Mission 5 - 13 books and stories free download online pdf in Gujarati

મિશન 5 - 13

ભાગ 13 શરૂ

....................................... 

"હા જેક આ ડાઈનોસોર જેવી પ્રજાતી જો અત્યારે હોત ને તો કદાચ પૃથ્વી ઉપર હજુ માનવ જાતિ નો ઉદભવ ના થયો હોત" રોહને જેક ને કહ્યું. 

"અરે તે જોયું રોહન જો આ ડાઈનસોરો ને એ તો પોતાના મોઢામાંથી આગ પણ કાઢી શકે છે આ ડાઈનસોર આગ કેવી રીતે નીકળતું હશે?" જેકે રોહનને પૂછ્યું. 

 

"અરે એ આગ તો ડાયનોસોર આરામથી કાઢી શકે તે લોકોનું વજન ઘણા ટન હોય છે મતલબ એક રિસર્ચ માં કહેવામાં આવેલું કે એક ડાયનોસોર નું વજન અંદાજે લાખો શાર્ક ના વજન બરાબર હોય છે અને તેમના શરીર ની અંદર તેના કારણે ખૂબ જ ગરમી હોય છે અને તેના શરીરમાં અલગ થી એક કોથળી પણ આવેલી હોય છે એટલે તે જયારે ખાઈ છે અને પછી જેવુ ડાયનોસોર શ્વાસ લઈ છે કે તે ઓક્સિજન તરત જ તેમના પેટ ની અંદર જાય છે અને તે ગરમીમાં સંપર્ક મા આવતા તેઓ પોતાના મોઢામાંથી આગ કાઢી શકે છે અને આ ડાયનોસોર માનવીઓ માટે ખૂબ જ ઘાતક હોય છે" રોહન હજુ જેક ને આ બધી માહિતી આપતો હોય છે ત્યાં તો પેલું ડાયનોસોર તે બન્ને ને જોઈ જાય છે અને જેક અને રોહન સંતાઈ જાય છે. હવે તે લોકો ખૂબ જ ડરી ગયા હોય છે અને હવે તે લોકો ડરી ગયા હોવાના કારણે તેઓ સીધા ત્યાંથી નીકળી જાય છે. અને તેઓ પાછા પોતાના સ્થાન ઉપર આવી જાય છે અને ત્યાં રહેલો સુંદર નજારો જોવા લાગે છે. 

"અરે ભાઈ તું જલ્દી કર હો હવે" જેકે રિક ને કહ્યું. 

" ભાઈ હજુ કાંઈ નહિ થાય મને મશીન રીપેર કરવા દે બે કલાક થશે અને કોશિશ કરીશ કે મશીન રીપેર થઈ જાય" રીકે બધા લોકોને કહ્યું. 

"ઓકે તું મશીન રીપેર કર અમે અહીંયા જ આજુબાજુનો નજારો જોઈએ છીએ" જેકે રિક ને કહ્યું. 

"આ તો જો નિકિતા આ પર્વત કેટલો સુંદર લાગે છે પણ આ શું થયું આમાંથી?" જેકે કહ્યું. 

"એ જ્વાળામુખી ફાટ્યો પૃથ્વીના શરૂઆતના સાલોમાં પર્વતોના બધા જ્વાળામુખી સક્રિય હતા અને આ જ્વાળામુખી ફાટે છે એ કેટલો સુંદર નજારો છે" નિકિતાએ જેકને કહ્યું. 

"હા પછી આજુબાજુનું વાતાવરણ પણ કેટલું શાંત છે આખી દુનિયામાં કોઈ નથી માત્ર તું અને હું" જેકે રોમેન્ટિક મૂડ માં નિકિતાને કહ્યું. 

"અને આ ઝાડ અને જંગલ તો જો કેટલા સુંદર દેખાય છે આજુબાજુમાં માત્ર લીલા છમ જંગલો અને બીજું કાંઈ નહિ" નિકિતાએ જેકને કહ્યું. 

"હા એ જ ને અને આ ચોખ્ખુ આકાશ અને આટલો નજીક ચંદ્ર કેટલો સુંદર નજારો છે કેમ" જેકે નિકિતાને કહ્યું. 

"નિકિતા મન તો કરે છે કે હું અહીંયા જ રહી જાવ આખી જિંદગી" જેકે નિકિતાને કહ્યું. 

"હા તો રહી જા ને એમાં શું છે પણ રિકની ટાઈમ મશીન રીપેર થાય એટલે હું તો જતી રહીશ હો અહીંયાંથી" નિકિતાએ હસતા હસતા જવાબ આપ્યો. 

"આ પ્રાણીઓ કેટલા ખુશ છે આ લોકોને કોઈ હેરાન નથી કરતું અને મોકળાશમાં જંગલોમાં શાનથી આંટા મારે છે" જેકે નિકિતાને કહ્યું. 

"આ જો આકાશમાંથી ઉલ્કાઓ કેવી પડે છે" જેકે નિકિતાને કહ્યું. 

"અરે જેક આ આટલી બધી ઉલ્કાઓ કેમ પૃથ્વી ઉપર પડે છે?" નિકિતાએ જેકને સવાલ કર્યો. 

"અરે એ એટલે કારણ કે આ પૃથ્વીનું શરૂઆત નું વર્ષ છે અને તેથી ઘણા બધા કેમિકલ રિએક્શનના કારણે આ ઉલ્કાઓ પડે

છે. " જેકે નિકિતાને જવાબ આપ્યો. 

"ફાઇનલી આ ટાઈમ મશીન રીપેર થઈ ગયું છે ચાલો તો હવે આવવું છે નિકિતા અને જેક તમારે કે પછી હું રોહન અને ઝોયા નીકળી જઈએ?" રીકે મજાકિયા મૂડમાં જેક અને નિકિતાને કહ્યું. 

