આમ નાચતા જોઈ જેસ ખુબ જ ગુસ્સે થઇ રહી હતી.

“મારી સાથે ડાન્સ કરી લે. તારા ક્રિસને તો એ છોકરી ઉડાવીને લઇ ગઈ સમજ.” જેસની પાસે આવીને રોહનએ કહ્યું.

રોહન સ્કુલમાં પણ જેસ અને ક્રિસની સાથે જ ભણતો હતો. દેખાવમાં તે પણ ખુબ હેન્ડસમ હતો. પણ તેની ખરાબ હરકતો અને તોછડા વ્યવહારને કારણે તેને કોઈ પસંદ કરતુ નહોતું. તે હંમેશા ક્રિસને નીચો સાબિત કરવાનો મોકો શોધતો રહેતો. એ છતાં ક્રિસ હંમેશા તેનાથી આગળ નીકળી જતો.

“રોહન, તું તો હંમેશાથી ક્રિસને નીચો બતાવાનો મોકો શોધી રહ્યો હતો ને? તો હું તને આ મોકો અપાવી શકું છું.” રોહન સામે જોતા જેસએ કહ્યું.

“તું કહેવા શું માંગે છે?” રોહનએ પૂછ્યું.

“તું ક્રિસને હરાવવા માંગે છે. અને હું પેલી બહેનજી ને. તો આપણે સાથે મળીને કામ કરી શકીએ છીએ. તું એ બહેનજીને હેરાન કરીશ તો ક્રિસ આપોઆપ દુઃખી થઇ જશે. એનાથી આપણા બંનેનું કામ થઇ જશે. તો શું વિચાર છે તારો?” હાથ લંબાવતા જેસએ કહ્યું.

“વિચાર તો બહુ સારો છે. આમ પણ આ પહેલા પણ મેં તારો સાથ આપ્યો જ હતો.” હાથ મિલાવતા રોહનએ કહ્યું.

“હું બહુ જ થાકી છું. મારે કઇંક પીવું પડશે મારું ગળું ખુબ જ સુકાઈ ગયું છે. હું જાઉં.” પ્રિયાના કાનમાં કહી પંછી ત્યાંથી બહાર નીકળી.

“એક ઓરેંગ જ્યુસ.” કોલ્ડ ડ્રિંકના કાઉન્ટર પર આવીને પંછીએ વેઈટરને કહ્યું.

“હું કોઈ મદદ કરું?” પંછીની નજીક આવતા રોહનએ કહ્યું.

ગભરાતી પંછી પાછળ ખસી.

“મેમ તમારો જ્યુસ.” કહીને વેઈટરએ જ્યુસનો ગ્લાસ કાઉન્ટર પર મુક્યો.

“ઓહ. તું તો ડરી ગઈ. હું રોહન છું.” હાથ લાંબો કરતાં રોહનએ કહ્યું.

“હું પંછી છું.” હાથ મિલાવ્યા વગર જ પંછીએ કહ્યું.

“ખુબ સુંદર નામ છે, બિલકુલ તારા જેવું જ...” કહી રોહન પંછીની નજીક આવી રહ્યો હતો.

“દુર રહે એનાથી..” વચ્ચે જેસએ આવીને કહ્યું.

“તો ક્રિસની તરફદારી કરવાનું હજુ છોડ્યું નથી એમ ને?” હસતા રોહનએ કહ્યું.

“તારે એ બધા સાથે શું લેવાદેવા છે? તું તારું કામ કર. અને અમારા ગૃપથી દુર રહે. સમજ્યો?” આંખો બતાવતા જેસએ કહ્યું.

“તું ઠીક તો છે ને પંછી?” પંછીને પોતાની સાથે વાતોમાં વ્યસ્ત કરતા જેસએ કહ્યું.

“હા. તારો ખુબ આભાર.” પંછીએ કહ્યું.

તે બંને વાત કરી રહ્યા હતા એટલી વારમાં રોહનએ જ્યુસમાં દારૂ મિક્સ કરી દીધો. અને ત્યાંથી કોઈને ખબર ના પડે તેમ જતો રહ્યો.

“હું ડાન્સ કરવા જાઉં છું? તું આવે છે?” જેસએ પંછી સામે જોઇને કહ્યું.

“ના મારું ગળું સુકાય છે, એટલે જ હું કંઇક પીવા માટે આવી હતી.” પંછીએ જવાબ આપ્યો.

“ઓહ. તો પી લે. હું જઉં.” કહીને જેસ ત્યાંથી નીકળી ગઈ.

એ દારૂવાળો જ્યુસ પીને પંછીને નશો ચડવા લાગ્યો. તેને પહેલી વાર આવું કંઇક પીધું હતું એટલે તે પોતાની જાતને સંભાળી શકવા માટે સક્ષમ નહોતીં.

પંછી લથડીયા ખાતી ખાતી ક્યારે બહાર નીકળી ગઈ કોઈને એનું ધ્યાન જ ના રહ્યું. અને તે તળાવની વચ્ચે બનેલા લાકડાથી બનેલી જગ્યા પર પહોચી. જ્યાં ધીમું રોમાન્ટિક મ્યુસિક વાગી રહ્યું હતું.

“ઓહ. મને માફ કરશો.” પંછી અચાનક જ કોઈક સાથે અથડાઈ અને નીચે પડી ગઈ.

“હું તારી કોઈ મદદ કરી શકું?” તે વ્યક્તિએ શાંતિથી પૂછ્યું.

પંછીને એટલો બધો નશો ચડી ગયો હતો કે તે વ્યક્તિનો ચહેરો પણ તે જોઈ શકતી નહોતી. અને ના તો તે સરખી રીતે ચાલી શકતી હતી.

“મને આ લાઈટમાં અને મ્યુસિકમાં નાચવું છે. તું ચાલને મારી સાથે.” તે વ્યક્તિનો હાથ પકડતા પંછીએ કહ્યું.

“હા કેમ નહિ.” પંછીને સંભાળતા એ વ્યક્તિ તેને તે ગોળ વચ્ચે પકડીને લાવ્યો. અને પોતાનો હાથ પંછીની કમર પર મુક્યો. અને ડાન્સ કરવા લાગ્યો. પણ પંછી તો આખી તેના પર ઢળી જ પડી. તેની બાહોમાં જ તે નાચવા લાગી.

“તને ખબર છે, આ કોઈ સપના જેવું લાગે છે.” આંખો મીચતા પંછીએ કહ્યું.

“હા. જરૂર આ કોઈક અધૂરું સપનું જ હશે, જે આજે આમ તારા મળવાથી પૂરું થઇ રહ્યું છે.” પંછીને બાથ ભરતા તે વ્યક્તિએ કહ્યું.

“એવું લાગે છે જાણે હું તારી જ રાહમાં વર્ષોથી હતી.” પંછીએ કહ્યું.

“હું પણ..” આંખો મીચતા તે વ્યક્તિએ કહ્યું.

****

● કોણ હતો તે વ્યક્તિ?

● શું તે પંછીને કોઈ નુકશાન પહોચાડશે?

● નશાની હાલતમાં પંછી ઘરે કઈ રીતે પહોચશે?

ક્રમશઃ