Speaking of my mind books and stories free download online pdf in Gujarati

મારા મનની વાત

શીર્ષક : મારા મનની વાત....

( ચમન એકલો એકલો મનમાં વિચારો કરી રહ્યો છે..જે નીચે રજૂ કર્યું છે.🤔🤔)

ચાલ મનડા ચાલ અહીં તારે કંઈ જ લેવાનું નથી..😥 કેમકે...આ રહ્યો મોંઘો મોલ ....ને તું રહ્યો ગરીબ માણસ...મોંઘા મોલની મોંઘી વસ્તુઓ જોઈને જ મન મનાવાનું ...ચમન ચાલ ઘર ભણ્યો🏡... અહીંની ચમકદમક નાં પણ ભાવ વસ્તુ પર જ લાગશે વ્હાલા..... તારું કામ નહીં અહીંની વસ્તુઓ લેવાનું... હાલ્ય હાલ્ય...ઘર ભણી🏡....

અરે !! લઈ ના શકું તો શું થયું ? 🙄....જોઈ તો શકું ને ..😎..એનાં ક્યાં રૂપિયા લાગશે... હાલ ત્યારે આ મોલનાં દર્શન જ કરી લઈએ..🤓...સૌથી પહેલાં ઉપરથી જ શરૂ કરું.... હા એમઠીક રહેશે...

અરેરે 🙄 !! અહીં તો કેવી સીડી છે ,ચાલ્યા જ કરે ....મને લેવા પણ ના ઊભી રહી...લોકો તો સીધા જ ચઢી જાય છે...લાવ હું પણ એમ જ કરું...

હાશ....😎!!!!....આવડ્યું હો બાપલા તને.... હવે ઉતરવાનું એ પણ આ લોકોને જોઈ.... આ લે કૂદ્યો હું પણ..🏃..હમમ...આવડી ગયું. હવે બીજો માળ...ત્રીજો.. ને આ લે...ચોથો માળ...આલેલે....કેટલી સરસ સુગંધ....!!!💁આહાહા..😱😨..મોંમાં તો પાણી આવી ગયું....😌

ઓહો.... સુગંધ સુગંધ ચારે બાજુ....😋😋..શું શું મળે છે ?🤔..લાવ નજર કરું..😱😱..આટલું બધું.. વાહ..વાહ...જેટલી વસ્તુઓ. એટલા જ માનવ મહેરામણ..... લાવ જેવું એકાદ વસ્તુ લેવા જેવી હોય તો હું પણ લઈ લઉં....😩😫😫...આટલું બધું મોંઘું.. અહીં મારા જેવા ગરીબ શીદને આવે..??😩..આ જ વસ્તુ બાર રસ્તા પર આનાથી અડધી કિંમત માં મળે છે..ને અહીં નકરી લૂંટ મચાવી છે ....આ મોલવાળા એ તો....હાલ્ય ચમના નીચે જોઈએ શું છે?..🤔🤔

ત્રીજો માળ......

આહહા....શું ઠંડી હવા છે..વાહ.....ટી.વી.,ફ્રીજ , એ.સી. , કુલર , કપડાં ધોવાનું મશીન.... વાહ ! કેટકેટલી જાતના છે..લાવ જોવું શું કિંમત છે...?..😱😱😱 ....આટલું બધું મોંઘું .... આટલાંમાં તો મારું ઘર ૨ મહિના સુધી પેટ ભરી ખાઈ લે....ના લેવાય ..મારી પાસે આટલા રૂપિયા હોત તો હું મારા પરિવાર ને સુખે થી ૨ સમય પેટ ભરીને જમાડી શકત....😥😥....

ભગવાન જેને આપે એને ઘણું આપે ને જેને નથી આપતો એને ૨ ટંક જમવા પણ નથી આપતો... હાલ્ય ચમના ...આમ વિચારે રૂપિયા નહીં મળે.. હાલ્ય... બીજા માળ...ત્યાં શું છે..જે હું લઈ શકું??

બીજો માળ ,

અરે વાહ !!! શું કપડાં ની જોડ છે... વાહ!!..આ બાજુ બધાં પુરુષો ને આ બાજુ સ્ત્રીઓનાં..ને પેલી બાજુ નાના બાળકોનાં...બધાં જ કપડાં એક એક થી ચઢિયાતા.... આ લો ને પેલું મૂકો એવાં... મન મોહી લીધું ચમના નું.....😵😵😵....પણ...રૂપિયા??😢😢....ક્યાંથી લાવું લેવા....!!!🤔🤔..... આંખોમાં ઠંડક તો થઈ પણ શું કરું આવી ટાઢક ને...જે ફરી પાછી આગ લગાવી ગઈ. 😥😥..રૂપિયા ની ઉણપને કારણે મારા બાળકો ને આવા મોલ માં નથી લાવી શકતો.... કેવી સ્થિતિ મારી..!!!હે પ્રભુ !!મારાં બાળકો ને ખુશ કરી શકું એટલું તો દે મને...😫😫.🙏🙏..હાલ્ય ચમના.....હવે નીચે.... જોઈ કંઇ લેવાય એમ છે કે નહીં ,નહીતર હાલી નીકળું ...મારી ઝૂંપડી તરફ.....

નીચે જ્યાં ખાધ્ય ચીજો મળે....,

બિસ્કીટ... મેગી.... ચોકલેટ..... કઠોળ.... અનાજ.. વાહ...ખૂબ સરસ...અહીં થી મારાં....બાબુડા હાટુ બિસ્કીટ લઈ ને ઘેરે જવું .....એને કંઈશ તો કે મોટા મોલમાંથી લાવ્યો તારા હાટું...ખૂબ ખુશ થશે... હા .....

ને આ ગરીબ ચમનો....આવડા મોટા મોલમાંથી એક બિસ્કીટ લઈ શક્યો....

- ધ્રુપા પટેલ