"અરે અમારે પણ આવવું છે ચાલો નીકળીએ" જેક અને નિકિતાએ રિક ને કહ્યું. 

હવે રિકે બધાને લઈને ટાઈમ મશીન સ્ટાર્ટ કર્યું અને પાછા પોતાના વર્તમાનમાં જતા રહ્યા. 

"હાઈશ ફાઇનલી આવી ગયા આપણે જ્યા હતા ત્યાં અને હા થેન્ક યુ સો મચ રિક નિકિતા અને ઝોયાને પાછી લાવવા માટે" જેકે રિક ને કહ્યું. 

"અરે બકા મેં તને કીધું હતું ને કે હું એ લોકોને લાવી દઈશ" રીકે ખુશ થઈને જેકને કહ્યું. અને નિકિતા અને ઝોયાએ પણ રિકનો દિલથી આભાર માન્યો. 

"હવે આ ટાઈમ મશીનનો પાછો ઉપયોગ થઈ શકશે?" જેકે રિક ને પૂછ્યું. 

"ના હવે આ ટાઈમ મશીન ચલાવવું હોય તો થોરિયમ અને હિલિયમની જરૂર પડે અને આ થોરિયમ પૃથ્વી ઉપર નહિવત પ્રમાણમાં છે એટલે હવે આ ટાઈમ મશીન ફેઈલ થઈ ગયું છે" રીકે જેકને જવાબ આપ્યો. 

"ઓકે તો કાંઈ નહિ બધું જ ઠીક થઈ ગયું છે તો ચાલો હવે મિસ્ટર ડેઝી ને બોલાવીને મારા ઘર ઉપર પાર્ટી કરીએ. " જેક ખુશ થઈને બોલ્યો. 

"ઓકે તો હું હમણાં પપ્પાને બોલાવી લવ છું" ઝોયાએ જેકને કહ્યું. 

મિસ્ટર ડેઝી સાંજ પડતાંની સાથે જ જેકના ઘરે આવી જાય છે. આખું ઘર લાઈટો અને ફુગ્ગાઓથી સજાવેલું હતું. 

"વેલકમ મિસ્ટર ડેઝી" જેક બોલ્યો. 

"થેન્ક યુ જેક પણ ઝોયા ક્યાં છે?" મિસ્ટર ડેઝી બોલ્યા. 

"ઝોયા ઉપર નિકિતા સાથે છે એ તૈયાર થતા હશે આ લો તમે એક ગ્લાસ વાઇન" જેકે જવાબ આપ્યો. 

"હા લાવો ચીઅર્સ" મિસ્ટર ડેઝી બોલ્યા. અને ડાયમંડ લાવવાની ખુશીમાં તેઓએ આ પાર્ટી રાખી હતી. હવે થોડીક વારમાં નિકિતા અને ઝોયા પણ નીચે પાર્ટીમાં આવતા જ હતા કે પેલા જીવ ને મારીને એકઠું કરવામાં આવેલું પ્રવાહી ઝોયાના પગમાં ચોંટી ગયું પણ તે આની ઉપર કોઈ ધ્યાન નથી આપતી અને તે નીચે આવી ગઈ . તેઓએ ખૂબ જ મસ્તી અને મજા કરી . રાત પડી ગઈ હતી અને આજે રોહન, રિક, ઝોયા અને મિસ્ટર ડેઝી નિકિતા અને જેકના ઘરમાં જ રહી ગયા . અને જ્યારે તેઓ શાંતિથી સૂતા હતા ત્યારે રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ જેકના ઘરની આગળ બગીચામાં કંઈક વસ્તુ પડવાનો ભયાનક અવાજ આવ્યો. અને રાતના અંધારાની અંદર સૂર્ય કરતા પણ વધારે પ્રકાશ ત્યાં બગીચામાં દેખાયો આ પ્રકાશ જોઈને જેક, રિક, રોહન અને મિસ્ટર ડેઝી તરત જ ઉઠી ગયા કારણ કે તેઓ હોલ ની અંદર જ સુતા હતા અને સીધા તેઓ ત્યાં બગીચામાં ગયા . ત્યાં તેઓએ એક જાંબલી કલરનો કોઈ રેડિયમ જેવો પદાર્થ જોયો આ પદાર્થ આજુબાજુમાં કોઈ વાતાવરણ ની એનર્જી નું શોષણ કરતું હોય તેવું લAગતું હતું. 

"ઓહ માય ગોડ" રીક આશ્ચર્યચકિત થઇને બોલ્યો. 

"અરે આ શું છે રિક કોઈ અંદાજો ખરો?" રોહને રિક ને પૂછ્યું. 

"તમને નથી લાગતું આ પદાર્થ થોડોક થોડોક આપણે પેલા જીવ ને મારીને લીધેલો તેને મળતો આવે છે?(આ જીવ તેમણે એકવાર પોતાના રિસર્ચ સેન્ટરમાં માર્યું હોય છે) જેકે રોહનને કહ્યું. 

"હા કાંઈ નહિ જે હોય તે ચાલો હવે સુઈ જઈએ બવ ઊંઘ આવે છે" રોહન બગાસું ખાતા ખાતા બોલ્યો. 

 

મિશન 5 - ભાગ 13 પૂર્ણ

આ કયો પદાર્થ હશે? આગળ શું થશે? આ સવાલોના જવાબો જાણવા વાંચતા રહો મિશન 5. 

તમારો કિંમતી પ્રતિભાવ આપવાનું ના ભૂલતા.