Amar Prem - 21 books and stories free download online pdf in Gujarati

અમરપે્મ - ૨૧

મિત્રો આગળના પ્રકરણમાં આપણે જોયું કે સુરુ અને બરખા અરેંજ મેરેજ વિરુદ્ધ લવ મેરેજ ડિબેટમા ભાગ લે છે જેમાં જજીસના મત સરખા મળતા ટાઈ થાય છે અને પિ્નસિપાલ પોતાનો અંગત મત આપી બરખાને વિજેતા જાહેર કરે છે. બરખા તેમના પે્મ બાબત આગળ લગ્ન બાબત નિર્ણય લેવા સુરુને જાણ કરે છે.સુરુ તેના માતા પિતાની પસંદગીની છોકરીને જોવા જાય છે અને રુપાબાને પસંદ કરે છે તેની જાણ બરખાને કરે છે અને બન્નેના પે્મ પ્રકરણનો અંત આવે છે અને દોસ્ત બની રહેવા એકબીજાને વચન આપે છે.હવે આગળ વાંચો.......,

અજય H.S.C મા સારા માકઁ અને સારા ગે્ડથી પાસ થઇ આગળ અભ્યાસ કરવા માટે કોલેજમા કોમપયુટર સાયંસમા એડમીશન લેવા અમદાવાદ જાય છે.સ્વરાને ૧૧ ધોરણ હોવાથી આવતા વષેઁ H.S.Cની એકઝામ આવતી હોવાથી ૧ વરસ અજય વગર તેના ગામથી બાજુના ગામ રોજ બસમાં અપ-ડાઉન કરવાનું હતું તેથી ૧ વરસની જુદાઈ પણ સહન કરવી અઘરી હતી,પરંતુ સંજોગોને આધીન કોઇ ઉપાય પણ ન હતો.

અજય સ્વરાને અમદાવાદ જતા પહેલા મળવા જાય છે અને સ્વરાને એક વરસનો અભ્યાસ પુરો કરી આવતા વરસે અમદાવાદ એડમીશન લઇ આવી ગયા બાદ ફરી આપણું મલવાનું શરુ થશે તેવી હિંમત અને ખાતરી આપીને કોલેજમા ભણવા અમદાવાદ જાય છે.

અજયને H.S.C મા સારા માકઁ અને ગે્ડ આવેલ હોવાથી લોખંડવાલા કોમપયુટર કોલેજમા એડમીશન મલી જાય છે અને સાથે સાથે કોલેજની હોસટેલમા પણ દાખલ થઇ જાય છે.કોલેજની શરુઆત થતા તે રોજ હોસટેલથી કોલેજ અભ્યાસ કરવા જાય છે.અજયની સાથે અભ્યાસ કરતા પૂજન વોરા સાથે તેની દોસ્તી થાય છે.પૂજન વોરા તેના પેરેનટસ સાથે સુજન ફલેટમા નારણપુરા રહેતો હતો અને તેની મોટરબાઇક ઊપર કોલેજ આવતો હતો.અજય અને પૂજન કોલેજથી છુટી પિકચર જોવા અને હોટલ તેમજ ફરવા લાયક જગ્યાએ જતા હતા.આમ સાથે હરવા ફરવામા તેમની મિત્રતા ગાઢ થાય છે.અજય, પૂજનને સ્વરા સાથેની મિત્રતા અને પે્મ હોવાની જાણ કરે છે.આવતા વરસે સ્વરા પણ કોલેજ કરવા અમદાવાદ આવશે તેથી આપણે ત્રણે સાથે હરવા-ફરવાની કંપની થશે તેથી ખૂબ મઝા કરીશું.પૂજન કોઇવાર અજયને તેના ઘરે પણ લઇ જઇ તેના પેરેનટસ્ સાથે તેનો ખાસ મિત્ર હોવાનો પરિચય કરાવે છે.આમ અભ્યાસ સાથે હરવા-ફરવામા એક વરસ પસાર થઇ જાય છે.

આ વરસે H.S.C ની એકઝામમા સ્વરા પાસ થઇ કોલેજ કરવા અમદાવાદ આવે છે.સ્વરાને કોમઁસ કોલેજમા એડમીશન મલે છે અને કોલેજની હોસટેલમા પણ પ્રવેશ મેળવી લે છે.બનનેની હોસટેલ નજીક નજીક હોવાથી કોલેજ પુરી થયા પછી તેઓ બન્ને પૂજન સાથે બહાર ફરવા જાય છે. અજય,સ્વરાને પૂજનનેા પરિચય કરાવે છે.સ્વરાને પણ પૂજનના પરગજુ અને માયાળુ સ્વભાવને કારણે તેની દોસ્તી ગમેછે.ધીરે ધીરે પરિચય વધતા પૂજનને પણ તેમની કંપની ગમવા લાગે છે અને તે બન્નેને મિત્રતાની સાથે પે્મ વધુ હોવાથી એકાંત આપવા તે ધણીવાર કોઈ ને કોઇ બહાનુ બતાવી તેમની સાથે જવાનું ટાળતો હોય છે.

અજય-સ્વરા તેમના કોલેજના અભ્યાસ દરમિયાન તથા રવિવારની રજાઓમાં અમદાવાદની રેસટોરનટ તથા સિનેમા થિયેટરોની મુલાકાત લેતા હોય છે.દરેક રવિવારનો તેમનો પો્ગામ પિકચર જોવા જવાનું અને પછી શંભુજી કોફી શોપ,S.G. Highway ની બંધન ધાબામાં પંજાબી ડિનરની મઝા માણવી,ગોપીની દાલબાટી તો કોઇ રવિવારે કાઠિયાવાડી ભોજન લેવા ‘વિસાલા’,ચાઇનીશ ડીસ ખાવા વિવિધ હોટલોની મુલાકાત લઇ તેમના પે્મને વધુ ગાઢ બનાવતા હતા.

અજય અને સ્વરાના રવિવારની પો્ગામથી વાકેફ પૂજન તે બન્નેને તેના ઘરની સામેની સાઊથ ઈનડીયન ચેનનાઇ રેસટોરનટમાં જમવા માટે આમંત્રણ આપે છે.પૂજન કહે છે કે અમારા નારણપુરા વિસ્તારમાં આના જેવું લોકેશન અને ફુડ આખા અમદાવાદમાં તમને ક્યાંય નહી મલે. તેની લાગણીને માન આપી સ્વરા અને અજય હવે પછીના રવિવારે સાંજે આવવા સહમત થાય છે..........

વધુ માટે વાંચો પ્રકરણ -૨૨

તમારો અભિપ્રાય તથા રેટીંગ આપવાનું ભુલશો નહીં.તમારા અભિપ્રાયથી અમારો ઉત્સાહ વધે છે અને સ્ટોરીમા દિલ દિમાગથી નવા પ્રસંગો ઉમેરવાનું બળ મલે છે.